[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]
ગાંધી વંદના – ગોરજ
Side A –
– @3.43min. સંગીતકાર શંકર જયકિશનના ઉદાહરણથી ધર્મગુરુ કેવા હોવા જોઈએ તેની સમજણ. વાજિંત્ર વાગતું નથી, એને વગાડનારો વાગે છે. મિલ મજૂરોથી મિલ નથી ચાલતી, મેનેજરથી મિલ ચાલે છે. @8.24Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે. ધર્મ સનાતન છે. સંપ્રદાયો, પંથો કાળે કરીને વિલીન થાય છે. સનાતન ધર્મની ચેતનાને કાયમ રાખવા માટે એનો વ્યાખ્યાતા દેશ, કાળ અને પરિસ્થિતિનો જાણકાર હોવો જોઈએ. દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચાલતો હોય છે. ઈંગ્લેન્ડના ચેમ્બરલેન-ચર્ચિલનું ઉદાહરણ. પ્રજા માટીનો લોંદો છે. નેતા એને ઘાટ આપે છે. દ્વારિકા અને શ્રી કૃષ્ણનું ઉદાહરણ. શ્રી કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો પરંતુ દ્વારિકાના યાદવોનો ન કરી શક્યા. એજ દશા પોરબંદરની હશે. બુદ્ધ અને મહાવીર જ્યાં જન્મ્યા હતા ત્યાંજ સૌથી વધુમાં વધુ માફિયાઓ છે. હીરો જ્યાં જન્મે ત્યાં કોડીનો હોય, મુંબઈમાં જાય ત્યાં લાખનો થાય. @15.18min. સદીઓથી ગુલામ એવા ભારત દેશમાં અવ્યવસ્થા-અન્યાય વિશે. ધાર્મિક લેબલવાળી સતી પ્રથા, કોણ વિરોધ કરી શકે? સ્ત્રીઓને અફીણ પીવડાવીને સતી બનાવવામાં આવતી. કાશીની કરવત અને જગન્નાથના રથ નીચે કચડાઈ જવાની પ્રથાને કોઈ ધર્મગુરુએ અટકાવી નહિ. @20.00min. યાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ. @23.28Min. ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી. ભાગવત, કૃષ્ણ અને મહાવીર વિશે. @27.19min. કાશીની એક વાત. @30.30min. મુજફ્ફર નગરમાં ૧૦૮ રામાયણની સપ્તાહ વિશે. @33.10Min. ગાંધીજી વિશે. ગાંધીજીના ઘણા વિચારો સાથે હું સંમત નથી છતાં હું મારી પૂરી નિષ્ઠા સાથે કહું છું કે મારા હાથ બળવાન હોય અને એક તરફ ગાંધીજીને મુકું અને બીજી તરફ ઘણા લોકોને મુકું તો એ ગાંધીજીનું પલ્લું નીચેને નીચેજ રહે. અત્યાર સુધી જે લોકો આવ્યા, એમણે માળા ફેરવતાં, ધ્યાન કરતાં, કુંડળી જગાડતાં, પરલોક સિદ્ધ કરવા વિશે શીખવ્યું પણ દેશના પ્રશ્નો કેવી રીતે ઉકલે એના તરફ કોઈનું ધ્યાનાજ ન રહ્યું. આ દેશમાં મહાપુરુષ થવું બહુ સહેલું છે.કશું ન કરનારા અને ઘણું બગાડનારાઓ મહાપુરુષ થયા જેમણે લોકોને આભડછેટ શીખવાડી.@37.07Min. કાશીમાં બ્રહ્મભોજન વિશે. @38.56Min. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડછેટમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. જે જીવન ચરિત્રોની અંદર ડગલેને પગલે ચમત્કાર ભર્યા હોય તેને કચરાની ટોપલીમાં નાંખી દેજો. આ તો નર્યું જુઠાણું લખ્યું છે. ગાંધીજીએ સત્યના પ્રયોગો લખ્યા છે. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. @41.00Min. ગાંધીજી માંસ ખાવા અને ચોરી કરવા વિશે, થયેલો પ્રશ્ચ્યાતાપ. ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી શરૂ થતી હોય છે. ગાંધીજી લખે છે, કામવાળીનો આપેલો રામનો મંત્ર મને ન મળ્યો હોત તો હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક ન રહ્યો હોત. ગાંધીજી એકલા ધર્મ ચિંતક ન હતા પણ એક ઊંચી કોટીના ભક્ત હતા. છેલ્લી ઘડી સુધી રામ કહેતા રહ્યા.
