પ્રાર્થના – સાન ફ્રાન્સિસ્કો

Side A –
– જીવનનો હેતુલક્ષી પર્યાય શબ્દ શું છે? જીવન એટલે સાધના. શરીરનો નાનામાં નાનો સેલ જોશો તો એ સતત સાધના કરે છે. તમારું શરીર એક ફેક્ટરી છે, તો જીવનનો અર્થ સાધના કરીએ તો સાધના એટલે શું? જે કોઈ ક્રિયા કરવાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. અને જો એનો અર્થ કરો તો તમારી પાસે એક સ્પષ્ટ રસ્તો થઇ જશે કે તમે જે કંઈ કરો છો એનાથી તમારી શક્તિ વધે છે કે ઘટે છે? શક્તિ એટલે જીવનના એકેએક ક્ષેત્રની શક્તિ. પૈસો વધે એ પણ શક્તિ છે. પૈસો વધારવા માટે જે ક્રિયા કરો એનું નામ સાધના છે. સાધના કોઈ પડતી મૂકે તો એ શક્તિ વિનાનો થઇ જશે. માણસ ભગવાનના નામે, મોક્ષના નામે ધંધો છોડી દે, નોકરી છોડી દે તો એ દુર્બળ થઇ જાય છે. ભોજન કરવું એ પણ સાધના છે. @3.42min. એક બૌદ્ધ ભિક્ષુને એક રાજાએ પ્રશ્ન પૂછેલો કે તમે શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું સાધના કરું છું, તો તમે સાધનામાં શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું ખાઉં છું, ઊંઘું છું. રાજા નો વળતો સવાલ અને ભિક્ષુનો જવાબ સાંભળો. “युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा”….(गीत 6-17). ગીતા મધ્યમ માર્ગી છે. ગીતમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અર્જુન, તું ઉપવાસ કરજે, પણ યુક્તાહાર પર ભાર મૂક્યો છે. @7.37min. બુદ્ધના સમયથી અત્યારસુધી જે સંપ્રદાયો રહ્યા છે એના ત્રણ માર્ગો છે . અભોગ એટલે અત્યંત નિગ્રહ એટલેકે સુખ દ્રોહી માર્ગ, સુખ માત્રનો વિરોધ, કારણકે સુખજ દુ:ખનું મૂળ કારણ છે. બીજો કર્મ કાંડ માર્ગમાં યજ્ઞ કરો, વસ્તુઓ લાવો અને અગ્નિમાં હોમો એમાં વિકૃતિ આવી પશુબલી અગ્નિમાં હોમાવા માંડી. ત્રીજો માર્ગ, મધ્યમ માર્ગ એને આપણે યોગ માર્ગ કહીએ, એમાં ચાલનારી પ્રજા પહેલેથીજ બહું થોડી રહી છે. બુદ્ધે 45 દિવસના ઉપવાસ કરેલા. ભારતમાં પીડા પૂજાય છે પણ એનાથી સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ ન થાય. @11.40min. બુદ્ધને 45 દિવસને અંતે ભરવાડણ સ્વરૂપે ગુરુ મળ્યા અને ઉપવાસના પારણાં કરી મધ્યમ માર્ગ અપનાવ્યો. @16.29min. જે અત્યંત સ્થુલાચારનાં આગ્રહી હોય તેઓ એટલાજ ઘ્રણા કરનારા હોય છે, એ ભલે ડુંગળી-લસણ ન ખાય પણ લાંચ ખાતા અચકાતા નથી. કેટલીક વાર તમારામાં કોઈ દુર્બળતા હોય અને દુર્બળતાની તમને સભાનતા હોય તો તમારામાં દુર્બલ્તાના દ્વારા એક મોટો ગુણ વિકસિત થશે કે તમે લોકો ઉપર ઘ્રણા નહિ કરશો. તમારામાં આધ્યાત્મિક શક્તિ જાગ્રત થાય એટલે તમે લોકનિંદાનો પ્રતિકાર કરી શકો. મીરાંબાઈનું ઉદાહરણ. નરસિહ મહેતાની પણ એજ દશા થઇ. લોકનિંદાની પ્રતિકાર કરવાની શક્તિ એ બહુ મોટી શક્તિ છે. એ તમારામાં જ્યારે નક્કરતા આવે ત્યારે થાય. @20.44min. તામીલનાડુમાં તીરુવાલ્લુવાર સંત થયા એમનું ઉદાહરણ સાંભળો. તમે પગે ચાલીને આખી દુનિયા ચાલી શકો પણ દોડ લગાવીને દુનિયા ચાલી શકો નહિ. @26.35min. સુખનું મૂળ શક્તિ છે અને દુઃખનું મૂળ અશક્તિ છે. આધ્યાત્મિક અને ભૌતિક શક્તિ એકબીજાની પોષક છે. विद्यामचा विद्यांच…….