બજરંગબલિ – ઉનાવા, હનુમાનજી મંદિર

Side A –

– જેમ પ્રત્યેક વ્યક્તિનું, અલગ અલગ વ્યક્તિત્વ હોય છે તેવીજ રીતે પ્રત્યેક ગ્રંથનું, પ્રત્યેક ગામનું, મહોલ્લાનું, જ્ઞાતિનું પણ વ્યક્તિત્વ હોય છે. તમે શું છો એ તમારા વ્યક્તિત્વમાં છે. @5.17min. આપણા ધાર્મિક ક્ષેત્રોમા બે પ્રકારના ગ્રંથો હોય છે. મગજને ભરનારા અને હૃદયને ભરનારા. જીન્દગીનું મોટામાં મોટું દુઃખ ખાલીપણાનું છે.માણસોના અલગ અલગ વ્યક્તિત્વના ઉદાહરણો. @13.12min. બ્રહ્મસૂત્ર, દર્શન ગ્રંથો મગજ ભરવા માટે છે. મગજના પ્રશ્નો ઉકેલવા માટે છે. @15.28min. આટલાં વર્ષોથી દર્શન કરવા આવો છો તો એકવાર તો પ્રશ્ન થવો જોઈએ કે આ હનુમાનજી છે કોણ? તમને ભૂખ નથી લાગી એટલે તમે તત્વ સુધી નથી પહોંચી શકતા અને એટલે તમે તત્વવેત્તા નથી થઇ શકતા @17.25min. ભેંસના દુધની અસર. આપનું હિન્દુઇસમ શું કહે છે? તમારા દેવો-દેવીઓ, હથિયારો બધું શું છે? આપને એક બ્રહ્મવાદી છીએ એવું ઉપનિષદ કહે છે તો હનુમાનજી શું છે?@22.19min. બુદ્ધની, રામકૃષ્ણ પરમહંસની, સંતની, સુફીની વાણી બિલકુલ સરળ હોય. પંડિતોની વાણી ગુંચવાયેલી હોય. ગાંધીજીનું વાંગમય બિલકુલ સરળ હોય. હંમેશા સાચી વાત સરળ હોય છે. હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી ભરાય છે. @27.04min. ભારતમાં વૃદ્ધ માતા-પિતા કેમ આનંદથી રહે છે? દુનિયામાં બધું મળશે પણ વફાદાર માણસ મળે એનાથી કઈ બીજું મોટું નથી. ઉદાહરણ, પરદેશની એક ભાઇની સાંભળવા જેવી વાત વફાદારી વગર પ્રેમ નહિ. વફાદારીની પૂજા થતી હોય છે. પ્રેમ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. પ્રેમ મળ્યો હોય તો સાચવી જાણજો. જો ન મળ્યો હોય બીજો રસ્તો શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હૃદયનો ગુણ છે. શ્રદ્ધા બુદ્ધિમાં નથી રહેતી, જે અનન્ય દેવનો ઉપાસક હોય છે તેને અનુભવ થતોજ હોય છે. @36.17min. અંબાલાલભાઈ અને હનુમાનજીની જગ્યા વિશે. કામના બદલામાં બદલાની વાત બંધ કરો ત્યાંથી જીવન શરુ થાય છે. @40.08min. હનુમાનજી મહારાજે આખી જીન્દગી રામની વીરાસનમાં ઊભા પગે સેવા કરી.રામ અને હનુમાન પહેલા ઋષ્યમુખ પર્વત પર કયા સંજોગોમાં મળ્યા તે સાંભળો. પ્રેમ અને શ્રદ્ધા કદી પણ શંકા વિનાના હોતા નથી. શંકા, ચિંતા ઊભી કરાવે છે, એટલે એકલો પ્રેમ કદી સફળ થતો નથી હોતો, એની સાથે વહેવાર કુશળતા હોવી જરૂર છે. જ્યારે અનુભવોની દ્રઢતા થાય ત્યારે શંકા નિર્મૂળ થાય. રામે હનુમાનને સાચું રૂપ બતાવ્યું તે દિવસથી હનુમાનજી દાસ થઇ ગયા. @44.55min. હનુમાનની બે વાતો યાદ રાખવાની, તે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ પરાક્રમ. પરાક્રમ વિનાનું સમર્પણ એ શરણાગતિ-લાચારી છે. હનુમાનજીનું પરાક્રમ અને લંકા ઉપર વિજય થયો તે પછીની વાત સાંભળો. ખરોવૈરાગ્ય કર્તવ્ય માટે છે. પત્ની કે ઘર છોડાવવા માટે કે બાવા બનવા માટે નથી. કોઈવાર ઘર છોડાવે તો સમજવું કે વૈરાગ્ય નથી પણ અર્જુનનો વિષાદ છે.

