માનવ ધર્મ, ભાવનગર શિશુ વિહાર

Side A –
ધર્મના ચાર મૂખ્ય દષ્ટિકોણ. ધર્મ કર્મકાંડ પ્રધાન, તપસ્યા પ્રધાન, ઉપાસના પ્રધાન કે સેવા પ્રધાન છે? ધર્મ એક વ્યવસ્થાનું નામ છે અને જેનાથી પ્રશ્નો ઉકલે તેનું નામ વ્યવસ્થા. જેમાં પ્રશ્નો બગડતા હોય, પ્રશ્નો ચૂંથાતા હોય એનું નામ અવ્યવસ્થા. @5.08min. ઘણા ઘણા કર્મકાંડો કરવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાય છે ખરા? તમારે જો ધર્મને શુદ્ધ રાખવો હોય તો ધર્મના દ્વારા આજીવિકા મેળવનારા માણસોના હાથમાં લગામ કદી ન આપશો. ધર્મની લગામ એવા માણસોના હાથમાં હોવી જોઈએ કે ધર્મ સ્થાપિત હિત નથી થતો, આજીવિકાનું માધ્યમ નથી બનતો. ભારતની એક બહુ મોટી કરુણા છે કે અહિયાં ૧,૫૦,૦૦૦૦૦(દોઢ કરોડ) માણસો ધાર્મિક આજીવિકા પર જીવે છે. મંદિરને કોઈ દુકાન ન બનાવી દેશો. કર્મકાંડ હોવું જોઈએ પણ એની માત્રામાં, હું એનો સદંતર વિરોધી નથી. ટૂંકી સાદી પ્રાર્થના ન થઇ શકે? @10.35min.ભલા થજો, ઘરમાં પંચાંગ ન રાખશો કેમ? તે સાંભળો. ચોઘડિયા જોયા વગર હિંમત રાખીને કામ કરો, કોકાકોલા વાળનું ઉદાહરણ સાંભળો. તમે હૃદયથી જ્યારે પ્રભુનું ધ્યાન ધરો છો તો એમાં બધાં ચોઘડિયા, તારા નક્ષત્ર બધું એમાં આવી ગયું. ઈશ્વરવાદ છે, એ જ્યારે દઢ નિષ્ઠાએ પહોંચે ત્યારે વહેમો આપોઆપ ખરી પડે છે. વહેમ અને અધ્યાત્મ સાથે સાથે રહી ન શકે. @16.26min. પ્રકાશાનંદ બ્રહ્મચારી. કર્મકાંડનો અતિરેક – યજ્ઞોમાં પશુઓની હિંસા. એમાંથી બહું મોટા પ્રશ્નો ઊભા થયા, એટલે બુદ્ધ, મહાવીર, કપિલ જેવા મહાપુરુષો પેદા થયા. @20.17min. ધર્મનું બીજું રૂપ ઘોર તપસ્યા, દેહ-દમન વિશે સાંભળો. ઉદાહરણ સાંભળો. વ્યક્તિ કેન્દ્રિત તપથી કોઈ પ્રજાનો પ્રશ્ન ઉકેલાયો નહિ. @26.00min. એક બીજું તપ હોય, એમાં આખું રાષ્ટ્ર ઊંચું આવે તે ઉદાહરણ સાથે સાંભળો. આપણે ત્યાં ઊલટું થયું. ક્રીમ વર્ગનું પ્રેરક બળ બુદ્ધે બધાને સાધુ બનાવી દીધા. બુદ્ધે ઉપવાસ કેમ છોડ્યા તે સાંભળો. युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा….(गीत ६-१७). @33.05min. બૌદ્ધોના હીનયાન, મહાયાન અને અંગ્રેજોના યુદ્ધો વિશે. ગાંધીવાદી કાર્યકરોને હું તપસ્વી માનું છું. એમના તપના કારણે હજ્જારો દેખતા થયા છે. @38.25min. ઉપાસના પણ માપમાં હોવી જોઈએ. ગાંધીજી એક બહું મોટા ઉપાસક છે તે સાંભળો અને સમજો, જેણે બ્રિટીશ સલ્તનતને હચમચાવી કાઢી. @48.10min. આપણે ત્યાં એક બીજું પરિવર્તન માનવ ધર્મનું આવ્યું અને એ ક્રિસ્ચિઆનિટીમાંથી આવ્યું.

