ગુપ્તચરોનો મહિમા – પહાડપુર
Side A –
– શ્રી જયંતીભાઈ ભગવાનદાસ પટેલના બહુમાન પ્રસંગે.રાજવ્યવસ્થા ચાર પાયા પર ઊભી હોય છે.અવ્યવસ્થા વિનાની કોઇ વ્યવસ્થા હોતીજ નથી. @4.22min. સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ(નૈતિકતા). (૧) અંગ્રેજો, મોગલો, પેશ્વાઓ અને રાજપૂતોમાં શું ફરક છે તે સાંભળો. કોઇ દેશને પોતાનો કરવો હોય તો તેના બંદરો કબજે કરવા. @8.24min.ભાવનગર બંદરની વાત સાંભળો. અંગ્રેજો પાસે જતું ભાવનગર બંદર મુત્સદ્દી દિવાન ગગા ઓઝાએ કેવી રીતે બચાવ્યું તે સાંભળો. @20.03min. (૨) બીજા દેશ પર આક્રમણ ક્યારે કરવું? કે જ્યારે તે દેશની પ્રજામાં, અમલદારોમાં અસંતોષ જાગેલો હોય ત્યારે. મહમ્મદ ગઝની જ્યારે પાટણ ઉપર ત્રાટક્યો ત્યારે પાટણના રાજાને ખબરજ ન હતી. ૧ લાખ ને ૧૫૦૦૦નુ લશ્કર સાથે કેવું સાહસ કર્યું તે સાંભળો. બાર્ડમેર, જેસલમેર પાર કરીને પાટણને લૂંટી લીધું. અહી ગુપ્તચરોની કળી ખૂટતી હતી. અમેરિકા એની ગુપ્તચર સંસ્થા દ્વારા આખી દુનિયા પર રાજ કરે છે. ઈઝરાઈલ એક નાનો સરખો દેશ છે પણ એની ગુપ્તચર સંસ્થા એટલી પાવરફુલ છે કે ૧૩ દુશ્મનોની વચ્ચે ખુમારીથી ટકી શક્યું છે. @25.29min. જયંતીભાઈ જે ખાતામાં કામ કરે છે એનું એટલું મહત્વ છે કે ભારતની આઝાદી કે ગુલામી, જય કે પરાજય એ ખાતાને આધીન છે. @26.12min. (૩) આપણાં બાવડાં દુર્બળ છે, જોર નથી જેનું પરિણામ ૧૯૬૨માં ભોગવવું પડ્યું. અફઘાનિસ્તાન વિશે. વિયેતનામમાંથી અમેરિકાને ભૂંડી રીતે ભાગવું પડ્યું, એમ રશિયાને પણ અફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું. જો એ રશિયા ભારતમાં ઘુસી ગયું હોત તો આઠ વર્ષ સુધી અફઘાનિસ્તાન જેટલો પ્રતિકાર ન મળત. ૧૨ વર્ષના અફઘાન છોકરાને બંદુક જોઈએ છે. જે પ્રજાના મનની અંદર સોલ્જરપણું ન હોય તે પ્રજા આઝાદી ન ભોગવી શકે. આઝાદી માટેની અનીર્વાર્ય શર્ત છે કે તમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપી શકો છો? વર્ષો પહેલા વિશ્વામિત્રે ધનુર્વેદની રચના કરી એમાં લખ્યું છે કે પોતાના દુશ્મન કરતાં જે ડબલ સેના અને ચડિયાતાં શાસ્ત્રો રાખે છે તેને લડાઈ કરવી પડતી નથી. જો તમારું બજેટ ન પહોંચતું હોય તો બે-પાંચ-સાત રાષ્ટ્રો ભેગા થઇ સંગઠન કરો અને જો આમાંનું કઈ નહિ કરી શકો તો બે આબરૂ થઈને ગુલામી માટે તૈયાર રહો. અહિંસાવાદ, શસ્ત્ર સાથેનો અહિંસાવાદ હોવો જોઈએ. ભારતની અહિંસાની વાત દેશને નુકશાન કરનારી છે. એક ગાંધીવાદીએ પૂછ્યું કે ગાંધીજીની અહિંસાની અને અગ્રેજોની અહિંસામાં શું ફરક છે? જવાબ સાંભળી લેવો. @37.54min. એક ઓળખીતા પટેલે પોતાની બંદૂકથી પોતાનો જાન કેવી રીતે બચાવ્યો તે સાંભળો. @40.00min. (૪) બધું સારું છે પરંતુ મોરલ નથી તો એકડા વિનાના મીંડા થઇ જશો. @43.55min. એક ખલીફાનું જીવન ચરિત્ર સાંભળો. @46.06min. આપણે જો રાષ્ટ્રભક્ત હોઈએ, ગાંધીજીના ભક્તો હોઈએ, ભારત માતાના ભક્તો હોઈએ અને આ દેશને મહાન બનાવવો હોય તો એની રાજવ્યવસ્થા સુધારવી પડશે. @47.20min. જયંતીભાઈ પટેલનું બહુમાન કર્યું તે વિશે.
Side B –
– મેક્ષિકોનો અનુભવ ચાલુ…સ્વામીજીની મહેચ્છા – ગુજરાતમાંથી થોડા લોકો મીલીટરી, એર ફોર્સમાં જાય, નેવીમાં BSF માં જાય. જો નહિ જાવ અને કાલે દિલ્હીમાં મીલીટરીનું શાસન થાય તો ગુજરાતનું રક્ષણ કોણ કરશે? સ્વામીજીની વાતનો એક પાટીદાર પર પ્રભાવ પડ્યો અને લશ્કરમાં જોડાઈ ગયો. બે-ત્રણ વર્ષ પછી મળ્યો તો કહે છે કે કોઈ કન્યા નથી આપતું, કારણકે તેમની દીકરી વિધવા થાય.બલિદાન વિના આઝાદી નથી હોતી. @2.29min. મને ડબલ આનંદ એ બાબતનો છે કે એક પટેલનો દીકરો, જયંતીભાઈ પટેલની રાષ્ટ્રપતિએ નોંધ લેવી પડી અને એવોર્ડ અર્પિત કર્યો. જયંતીભાઈના સન્માનમાંથી આપણે બોધ-પાઠ લેવાનો છે કે તમારા ત્રણ-ચાર દીકરા હોય તો એકને લશ્કરમાં મોકલાવે. @6.14min. દક્ષિણના મંદિરોમાં કરણાટકનું સંગીત અને શહનાઈવાદક બિસ્મિલ્લા ખાન વિશે. @9.50min. “धर्मो रक्षति रक्षित्:” @32.09min.ૐ કાર વિશે જાણકારી. @36.22min. આપદ ધર્મ. @40.48min. વર્ણ વ્યવસ્થાથી હાની. @47.46min. देश भक्ति गीत – क्या हुआ गर मर गए अपने वतनके वासते.
Leave A Comment