SMASHAAN – ભરૂચ રોટરી ક્લબ
Side A –
– દુનિયાની બધી પ્રજા એક સરખી સુખી નથી. પ્રજાઓ વચ્ચેના ભેદનું કારણ શું છે? જે પ્રજાની પાસે ઉત્તમ જીવન વ્યવસ્થા છે તે વધારે સુખી છે. જેની પાસે નથી તે વધારે દુખી છે. દક્ષિણ-ઉત્તર કોરિયા અને પૂર્વ-પશ્ચિમ જર્મનીના ઉદાહરણો. @3.41min. વ્યવસ્થાના બે પક્ષો છે, એક વ્યવસ્થાનું દર્શન અને વ્યવસ્થાની સ્થાપના. પરદેશમાં ડ્રાઈવિંગ શીખવું હોય તો પહેલાં ચોપડીની પરિક્ષા તે પાસ થાય પછીજ ડ્રાઈવિંગનો ટેસ્ટ આપવામાં આવે. આપણાં દેશમાં ઘરબેઠાંજ લાયસન્સ આવી જાય છે અને તેના પરિણામો રોડ ઉપર જોઈ શકાય છે. ઋષિનો અર્થ સમજો. સત્યનું શોધન કરે તેને ઋષિ કહેવાય. સત્યને શોધવું સરળ નથી કદાચ સરળ પણ હોય પણ એને સ્તાપિત કરવું અઘરું છે. સત્યને પરાક્રમ વગર સ્થાપિત કરી શકાય નહિ. સત્ય અને પરાક્રમ આ બંનેની ઉપાસના એક સાથે થવી જોઈએ. @7.56min. જીવનની વ્યવસ્થા ત્રણ રીતે આવે છે તે વિશે સાંભળો. જીવનનો ધોરી માર્ગ કુદરતે બનાવેલો છે. કુદરતને દુશ્મન બનાવીને જે જીવન શોધવા નીકળે છે, એના હાથમાં હાય શિવાય કશું આવતું નથી. કુદરતને મિત્ર બનાવો. @12.00min. માણસને બીજી બે વ્યવસ્થાની જરૂર પડી. ધર્મ અને સંસ્કૃતિ. હિંદુઈઝમ જીવનની શું વ્યવસ્થા કરે છે? જીવનને કઈ દ્રષ્ટીએ જુએ છે? મરણની શું વ્યવસ્થા કરે છે? જીવન અને મૃત્યુનું દર્શન કેવું છે? તમે જાણવા સમજવા પ્રયત્ન કર્યો છે? @15.00min. મહંમદ બેગડા અને તેનું કલ્ચર સાંભળો. પ્રજનન શક્તિ કુદરતે મુકેલી છે પણ લગ્ન સંસ્થા માણસે – સંસ્કૃતિએ એટલા માટે બનાવી છે કે આખું કલ્ચર, પરિવાર વ્યવસ્થિત થાય. @22.09min. એક વૃદ્ધ ઘરમાં વહાલો થઈને કેવી રીતે રહી શકે છે? જીવન દર્શનની પરકાષ્ટા સાંભળો. ભેગા થયેલા ધનના ઢગલાને શું કરશો? દાન કરો, ખેરાત કરો, આપો. એક બહુ મોટા શેઠની વાત કે જે અડધો કલાકમાં ૨૫-૩૦ હાજર કમાય છે. જ્યારે એક બીજો માણસ એવો છે કે આખી જીન્દગી કામ કરે તો પણ ૨૫ હાજર ભેગા નથી કરી શક્યતો. @26.37min. માણસથી વધારે કશું શ્રેષ્ઠ નથી. પરમેશ્વરની આ પૂર્ણ કૃતિ છે. પહેલી પૂર્ણતા શક્તિશાળી બને અને બીજી એ શક્તિનો સદુપયોગ કરે. શક્તિનો સદઉપયોગ કેવી રીતે કરવો તે ધર્મ બતાવે. આપણા દેશમાં વાંઝીયા