પંચ-નિષ્ઠા અને પરિગ્રહ – આશી અને બોરસદ
Side A –
– આશી હાઇસ્કુલના આચાર્ય શ્રી સૈયદની વિદાયગીરી પ્રસંગે. કોઈપણ વ્યક્તિના જીવનની સફળતા અથવા નિષ્ફળતા પાંચ નિષ્ઠાઓદ્વારા થતી હોય છે. જીવન મકાનના પિલર(ટેકો) જેવું હોય છે, એને પાંચ તાંણીયા આપેલા છે.ભગવદ ગીતામાં નિષ્ઠા શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે. મુસ્લિમો એને ઈમાન કહે છે. વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા વિશે સાંભળો. વિશ્વાસમાં પવિત્રતા ભળે એટલે શ્રદ્ધા બને છે. શિષ્યને ગુરુ પ્રત્યે તથા પુત્રને પિતા ઉપર શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા હચમચાવી હચમચાવીને મજબૂત બનાવવામાં આવે ત્યારે નિષ્ઠા બને છે. @5.46min. ભારત એક દેશ છે, એમાં પુજ્યતા ભળે એટલે ભારત માતા બને છે. કુરાને શરીફમાં વારંવાર એક શબ્દનો ઉચ્ચાર છે, ऐ इमानवालो” ઈશ્વર નિષ્ઠા – ઈશ્વરના પ્લાન વિષે સાંભળો. ઈશ્વરને શોધવા ન જશો. તમે જ્યાં બેઠા છો ત્યાંજ ડૂબકી મારો, ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ ઈશ્વરની નિષ્ઠા તમને બહું મોટી મદદ કરશે. દુનિયાનો એવો કોઈ મહાપુરુષ નથી જેના ઉપર આપત્તિ આવી ન હોય. મહમ્મદ સાહેબની પાછળ લોહીનું પ્યાસું એક મોટું ટોળું માર માર કરતુ આવી રહ્યું છે. એક ગુફામાં પેસી ગયા. ટોળું ગુફા સુધી પહોચ્યું અને ત્યાં કરોળિયાના જાળા દેખાયા એટલે ટોળું આગળ ચાલી ગયું. ધર્મ નિષ્ઠા – દરેક ધર્મમાં કેટલાક વિધાનો હોય છે અને કેટલાક નિષેધ હોય છે. આ વિધાન અને નિષેધમાં મક્કમતાથી રહે તેનું નામ ધર્મ નિષ્ઠા છે. ઈસ્લામે જેટલો હક્ક અને નેકી-ટેકી ઉપર ભાર મૂક્યો છે એટલો બીજા કોઈ ધર્મે મૂક્યો નથી, એને પાળવું, જીવનમાં ઉતારવું, એનું નામ ધર્મ નિષ્ઠા. @13.41min. અરબસ્તાનની બાજુમાં એક સીરીઆના મોચીની વાત., પંજાબના સુફી બુલ્લેશાની વાત., સંત તુકારામની વાત. રાષ્ટ્ર નિષ્ઠા – રાષ્ટ્રને માટે અત્યંત તીવ્ર ભક્તિ રાખવી એનું નામ રાષ્ટ્ર નિષ્ઠા છે. સિદ્ધાંત નિષ્ઠા – તમારી પાસે જીન્દગીમાં કંઈક સિદ્ધાંત હોવો જોઈએ. @19.50min. કર્તવ્ય નિષ્ઠા – ભારતમાં બે વસ્તુની કમી છે. સિદ્ધાંત નિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠા. સૈયદ સાહેબે જે નિષ્ઠાથી આશીની હાઇસ્કુલમાં ૩૮ વર્ષથી કામ કર્યું તે વિશે જરૂર સાંભળો. સૈયદ સાહેબ કર્તવ્ય નિષ્ઠાનું સારામાં સારું ઉદાહરણ છે. સ્કુલમાં કોઈ દિવસ છોકરા-છોકરીનો પ્રોબ્લેમ થયો નથી. હક્ક રજા કે માંદગીની રજા લેતા નથી અને સ્કુલમાં પટાવાળો આવે તે પહેલા હાજર થઇ જાય છે. સ્કુલ બંધ કરી સૌથી છેલ્લે જાય છે. હિંદુઓ કે મુસ્લિમો કોઈ ખરાબ નથી ખરાબ બનાવનારને આપણે ઓળખીએ અને કદી એવી ભૂલ ન કરીએ કે ખરાબ બનાવડાવનારાઓના ટોળામાં જોડાઇએ.