કર્તવ્ય પરાયણતા – લંડન
Side A –
– જે જીવનની વ્યાખ્યા સાથે વ્યવસ્થા કરે એનું નામ ધર્મ પણ જે જીવનની ઉપેક્ષા કરાવે અને જીવન પ્રત્યે નફરત કરાવે એને ધર્માભાષ કહેવાય. જે પ્રવૃત્તિ કરીએ પણ એમાં ધર્મ હોયજ નહિ તેને ધર્માભાષ કહેવાય. @3.48min. આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. એક હિંદુ ધર્મજ એવો છે, જેની પાસે એકજ શાસ્ત્ર નથી, એકજ ભગવાન નથી કે એકજ વ્યવસ્થા નથી. બધુંજ ઘણું છે અને એટલું બધું હોવા છતાં એમાં કંઈક તતવ એવું છે કે બધાને તે એક કરીને રાખે છે, નવું જીવન આપે છે. મારી સમજણ પ્રમાણે આપણે હંમેશાં નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકાર કરીએ છીએ. જે લોકો નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકારી નથી શકતા તે કાંતો તૂટી જતા હોય છે કે અપ્રસ્તુત થઇ જતા હોય છે. ઉદાહરણ સાંભળો. @5.38min. સ્વીડનમાં મુસ્લિમ કન્યાઓનો પ્રોબલેમ સાંભળો. આપણી વ્યાખ્યા પ્રમાણે ધર્મ સનાતન છે, પણ સંસ્કૃતિ સનાતન નથી. એક વૃદ્ધ સન્યાસી સાથેનો અનુભવ સાંભળો. @9.26min. અંગ્રેજો કદી સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરે છે? અમેરિકાનો કદી વાત કરે છે? આપણેજ કેમ કરીએ છીએ? કારણકે આપણે સ્થગિત થઇ જવા માંગીએ છીએ. સંસ્કૃતિ લાખ પ્રયત્ને પણ સ્થિર થતી નથી અને જો તમે એને સ્થગિત કરો તો એ પછાત થઇ જાય છે. મારી વાતની ગેરસમજ ન કરશો, કહેવાનો હેતુ એજ છે કે આપણે સતત બદલતા રહીએ છીએ એટલે ટકી શક્ય છીએ. સંકૃતિનો ભાર સ્ત્રીઓ ઉપર હોય છે. સંસ્કૃતિનું માપ સ્ત્રીઓ ઉપરથી કઢાય છે કારણ કે સ્ત્રીઓ જલ્દી પરિવર્તનશીલ નથી એટલે તમે સારું દામ્પત્ય ભોગવી શકો છો. જે લોકોમાં સ્ત્રીના પુનર્લગ્ન થતા ન હોય એવી કડક વ્યવસ્થા લઈને બેઠા હતા તે તૂટી પડ્યા. એક ડેપ્યુટી કલેકટરનું ઉદાહરણ – એમની 21 વર્ષની વિધવા દીકરી કેમ વિધર્મી જોડે ભાગી ગઈ? @14.47min. આખી દુનિયાને કકળાવવી હોય તો કકળાવજો પણ માનું હૃદય ન કકળાવશો, તો તમે આખી દુનિયાને જીતી લીધી છે. એક ત્રાજવામાં માનું વહાલ, પ્રેમ અને બીજામાં આખી દુનિયાની સંપત્તિ મૂકો તો માનું વહાલનું પલ્લુંજ વધારે નીચે જશે. આ આપણી સંસ્કૃતિ છે, એટલે આપણે પહેલુંજ લખ્યું કે ” मातृ देवो भव ” આજ કારણસર એક હિંદુ ધર્મજ એવો છે કે પરમેશ્વરને સાડી પહેરાવી જગદંબા માં બનાવે છે. @17.18min. ધર્મની વ્યાખ્યાના ત્રણ સ્ટેજ છે, શરીર, મન અને આત્મા. ધર્મનું પહેલું સ્વરૂપ કર્મકાંડ છે. કોઈપણ ધર્મ કર્મકાંડ વિનાનો હોયજ નહિ. માણસનું મન કર્મમાં લાગે છે. સ્કોટલેંડમાં એક સ્કંદ હિંદુ મંદિર છે, જે ગોરા લોકો ચલાવે છે, ત્યાનો અનુભવ સાંભળો. આફ્રિકામાં મહાદેવના મંદિરમાં ગેલનના ગેલન દૂધ ચઢાવવાના બદલે સ્વામીજીએ આપેલી સલાહ સાંભળો. @24.06min. દુલા ભાયા કાગ, એક ગજબનો કવિ અને શિહોરનો યજ્ઞ. ધર્મ ફેલાવવામાં ક્રિશ્ચિઅનોએ સેવાનો માર્ગ અપનાવ્યો, મુસ્લિમોએ યુદ્ધો કર્યા, જૈનોએ દેરાસરો બાંધ્યા, બૌદ્ધોએ સ્તુપો બાંધ્યા અને આપણે યજ્ઞો કરી રાખ ચોળી ઊંભા થઇ ગયા. વિશ્વશાંતિ માટે શિહોરમાં યજ્ઞ કર્યો પણ ત્યાંજ અશાંતિ થઇ ગઈ. જીવનથી દુર ન ભાગો એનું નામજ ધર્મ છે. @32.20min. મહાત્મા ગાંધીની પ્રાર્થનામાંથી એટલી શક્તિ ઉત્પન્ન થાય કે આખી બ્રિટીશ સલ્તનતને હરાવી. આપણે કર્મકાંડને માન્યતા આપી છે. તમે થોડાંઘણા કરતા હોવ તો કરો પરંતુ તેમાં સુધારો કરો. ધર્મનું બીજું સ્ટેજ મન છે. જેમ જેમ ધર્મમાં આગળ વધતાં જાવ તેમ તેમ એનું ઊંડાણ વધતું જાય. ધર્મનું સુક્ષ્મ સ્વરૂપ શું છે? ઊંચી આદર્શવાળી ભાવના. તુલસીદાસે લખ્યું છે ” कलिकर एक पुनीत प्रभावा मानस पुन्य होही नहीं पावा. ” કળિયુગનો એક વિશેષ પ્રભાવ છે કે તમે કોઈ સારી સારી વાતો કરો તો એનું પુણ્ય લાગે પણ તમે ખોટા વિચાર કરો તો પાપ ન લાગે. ધર્મનું ત્રીજું સ્ટેજ આત્મા છે અને એ કર્તવ્ય પરાયણતા છે. કર્તવ્ય પરાયણતા અને ધર્મ બંને એકજ છે. ભગવદ ગીતાનો પ્રારંભ પણ અહીયાજ છે. ભગવદ ગીતાના ટીકાકારોએ ઘણા જુદા જુદા નામો આપ્યા છે, એમાં એક નામ છે “કર્તવ્ય બોધિની” વિશે સાંભળો. @37.52min. આશ્રમમાં એક પાદરી આવ્યા – “કૃષ્ણ અને ક્રાઈસ્ટ” ની બુકનું અનાવરણ કરવા માટે સ્વામીજીને ભલામણ કરી તે સાંભળો. @42.48min. સૌથી મોટામાં મોટી શાંતિ પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી બચાવવી એનાથી મોટો કોઈ ધર્મ નથી. યાદવો અને દ્વારિકા વિશે સાંભળો. @46.32min. રામ જ્યારે અયોધ્યાથી વિદાય થયા ત્યારે આખું અયોધ્યા પાછળ દોડ્યું અને કૃષ્ણ જ્યારે દ્વારિકાથી વિદાય થયા ત્યારે કોઈ નહિ, એકજ માણસ પાછળ પડ્યો હતો તે ઉદ્ધવ. @49.09min. વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધની વાત.
Side B –
– કૃષ્ણ-ઉદ્ધવનો સંવાદ ચાલુ…”मरनो भलो विदेशमें जहां न अपनों कोई, माटी खाय जानवरा महा सुमंगल होय.” કૃષ્ણે કહ્યું મારી કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી. પાદરી કહે છે, આ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધી આખી ઘટનાઓ પ્રેરણાથી ભરેલી છે. ધર્મનો આત્મા, કર્તવ્ય પરાયણતા છે. ધર્મમાંથી કર્તવ્ય પરાયણતા કાઢી નાંખો એટલે ધર્મ એ મડદું છે. યુદ્ધના સમયે જો યુદ્ધ કરી લેવામાં આવે તો યુદ્ધ પોતેજ એક સાધના-કર્તવ્ય બની જાય. પાંડવોના બહુ મોટા સદભાગ્ય કે કૃષ્ણને નેતા બનાવ્યા. મોટી સેના નથી જોઈતી, ખોટી વાત છે, મોટો નેતા જોઈએ. કેટલાયે યુદ્ધના ઈતિહાસ છે કે થોડી સેનાથી મોટી સેનાને હરાવી દીધી. સ્ત્રી ન હોય તો કથાજ ન હોય, દ્રૌપદી સીતા ન હોય તો કથાજ ન