Side B –
– ગાંધીજીના જીવનની રૂપરેખા. પુનામાં આગાખાન મહેલમાં ગાંધીજીના ખોળામાં માથું રાખીને કસ્તુરબા દેહ છોડ્યો હતો. ગાંધીજીએ કસ્તુરબાની કોઈ દિવસ ફરિયાદ ન કરી હતી. @5.55Min. ગાંધીજીનો અંદરનો આત્મા વિદ્રોહી છે અને તે અનિષ્ટને અને અસત્યને સહન નથી કરી શકતો. અનિષ્ટને સહન કરવું એ રમતની વાત નથી. ગાંધીજીને એના પરિણામો સહન કરવા પડ્યા.@9.05min. ગાંધી મુવી વિશે. “એકજ દે ચિનગારી” કાવ્ય. દક્ષિણ આફ્રિકાના પ્રસંગો(આંદોલનો) પછી દેશ પાછા આવ્યા. @11.33Min. ગાંધીજી પાસે શું શીખવા જેવું? વિરોધીઓની સાથે કેવો વહેવાર કરવો વિગેરે. જેને સિદ્ધાંત છે તેને વિરોધ તો હોવાનોજ. ગોરાઓના છોકરાઓ ગાંધીજી પર તૂટી પડ્યા, પછી શું થયું તે સાંભળી લેવું. ગાંધીજી આખી જીંદગી અંગ્રેજો સામે લડ્યા, પણ અંગ્રેજોને દ્વેષ થાય એવું એકેય વાક્ય ન લખ્યું. અત્યારે તો લોકો ગાંધીજીને ગાળો લખવા માંડ્યા કે જે ગાંધીજીએ એમના માટે આખી જીંદગી હોમી દીધી. સૂર્ય ઉપર ધૂળ ઉડાડનારનેજ ધૂળ પડતી હોય છે. @16.57Min. પ્રજાને એક કરવાનું મોટામાં મોટું કામ કર્યું. ગાંધીજીની સફળતામાં અસહયોગના મૂખ્ય બળ સાથે અહિંસાનું પૂરક બળ હતુ અને અંગ્રેજો પણ ખરા. @22.33Min. પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધી. ગાંધીજીના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીએ તો ખરેખર એવો પ્રશ્ન થાય કે શું ઇતિહાસમા આવો કોઇ માણસ થઇ શકે? @28.32Min. બુદ્ધ-મહાવીરે સાધુઓના ટોળેટોળાં આપ્યાં અને બધાને પલાંઠીવાળતા શીખવ્યા, પરંતુ ગાંધીજીએ કાર્યકર્તાઓ આપ્યા. સંત શ્રી બાલજી વિશે સાંભળો. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું કે ગાંધીજીનો, મુની મહારાજનો, સંત બાલજીનો સંદેશો અમારા સૌના જીવનમાં ઉતરે અને અમે સૌ ધર્મની વાસ્તવિકતાને, વ્યહવારિકતાને, પ્રસ્તુતાને સમજીએ અને એ રીતે ચાલીએ એવી પરમેશ્વર અમને શક્તિ દે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @34.38min. દુનિયા તમારી મુઠ્ઠીમાં @37.00Min. गाँधी गीत – सुनो सुनो ये दुनियावालो बापुकी ये अमर कहानी – महंमद रफ़ी साहब
Leave A Comment