ખરાબ બનાવનારાઓની બે જગ્યાઓ છે. રાજકારણ વાળા પોતાના સ્વાર્થ માટે અને ધર્મકારણ વાળા તેની એકાંગી દ્રષ્ટિના કારણે લોકોને ખરાબ બનાવે છે. મેં બધા ધર્મોનું અધ્યયન કર્યું, નજીકથી જોવાનો પ્રયત્ન કર્યો અને મને લાગ્યું કે બધા ધર્મોમાં સારી વાતો લખી છે.ધર્મગુરુઓ પોતાના ધર્મ સિવાય બીજાના ધર્મને સમજતા નથી, અધ્યયન નથી કરતા એટલે એક પક્ષીય થઇ જાય છે. એટલે એના મગજમાં એક વાત બેસી જાય છે કે દુનિયાનું સાચું સત્યતો અમારી પાસેજ છે. બીજા બધ્ધા ખોટા છે. અહીંથી ભ્રમણાઓ શરુ થાય છે.@24.38min. “यधद्विभूतिमातस्त्वं……तेजॊंडशसंभवम् …(गीता १०-४१). અર્જુન, આખી દુનિયામાં જ્યાં કોઈ જગ્યાએ વિભૂતિના દર્શન થાય, મહા પુરુષના દર્શન થાય એ પરમેશ્વરના અંશથીજ તું ઉપજેલી જાણ, એને તું નમસ્કાર કરજે. @26.48min. સૈયદ સાહેબે ૩૫ વર્ષથી આશીના લોકોનું મન જીત્યું એ એમના હૃદયની વિશાળતા છે. એમની સૌથી મોટામાં મોટી જમા બાજુ છે કર્તવ્ય નિષ્ઠા @29.47min. સજ્જનો, આજના દિવસે આશી કેળવણી મંડળ, બધા આચાર્યો, સ્ટાફ કેટલી વસ્તુઓનો ઢગલો કર્યો છે. અહિયાં એક એક વસ્તુ લઈને સૈયદ સાહેબને ભેટ આપવા આવતા હતા ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે લોકો રડી પડતા હતા. આ હર્ષના આંસુ છે. હિન્દુઓના ગામમાં મુસ્લિમ આચાર્યને આટલું હાર્દિક માન જોઇને આપણે ગદ ગદ થઇ જઈએ છીએ. સૈયદ સાહેબમાં પાંચે પાંચ નીષ્ઠાઓ છે, એમનું જીવન ધન્ય છે.@33.17min. સ્વામીજીએ આપેલું ૨૦,૦૦૦ રૂપિયાનું દાન.
@34.56min. પરિગ્રહ – બોરસદ – અંડા વિદ્યાલય પુસ્તકોની બેન્કનું ઉદ્ઘાટન – શાસ્ત્રોની ગૂંચો અને ચિંતન વિશે. ભગવદ ગીતમાં અપરિગ્રહ વિશે ભાર મુકવામાં આવ્યો પછી લોક સંગ્રહ ઉપર ભાર મુકવામાં આવ્યો. બધા ધર્મોમાં અપરિગ્રહ શબ્દ પર જૈનોએ વધારે ભાર મુક્યો કે વસ્ત્ર શુદ્ધાનો ત્યાગ કર્યો અને એ મોક્ષ માટેની એક શર્ત બની ગઈ. ભગવદ ગીતાએ હંમેશા બે છેડા બતાવે છે અને તેના સારરૂપ મધ્યમ માર્ગ બતાવે છે. કામ અને હિંસા અને અહિંસા વિશે સાંભળો. ભગવદ ગીતા વાસ્તવવાદી છે. @45.30min. અપરિગ્રહની વિશેષ સમજણ.