Side B –
– ગાંધીજીએ બધા પ્રશ્નોનો સ્પર્શ કર્યો, લોકોની કોણીએ પરલોકનો ગોળ ન ચોંટાડ્યો અને સુત્ર આપ્યું “જન સેવા એજ પ્રભુ સેવા” એમણે જોયું કે યજ્ઞોમાં લોકોની બહુ શ્રદ્ધા છે એટલે એ શ્રદ્ધાનું કેન્દ્ર તોડવા વગર યજ્ઞોનું દંત, નેત્ર, શ્રમ વિગેરે યજ્ઞોમાં પરિવર્તન કર્યું. બધા લોકોએ-ધર્મોએ સ્વર્ગની એવી કલ્પના કરી છે કે જે અહિયાં દુર્લભ હોય ન મળતું હોય તે ત્યાં મળે. સ્વર્ગમાં દૂધ-દહીંની નદીઓ અને અપ્સરાઓ મળે, પણ કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે ત્યાં વિડીઓ, TV કાર વિગેરે મળે. તમને જો અપ્સરા મળે તો તમારી પત્નીને શું મળશે? @3.26min. “दिलको बहलानेके खातिर जन्नतका खयाल अच्छा है.” વિવેકાનંદે સૂત્ર આપ્યું “दरिद्र नारायण देवो भाव.” ક્રિશ્ચિઅનોએ શું કર્યું તે સાંભળો. આપણે કાગારોળ કરીએ છીએ કે તમે ગરીબોને વટલાવી નાખો છો. ક્રિશ્ચિઅનો આદિવાસી વિસ્તારમાં જાય છે ત્યાં માનવ સેવા – માનવ ધર્મનું કામ કરે છે. નાગાલેંડ અને મીઝોરામ આખું ક્રિશ્ચિયન થઇ ગયું. અમે બધા મુંબઈમાં, અમદાવાદમાં કથાઓ કરીએ છીએ અને હરિદ્વારમાં આશ્રમો બનાવીએ છીએ. અત્યારે એકલા હરિદ્વારમાં ૧૦,૦૦૦ મંદિરો અને ૩૦૦૦ આશ્રમો છે. @6.12min. ગાંધીજીએ આપણને સમજાવ્યું “જન સેવા એજ પ્રભુ સેવા છે.” કાશીમાં એક અન્નકૂટના થાળ વિશેની વાત.સિહોરનો યજ્ઞ અને સૌરાષ્ટ્રના કવિ દુલા ભાયા કાગની હૈયા વરાળ. @13.47min. ભાવનગરના શિશુવિહાર એના ૫૬ વર્ષ ઉજવી રહી છે તે વિશે સાંભળો. સ્વામી શિવાનંદજી મહારાજ ડોક્ટર હતા અને સન્યાસી થયા. એમણે ધર્મ, અધ્યાત્મ અને માનવસેવાનો મેળ કર્યો. એ બધાનું લક્ષ્ય એકજ છે માનવ સેવા, માનવ ધર્મ. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણે યુગને સમજીએ અને આપણા આખા ધાર્મિક એપ્રોચને સેવા તરફ વાળીને આપણા પ્રશ્નો ઉકેલીએ, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તતસત. @16.41min. પાલનપુરમાં એક પ્રવચનનો ભાગ. સામુદ્રિક શાસ્ત્ર વિશે. @34.09min. માનવતાવાદી સંત શ્રી એકનાથ મહારાજે હરિજનોને જમાડી પિતૃ શ્રાદ્ધ કર્યું. @41.16min. પરમેશ્વરની ન્યાયવૃત્તિ @44.19min. ભજન -વૈષ્ણવજનતો તેને રે કહીએ – શ્રી રાજુલ મહેતા.