શિવ એક શક્તિ અનેક – શ્રી ચામુંડા માતા ચેરીટેબલ ટ્રષ્ટ, આણંદ

Side A –
– શિવ એક છે, બે નથી પણ એની શક્તિઓ અનેક છે અને એ શક્તિઓના માધ્યમથી ક્રિયાઓ થાય છે. શિવ ક્રિયા ન કરી શકે, શક્તિઓ ક્રિયા કરે છે એટલે આપણે ત્યાં ઈશ્વરને દ્વૈત સ્વરૂપે સજોડે માનવામાં આવ્યો છે. એ નર અને નારીનું સંયુક્ત રૂપ છે અને એ રીતે એ શક્તિમાન છે. શિવની અનેક શક્તિઓ છે, એમાંની એક શક્તિ ચામુંડા છે. મુંડ એટલે માથું. આ મુંડનો હાર બનાવે અને પહેરે એનું નામ ચામુંડા કહેવાય. આવો હાર શા માટે બનાવવામાં આવે છે? આ વાતને સમજવા જેવી છે.આ દુનિયામાં કાયમના માટે અસુરો અને દૈત્યો રહ્યા છે અને એ કાયમના માટે રહેવાના છે. એ અસુરો-દૈત્યો શાંતિથી રહે નહિ અને કોઈને રહેવા દે નહિ અને એમનું સૌથી મોટું બળ દેવો છે કારણકે દેવો બહું ઢીલા છે. સહનશક્તિ હોવી જોઈએ, પણ જ્યાં કરવા જેવી હોય ત્યાં કરવાની. જ્યાં અશાંતિ ઉત્પન્ન કરનારાઓ છે, એમાં પણ વ્યક્તિગત માટે નહિ પણ પૂરા સમાજ માટે અને પૂરા દેશ માટે હોય તો એની સામે સહનશક્તિ રખાય નહિ અને રાખો તો દેશની રક્ષા ન કરી શકો. @3.54min. પુરાણોમાં માતાજીની કથાઓ છે, એમાં લખ્યું છે કે શુંભ, નિશુંભ અને મ્હૈસાસુર ત્રણ મોટા અસુરો હતા, એટલો ઉત્પાત્ત મચાવે કે કોઈ શાંતિથી રહી ન શકે. શાંતિ ધ્યાન કરવાથી નથી આવતી, પ્રશ્ન ઉકેલે તો શાંતિ મળે. બગોદરા અને લીમડી વચ્ચે થતા અકસ્માતોનું ઉદાહરણ સાંભળો. ત્યાં યજ્ઞ કરવાથી અને સપ્તાહ બેસાડવાથી કશું થયું નહિ પણ જ્યારે રોડ ઉપર ડીવાઈડર મૂક્વાથી પ્રશ્ન ઉકેલાયો. તમારે જો શાંતિ સ્થાપવી હોય તો તે પરાક્રમથી સ્થપાય છે. ચામુંડા માતા એ પરાક્રમની દેવી છે. @7.28min. પહેલા આખી દુનિયામાં દેવવાદ હતો. ગ્રીસ, ટર્કી, ઈજીપ્તમાં ઘણી દેવદેવીઓની પ્રતિમા તથા મંદિરો છે. ત્યાં ઝગડો કરાવનારી પણ દેવી છે. જેનામાં પરાક્રમ નથી હોતું એને શાંતિ હોયજ નહિ. જંગલમાં સિંહ શાંતિથી ઊંઘે છે, અશાંતિ કરનારાઓ એનાથી દુર રહે છે. @10.05min. લંડનના બે મહોલ્લાઓ WEMBLY અને SOUTH HALL ના ઉદાહરણો સાંભળો. @13.28min. આપણો ધર્મ તમને એમ પ્રેરણા આપે છે કે અસંખ્ય શક્તિઓ છે, એમાંથી થોડીક તો તમારી પાસે હોવી જોઈએ. અન્નપૂર્ણા અને ચામુંડા બંને એકજ છે. અન્નનો ઢગલો પરાક્રમથી નહિ પણ મહેનતથી થાય.