ઈતિહાસ – રાજકોટ

Side A –
– ઈતિહાસ અને કાવ્ય વિશે. ઈતિહાસ લખવાની પૂર્વ સરતો સત્યની વિરુદ્ધમાં જઈને ઉભી રહેતી હોય છે. @5.05min. સંસ્કૃતિ પ્રધાન, સૈનિક પ્રધાન અને સાયન્સ પ્રધાન પ્રજા, ઉદાહરણો સાથે. શિવાજી વિશે. મહમ્મદ પયગંબર પછી ખલીફાઓએ ૧૦૦ વર્ષના ટૂંકા ગાળામાં ઠેઠ સ્પેન સુધીના પ્રદેશો જીતી લીધા. અફઘાન પ્રજાની વિશેષતા. ભારતની સૈનિક પ્રજા ન હોવાથી અઢી હાજર વર્ષની ગુલામી. @12.18min. સાયન્સ પ્રધાન પ્રજા વિશે. @19.20min. સુરતમાં અંગ્રેજો અને શિવાજીની લૂંટ વિશે. @25.00min.ઈતિહાસમાંથી બોધપાઠ. @26.04min. દરેક ભારતીય નાગરિકે સાંભળવા જેવી વાત. ૧૯૬૨નુ ચીન સાથેનું યુદ્ધ, પાછા ફરતા નેફામાં ઢોલા ચોકી મોરચે લડેલા જવાનો સાથે વાત.@31.20min. ઇતિહાસના સંદર્ભમાં દેશદ્રોહીઓ કાલીકાચાર્ય, કાકુ વાણીયો અને માધવ મંત્રીને યાદ રાખો. આ લોકો શકો અને અરબોને અપણા દેશમાં લઇ આવ્યા. કાનડદે રાસો વિશે. અહિ રાષ્ટ્રિય હિત કરતાં ધાર્મિક લાગણી ઘણી ઊંચી છે. @40.00min. અંગ્રેજ ડો. સ્મિથે આપણને ન ગમે એવી સુંદર વાત લખી છે કે અમે ભારતમાં વિજયી થયા અને ફેલાયા તેનું મુખ્ય કારણ ઇન્ડિયન ચારિત્રની શિથીલતા. @43.43min. એક સંપ્રદાય વાળાએ ૨૦૦ કોલેજ પાસ થયેલાઓને સાધુઓ બનાવ્યા.દેશને સાધુઓની નહીં પરંતુ સૈનિકોની જરૂર છે.@45.30min. અલાઉદ્દીન ખિલજીનો સરદાર મહંમદ બખ્તિયારે નાલંદા વિદ્યાપીઠ અને બૌધ આચાર્યોનો કેવી રીતે નાશ કર્યો તે સાંભળો. @47.50min. હારેલા રજપૂતો કેસરીયા કરે અને સ્ત્રીઓ જુહાર વ્રત કરે, જયારે મુસ્લિમો કદી કેસરીયા કરતા નથી.

Side B –
– પૃથ્વીરાજ પાસે સાહબુદ્દીન ઘોરી કરતાં ત્રણ ઘણા કરતાયે વધારે સૈનિક હોવા છતાં કેમ હાર્યો? મુસ્લિમોનું જમા પાસું સાંભળો. @4.30min. મહંમદ ઘઝ્નીના બે મોટા સરદારો હિંદુઓ હતા. તેની મહત્વકાન્ક્ષા સાંભળો. ઈતિહાસ તમારું દર્પણ છે. @7.35min. સન્યાસ લેવા વિશે. પ્રજાને ગુંડાઓના ત્રાસથી મૂક્ત કરાવવું એ મોટામાં મોટું પૂણ્ય છે. બધા સુખોનું મૂળ અને બધા દુઃખોનું મૂળ રાજસત્તા છે અને તે બે પાટા પર ચાલતી હોય છે, પરાક્રમઅને મુત્સદ્દીગીરી. જો નેતાઓમાં આ બંનેમાંથી એકેય ન હોય તો પ્રજાનું થાય શું? @12.24min. સ્વામીજીનો અનુભવ. @17.10min. ગુરુ ગોવિંદ સિંહે આખા કેવી રીતે અખા સમાજને સુધાર્યો? શંભુ ભાઈના લખેલા ઇતિહાસના પુસ્તકો વિશે. @20.10min. શસ્ત્રો સાથેની અહિંસા વિશે. અમેરીકને પૂછેલો પ્રશ્ન. @39.55min. શાહ જહાંની દીકરીને સારી કરવા બદલ રાષ્ટ્રવાદી અંગ્રેજે શું માંગ્યું તે સાંભળો. @46.35min. देश भक्ति फ़िल्मी गीत – मेरा रंग दे बसंती