યુદ્ધનેતા શ્રી કૃષ્ણ -ડીટ્રોઇટ હિંદુ મંદિર

Side A –
– જીવનની નિવાર્ય અને અનિર્વાર્ય બાબતો. ભારતમાં રોડ ઉપર થતાં અકસ્માતો નિવારી શકાય, જો કાયદો અને વ્યવસ્થા અમલમાં હોય તો. અકસ્માતો નિવારવા લોકો જાતજાતના પ્રયત્નો કરે છે, જેવા કે લીંબુ, મરચા, જોડું લટકાવે છે. સ્ટીયરીંગને માતાજીની ચુંદડી બાંધે છે. આ બધું કર્યાં છતાં અકસ્માતો વધતા જાય છે કારણકે આ સાચો ઉપાય નથી. @3.01min. કટલીક વસ્તુ નિવારી શકાય છે. ભારતનું ખાસ કરીને હિંદુ, બૌદ્ધ અને જૈન આ ત્રણેનું દુ:ખદ પાસું એ છે કે એકે એક બાબતને પૂર્વજન્મ સાથે સાંકળી લે છે. એનું પરિણામ એ આવે કે તમે પુરુષાર્થી નથી બની શકતા. આ સિવાયના બીજા ધર્મોમાં પૂર્વના કર્મો નથી એટલે મુશ્કેલીનો સામનો કરી એનો ઉપાય કરે છે. એમણે ગાડીઓમાં એરબેગ મૂકી દીધી, આ સાચો ઉપાય છે. નિવારી ન શકાય એવા જે થોડા તત્વો છે, એમાંનું એક છે મૃત્યુ. લંડનમાં માં-બાપને ડસ્ટ-બીન કહેવાનું એક ઉદાહરણ સાંભળો. “मङ्गलं मरणम् यत्र” મરવું પણ મંગળ છે, શર્ત એટલીજ કે મરવાના ટાઇમે મરવાનું થાય ત્યારે. અકાળ મૃત્યુ મંગળ નથી. કેટલીક વસ્તુઓ નિવારી ન શકાય એને સ્વીકારી લો અને સુખી થાવ. કબ્રસ્તાનમાં એક મરેલા માણસે એની કબર પર સંદેશો લખાવેલો તે સાંભળો. @9.07min. અનિર્વાર્ય વસ્તુમાંથી એક બીજી વસ્તુ છે એનું નામ છે યુદ્ધ. હજાર બુદ્ધ, મહાવીર કે ગાંધી પેદા થાય, યુદ્ધ થવાનું, થવાનું અને થવાનુંજ. યુદ્ધ અનિર્વાર્ય છે, એમાં પણ એક પક્ષ બહુ દુર્બળ હોય ત્યારે તો યુદ્ધ રોકીજ ન શકાય. આપણે ત્યાં ભગવદ ગીતા યુદ્ધમાં રચાયેલો, યુદ્ધ માટે રચાયેલો, યુદ્ધ ગ્રંથ છે અને એનું પરિણામ પણ યુદ્ધમાંજ આવ્યું. એટલે આપણે યુદ્ધને અનિર્વાર્ય માનીએ છીએ. હિંદુ પ્રજાને યુદ્ધ ન કરવાની બાબતે ગુમરાહ કરવામાં આવી છે. યુદ્ધ ન કરવાને બહાને ભારત ગુલામ થયું તે વિશે સાંભળો. યુદ્ધ દુશ્મનની ધરતી ઉપર કરવું હોય તો આક્રમણ કરવું જોઈએ. રાહ જોઇને બેસી ન રહેવું. આપણા રજાઓ ઠેઠ કિલ્લા સુધી આવે ત્યાં સુધી કશું કરતા નથી. જો આપણે ખૈબર-બોલેન્ડ્ના રસ્તે આપણે પેલી તરફ ગયા હોતતો, ભારત પર યુદ્ધ થયું ન હોત. અમેરિકા પોતાના ઘર અંગને યુદ્ધ નથી કરતુ. કોઈપણ દેશની બે સીમાઓ હોય છે, એક ભૌમિતિક અને બીજી રક્ષા સીમા. અમેરિકા અને બ્રિટન યુદ્ધ તેની રક્ષા સીમા આગળજ અટકાવી દે છે. @14.42min. શ્રી કૃષ્ણ સ્વયં પોતે યુદ્ધનેતા છે. કૃષ્ણ એક એક ક્ષેત્રના નેતા છે. ઓલ રાઉન્ડર છે. ક્રાંતિ અને શાંતિ એકજ સિક્કાની બે બાજુઓ છે. યુધિષ્ઠિર શાંતિવાદી છે. કૃષ્ણ વેષ્ટિ(દૂતપણું) કરવા નીકળ્યા, દ્રૌપદી આડી ફરી વળી.