૧૫મી ઓગષ્ટ – ઊંઝા આશ્રમ

Side A –
– ધર્મની સફળતા અને નિષ્ફ્ળતાના મૂળ એના ધર્મગ્રંથમાં રહેલા હોય છે. તમારો ધર્મ તમને સ્વાધીનતા આપે છે? પ્રજા એક થઇને રહી શકે છે? પ્રજા શક્તિશાળી બને છે? ભગવદ્ ગીતા એ એક રાષ્ટ્રિય ગ્રંથ પણ છે. @3.50Min. રાષ્ટ્ર સંબંધી ચર્ચા. આપણે ગુલામ ક્યારથી થયા? કેમ થયા? અને સ્વતંત્ર ક્યાં સુધી રહીશું? અંગ્રેજોએ ગુલામીમાંથી બચાવ્યા અને મુસ્લિમો આવ્યા પછી દેશ ગુલામ નથી થયો પરંતુ ઇ.પૂ. છઠી શતાબ્દીથી જ્યારે ઇરાનના બાદશાહોએ હુમલા કર્યા ત્યારથી દેશ ગુલામ થયો. @8.30Min.આંભી રાજા સિકંદર સાથે મળીને પોરસ રાજાને હરાવ્યો. @15.40Min. નંદ રાજા વિશે. દાસી પુત્ર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની ભાઇબંધી. વધુ આગળનો ઈતિહાસ સાંભળો. @29.20Min. વાઘેર જાતીની બહાદુરી વિશે. હિંદુમાંથી મુસ્લિમ કેમ થઇ ગયા. કોઇ શંકરાચાર્યને પડેલી ન હતી. @35.50Min. વૈષ્ણવ પરંપરાના ગુપ્ત વંશમાં ઇ.સ. ૨ થી ૬ શતબ્દીમાં બધા પુરાણોની રચના થઇ અને બુદ્ધ ભગવાનને એક અવતાર તરીકે બતાવ્યો. @38.00Min. ૭મી શતાબ્દીમાં મહમ્મદ બીન કાસમના અત્યાચારો વિશે. મહમ્મદ ગઝની, શાહબુદ્દીન ઘોરી, પ્રુથ્વીરાજ ચૌહાણ વિશે. @45.00Min. જોષ જોવામાં, પાણીપતના મેદાનમાં એક લાખ મરાઠાઓ મરાયા.

Side B –
– બુદ્ધના સત્યો…ચાલુ… દુઃખીઓના દુઃખ દૂર કરે તેનું નામ સાધુતા અને તેમાંથી માનવતા આવી. જે સમસ્તીનું કાર્ય કરે તેણે વ્યક્તિગત જીવનનું બલિદાન આપવું પડે, ગાંધીજી અને પૃથ્વીરાજના ઉદાહરણો. @8.50Min. પૃથ્વીરાજ પછી પ્રજા રસાતળમાં ચાલી ગઇ, આવી સ્થીતિમાં બેજ જગ્યાઓ પર નજર ઠરતી હતી. પંજાબમાં શીખો અને દક્ષિણમાં મરાઠાઓ. શિવાજીનું પ્રેરક બળ સમર્થ સ્વામી રામદાસ, માળાને બદલે હાથમાં તલવાર પકડાવી. દાદા કૌંડદેવે શક્તિશાળી રાજા બનાવ્યો. @13.00Min. અફઝલખાનના એક લાખના લશ્કરમાં સેનાપતિઓ સાથે અડધાતો હિંદુઓ હતા અને પહેલું કામ શિવાજીના કુળદેવી તુળજા ભવાનીનું મંદિર તોડ્યું. જે જનોઇ, મૂર્તિઓ તથા સમસ્ત હિંદુ પ્રજાની રક્ષા માટે લડતો હતો તેનીજ કદર હિંદુઓ ન હોતા કરી શકતા. જીજાબાઇએ નેતાજી પાલકરને ફરી પાછા મુસલમાનમાંથી હિંદુ બનાવ્યા. @22.00Min. આ દેશની પ્રજાએ પારાવાર કષ્ટ, અત્યાચાર, પીડા અને અપમાન સહન કર્યા છે પરંતુ સારા નશીબે અંગ્રેજો આવ્યા અને બધું જ્યાં હતું ત્યાંજ અટકાવી દીધું., એમણે મંદિરો ન તોડ્યા કે ધર્મગ્રંથો ન બાળ્યા અને વિકાસના અનેક કામો કર્યા. @26.50Min. FREEDOM AT MIDNIGHT અંગ્રેજે લખેલું આ પુસ્તક જરુર વાંચો. ૧૯૪૭માં આઝાદી મળી એ ટકી રહેશે ખરી? @32.25Min. देश्भाक्तिके हिंदी फ़िल्मी गीत – कर चले हम फ़िदा, ये चमन हमारा है, जन्दा ऊंचा रहे हमारा.