કર્તવ્ય એજ ઉપાસના – મોરબી એન્જીનીયરીંગ કોલેજ
Side A –
– ભારતનો એક માણસ જેટલી જમીન રોકીને બેઠો છે, તેના કરતાં ગોરો માણસ 30 ઘણી જમીન પર બેઠો છે અને 60 ઘણી સંપત્તિ ધરાવે છે, કેમ? ગોરા લોકોનું નાણાં ભંડોળ 600 ઘણું વધારે છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં છે, શું કારણ છે? @3.26min. પંદરમી શતાબ્દીનું ઇંગ્લેન્ડ કેવું હતું? વાસ્કો-ડી-ગામા ચાર જહાજો લઈને ભારત આવ્યો, મરી-મસાલા લઇ ગયો અને પાછો 13 જહાજો લઈને આવ્યો ત્યારે કેરાલામાં ત્રણ રાજ્યો અંદરો અંદર લડ્યા કરતા હતા, તે પછીનો ઈતિહાસ સાંભળો. પોર્ટુગીઝનો પહેલો પગ ગોવામાં પડ્યો, આપણી જનતાએ એમને રોક્યો કેમ નહિ? પોર્ટુગીઝોએ ગોવા સુધીનો કાંઠો પોતાની મુઠ્ઠીમાં લઇ લીધો. સો વર્ષ પછી અંગ્રેજોએ પોર્ટુગીઝના જહાજમાંથી ભારત આવવાનો નકશો મેળવ્યો અને આમ ભારતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચો આવ્યા. આપણે ત્યારે હિમાલય તરફ દોડતા હતા અને લોકોને મગજમાં ઠાંસી ઠાંસીને ભરતા હતા કે ધર્મ બચાવવો હોય તો દરિયાથી દૂર રહો. આ દેશમાં આઝાદીની સાથે એક બહુ મોટું એન્જિન પ્રાપ્ત થયું, એનું નામ છે સરદાર પટેલ. એન્જિન વગર ડબાઓની કોઈ કિંમત નથી. 14 થી 16મી શતાબ્દીમાં આપણું ક્રીમ હિમાલયમાં જઈને પલાંઠી વાળતું હતું અને બીજાને પલાંઠી વાળતા શીખવતું હતું. આપણે પલાંઠી પૂજક બન્યા અને આજે પણ પલાંઠી પૂજક છીએ. @12.03min. યુરોપમાં જુના કેથોલિક ધર્મનું સૂત્ર હતું ” WORK IS SIN ” અને આપણે ત્યાં પણ વેદાંત વાળાએ એજ કહ્યું. માર્ટીન લુથર દ્વારા એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને એણે સૂત્ર બદલી નાખું કે ” WORK IS WORSHIP ” તમારું કર્તવ્ય એજ તમારી ઉપાસના છે. પ્રજા મગજથી આબાદ થતી હોય છે અને મગજથીજ બરબાદ પણ થતી હોય છે. @15.20min. સમૃદ્ધિ અને સુરક્ષાના ત્રણ માર્ગો તે ભૂમિમાર્ગ, સમુદ્રમાર્ગ અને અન્તરિક્ષ. ભારતમાં સમૃદ્ધિ હતી એટલે લોકો ખૈબર અને બોલનના રસ્તે આવ્યા. કેમ? જે ભગવાન કપડાંયે ન પહેરે તેને હીરા, માણેક, ઝવેરાતથી જડી દીધો એટલે ભગવાન અકળાયો. આપણી પાસે સંપત્તિ સાચવવાના બાવડાં ન હતા. જે કોઈ બુદ્ધ પાસે ગયા તેને બુદ્ધે સાધુ-સાધ્વીઓ બનાવ્યા. આજે પણ હજ્જારો કોલેજ ભણેલાઓને સાધુ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુજ છે. @20.28min. આપણા જુના વૈદિક ધર્મમાં પરિવર્તન આવ્યું, કોણ મહાન? જે ઘરેથી પત્ની, ધંધાને છોડીને ભાગે છે, ચંપલ નથી પહેરતો, કપડા નથી