બધી સ્ત્રીઓનીજ કથા છે. પુરુષો તો સ્ત્રીની આજુબાજુ પાત્રો તરીકે ફર્યા કરે છે. દુનિયાનો બધો ઈતિહાસ ટેકીલા માણસોનો છે. જે વાતવાતમાં સમાધાન કરી લે છે તેનો ઈતિહાસ નથી હોતો. દ્રૌપદીની પ્રતિજ્ઞા સાંભળો. @20.21min. કૃષ્ણની પાસેથી ડગલેને પગલે ઘણી સમજવા જેવી વાતો છે. દુર્ભાગ્ય એ છે કે લોકો સમજ્યા કે બાળ કૃષ્ણ એજ કૃષ્ણ છે. રમાડો, નવડાવો ને માખણ ખવડાવો ને આખો દિવસ બસ એમાં ને એમાંજ રચ્યા પચ્યા રહો. પણ પેલા પ્રૌઢ કૃષ્ણ, હાથમાં ચક્ર્વાળા, ગીતા વાળા એની તો કંઈ વાતજ નહિ કરવાની. કૃષ્ણ વિદુરને ત્યાં પહોંચ્યા, ત્યાં વિદુરાણી ભાવ-વિભોર થઇ કેળાને બદલે કેળાનું છોતરું ખવડાવે છે. દુર્યોધને બહુ મોટું મહેણું માર્યું ને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો પણ મારે માટે તો બ્રાહ્મણજ છે. એકેએક હિંદુએ આ જવાબ યાદ રાખવો જોઈએ. કૃષ્ણ દુર્યોધનને કહે છે, હું મહેલ જોઇને મહેમાન નથી થતો. હું મન જોઇને મહેમાન થાઉં છું. શાંતિ મંત્રણાઓ તૂટી પડી. દુશ્મન તમને ગણકારતોજ નથી. કૃષ્ણે યુદ્ધનું આમંત્રણ આપ્યું. @26.52min. ભારતનો પ્રધાનમંત્રી ઠેઠ લાહોર સુધી બસ લઈને સમજાવવા જાય પણ સામો પક્ષ સમજવાજ તૈયાર નથી. યુદ્ધ ચાર પાયા પર થતું હોય છે. તમારી પાસે યુદ્ધનેતા છે? ગાંધીજી રાષ્ટ્રનેતા છે પણ યુદ્ધનેતા નથી. નહેરુ પણ યુદ્ધનેતા નથી. ઇન્દિરા ગાંધી યુદ્ધનેતા છે પણ સરદાર પટેલ ખરા યુદ્ધનેતા છે. યુદ્ધનેતાજ યુદ્ધ કરતો હોય છે. બીજું, યુદ્ધ કરવું હોય તો તમારી પાસે લોબી હોવી જોઈએ. @30.27min. દુર્યોધન કૃષ્ણને પક્ષમાં લેવા કૃષ્ણની પાસે પહોંચી ગયો. સુતેલા કૃષ્ણનાં માથા આગળ બેઠો અને પછી અર્જુન આવ્યો તે નમસ્કાર કરી ચરણોમાં બેઠો. શ્રી કૃષ્ણની મુત્સદ્દીગીરી વિશે સાંભળો. અર્જુન કહે છે મને તમારા સિવાય કશું જોઈતું નથી. કૃષ્ણ કદી એકલો જાયજ નહિ. “यत्र योगेश्वर: कृष्णो….नीतिर्मतिर्मम…(गीत – १८-७८) જ્યાં કૃષ્ણ હશે ત્યાં વિજય હશે, લક્ષ્મી હશે અને બધુજ ત્યાં હશે. અમે સાધુઓ શું કરીએ છીએ તે સાંભળો. ભારતની પાસે લોબી નથી. પાકિસ્તાન પાસે છે. આપણે તટસ્થ થવામાં લોબી વગરના થઇ ગયા. @36.38min. વિશ્વામિત્રે ધનુર્વેદમાં લખ્યું છે કે દુશ્મનના કરતા તમારું લશ્કર મોટું અને શસ્ત્રો ઊંચા દરજ્જાના રાખવા. જો તમારું બજેટ ન પહોંચતું