अविद्यया मस्तुते. (इषावाश्य उपनिषद). હે ભાઈ તું બંને વિદ્યા ભણજે. વિદ્યાના દ્વારા અમૃત પાન કરજે અને અવિદ્યાના એટલેકે ભૌતિકવિદ્યાના દ્વારા મૃત્યુને તરી જજે. અહી મૃત્યુનો અર્થ લાચારી થાય. @30.29min. મોરબીનો બંધ તુટ્યો ત્યારની વાત સાંભળો. પ્રજાના મોરલને જગાડવું હોય તો એને ભીખ માંગતી અટકાવો. કોરી ભૌતિક વિદ્યાથી સમૃદ્ધિ આવી શકે પણ શાંતિ ન આવી શકે, ઉદાહરણ સાંભળો. @35.29min. સમૃદ્ધિ અને શાંતિ બંને વિદ્યા છે. શાંતિનો અર્થ છે અંત:તૃપ્તિ. ઘણી વાર એવું બને કે જેમ જેમ સમૃદ્ધિ વધે એમ એમ અશાંતિ વધે. એક 54 મકાનવાળા સજ્જનનું ઉદાહરણ સાંભળો. @40.15min. ઘણીવાર એવું બનતું હોય કે માણસની પાસે સમૃદ્ધિનો ઢગલો હોય પણ શાંતિનો છાંટો ન હોય, ત્યારે જીવન એકાંગી, અપંગ, લંગડું બની જાય અને એ અપંગતામાંથી છોડાવવા માટે વિદ્યાના દ્વારા અમૃતપાન કરાય. જે મરતાં માણસને બચાવે એનું નામ અમૃત. આપણે ત્યાંનો કોરો ભૌતિકતાના વિરોધ પૂર્વકનો ત્યાગે વૈદિક પરંપરા નથી, એમ કોરો ભોગ પણ વૈદિક પરંપરા નથી. @45.46min. સમૃદ્ધિની સાથે શાંતિની વાત સાંભળો. ભૌતિકતાનો આધાર વિજ્ઞાન છે, આધ્યાત્મિકતાનો આધાર શ્રદ્ધા છે. ભગવાન વિદ્વાનોને ન મળે પણ ભરવાડને મળે કારણકે અભણ ભરવાડને પૂરેપૂરી શ્રદ્ધા હોય છે. @48.40min. રાવણની સભામાં અંગદે પગ રોપી દીધો કયા જોરે?

Side B –

– નિષ્ઠા એ આધ્યાત્મિકતાનું ફાઉનડેશન(આધાર) છે. શ્રદ્ધાના ત્રણ કેન્દ્રો છે, જૈનોએ બહુ સારી રીતે એ કેન્દ્રોનું સ્પષ્ટીકરણ કર્યું છે અને એ છે સુદેવ, સુશાસ્ત્ર અને સુગુરુ(સદગુરુ). શ્રદ્ધામાં પણ વિવેકની જરૂર છે. તમે લાકડાના બદલે પથ્થરની નાવમાં બેઠા હોવ તો તમારી શ્રદ્ધા કાચી છે, કારણ કે એ શ્રદ્ધામાં વિવેક નથી. શ્રદ્ધા એ સાધના નથી પણ પોષક બળ છે. @2.43min. હિમાલયની કેદારની યાત્રા ઘણી કઠીન છે પરંતુ ત્યાં સ્વામીજીએ જોયું કે સામેથી એક પગ કપાઈ ગયેલો કર્ણાટકનો માણસ ઠેઠ ઉપર જઈ પાછો આવી રહ્યો છે, ઘોડીના આધારે એ પહાડોના પહાડ ચઢી આવ્યો કેમકે એની પાસે શ્રદ્ધાનું બળ હતું. સાધનાના ત્રણ સ્ટેજ: પ્રાર્થના, ઉપાસના અને ભક્તિ. દુનિયા પાસે માંગવાથી જે મળે તેને અર્ચના કહેવાય અને જે દુનિયામાં ન મળતી હોય એવી વસ્તુ ભગવાન પાસે માંગે એનું નામ પ્રાર્થના કહેવાય. તમારી પોતાની અલ્પતાના સ્વીકારમાં પ્રાર્થનાનું મૂળ છે. @5.56min. ઘણા વર્ષો પહેલાં એક સંપ્રદાયના ભગવાન 