જન્મભૂમિ – ધોળાજી
Side A –
– ભાઈ શ્રી કામદારના બહુમાન પ્રસંગે – ચાર શબ્દો યાદ રાખો, જન્મ ભૂમિ, કર્મભૂમિ, સાધના ભૂમિ અને સિદ્ધિ ભૂમિ. શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લો, કે એનો જન્મ કેવો હતો? કર્મો કેવા હતા? સાધના કેવી હતી? અને સિદ્ધિના ફળો કેવા હતા? જિંદગીના એક છેડે ક્રુરતા અને બીજે છેડે કરુણા છે. જો ક્રુરતા ન હોત તો બુદ્ધ મહાવીરની જરૂર ન પડી હોત. દુનિયાની તમામ ક્રાંતિનું પ્રેરક બળ સ્ત્રી હોય છે. ભારતીય સમાજમાં પ્રતિષ્ઠાનું કેન્દ્રબિંદુ નારી છે અને એના આધારે સંસ્કૃતિ છે. @5.33min. અંગ્રેજો ક દી સ્ત્રી માટે ન લડ્યા જયારે આપણે સ્ત્રી માટે લડ્યા. અંગ્રેજો બુદ્ધિપૂર્વકની લડાઈ લડ્યા. @10.53min. દેવકી ઊકળી ઊઠી, લાચાર છું, મારા આઠમાં બાળકને મરતાં ન જોઈ શકું, તરતજ પુરુષમાં એક શક્તિનો સંચાર થયો. “या देवी सर्व भूतेषु…..नमो नमः ” બંકીમચંદ્રના વંદે માતરમ વિશે સમજણ. વસુદેવની અંદર શક્તિનો સંચાર થયો. નંદબાબાને ત્યાં વસુદેવે કૃષ્ણને છોડી દીધા. @19.58min. દુનિયાને એક ઉત્તમમાં ઉત્તમ બાળક ભેટ આપવો એ મોટામાં મોટી ભેટ છે. દુનિયાને એક કંસ આપવો, પાપી આપવો એ મોટામાં મોટું પાપ છે. એટલે આપણે લખ્યું “जननि जन्म्भुमिस्च स्वर्गादपि गरियश” ભાઈ શ્રી કામદાર વિશે સાંભળો. @25.15min. આ દેશમાં ચરિત્ર લખનાર એકજ પુરુષ પેદા થયો તે મહાત્મા ગાંધી. અમેરિકામાં એક ભાઈનો ઘેટાં બનાવવા વિશેનો અનુભવ સાંભળો. સિંહ તો ગુરુ ગોવિંદ સિંહ, સમર્થ સ્વામી રામદાસ બનાવે. મારા દેશના મોટે ભાગના ધર્મગુરુઓની આ દશા છે, જો અમે સિંહ બનાવ્યા હોત તો તમારી આ દશા ન થઇ હોત. તમને પણ ઘેટાં થવાનું ગમે કેમકે સિંહને ઘણી જવાબદારી થઇ જાય. એક માં માત્ર ધાવણ નથી ધવડાવતી, એ કલ્ચર-સંસ્કૃતિ ધવડાવે છે. @28.35min. વનરાજ ચાવડો જંગલમાં બહુ ભયંકર પરિસ્થિતિમાં જન્મ્યો હતો. એક જૈન સાધ્વીએ બચાવ કરેલો. વનરાજ જયારે ગાદી પર બેઠો ત્યારે પહેલા તે સાધ્વીને યાદ કરી.આ કૃતજ્ઞતા છે. સંસ્કૃતિ છે. સગવડો જો જન્મતાંની સાથેજ મળવા લાગે તો સાધના કાચી રહી જાય. અગવડો સાધનની સહાયક બનતી હોય છે. જે મ્યુનીસીપાલટીની લાઈટ નીચે અગવડો સાથે ભણ્યા તે કંઈક થશે. ગોંડલ નરેશ પાસે શું શીખવા જેવું છે તે સાંભળો. રાજકારણમાં જેણે પડવું હોય તો એણે સરદાર પટેલ, પ્રભાશંકર પટણી અને ભગવત સિંહના જીવન ચરિત્રોની પરિક્ષા આપી પાસ થાય તોજ MLA નું કોર્મ આપવું. @34.18min. કર્મ ભૂમિ – તમારી વ્યક્તિગત આવશ્યકતા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે કર્મ છે, પરંતુ લોકો માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે પ્રવૃત્તિ કરવામાં આવે તે સાધના છે. જો સમુદ્ર યાત્રાનો પ્રતિબંધ ન આવ્યો હોત આ દેશ તો વર્ષો પહેલા સમૃદ્ધ થવાનો હતો. ૧૫મી શતાબ્દીમાં યુરોપ આખી દુનિયામાં છવાઈ ગયું. પોર્ટુગીઝના રાજકુમારે જહાજની ટ્રેઈનીંગની સ્કુલ ઊભી કરીને તેમના લોકોને દરિયો દખોળવા મોકલી આપ્યા અને ૧૦૦ વર્ષ સુધી ભારતની સમૃદ્ધિ વ્યાપારના દ્વારા લેતા રહ્યા. ઈંગ્લેન્ડના નાવિકોએ પોર્ટુગીઝનું એક જહાજ લુંટ્યું અને તેમાંથી ભારત પહોંચવાના નકશા મળ્યા. ઇંગ્લેન્ડ માલામાલ થઇ ગયું. @40.49min. જ્યારે યુરોપની પ્રજા નવા નવા દેશો શોધતી હતી ત્યારે ભારતમાં શું થતું હતું તે સાંભળો. કોઈ પ્રજા એમને એમ ગુલામ નથી થતી, કેમકે આપણે પલાંઠી વાળીને બેસી ગયા હતા કે મારો વહાલો અવતાર લેશે અને બધું ઠીક કરી દેશે. કાશીના આચાર્યે શું કહ્યું? “अंगे बंगे कलिंगे च, द्रविदे गुर्जरे तथा सुराश्त्रेय देशे गत्वा, पुनः संस्कार मर्हती.” અર્થ સાંભળી લેવો. @43.36min. એક વૃદ્ધ સન્યાસી વિશે પટેલ લોકોના સાહસ વિશે. ગાંધીજી દક્ષિણ આફ્રિકા અને વિલાયત ગયા અને જો ન ગયા હોત તો, ગાંધીજી ગાંધીજી ન થઇ શક્યા હોત. કામદાર પરિવાર મલેશિયા ગયું તે વિશે સાંભળો.
