સમાજની છત્રી મુંબઈ – કડવા પાટીદાર ટ્રસ્ટ
Side A –
– જીંદગી કેવી રીતે પસાર થાય છે? ઋતુઓ બદલાય એટલે જીવનમાં પણ પરિવર્તન આવે. દુઃખો ભલે આવે પણ સમૂહમાં આવે તો હળવા થઇ જાય છે. સમૂહ એ બહું આશ્વાસન છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિના ઉપર બળબળતી ધૂપથી અને વરસાદની હેલીથી બચાવનાર છત્રી હોવી જોઈએ તો એ સ્વસ્થતા પૂર્વક મજલ કાપી શકે. વ્યક્તિના ઉપર ચાર પ્રકારની છત્રી હોવી જોઈએ. પરિવારની છત્રી, સમાજની છત્રી, ધર્મની છત્રી અને રાષ્ટ્રની છત્રી. @5.47min. જયારે ભારતની મહાનતાની વાતો આપણે કરીએ, પણ જ્યારે વિપત્તિમાં પડ્યા હોઈએ ત્યારે ભારતમાંથી કોઈ આપણી મદદે ન આવે તો મનમાં વેદના થાય કે મારી પાસે રાષ્ટ્ર છે પણ રાષ્ટ્રની છત્રી નથી. અમેરિકામાં એક જાપાનીસનો અનુભવ સાંભળો કે એના રાષ્ટ્રે એની ઉપર કેવી રીતે છત્રી ધરી.પ્રજાને જ્યારે જાતિના અપમાનથી મારી નાખવામાં આવે ત્યારે એ પ્રજા નમાલી થઇ જતી હોય છે. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ વારંવાર ફંકશનો કરી પ્રજામાં ગૌરવનું જે તેજ ભરતા હોય છે એમાંથી ગૌરવવાન જાતિ પ્રગટ થતી હોય છે. ગૌરવવાન જાતિની ખુમારી જેવી બીજી કોઈ ખુમારી નથી. @11.37min. તમે અપમાનિત થતા ફરો, તમારો રાજદૂત, તમારો દેશ તમારી વાત ન સાંભળે, તમે તિરસ્કૃત થતા ફર્યા કરો તો એમ સમજવું કે તમારા રાષ્ટ્રની છત્રી હજુ ઉંઘડી નથી. ધર્મની છત્રી પણ તમને છાયો આપે છે. આપણો ધર્મ છત્રી વિનાનો છે, તે યુગાન્ડાના ઉદાહરણથી સાંભળો કે ખોજા કોમને આગાખાને કેવી રીતે છત્રી ધરી. આખી કોમ કેનેડા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સમાઈ ગઈ. આપણા દેશમાં પણ આપણા ભાઈઓ આવ્યા, મુંબઈથી ઘરે જવાની ટીકીટ નહિ. આપણામાંથી કોઈ એમનું સ્વાગત કરવા ગયા નહિ. અમે લોકો(સાધુઓ) લાખ્ખો કરોડોના ઉઘરાણા કરી લાવ્યા પણ અમારામાંથી પણ કોઈ મદદ કરવા ગયું નહિ કારણકે આપણામાં ધાર્મિક છત્રી ખોલવાની ભાવના જાગી નથી. ઊંઝામાં ઊમિયા માતા સંસ્થાનમાં જે શતાબ્દી વર્ષ ઉજવાયું પછી આખું ઊંઝાનું કલેવર બદલાઈ ગયું. આ સંસ્થાએ છત્રી ખોલી છે અને એક હાથે લેવાનું તો બીજે હાથે આપવાનું કામ કરે છે. @16.38min. પરિવારની છત્રી જેવી કોઈ છત્રી નથી. તમારા ઉપર આપત્તિ આવે, વિપત્તિ આવે અને તમારો પરિવાર જો તમારી પાછળ બરાબર મજબૂતાઈથી ઊભો રહે તો તમારું દુઃખ હળવું થઇ જશે, પણ જો પરિવારના માણસોજ જો દુશ્મન થઇ ગયા તો તમે થાકી જશો. તમે ઘરમાંજ મરી જશો. રામાયણમાં રાવણના ઉપર એવીજ વિપત્તિ આવી ત્યારે વિભીષણે સાથ ન આપ્યો, કુંભકર્ણે કહ્યું તેં મોટી ભૂલ કરી છે પણ હું તને સાથ આપીશ, એટલે એ વાત યાદ રાખજો કે કુંભકર્ણ વિભીષણ કરતા સારો કહેવાય. તમારા પરિવારમાં તમે એક થઈને રહેજો, એ વાત સમજવી હોય તો તમે દુર્યોધન પાસેથી સમજો. દુર્યોધન કહે છે અમે જયારે અંદરોઅંદર લડીશું તો એ પાંચ છે અને અમે સો છીએ, પણ જ્યારે બીજી જગ્યાએ લડવાનું થશે તો અમે 105 થઈને લડીશું. આ પરિવારની છત્રી છે. જેમ જેમ તમે મોટા માણસ થતા જશો, એમ એમ તમારા પ્રશ્નો પણ મોટા થતા જશે. મોટા પ્રશ્નોની સામે ઝઝૂમવા તમને પીઠબળ ન હોય તો તમે થાકી જશો. તમે તમારા પ્રશ્નો ઉકેલો નહિ અને શાંતિ માટે સાધના કે પ્રાણાયામ કરશો તો એ તમારા પ્રશ્નોજ વંટોળીયો થઈને તમારા મગજમાં ફર્યા કરશે. પ્રશ્નો ઉકેલવા એજ સાધના છે. @22.56min. ચોથી છ્સ્ત્રી એ સમાજની છત્રી છે. દરેકનો સમાજ હોય, કીડીઓનો, મકોડાઓનો, મધમાખીઓનો વગેરે. તમે એક મધમાખીને કાંકરી મારી જુઓ અને જુઓ શું થાય છે? એક માણસે મને કહ્યું કે આટ-આટલાં વર્ષો થઇ ગયા, મુસલમાનો, શકો, હુણો આવ્યાતો હજુ પણ આપણું અસ્તિત્વ છે. મેં કહ્યું એનું કઈ ગૌરવ નહિ હોય. અત્યારસુધી કેટલી DDT છાંટી તો પણ કીડીઓનું અસ્તિત્વ છે. ખાલી અસ્તિત્વ નહિ, તમારું વ્યક્તિત્વ કેવું છે? મધમાખીનું વ્યક્તિત્વ જુઓ, એની પાસે ડંખ છે, કાંટો છે, એટલે લોકો કહે છે દૂર રહો, એને છંછેડશો નહિ. તમારી પાસે ડંખ હોય અને બધા એક થઈને રહેતા હોય તો હેરાન કરતા લોકો તમારાથી દૂર ભાગશે. સમાજની છત્રીના આઠ ભાગમાં ચાર સકારાત્મક અને ચાર નકારાત્મક છે એ વિષે સાંભળો. પહેલાનો સમાજ, ગોળ હતો એ ફક્ત દંડ દેવાનુજ કામ કરતો, કોઈ રચનાત્મક કામ કરતો નહિ એ વિશે સાંભળો. @26.51min. ઓળખીતા એક ઉત્તર ગુજરાતના પટેલની પહેલ્લી દીકરી ડોક્ટર થઇ અને સમજે શું કર્યું તે સાંભળો. @31.34min. એક ગામમાં સરપંચની ચૂંટણી વિશે સાંભળો. સમાજમાં એક આગેવાન હોવો જોઈએ, કે જેનો પડ્યો બોલ લોકો ઝીલે. પ્રજા જેમ જેમ સમૃદ્ધ થાય તેમ તેમ સામાજિક દુષણો વધતા જાય તેના ઉદાહરણો સાંભળો. @39.25min. સ્વામીજીનો સંદેશનો લેખ વિશે સાંભળો. ફુલાં(હાડકાં) નદીમાં પધરાવવાનું બંધ કરો એની જગ્યાએ નવી પદ્ધતિ અપનાવો તે વિસ્તારથી સાંભળો. @43.40min. જે ચાર સકારાત્મક રૂપ છે તે સાંભળો.
Side B –
– મહારાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતના એક પટેલની ફેક્ટરીની મુલાકાત, કહે છે મેં મહારાષ્ટ્રમાં પગ મૂક્યો, ત્યારે મારી પાસે નવ હજાર રૂપિયા હતા, આજે 200 કરોડનો વેપાર કરું છું. એને ત્યાં કામ કરતા મેનેજરનો પગાર મહીને 52000 રૂપિયા છે. કેમ? તે સાંભળો. તમારામાં લાયકાત હોય તો તમે સરકારી નોકરી કરતા ઘણું વધારે કમાઈ શકો છો. @3.05min. છાત્રાલયની જરૂરિયાત અને ઉપયોગીતા વિશે સાંભળો. ઉમિયાંમાતાનું જે સંસ્થાન છે, એ કેન્દ્રમાં નિમિત્ત છે, એના દ્વારા આપણે ભેગા થયા છીએ, પણ એના દ્વારા બીજું લગ્ન સંબંધી કામ કરવાનું છે, તે સાંભળો. આપણે ત્રીજી જાગૃતિ કરવાની છે કે આપણો આખો સમાજ એજ્યુકેટેડ સમાજ હોય અને બહેનો પણ ભણેલી ગણેલી સંસ્કારીક હોય. @6.08min. મારા ઓળખીતા નવ વાણીયાઓ ભેગા થઈને 9 લાખની જમીન રાખી અને પછી શું કર્યું તે સાંભળો. ચોથું અને છેલ્લું મહત્વનું કામ છે, માનવતાનું. તમારો સમાજ, જે આ સંકુલ તૈયાર થવાનું છે તેમાં મુંબઈમાં આવનારો અતિથી ઉતરી શકે, પરદેશથી આવવાવાળો અને પરદેશ જવાવાળો પણ ત્યાં ઉતારી શકે. લગ્ન કરવા માટે લગ્ન મંડપ અને બધી વસ્તુઓ ત્યાં તૈયાર હોય, એમ તમારો સમાજ તમારા માટે છત્રી લઈને ઊભેલો છે. અહી આ સંકુલમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ ભેગો થાય અને એક થઈને રહે, સુરક્ષિત રહે, સંસ્કારીક, ધાર્મિક થઈને રહે એવી વ્યવસ્થા કરવાની છે. @10.16min. સજ્જનો હું તો એક સામાન્ય સાધુ છું અને આવું મોટું કામ થઇ રહ્યું છે તો 25000 રૂપિયા જેટલી એક નાની આહુતિ આપું છું. આ તમારુંને તમારુજ છે. હળીમળીને રહો, સંપીને રહો, અર્પિત થાવ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @11.44min. એક વેદાન્તી સજ્જનની વાત અને વાસ્તવિકતા વિશે સાંભળો. @37.10min. भजन – मन पछितै है अवसर बीते, राम भज सो जीता जगमें – श्री पुरुषोत्तमदास जलोटा.
Leave A Comment