20-25 માણસો લઇ શાસ્ત્રાર્થ કરવા આશ્રમમાં આવ્યા પછી શું થયું તે સાંભળો. તમારી અલ્પતાની વિસ્મૃતિ એજ મોટી ઉપાધી છે. સંતોની અલ્પતા વિષે સાંભળો. @11.34min. જીવન ઘડિયાળનું એક લોલક છે, એ ઉદાહરણથી સમજો. તુકારામ ઈશ્વરને અભંગ દ્વારા શું પૂછે છે અને ભગવાન શું જવાબ આપે છે, એ સાંભળો. તુકારામ કહે છે કે હું એટલા માટે તારું ભજન કરું છું કે હું ચાલીસ મારા પગે પણ તું મારો હાથ પકડજે. “મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે” @15.21min. પ્રાર્થના શા માટે? એટલા માટે કે હું અલ્પ શક્તિમાન છું, કેમ? શારીરિક દુર્બળતા બહુ મોટી દુર્બળતા છે. વેગ(આવેગ)ની પણ મોટી દુર્બળતા છે. ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ હું બહું દુર્બળ માણસ છું એટલે શરીરની અને વેગોની દુર્બળતાથી તું મને બચાવ. @21.12min. દેશમાં લોકો ભેંશ લેવા જાય તો અમને પૂછે કે ભેંશ કેવી લેવી? એના બદલે તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે હે ભગવાન મને એક ભેંશ ખરીદવી છે તો તું મને પ્રેરણા આપ કે હું કોઈને ઠગું નહિ અને પોતે કોઇથી ઠગાઉં નહિ. પ્રાર્થનામાં તમારા ગોખેલા સ્લોકો બોલશો તો મન નહિ લાગે. કોઈના અહિતની પ્રાર્થના કરવી નહિ. તમારી ભાષામાં જે કંઈ તમારો પ્રોબ્લેમ હોય તે ભગવાન આગળ એકાંતમાં રજુ કરો. આ પ્રાર્થનામાં તમારું મન આપોઆપ લાગશે. @26.20min. પ્રાર્થનાની ઉંચાઈ ક્યાં છે? એટલે ગીતામાં ચાર કક્ષાઓ મૂકી છે. “चतुर्विधा भजन्ते……आर्तो जिज्ञासुर्थाथि ज्ञानी च भरतर्षभ् …..(गीता 7-16). તમારી જો આંતરિક શક્તિ હોય તો ધીરે ધીરે તમારા શત્રુના ચિત્રને સામે રાખી એના ઉપર મોજાં મોકલો કે શા માટે ઈર્ષ્યા કરે છે? સંપીને, સુખી થઈને શાંતિથી રહે, હું તારું ભલું ઈચ્છું છું. તમે જો જો, થોડા સમયમાં એનું મગજ આપોઆપ બદલાઈ જશે. તમે જ્યારે તન્મય થઈને કોઈને યાદ કરો છો ત્યારે તમારા મોજાં એમને પહોંચેજ છે. રીમોટ કંટ્રોલથી જેમ તમે કિરણો મોકલો છો, એજ પ્રમાણે તમારા અંદર પણ કિરણો છે. પ્રાર્થનામાં આધ્યાત્મિકતા છે એટલે દુશ્મનો પણ મિત્ર બની જાય છે. @30.16min. સહજાનંદ સ્વામી પાસે લાડુદાન ગઢવી(બ્રહ્માનંદ સ્વામી) એમને હલકા પાડવા ગયેલા પછી શું થયેલું તે સાંભળો. એવી અસર થઇ કે તરતજ સાધુની દિક્ષા લીધેલી. એટલે તમારા અંદર એક બહુ મોટી શક્તિ છે જે પ્રાર્થનાના દ્વારા જગાડી શકાય, આ પહેલી વાત. ઉપાસના અને ભક્તિ વિષે સાંભળો. ઉપાસનામાંથી ભક્તિનું પ્રાગટ્ય થાય. પ્રાર્થના એ હઠ પૂર્વક, પ્રયત્ન પૂર્વક મન લગાડીને કરવાની ક્રિયા છે. ભક્તિ એ સ્ફુર્તિ છે એટલે આપોઆપ થયા કરે છે. @34.06min. प्रार्थना, स्तुतिके पद. ભજન – મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે – શ્રી હરિઓમ શરણ.