હોય. સ્ત્રી પ્રેરક બળ છે, ધારે તો મડદાને જીવતું બનાવી દે અને ધારે તો જીવતાને મડદું બનાવી દે. ટેકીલી પ્રજાનો ઈતિહાસ હોય, બહુ સમાધાનકારી પ્રજાનો ઈતિહાસ નથી હોતો. @6.48min. કૃષ્ણ વિદુરને ત્યાં ગયા, વિદુરાણી તો ગાંડી ગાંડી થઇ ગઈ. જેમાં થોડુંક પણ ગાંડપણ ન હોય તેને પ્રેમ કહેવાયાજ નહિ. એક સભાના પ્રસંગની વાત. ગાથાઓ ત્રણ પ્રકારની હોય છે. પ્રેમ ગાથા, શૌર્ય ગાથા અને ભક્તિ ગાથા, આ ત્રણે એકબીજાના પૂરક છે. દુર્યોધન કહે છે, તમને શરમ નથી આવતી કે તમે શુદ્રના ઘરે જામી આવ્યા. કૃષ્ણે જવાબ આપ્યો, તે એકેએક હિન્દુએ યાદ રાખવા જેવો છે. ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે. @11.41min. ચરોતરના એક મહેલ જેવા ઘર ધરાવતા પટેલને ત્યાં સ્વામીજીના પધારવા વિશે. @17.03min. કૃષ્ણ યુદ્ધ નેતા છે. અર્જુનને કહે છે, ” अशोच्याननवसोचत्स्वं प्रग्नावादान्स्च्य भाषसे ….(गीता 2-11). प्रग्नावादान्स्च्य भाषसे નું ઉદાહરણ, એક ન્યાયાધિશની વાત સાંભળો. ઉપનિષદનો ઋષિ કર્તવ્યનો ઉપદેશ આપે છે. ચાણક્યે કહ્યું છે કે આખી દુનિયા જે પકડીને રહી છે તેનું કારણ સ્વાર્થ છે. જે ઘણા લોકોના સ્વાર્થ પૂરા કરી આપે એનું નામ સમર્થ મહાપુરુષ કહેવાય. કર્તવ્યને વૈરાગ્યનો આધાર હોવો જોઈએ. કર્તવ્ય છોડવા કે કર્તવ્યથી ભગાવવા માટે નહિ. કર્તવ્યને બતાવવા માટે યાત્રા દ્વારા રામાયણની રચના કરી, આદર્શ પુત્ર બતાવવા માટે રામ-લક્ષ્મણ બતાવ્યા અને કર્તવ્યનું પરિણામ એ આવ્યું કે રામ ભગવાન થયા. @25.58min. धीरत धर्म मित्र अरु नारी, आपातकाल परथी यहिं चारी. પિત્તળની કસોટી ન હોય. ધર્મનો આત્મા કર્તવ્ય છે. આપણે કર્તવ્ય પરાયણ બનીએ, જેટલા તમે કર્તવ્ય પરાયણ થશો એટલા તમે સુખી થશો. @27.49min. I K Patel વિશે સાંભળો. બહુ ભલા, સમજુ, સજ્જન અને બધાનો મેળ કરવાની શક્તિ ધરાવતા હતા. ધર્મનું કામ સરવાળો છે. I K Patel શીખોને પણ લાવતા અને એમનો પ્રયત્ન રહેતો કે હિંદુ પ્રજા એક થઈને રહે. તમારા પ્રશ્નોને ઉકેલવા હોય તો બધા એક થાવ, શક્તિશાળી બનો અને એકબીજાને મદદરૂપ થાવ. આ કામની પ્રવૃત્તિ I K Patel દ્વારા થતી, મને આનંદ છે કે આજે તેઓ સ્થૂળ શરીરથી હયાત ન હોવા છતાં પણ એમના દીકરા અને બીજા બધા ટ્રસ્ટી ભાઈઓ એમની વાત આગળ ચલાવી રહ્યા છે. હું ઈચ્છું કે આપણે બધા એ સંદેશમાં ભેગા મળીએ. આવનારી પરિસ્થિતિને સમજો, સંગઠીત બનો, કર્તવ્ય પરાયણતાને વધુમાં વધુ જીવનમાં ઉતારો, ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત. @32.34min. જોન ઓફ આર્ક – ફ્રાન્સની રાષ્ટ્રવાદી યુવતીની શહીદ ગાથા. ભાવનગર બંદર, મધ્ય પ્રદેશની રીન્વા સ્ટેટની રાણી અને દિગંબર મહાત્મા. @41.00min. ભજન – શૂરવીરને તું જોઇને પ્રાણી – શ્રી નારાયણ સ્વામી.
Leave A Comment