Side B –

– લક્ષ્મણે કહ્યું કે જે જે વ્યક્તિઓએ મદદ કરી તેનું સન્માન કરવું. બધાને કૈક આપવુ. બધ્ધાને અપાઈ ગયા પછી ખબર પડી કે હનુમાનજી મહારાજ રહી ગયા. રામે કહ્યું હનુમાનને આપવાનું ન હોય. પોતાના માણસ સાથે વ્યહવાર કરવાનો ન હોય. જ્ઞાની તો મારો આત્મા છે (ગીતા). @4.56min. લક્ષ્મણે હનુંમાંનજીને હાર પહેરાવ્યો. હનુમાનજીએ દાંતેથી મોતીઓ તોડવા માંડ્યા અને ઉપસ્થિત લોકોમાં હાસ્યનું કારણ બન્યા. પ્રત્યેક મહાપુરુષો ઉપર અનાડી લોકો હસતા હોય છે. લક્ષ્મણને પણ આંચકો લાગ્યો. રામે કહ્યું આખી દુનિયામાં હનુમાનને હુજ જાણું છું અને મને એક હનુમાનજ જાને છે. રામે લક્ષ્મણને કહ્યું કે જા, હનુમાનને પૂછ કે મોતીઓ કેમ તોડીને ફેંકી દે છે? હનુમાન કહે છે કે મને આ મોતીઓમાં મને રામ દેખાતા નથી. મેં મારા જીવનમાં રામ સિવાય કોઈ બીજી વસ્તુનો સંગ્રહ કર્યો નથી. એટલે લોકો હસ્યા અને કહ્યું કે તો તો તમારા કાળજામાં પણ રામ હશે ખરુંને? હનુમાને તરત છાતી ફાડીને બતાવ્યું કે અંદર રામનો જય જયકાર છે. એ બતાવવા માટે આ મંદિરમાં, આ હનુમાનજીનું સ્વરૂપ બનાવ્યું છે. @8.06min. મારુતિનો અર્થ. હનુમાન પરાક્રમનો દેવ છે. સૂર્યને પકડવા દોડ્યા અને પછી પછડાયા એટલે પગ લંગડો થઇ ગયો અને તેને ટેકો આપવા પનોતી રાખી અને એનું પરિણામ એ આવ્યું કે હનુમાનને પનોતી લગેજ નહિ. જીવનમાં સારામાં સારો કાળ પનોતીનો છે, જો તમે એને સારી રીતે પાર કરી શકો તો. પનોતીના કાળમાં તમારા જીવનનું ઘડતર થતું હોય છે. જે પનોતી આખી દુનિયાને નડે છે તેને હનુમાને પગની નીચે દબાવી છે. એકલા રામનું મંદિર ન હોય પણ એકલા હનુમાનનું મંદિર હોય. “संकट मोचन नाम तिहारो” શ્રદ્ધાને સત-પ્રતિસક બુદ્ધિથી માપી શકાય નહિ. @12.22min. જીન્દગીમાં મોયણ (તેલ) એટલે ચિકાસની જરૂર છે. ચિકાસ એ ભાવના છે, લાગણી છે. શ્રી અંબાલાલભાઈને ભાવના હતી એટલે અમેરિકાથી આવ્યા છે. વિવેકાનંદનું પ્રવચન વિશે. હનુમાનજી શ્રદ્ધાનું, દ્રઢ નિષ્ઠાનું, પરાક્રમનું અને આજ્ઞા પાલનનું પ્રતિ છે, એટલે એ બધાના પરિણામ સ્વરૂપ એકલા પનોતીને દબાવીને બેઠા છે. ઉનાવા જેવા ગામમાં, હનુમાનજી જેવી જગ્યા,આવો સરસ હોલ અંબાલાલભાઈએ તથા બીજા દાતાઓએ બંધાવ્યો એનો મધ્યમવર્ગના લોકો માટે લગ્નની વ્યવસ્થા થાય તો એક સમાજ કલ્યાણનું મોટું કામ થયું કહેવાય. @18.16min. ચરોતરમાં લગ્ન પ્રસંગે ત્રણ ના બદલે છ હાજર જાનૈયાઓ આવ્યા. આ હોલ ઉનાવાનું ઘરેણું છે. @22.32min. એક બ્રાહ્મણનો દીકરો આવો સરસ હોલ બનાવવા નવ લાખ રૂપિયા એ નાનીસુની વાત નથી. સૌ સુખી થાય, સૌનું મંગલ થાય, અભાર, ધન્યવાદ. @22.54min. પ્રગટ-અપ્રગટ ઉપાસના. @36.00min. ઓમકારનો માર્ગ. @40.24min. હનુમાન ચાલીસા – શ્રી ગુલશન કુમાર.