હોય તો સમર્થ લોકોની સાથે સાથ મેળવવો. અને સંયુક્ત શક્તિ ઉભી કરવી. તમારી ગુપ્તચર સંસ્થા જો પ્રબળ ન હોય તો તમે યુદ્ધ હારી જાવ. પાકિસ્તાનની ISI ભારતમાં ગામડે ગામડે ફેલાઈ ગઈ છે. આપણને ચાર મહિનાથી ખબરજ ન પડી કે કારગીલમાં પાકિસ્તાનીઓ શું કરી રહ્યા છે. પાંડવોએ કૃષ્ણને યુદ્ધનેતા બનાવ્યા. ડગલેને પગલે કૃષ્ણની મુત્સદ્દીગીરીજ કામ આવી. ભીષ્મના વરદાનની માહિતી શ્રી કૃષ્ણને ગુપ્તચરે આપી અને કૃષ્ણે શું કર્યું તે સાંભળો. દ્રૌપદીએ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મેળવ્યો. @42.24min. ગુપ્તચરના બીજા સમાચાર કે ગાંધારી દુર્યોધનને વજ્ર જેવો બનાવવાની છે. શ્રી કૃષ્ણે વનમાળી બનીને શું ઉપાય કર્યો તે સાંભળી લેવું. આમ ગુપ્તચર વગર યુદ્ધ જીતી શકાય નહિ. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર બે અલગ વસ્તુ છે. ગીતાના ઊંડાણમાં ઉતરો. ચાણક્યે લખ્યું છે કે રાજા અતિ ધાર્મિક હોય તો રાજ ન કરી શકે. દ્રોણની કમજોરી શું છે અને એને લીધે કેવી રીતે માર્યો તે સાંભળી લેવું. @48.19min. મહારાષ્ટ્રના એક ધોબી સંત ગાડગે બુઆનું ચરિત્ર.

Side B –
– ગાડગે બુઆ ચરિત્ર ચાલુ. @4.26min. ચાણક્ય લખે છે, જેને સારા નેતા થવું હોય, ઓફિસર થવું હોય તો તેને કદી પણ પોતાના માણસોના પ્રભાવમાં આવવું નહિ. આપને ત્યાં ઘણા એવા મંત્રીઓ થયા છે કે ત્યાં એમનો જમાઈ કે છોકરોજ રાજ કરતો હોય. કૃષ્ણે ખોળી કાઢ્યું કે અશ્વસ્થામા દ્રોણની કમજોરી છે. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ જર્મનીને ઠંડુ પાડ્યું એ સારું થયું. @8.09min. કર્ણ અને પાંડવો, ભાઈઓ છે પરંતુ કર્ણ કલંકિત છે. આફ્રિકામાં કુંવારી માતા વિશે. મત્સ્યવેધ વખતે કર્ણ શરમિંદો અને લાચાર થઈને બેસી ગયો, કારણકે સમાજ વ્યવસ્થા એવી છે. યુદ્ધમાં કર્ણે પણ હાહાકાર મચાવ્યો. કૃષ્ણે એને યુદ્ધમાં કેવી રીતે રોક્યો તે તથા ધર્મનું પાલન વિશે કૃષ્ણે કર્ણને શું જવાબ આપ્યો તે સાંભળો. @13.32min. કૃષ્ણ યુદ્ધનેતા છે. છેલ્લે શૈલ્ય આવે છે, એણે પણ હાહાકાર મચાવ્યો. અર્જુનની પ્રતિજ્ઞા કરવામાં ઉતાવળ થઇ ગઈ. શૈલ્યને કેવી રીતે માર્યો તે સાંભળો. યુદ્ધ પૂરું થયું અને પ્રશ્ન ઉકેલાય ગયો. યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડ્યો. જે અશાંતિ ભોગવવા તૈયાર નથી હોતા તે શાંતિના કદી અધિકારી નથી થતા હોતા. યુધિષ્ઠિર કહે છે મને આ યુદ્ધ કરીને મળ્યું શું? ત્યારે કૃષ્ણે કહ્યું કે આ યુદ્ધ તો ધર્મની, સત્યની સ્થાપના માટે થયું. જો આ યુદ્ધ ન થયું હોતતો તો કોઈ દ્રૌપદી સલામત નહિ રહત. અધર્મ વધે ત્યારે એનો પહેલો એટેક સ્ત્રી પર થતો હોય છે અને બીજો એટેક પૈસા પર થતો હોય છે. @17.44min. જે સમાજ, જે રાષ્ટ્ર પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરી શકે એજ સમાજ – રાષ્ટ્ર સ્વમાન પૂર્વક જીવી શકે. જેની સ્ત્રીઓની છડે ચોક લાજ લુંટાતી હોય, સભા વચ્ચે ચીર ખેંચાતા હોય, ગમે ત્યાં છેડતી થતી હોય, એવો સમાજ કદી પણ પ્રતિષ્ઠા પૂર્વક જીવન જીવી શકે નહિ. નડિયાદના સ્ટેશને એક ઘટેલી ઘટના વિશે, એક શીખ યુવાને એક દુષ્ટ માણસનો કેવી રીતે સામનો કરી ભગાડ્યો તે સાંભળો. યુદ્ધના પરિણામો જે આવવાના હોય તે આવે પણ એના અનિષ્ટો પણ ઘણા છે. જ્યાં યુદ્ધ થાય ત્યાજ વિકાસ પણ થયો છે, કારણકે બધી શક્તિ કામમાં લાગી જાય છે. @24.04min. બધાં કુતરાં એક ક્યારે થાય? જ્યારે બીજા કુતરાંઓ સાથે લડવાનું હોય ત્યારે. કુતરાં લડે ક્યારે? જ્યારે લડવાનું ન હોય અને કોઈએ ટુકડા નાંખ્યા હોય ત્યારે. માણસોનું પણ આવુજ છે. અંગ્રેજો પાસેથી શીખજો કે અંગ્રેજો અંદરો અંદર નથી લડતા. ન લડ્યા એટલે આખી દુનિયા પર રાજ કર્યું. આપણે લડ્યા એટલે આપણે આપણી જાત ઉપર પણ રાજ ન કરી શક્યા. આપણે હંમેશા સ્ત્રીઓ માટે લડ્યા. આપણી લડાઈ ઈમોશનલ – ભાવુકતા ભરેલી છે. અંગ્રેજોની લડાઈ બુદ્ધિ પૂર્વકની છે. એટલે સજ્જનો, યુદ્ધ અનિર્વાર્ય છે. યુદ્ધ ન કરો તો શરણાગતિ સ્વીકારવી પડે અને તેથી અધર્મનો જયજયકાર થાય. એટલે ભગવદ ગીતા સંદેશો આપે છે કે અંદરના અને બહારના શત્રુઓ સાથે પૂરી શક્તિથી લડી રાષ્ટ્રને નિષ્કંટક બનાવો. આપણો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ભારતને યુદ્ધનેતાની જરૂર છે. @30.03min. આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે ભારતને સારામાં સારો યુદ્ધ નેતા મળે, સારી સેના મળે, સારા શસ્ત્રો મળે અને સારી લોબી મળે. તમારા બે-ચાર છોકરા હોય તો એકાદને સૈનિક બનાવો, પણ સાધુ કોઈને બનાવવો નહિ, એ કુદરતી માર્ગ નથી. યુદ્ધ પણ સાધના છે. શિવાજી રામદાસ પાસે ગયા ત્યારે એમણે શિવજીને તલવાર ફેરવતો કર્યો. આપણે પલાયનવાદી ન બનીએ, ભાગેડુ ન બનીએ, નિરાશ્રય ન બનીએ, તમારેજ તમારો ઉદ્ધાર કરવાનો છે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @34.00min. પ્રશ્નોત્તરી. @36.40min. પૂર્ણતાનો દોષ. @40.02min. जयदेव जयदेव वन्दे गोपालं….पंडित जशराज.