પહેરતો, ઊભોજ રહે છે, દુઃખ ભોગવે છે, એની પાછળ ટોળેટોળાં થવા લાગ્યા, પરિણામ એ આવ્યું કે મહત્વકાન્ક્ષા વિનાની પ્રજા થઇ. અમારે ત્યાં તો લખ્યું છે કે ” य देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नाम: ” જ્યારે બુદ્ધે કહ્યું કે દુઃખનું મૂળ ઈચ્છા છે. પ્રજાને કોઈ દુશ્મનો આવીને મારી નથી શકતા અને એવું હોત તો જાપાન, જર્મની, વિયેતનામ મરી ગયાં હોત. અંગ્રેજો પોર્ટુગીઝના 100 વર્ષ પછી આવ્યા પણ એ લોકો સફળ કેમ રહ્યા તે સાંભળો. @26.45min. ઈજીપ્તના પિરામિડ અને સતી થવાની પ્રથા. યુરોપમાં પ્રજાનું આખું વ્યક્તિત્વ જે ચર્ચમાંથી નીકળતું હતું તે પ્રયોગશાળામાંથી નીકળવા લાગ્યું અને આ વસ્તુએ યુરોપની કાયા પલટ કરી નાંખી. @30.49min. આયુર્વેદ સંમેલનનો અનુભવ – જ્ઞાન જયારે ફાંસીએ ચઢવાનું હોય ત્યારે ઝનુન ચઢે અને જયારે વિજ્ઞાનમાં પરિવર્તિત થવાનું હોય ત્યારે એની ક્ષિતિજ વધે. आदमको खुदा मत कहो, आदम खुदा नहीं. लेकिन खुदाके नूरसे आदम जुदा नहीं. કબીરે દોહો બનાવ્યો. ” साहब सबका बाप है, बेटा किसीका नाही, बेटा होक अवतरे वो तो साहब नाही. આપણે ભાગવાનો ઊભા કર્યા અને પશ્ચિમવાળાઓએ વૈજ્ઞાનિકો ઊભા કર્યા. અત્યારે ભારતમાં 950 ભાગવાનો વિદ્યમાન છે. એક હોક્લીવાળા ભગવાનની વાત સાંભળો, આ ભગવાનનું આજે પાંચ કરોડનું મંદિર બંધાશે. કોઈ પ્રયોગશાળા કે કોલેજ નહિ બાંધશે પણ મંદિર જરૂર બંધાશે. @36.17min. એક જૈન મુનિ કહે છે, પૃથ્વી ફરતીજ નથી, રકાબી જેવી છે , વચ્ચે મેરુ પર્વત છે. પાલીતાણામાં આખો મોડલ બનાવેલો છે. ધર્મની માન્યતાઓ છે, જયારે વિજ્ઞાન પાસે પ્રૂફ છે. માન્યતાઓને અને વિજ્ઞાનને લડાવે નહિ. @38.53min. ઉત્તર ગુજરાતના ખેરાલુ બાપુની ફૂંક લગાડવા માટે એક એક માઇલની લોકોની લાઈનમાં ડોકટરો પણ ઊભા હોય. પુરાણોની ચમત્કારોની કથાને એક જાણીતા કથાકાર વિશે. @41.29min. આશ્રમમાં વૈભવ લક્ષ્મીના વ્રત માટે MSc ભણતો એક છોકરો ફૂલ વીણવા આવ્યો તે વિશે સાંભળો. જાપાન, અમેરિકામાં વૈભવ લક્ષ્મીનું કોઈ વ્રત કરતુ નથી. અહી દોઢ કરોડ લોકો ધર્મની રોજીમાં લાગેલા છે. તેઓ ઈચ્છે છે કે આ બધું રહેવું જોઈએ તોજ એમનો ધંધો ચાલે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર. @45.23min. વેપારીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાળુ કેમ હોય છે? ફીરોઝ્પુરમાં એક કરોડાધિપતિ સજ્જન છગામીલાલ વિશે. યુરોપ-ઇંગ્લેન્ડ રાજકીય અને આર્થિક રીતે પ્રયોગશાળા અને વર્કશોપના માધ્યમથી સમૃદ્ધ થયા.
