રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ
Side 3A – RAMAYAN SAMIKSHAA , Shree Mali Society, AMDAVAD, રામાયણ સમિક્ષા -અમદાવાદ – લોકોના ઘોર વિરોધમાંથી, સંઘર્ષમાંથી તુલસીદાસના રામાયણે તેનું અસ્તિત્વ પ્રાપ્ત કર્યું. તુલસીદાસ મહારાજનું આખું જીવન સંઘર્ષનું જીવન છે. કોઈ સત્ય કદી સંઘર્ષ વિનાનું હોતું નથી અને કોઈ સંઘર્ષ બલિદાન વિનાનો હોતો નથી અને ન્યાયની સ્થાપના બલિદાન વગર થતી નથી. એમણે સમાજને સોળ ગ્રંથો આપ્યા એમાંનો આ એક ગ્રંથ છે એનું નામ “રામ ચરિત માનસ છે.” ૧૬મી સદીમાં આ ગ્રંથે સમાજને શું આપ્યું તેની વિસ્તૃતમાં સમજણ. @4.05min. એમણે ઘણા મોટા કાર્યો કર્યા. ઉત્તર ભારતમાં મુળદાલ પ્રજાની અંદર નિરાશામાંથી આશા આપી, પ્રાણ પુરવાનું કામ કર્યું. પ્રજાને રામાયણ દ્વારા એક મર્યાદાની પાળ બાંધી આપી. @14.29min. રજનિશના નિયંત્રણ વગરના જીવન વિશે. એ સ્વતંત્રતાના ગર્ભમાં સ્વછંદતા ની વાત કરે છે. આવી પ્રજા મહાન નથી થઇ શકતી. @23.26min. ભગવાન બુદ્ધના પીરીયડ વિશે. એ વાત કહેવી બરાબર નથી કે શંકરાચાર્યે બૌદ્ધોનો ઉચ્છેદ કર્યો, સળી ગયેલા બુદ્ધ ધર્મનો વિકલ્પ આપ્યો, પરંતુ એમાં સમતા ન રહી શકી, ન્યાય ન રહ્યો. ન્યાય અને ધર્મ એકબીજાના પર્યાય છે. ધર્મના દ્વારા અન્યાય થતો હોય તો એ ધર્મ નથી પણ એ ધર્મ ભ્રાંતિ કે ધર્માભાષ છે. @28.16min. રવીન્દ્રનાથે એની ગીતાંજલિમાં લખ્યું છે કે જેને તમે અંધકારમાં ધકેલશો એજ તમને અંધકારમાં લઇ જશે. તુલસીદાસે એની રામાયણમાં ખાસ કરીને એવી વ્યવસ્થા કરી કે જેમાં બ્રાહ્મણ અને શુદ્ર બંને એક ભૂમિકાએ આવી શકે. કેવટ, નીશાદરાજ, શબરી, ગીધ વિગેરેના દાખલા મૂકી મર્યાદાની સ્થાપના કરી.મહાભારતનો એક પ્રસંગ, જ્યારે શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા ગયા હતા તે વિશે. શુદ્ર એ જ છે જે ભગવાનનું ભજન નથી કરતો, ધર્મથી વિમુખ છે, ભગવાનથી વિમુખ છે. સનાતન ધર્મ વિશે. @36.01min. સંપ્રદાયની સાથે વિરોધ નથી પરંતુ મૂળ દોરડામાં વણાઈ ગયેલો હોવો જોઈએ. તુલસીદાસે સંપ્રદાયોને એક દોરડામાં વણવાનો પ્રયત્ન કર્યો. એમણે ભગવાન શંકર અને વિષ્ણુ તથા બીજા દેવોનો સમન્વય કર્યો.@42.37min. આશ્રમમાં બે-ચાર સંપ્રદાયના સજ્જનો આવ્યા તે વિશે સાંભળો. તુલસીદાસે મગલાચરણમાં બદ્ધાને નમસ્કાર કર્યા છે. રામાયણના આધ્યાત્મિક અંશને પણ સમજજો. @48.33min. તુલસીદાસ છેલ્લે ખલ પુરુષને પણ વંદન કરે છે.
Side 3B – AMDAVAD – નવ ગ્રહોની પૂજામાં પહેલા શનિની પૂજા કરવી પડે, ઉદાહરણ સાંભળો. તુલસીદાસના રામાયણમાં નીતિ ભરેલી છે, કોરો ધર્મ નથી, એની સાથે નીતિ મુકેલી છે. જીવન જીવવા માટેના એમાં મૂલ્યો મુકેલા છે. @4.14min.એક ભાવસારનો દીકરો(પૂજ્ય મોટા), ભયંકર ગરીબીમાં ઉછરેલો, કેટલીયે મુશ્કેલીઓ સહન કરીને, આગળ વધીને ગુજરાતની શાળાઓ માટે બે કરોડની ઉપરનું દાન ભેગું કરી શકે, જે મરતાં મરતાં કહેતો જાય કે મારી સમાધિ ન કરશો પણ જો મારા પ્રત્યે પ્રેમ હોય તો, જે ગામમાં શાળા ન હોય ત્યાં ઓરડા બાંધજો અને પછાત વર્ગ માટે કંઈ નિર્માણ કરજો. @11.00min. જેને રામના તત્વને જાણવાની જીજ્ઞાસા હોય તેના માટે આ ગ્રંથ છે. જે આજની શંકા છે એજ રામાયણની ઉત્થાનિકા છે. રામાયણનો મૂળ હેતુ રામ તત્વની સ્પષ્ટતા કરવાનો છે. @26.27Min. સંત ચરિત્રમાંથી સગુણ-નિર્ગુણ ભક્તિ માર્ગ અને તડપ યોગ. @40.01min. भजन – विनय पत्रिकासे, मन पछतई है अवसर बीते. – श्री पुरुषोत्तम दस जलोटा. कलि नाम काम तरु रामको.
Leave A Comment