[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે
દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.
શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]
શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ
Side 6A –
– ગોવર્ધન લીલા ચાલુ… ઇન્દ્ર કોણ છે? સકામ કર્મો રૂપી જે યજ્ઞો છે તેમાંથી છૂટવા માટે કૃષ્ણે કહ્યું, આ સકામ વૃત્તિઓ બંધ કરો. તમારે જો મારી જરૂર હોય તો નિષ્કામ કર્મ કરો. ઇન્દ્રના કોપમાંથી બચવા માટે ગોવર્ધન – “ગો” એટલે બ્રહ્મ વિદ્યા, એનું જેમાં વૃદ્ધિ થતી હોય તેનું નામ થાય ગોવર્ધન. @2.22min. લક્ષ્મી અને નારાયણ બંને વિવાદે ચઢ્યા, તે દ્રષ્ટાંત સાંભળો, અને ગોવાર્ધનનો અર્થ સમજો. @9.27min. બીજા દિવસની કથા ચાલુ. કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે? એની લીલાના પ્રસંગોમાં કોઈ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે માત્ર સ્થૂળજ ચર્ચા કરવામાં આવી છે? વિશ્વમાં જીવ માત્ર સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. એની સાથે બીજી પ્રવૃત્તિ છે કે હું દુઃખી ન થાઉં. આની અંદરજ આખું જીવન છે. સુખ કદી પણ દુઃખ વિનાનું હોતુંજ નથી, એટલે શાસ્ત્રમાં એને દ્વંદ્વ કહ્યું છે. @12.23min. એટલે ભગવાને અર્જુનને કહ્યું છે કે માણસને જે મળ્યું હોય છે એની મહત્તા નથી જાણતો અને જે નથી મળ્યું હોતું એમાં એનું મન ફસાયા કરતું હોય છે. આ એની ખાસિયત છે. સારું છે કે મળેલાની અંદરજ મન અટકી જાય તો વિકાસ ન થાય. આત્મહત્યા કરનારો પણ આત્મહત્યા સુખ માટે કરતો હોય છે. મોટા દુઃખને દુર કરવા નાનું દુઃખ સુખરૂપ થઇ જતું હોય છે. બાહ્ય સુખ વસ્તુને આધિન છે. અંતર સુખ તમને, તમારી સાધનને આધિન છે. બાહ્ય સુખનું નામ ભૌતિક જગત છે અને અંતર સુખનું નામ આધ્યાત્મિક જગત છે. અંતર સુખમાં બાહ્ય સુખ કરતાં ઘણું સુખ પડ્યું છે. મીરાબાઈએ લખ્યું “उलट गई मेरी नैन पुतलिया” આજ વાતને સમજાવવા માટે શ્રી મદ ભાગવતમાં લીલા મૂકી છે. @21.16min. કાલીય દમન લીલા. @27.08min. આ લીલાનો અર્થ સમજો. નદી કિનારે ઝાડ ક્યાંથી આવ્યું? ચાણક્ય કહે છે, “नदी तीरे चये व्रुक्षा, परगेहे सुकमिनी, मंत्री हीना राजा नह्: शीघ्र नश्यन्ति नसंशय ” નદી કીનારેનું ઝાડ, પારકા ઘરમાં રખડનારી નારી અને મંત્રી વગરનો રાજા એનો નાશ અવશ્ય થઇ જાય. નાગ એ પાણીનું પ્રાણી નથી અને પાણીમાં રહી શકે નહિ. @34.07min. નરસિંહ મહેતાએ કેટલી સરસ વાત લખી છે કે કોઈક તો સમજો કે નાગને ચરણ ન હોય, પણ પૂછડું હોય. બેઉ બળિયા બાથે વળગ્યા તો કૃષ્ણને હાથ હતા તો નાગને પણ હતા. કોઈ જગ્યાએ તમે નાગને નાથેલો જોયો? તમને લાગે છે કે આ ઘટના છે? ભાગવત પરમહંસોનો ગ્રંથ છે. તમારી જે ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી એને અહી શાસ્ત્રકારોએ ઈડા,પિંગલા અને સુશુમ્ણા કહી છે, તે વિષે આગળ સાંભળી લેવું. સાંભળો નહિ ત્યાં સુધી ખ્યાલ આવશે નહિ. @39.21min. પુસ્તકો વાંચીને યોગ કરશો નહિ. @42.05min. તમારું મન તમારા ઉપર જેટલા અત્યાચારો કરે છે, એટલા અત્યાચારો આખી દુનિયા ન કરી શકે, કારણકે હજાર ફણાવાળો નાગ(મન) છે, એ તમને જંપવા ન દેશે. @44.24min. મન વશમાં આવી જાય એટલે પછી ઇન્દ્રિઓ(નાગણીઓ) હાથ જોડીને ઊભી રહે છે, પછી જ્યારે નાગ અને નાગણીઓએ કિનારો બદલી કાઢ્યો ત્યારે વ્રજમાં અમૃત અમૃત થઇ ગયું. @46.14min. શ્રી વ્યાસ શુકદેવના માધ્યમથી પરિક્ષિતને કહે છે, સમજ્યો કે એ નાગ આપણા સૌની અંદર છે. @46.34min. વસ્ત્રહરણ લીલા – આ લીલાને તમે બરાબર સમજો તો હિંદુ ધર્મને બદનામ કરનારાઓને જવાબ આપી શકશો.
