વાઘ જેવી પ્રજા – ધનસુરા – દિવાળી પર્વ
Side A –
-સમૃદ્ધ ગોરી પ્રજા સાથે સરખામણી – દિવાળી પર્વના માધ્યમથી સમજણ. પ્રેરણા આપે તેનું નામ પર્વ. જે પર્વમાંથી પ્રેરણા ન લે તે પ્રજાજ ન કહેવાય અને જે ધર્મગુરૂ પર્વની પ્રેરણાનો સંદેશો લોકો સુધી પહોંચતો ન કરે તે ધર્મગુરૂજ ન કહેવાય. દિવાળીનું પર્વ એક્સાથે છ પર્વોને એટલેકે વાઘબારસથી ભીઈબીજ સુધી જોડાયેલું છે. @4.58min.વાઘ બારસ – કોઈવાર વિચાર કર્યો વાઘ બરસ શા માટે? માણસોની પશુ-પક્ષી સાથે મુલવણી કરવાનો હેતુ હોય છે તે વિશે. @15.26min. આખી દુનિયામાં આપણે કેમ લુંટાઈએ છીએ? લંડનના બે મોટા વિસ્તાર વેમ્બલી અને સાઉથ હોલ વિશે સાંભળો. અંબાજી વાઘ પર બેસે છે. શક્તિનું આસન વાઘ છે. માનવ જન્મને સુધારી લેવાનો અર્થ છે તમે અહી સ્વમાન પૂર્વક, ગૌરવ પૂર્વક જીવો અને આવનારી પેઢીને એનો વારસો આપો. વાઘ બરાસનો અર્થ થાય છે કે કુદરતે આપેલી બાર ઇંદ્રિયોને પરાક્રમથી ભરી દો એટલે વાઘ જેવા થઇ જશો. @20.39min. ધન તેરસ – મૂળ ધન ધોવાનું પર્વ છે. અંધશ્રદ્ધાના ઉદાહરણો સાંભળો કે જેનાથી પ્રજા દુર્બળ અને બીક્કણ થાય. આવી પ્રજા દુનિયામાં ઇતિહાસનું સર્જન ન કરી શકે. દુનિયાની મલ્ટી નેશનલ કંપનીઓને જરા પૂછી જુઓ કે એમની પાસે અબ્બજો રૂપિયા કયા પૂજન કરવાથી આવ્યા?@28.42min. સિંધનું પતન અંધશ્રદ્ધામાં થયું તે સાંભળો. ધન તેરસનો અર્થ છે ચોપડા પૂજન નહિ પણ છતાં ચોપડા પૂજન કરવું હોય તો કરો અને એ દિવસે ચોપડાને પગે લાગીને કહેશો કે, હે ચોપડા દેવ કે હવે હું તમારામાં ગોટાળા લખીશ નહિ. આ પર્વ દૂધથી ધનને ધોવાનું છે, એટલે કે અમે દૂધથી ધોઈને તમારા પૈસા પાછા આપીશું. આખી પ્રજાનું મોરલ બે જગ્યાએ છે. પૈસામાં અને સ્ત્રીમાં. અંગ્રેજો કોઈ દિવસ સ્ત્રી માટે નથી લડ્યા. કારણકે એમને વ્યક્તિગત મહત્વકાન્ક્ષા ન હતી પણ રાષ્ટ્રીય મહત્વકાન્ક્ષા હતી. એટલે એ લોકોએ રાજ કર્યું. ધનમાં ત્રણ દોષ છે એટલે પેલું પર્વ પ્રેરણા આપે છે કે ધન ધોજો અને પછી દિવાળીના દીવા પ્રગટાવજો. @37.15min. કુબેરની મૂર્તિ વિશે. ધનના ત્રણ દોષો: તમારું ધન છેતરીને વિશ્વાસઘાતથી તો નથી આવ્યું ને? મફતનું તો નથી ને? હરામનું તો નથી આવ્યું ને?
Leave A Comment