ઉપનિષદ કહે છે તમે અન્નના ઢગલા કરો. “अन्नम कुरवित तद्व्रतम” આખી ગીતા વાંચી જાવ, એમાં કોઈ જગ્યાએ કૃષ્ણે અર્જુનને એમ કહ્યું છે કે, અર્જુન તું શનિવાર કરજે. જે વ્રતો નથી લખ્યાં તે આપણે લઇ બેઠા છીએ. જે વ્રતો કરવાના છે તે કરતા નથી. ઋષિ ઘરે જતા વિદ્યાર્થીઓને વ્રત આપે છે, “अन्नम् न निन्द्यात तद्व्रतम” “अन्नम् न परीचक्षित् तद्व्रतम” અનાજની કદી નિંદા ન કરો, અનાજનો એંઠવાડ ન પાડો, હું તમને આ વ્રત આપું છું. @15.57min. એક સંપ્રદાયના સાધુની વાત, જે ખુબ એંઠવાડ છોડે એટલે ભક્તો અને ભક્તાણીઓ તૂટી પડે. અમારે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈને એંઠું ન ખવડાવવું. જાપાનમાં એક ઘટેલી ઘટના સાંભળો. @20.04min. જે ઘરમાં અન્નપૂર્ણા હોય તે તમને ચા પીધા વિના કે જમ્યા વિના ન જવા દે. અન્નપૂર્ણા એજ મહાકાલી, એજ જગત અંબિકા ચામુંડા થાય. જ્યારે બળદ ઉપર બેસે ત્યારે એ ખેડૂતોની કુળદેવી ઉમિયા માં છે. ચામુંડાનું વાહન સિંહ છે, કારણકે ચામુંડા પરાક્રમની દેવી છે. પરાક્રમની સાથે એક અભિશાપ પણ છેકે પરાક્રમી વ્યક્તિને ત્યાં બહુ પૈસો નથી હોતો. આશ્રમમાં આવેલા એક વૃદ્ધ સજ્જનની વાત. @26.27min. પરાક્રમના ગુણદોષના કારણે ક્ષત્રિય-રાજપૂત પ્રજા બીજી પ્રજાની જેમ સમૃદ્ધ ન થઇ શકી. તલવારથી વિજય મળે, સમૃદ્ધિ ન મળે અને ત્રાજવા થી સંપત્તિ મળે. આ પટેલોએ હળ છોડ્યું અને ત્રાજવું પકડ્યુતો ધનાઢ્ય થઇ ગયા. ચામુંડા માતા શૌર્ય, પરાક્રમની દેવી છે.તમારી પાસે બધું હોય અને શૌર્ય, પરાક્રમ ન હોય તો તમારું ભોગવી ન શકો અને રક્ષણ પણ ન કરી શકો. @32.37min. આ મંદિર માત્ર દર્શન કરવા માટે નથી. મંદિર તો એક માધ્યમ છે, કેન્દ્ર છે. જેમ કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતા છે અને આ માતા દ્વારા કડવા પાટીદારો એકબીજા સાથે સંકડાયેલા છે, બધાની એકતા કરાવે છે તેમ તમારી આ કુળદેવી ચામુંડા માતા છે અને એનાથી એક આખો સમાજ બંધાઈને રહે અને આ માતાજીના માધ્યમથી બધી પ્રવૃત્તિઓ થાય અને તમને ગૌરવ રહે કે આ અમારી માતાજીની જગ્યા છે અને એનાથી તમારું ઓશિયાળુપણું દુર થયું. તમારી શ્રદ્ધાને ઓછી ન કરો. ધર્માદા વહીવટ વિષે સાંભળો. પેટલાદમાં એક મહારાજ અને એક સજ્જનની વાત સાંભળો. @38.32min. આણંદમાં આ એક સરસ મજાનું દેવસ્થાન ઉભું થયું, સાથે સાથે એક સંસ્કૃતિક હોલ થયો અને ક્ષત્રિઓ તથા બીજા ભાઈઓને કેન્દ્ર મળ્યું. જ્યારે સમય મળે ત્યારે દર્શન કરવા આવો, તમે બધા હળીમળીને, સંપીને, શાંતિથી એનું સંચાલન કરજો, માતાજી તમારી સાથે ને સાથેજ છે. હું માતાજીને પ્રાર્થના કરું કે માતાજીના ચારેચાર હાથ તમારા ઉપર રહો અને તમારું કલ્યાણ થાય, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @39.53min. महामंत्र जयदुर्गा चामुंडा देवी, @44.00min. માડી તારું કંકુ ખર્યું – શ્રી રાસબિહારી દેસાઈ