વૈરાગ્યની અને ત્યાગની બહુ ચર્ચા છે. એમાંથી કંઈ નિષ્પન્ન થતું નથી. સકારાત્મક ત્યાગ-વૈરાગ્ય વિશે સાંભળો. નકારાત્મક ત્યાગને ગીતાએ વિષાદ કહ્યો છે. @31.33min. જે વૈદિક(ઋષિ) જીવન દ્રષ્ટિ છે, તેમાં નકારાત્મકતા નથી, પત્નીનો ત્યાગ નહિ કરવાનો. બુદ્ધના ત્યાગ વિશે સાંભળો. કોઈ ઋષિ સ્ત્રીનો ત્યાગ નથી કરતો. તમારી શક્તિનો યોગ્ય જગ્યાએ વિનિમય કેવી રીતે કરવો તે ધર્મ સમજાવે અને સંસ્કૃતિ વ્યવસ્થા આપે છે. ક્રિશ્ચિઅનો અને મુસલમાનોના મૃતદેહોની દાટવાની વ્યવસ્થા છે, જ્યારે આપણે ત્યાં બાળવાની વ્યવસ્થા છે. અમેરિકાના કબ્રસ્તાન વિશે. @36.53min. સંધ્યા કરતી વખતે ભષ્મ લઇ, કપાળમાં લગાવી આપણે બોલીએ છીએ કે “अग्निविति भष्म व्योमिति भष्म जलमिति भष्म, स्थलमिति भष्म,सर्वं भष्म हव महे.” અર્થ સમજો. જેમ સંસ્કૃતિ સાથે એક વિકૃતિ ફરતી હોય છે, તેમ કોઈ ચીજને શુદ્ધ રાખવી હોય તો સતત પ્રયત્ન કરવો પડે. આપણા અહી વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા આવી અને એ બધાએ આપણું જીવનને તો દુષિત બનાવ્યું પણ મરણને પણ દુષિત બનાવ્યું. પેટલાદના ૨૦ સ્મશાનો વિશે સાંભળો. હિંદુઓ જીવતાં જીવતાં તો ભેગા ન જીવી શક્યાં પણ મર્યા પછીતો ભેગા બળો. સ્મશાનો પણ અભડાતાં થયાં. આ સંસ્કૃતિ નથી પણ વિકૃતિ છે. એ વિકૃતિને સંસ્કૃતિમાં લાવવા ફરી પાછો પ્રયત્ન કરવો પડે. આજે પેટલાદમાં એકજ સ્મશાન છે. @41.29min. સ્વામીજીની સંસ્થા તરફથી આ ૭૦ હજારના પેટલાદ શહેરમાં ફક્ત એકજ રૂપિયામાં ૧૧ મણ લાકડાંની વ્યવસ્થા કરી. આ અમારું મરણ દર્શન છે. ભરૂચના સ્મશાનગૃહ વિશે. @44.05min. ઓલોમ્પીકના ખેલાડી વિશે. ગામમાં એક ડોસો મરેલો, કોઈ સામાજિક કારણસર ગામના લોકો સાથે વિરોધ થયેલો. કોઈ બાળવા જવા તૈયાર નહિ, પૈસા પણ નહિ એટલે એનો સ્વામીજીની સંસ્થા તરફથી અગ્નિસંસ્કાર કર્યો. @48.30min. સ્વામીજીની સંસ્થા તરફથી સ્મશાનના નિર્માણ માટે ૨૫૦૦૦ રૂપિયાનું દાન. આ કાર્યની સફળતા માટે પરમેશ્વરને પ્રાર્થના, રોટરી ક્લબને અભિનંદન, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.
લોક્સગર ને તીરે તીરે ….સંદેશપૂર્તિ પછી આ વેબ સાઇટ પર થી પ્રવચન સાંભળવાનો લ્હાવો મળે છે તે બદલ આપણા ઘણા આભારી છીએ. –