Side B –
– પચાસ વર્ષ પહેલાંની લાજ અને મર્યાદાની વાત. હિન્દુપણાને એટલું તકલાદી ન સમજો કે તમારા મોઢામાં કોઈ ફૂંક મારી જાય અને તમે હિંદુ મટી જાવ કે ચોટી મટી જાય અને તમે હિંદુ મટી જાવ. બહેનોના વર્ષો જુના કપડાં અને પંજાબી ડ્રેસ વિશે. @4.39min. પશ્ચિમની રાજકીય અને આર્થિક સમૃદ્ધિ પ્રયોગશાળા અને વર્કશોપમાંથી આવી. ત્રીસ-ચાલીસ વર્ષમાં દેશમાં થયેલા વિકાસનું આપણને ગૌરવ છે, લોકો વૈજ્ઞાનિકો, ફોરમેનોના દર્શન કરવા નહિ જાય પણ મારા દર્શન કરવા આવશે કારણકે હું લોકોને બનાવું છું. હિટલરે એક બહુ સરસ વાત કરેલી કે જો બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો હારશે તો આખી દુનિયામાંથી રાજકારણનો કાદવ નીકળી જશે, જો ફ્રાંસ હારશે તો આખી દુનિયા પરથી ફેશન અને વિલાસીતતા મટી જશે, જો અમેરિકા હારશે તો દુનિયા ઉપરથી પૈસાની પ્રધાનતા સમાપ્ત થઇ જશે, પણ જો જર્મની હારશે તો દુનિયામાંથી વિજ્ઞાન મરી જશે. દુનિયાને જો વિજ્ઞાન જોઈતું હોય તો જર્મનીને જીવાડવું જોઈએ, કારણકે વિજ્ઞાનના દ્વારા પૃથ્વીનો ઉદય થવાનો છે. આ બધું તો ખરું પણ ભારત જો આ દુનિયામાંથી લુપ્ત થઇ ગયું તો અંધશ્રદ્ધા મટી જશે માટે એમને જીવવા દો. પલાંઠી વાળતા કોણ શીખવશે? આજે ભારતમાં એન્જિનીયરીંગ કોલેજો થઇ એણે આ દેશને ઘણું પ્રદાન કર્યું છે. આ લખદીરજી કોલેજ અને બીજી કોલેજોમાંથી નીકળેલા એન્જીનીયરોએ કેટલાં મોટાં મોટાં કામો કર્યા છે કે હવે કોઈ ગોરાઓને બોલાવવા નથી પડતા. @10.20min. અમેરિકામાં ગોલ્ડન બ્રીજ વિશે. ત્યાં પ્લેટ ઉપર લખેલું છે કે એના સ્ટીલના વાયરો બધા ભારતની ટાટા કંપનીએ બનાવેલા છે. હું એ મતનો છું કે એન્જીનીયરીંગ કોલેજ હોય કે મેડીકલ કોલેજ હોય, માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનેજ પ્રવેશ મળવો જોઈએ. @14.51min. આ એક એવી જગ્યા છે કે જ્યાં ભણતી વખતે અને ભણી રહ્યા પછી તમારી પુરેપુરી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે અને એવું થશે તો નોબલ પ્રાઈઝ તમારી મુઠ્ઠીમાં છે, આવનારા વર્ષો તમારી મુઠ્ઠીમાં છે અને એવું થશે તો ભારત તમને સલામ કરશે, વંદન કરશે. આજનું ભારત પચ્ચીસ વર્ષ પછી બદલાઈ જવાનું છે, મૂલ્યો બદલવાના છે, દ્રષ્ટિ બદલવાની છે, એટલે ભાઈઓ હું અહી અતિશય આગ્રહથી આવ્યો છું અને હું ઈચ્છું કે તમે લખદીરજી કોલેજનું નામ ભારતમાં એક ડંકાની સાથે વાગે અને કોલેજના વિદ્યાર્થીને લોકો પહેલેથીજ પ્રણામ કરે કે આતો એક સારામાં સારી કોલેજના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને બીજા લાગતાવળગતાઓ એક બીજાના પૂરક બની આ કોલેજને વધારે સફળ અને ધન્ય બનાવે એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @17.24min. સ્વામીજીના અનુભવો. @32.05min. સ્વામીજીનો પાટડીનો અનુભવ @38.22min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ. @41.30min. ભજન – ભૂતળ ભક્તિ પદારથ મોટું – શ્રી મતિ મીનું પુરુષોત્તમ.
Leave A Comment