Side B –
– બાપ, દીકરાને કેવી શિખામણ આપે છે તે સાંભળો. માણસને સાધનાનો પીરીયડ શરુ થાય ત્યારે ગામને એમ્બ્યુલન્સ આપવાનું, સ્કુલ બનાવી આપવાનું, લાયબ્રેરી ખોલી આપવાનું મન થાય. આ સાધનાનું ફળ બધાજ ગામ લોકોને મળે છે. કામદાર પરિવાર અને એવા બીજા ઘણા પરિવારનો પૈસો લોકોના હિત માટે વપરાય તે સારી નિશાની છે. @5.12min. જૈનોમાં એક બહુ મોટો જાગ્રત વર્ગ તૈયાર થવા લાગ્યો છે.અને તે માનવતા તરફ વળ્યો છે. હવે એમને મંદિરની બાજુમાં મંદિર બનાવવામાં રસ નથી.ગાંધીજીનો રસ્તો “માનવ સેવા એજ પ્રભુ સેવા” તરફ વળ્યો છે. કંઈ પણ કામ હોય તો લાંબો હાથ કરતા શીખ્યો છે અને એ દેશ માટે બહુ સારી સૂચના છે, કારણકે આ નાનો વર્ગ પણ સમૃદ્ધ વર્ગ છે, એની પાસે દ્રષ્ટિ, વહીવટની કુશળતા અને પારંગત છે. આ વર્ગ અને હિંદુ વર્ગ પણ પૂરેપૂરો માનવતા તરફ વળે તો ક્રિશ્ચિઅનો આ દેશમાં કોઈને વટલાવી ન શકે. અમે બધા સાધુ લોકો ભેગા થઈને ફરિયાદ કરીએ છીએ કે ક્રિશ્ચિઅનો વટલાવી નાખે છે અને પછી બે-ત્રણ દિવસનો યજ્ઞ કરી રાખ ચોળીને ઊભા થઇ જઈએ છીએ. પેલા લોકો ઝૂંપડે ઝૂંપડે ફરીને અનાજ આપે છે, કપડાં આપે છે, દવા આપે છે, સ્કુલ ઊભી કરે છે. હવે પરિવર્તનની જરૂર છે. અત્યાર સુધી દાનને બાળ્યું હવે આપણે વાવવું છે. જે દિવસે તમે ઊગેલું જોશો તો તમારા ધર્મનો જયજયકાર થઇ જશે, આ સાધના છે.સિદ્ધ ભૂમિ – આપણે સ્મિત શિખરજી, ગીરનાર, વીરપુર કેમ જઈએ છીએ તે વિશે સાંભળો. ધોળાજી એક જોવા જેવું નગર છે. @9.05min. કાશીમાં બ્રહ્મ-ભોજન કરાવવાવિશે મહાન પ્રજાના બે લક્ષણો છે, સ્થળાંતર કરે અને ધંધો બદલે. @11.27min. ગાંધીજીનો સાબરમતી આશ્રમ સાધના ભૂમિ, પોરબંદર જન્મ ભૂમિ અને દક્ષિણ આફ્રિકા કર્મ ભૂમિ છે.દાતાઓનું બહુમાન થવું જોઈએ. પરમેશ્વરને પ્રાર્થના કરું કે ધોળાજીના લોકો સંપીને રહે, ગામનો વિકાસ કરે, ધોળાજીનો જયજયકાર કરે , આભાર, ધન્યવાદ.@13.12min. અમદાવાદમાં જયભિખ્ખુ ટ્રસ્ટ નિમિત્તે આયોજિત સભામાં પ્રવચન. @38.00min.કાશ્મીરમાં ઈઝરાયીલીઓની બહાદુરી. @40.10min. राष्ट्र -भक्ति गीत – जननी जन्म भूमि स्वर्गसे महान है., भगवती भारत माता.
Leave A Comment