Side 6B –
– વસ્ત્ર હરણ લીલા ચાલુ… રહસ્ય સમજો. જે ગામમાં લાખની વસ્તી હોય તો કોઈ તો જોવાને આવે કે જમના તટ પર શું થઇ રહ્યું છે? ૧૬૦૦૦ ગોપીઓના વસ્ત્રોનું વજન કેટલું થાય? અને આ બાજુ સાત વર્ષનો બાળક બે-ત્રણ ટન કપડાનું વજન લઈને ઝાડ ઉપર ચઢી ગયો. @4.02min. આ ઘટના નથી, જરા ઊંડાણમાં જાઓ. યમુના એ કર્મ નદી, ગંગા એ ભક્તિ નદી અને સરસ્વતી એ જ્ઞાન નદી છે. @12.47min. મથુરા અને વૃંદાવનમાં યમુનાજી આવે ત્યારે એ જમુનાજી થાય, ત્યાં સુધી યમુના કહેવાય. જમુના કેવી રીતે મહારાણી થાય? વેદની એક લાખ ઋચાઓમાંથી ૧૬૦૦૦ ઋચાઓ કર્મકાંડની ઋચાઓ છે. કૃષ્ણ વાસના રૂપી વસ્ત્રોનું હરણ કરે છે, એટલે ગોપીઓ વાસના વગરની થાય. એક બહેનનું સકામ કર્મનું ઉદાહરણ. @19.12min. બ્રાહ્મણને માગતા ન આવડે તે ડભોઈમાં મહારાજા ગાયકવાડના સમયની સાચી બનેલી વાત. વાણીયાને માગતાં આવડે એવું કોઈને ન આવડે, તે સાંભળો. @23.16min. વાસના રૂપી વસ્ત્રો હરીને કૃષ્ણ કદમના વૃક્ષ પર ચઢી ગયા. કૃષ્ણે કહ્યું વસ્ત્રો પાછા ન આપું, પહેલાં સૂર્યને નમસ્કાર કરો, કેમ? તે સાંભળો. કૃષ્ણે વસ્ત્રો પાછા આપી દીધા. @24.55min. શરદ પૂનમની રાસલીલા – તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવી શકો, વર્તી શકો, આવી શકો, જઈ શકો એનું નામ પ્રેમ નથી. એટલા માટે મીરાબાઈએ લખ્યું છે, “મને મારી કટારી પ્રેમની રે, જેમ ખેંચે તેમ એમની રે” પ્રેમમાં પરાધીનતા હોય, એનું નામ શરણાગતિ. ભયંકર રાત્રીના ટાઇમમાં વ્રજને છોડી બધી ૧૬૦૦૦ ગોપીઓ વૃંદાવનમાં ભેગી થાય અને ત્યાં કૃષ્ણ વાંસળી વગાડે છે અને રાસ રમાય છે. શ્રી મદ ભાગવતના પાંચ અધ્યાયને ભાગવતનું હૃદય કહેવામાં આવે છે. પાછળના લોકોએ અર્થનો અનર્થ કરી રાસ રમવા લાગ્યા. @28.49min. મોટા મોટા મંદિરોમાં રાસલીલા અને વસ્ત્ર હરણનું ચિત્ર જરૂર જોવા મળશે. કોઈને એવું નથી સુઝતું કે આ જોઇને લોકો શું સમજવાના છે? આ ૧૬૦૦૦ ગોપીઓએ વાંસળી સાંભળી તો એમના ઘરવાળાઓએ ન સાંભળી? ડોસા-ડોશીઓને તો ઊંઘ નહિ આવે એઓ તો પહેલાં સાંભળે. તો પછી એનો અર્થ શું છે? તે સાંભળો. આ રહસ્યનું ઉપનિષદ વિના સમાધાન થાય નહિ. @31.30min. પેલો પરમેશ્વર છે એ રસરૂપ છે, રસથી ભરપુર છે. એણે એક ચપટી ભરીને દુનિયામાં નાખી છે. રસ ક્યાં ક્યાં આવે છે, તે સાંભળો. આ સંસારના રસમાંથી જે બહાર નીકળી પેલા રસની અપેક્ષા રાખતો હોય એ મહારસ (મહારાસ)નો અધિકારી થાય. એ રાસ જ્યારે પરકાષ્ટાએ પહોંચે ત્યારે મહારાસ કહેવાય. તો એ મહારાસ વૃંદાવનમાં કેમ કરે છે, ગોકુલ કે મથુરામાં કેમ નહિ? વૃંદા એટલે તુલસી અને તુલસી એ ભગવાનની પત્ની છે. એટલે આજે પણ લોકો એવું માને છે કે તુલસી ન પધરાવો તો ભગવાન આરોગે નહિ. પેલી વિદુરાણીએ કેળાના છોતરાં ખવડાવ્યા હતા ત્યારે તુલસી પધરાવી હતી? કર્માબાઈએ ખીચડો ખવડાવ્યો ત્યારે? તુલસી એ સ્થૂળ રૂપ છે. તુલસી વિવાહ વિશે સાંભળો. @40.43min. ત્યારે તુલસી શું છે? વિષ્ણુની પત્ની છે અને એના વિના થાળ ધરાવાય નહિ. શાસ્ત્ર ખોટું નથી, એને સમજવું જોઈએ. વૃંદાનો અર્થ ભક્તિ, અને ભક્તિનું જ્યાં વન જામ્યું હોય એટલે વૃંદાવન. કૃષ્ણ આવીને ત્યાં વાંસળી વગાડશે ને વગાડશે. પૂર્ણિમાના દિવસે કેમ તે સાંભળી લેવું. @42.37min. શ્રી નાથજી @44.21min. રાસલીલાનું પદ – વૃંદાવનમાં થનકાર થનક થઇ થઇ થઇ. ગાયકો ખબર નથી.
Leave A Comment