Side B –
– બોરસદ – અપરિગ્રહ ચાલુ…. એક ડોક્ટર મિત્રની દીકરી પરણાવવાની વાત ચાલુ. @1.38min. જીન્દગીની મઝા લેવી હોય તો ઘરમાં વસ્તુઓનો અતિરેક ન કરવો. જે જરૂરી હોય તેનો સંગ્રહ(પરિગ્રહ) કરવો. @3.20min. મણિબહેન વિશે. મણિબહેનની આંખોમાંથી હંમેશા અમૃત ટપકતું. કૃષ્ણે જીન્દગી જીવી જાણી છે. જો તમને હસતાં આવડી જાય તો જીન્દગી તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે. ભગવદ ગીતામાં લોક સંગ્રહનો અર્થ. એક આશ્રમનું ઉદાહરણ. @8.14min.જ્યાં સુધી અપરિગ્રહ અને લોકસંગ્રહના બે છેડાઓ સમજી ન શકો ત્યાં સુધી ગુંચ ઊભીજ રહેશે. એવીજ રીતે કોલેજનું આ વિશાળ વિદ્યાસંકુલ લોક સંગ્રહ છે. જે લોક સંગ્રહ માટે જીવન જીવે છે તે સારામાં સારું જીવન જીવે છે. પૈસાદાર ભાગ્યેજ હસતો હોય છે. પૈસો કદી નિશ્ચિંત, નિર્ભય ન હોય. એક શેઠના એક ગામમાં ૫૬ મકાનો વિશે સાંભળો. @15.24min. સ્વામીજી વૃંદાવનમાં ભણવા ગયેલા ત્યાનો અનુભવ સાંભળો. અહીયાતો બધા ત્યાગીઓ નગરોમાં આવીને ત્યાગ બતાવે છે. જંગલમાં કોને બતાવે? જંગલમાં પૈસા કોણ આપે?જીન્દગીમાં થોડા દિવસો તો ગરીબીના આવવાજ જોઈએ તો જીન્દગી શું છે તેનો ખ્યાલ આવે. @19.20min. દરેક કોલેજો અને વિદ્યાસંકુલોમાં એવી બુકબેંકો શરુ કરો કે જેના કારણે વિદ્યાર્થીઓને પુસ્તકોની સગવડ ન હોય તો પણ ભણી શકે. ભાઈશ્રી બારેન્દ્ર્ભાઈ તરફથી એમના માતુશ્રી માંનીબેનની પુણ્ય સ્મૃતિમાં આ બુકબેંકની શરૂઆત થઇ છે. અત્યારે રોડ ઉપર ચાલવાની જગ્યા ન હોય એટલા સંઘો નીકળે છે, યજ્ઞો સમૈયા ઉપર કરોડોના ખર્ચા થાય છે.મને લાગે છે કે આ દેશને વ્યવસ્થિત રીતે ધર્મના નશા નીચે ગુમરાહ કરવામાં આવ્યો છે. @20.56min. વૃંદાવનનો બીજો રાત્રે શેઠના મકાન આગળ લાઈટ નીચે ભણવાનો અનુભવ. હું એ શેઠના ધર્મ માટે, સંસ્કૃતિ માટે ભણતો હતો છતાં એને ગમ્યું નહિ અને ૪-૫ દિવસ પછી લાઈટ બંધ કરી દીધી. જ્યાં સુધી તમારી આંખો ન ઊંઘડે ત્યાં સુધી તમે સાચું દાન ન કરી શકો. જે દિવસે ભારતની પ્રજાની પૂરેપૂરી આંખો ઊંઘડી જશે અને એનું દાન સાચી દિશામાં જશે તો ભારત ધન્ય થઇ જવાનું છે. @26.25min. સ્વામીજીની સંસ્થા તરફથી ૨૫૦૦૦ રૂપિયાનું દાન. @27.12min. નવસારી અનાવિલ બ્રાહ્મણ સમાજમાં પ્રવચન -સમયની સાથે સમાજનું પરિવર્તન – સંસ્કૃતિ કદી સનાતન નથી હોતી, સનાતન માત્ર ધર્મજ હોય છે. સંસ્કૃતિ પરિવર્તિત હોય છે. @35.30min. સ્વામીજી તરફથી દાન @35.43min. मीरा भजन – बन्सिवाला आजो मोरा देश – श्री नारायण स्वामी
Leave A Comment