[આખી જનતાને સુખી અથવા દુઃખી બનાવવાના ચાર
– સ્વામી સચ્ચિદાનંદ ]
ચાણક્ય – VADODARA, In memory of KamlaShankar Pandya
@Begin. શાસ્ત્રના ત્રણ ભેદ- ધર્મ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, અને નીતિ શાસ્ત્ર.ધર્મ શાસ્ત્ર સમુહની બાહ્ય વ્યવસ્થા કરી આપે પરંતુ સંપ્રદાયો ધર્મની નહિ પણ પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વ્યવથા કરે.રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે. @6.05Min. નાસ્તિક સજ્જન(Rationalist) સાથે પાપ-પૂણ્યની વ્યાખ્યા. નાસ્તિકોના મત પ્રમાણે પાપ જેવી કોઇ વસ્તુજ નથી તો પતિ પત્નીના સંબંધો કેવી રીતે ટકશે? જવાબમાં કહ્યું કે એતો અમારે ત્યાં છૂટ છે. @11.25Min. દર્શન શાસ્ત્ર – માણસની આંતરિક વ્યવસ્થાને ઠીક કરે છે. આસ્તિકતા કરતાં નાસ્તિકતા બહુ કઠીન છે કારણકે આસ્તિકતા જેવા નાસ્તિકતા પાસે સમાધાનો નથી, સાંભળો ઉદાહરણો. @19.00Min. બૌદ્ધોના સામે સૌથી વધુ ટક્કર લેનારા વિદ્વાન ઉદયનાચાર્ય જેમણે ઈશ્વરસિદ્ધિનું મોટું પુસ્તક લખેલું તે વિશે. @26.50Min. નીતિ શાસ્ત્ર, ખરો રાજકીય અર્થ, પોતાના બચાવ માટે યુક્તિઓ બતાવે તેનું નામ નીતિ. @32.00Min. ચાણક્યે લખ્યું છે કે જે સ્ત્રી હઠીલી અને વહેમીલી હોય તે જરુર માર ખાવાની. કુટ નીતિ (રાજ નીતિ- વાંદરા-મગરનું)નું ઉદાહરણ. @35.30Min. ચાણક્ય(વિષ્ણુદત્ત) ચરિત્ર ચાલુ. જુલ્મી નંદ રાજા નો શિકાર ચાણક્ય થયો છે. ગાંધીજીમાં પ્રતિક્રિયા, ગાંધીજીને આફ્રિકામાં ટ્રેનમાંથી ફેંકી દીધા પછી થયેલી. મુત્સદ્દીગીરી જન્મજાત હોય છે. પરાક્રમને હંમેશા મુત્સદ્દીગીરીની જરૂર હોય છે. @40.40min. અપમાનિત થયેલો, નિરાશ થયેલો ચંદ્રગુપ્તને જંગલોમાં ચાણક્યનો મેળાપ. શિવાજીના રાજ્યભિષેક વિશે. ચાણક્યની વિશેષતા. @45.58min. રાજા, દિવાન અને ભરવાડનું દ્રષ્ટાંત.
@Begin. ચાણક્ય ચરિત્ર ચાલુ. ખુમારીથી જીવવું હોય તો, સ્વાવલંબી બનવું. ચંદ્રગુપ્તની મા મુરા વાળંદ અને તે નંદ રાજાની દાસી હતી. ચાણક્ય ધરતીપરનો વાસ્તવિક માણસ હતો. આદર્શવાદમાંથી ઢોંગ-પાખંડ ઊભું થતું હોય છે. @6.10Min. જરુર સાંભળો ચાણક્યની વિજય મેળવવાની મુત્સદ્દીગીરી, રાજનીતિ અને યુદ્ધનીતિ વિશે. ભારતમાં માઓવાદ કેવી રીતે આવ્યો? ભારતના ચાર પ્રકારના યુદ્ધો. @12.10Min. પૃથ્વીરાજનું ત્રણ લાખનું અને સાબુદ્દીનનું એક લાખનું સૈન્ય, છતાં હાર્યો. 16.13Min. ચાણક્ય પછી બીજા ચાણક્ય થયા હોય તો તે શિવાજી અને સરદાર પટેલ છે. @21.00Min. દેશની આઝાદીને કેવી રીતે ટકાવવી? ચાણક્યને સમજી રાષ્ટ્ર્ના પ્રશ્નો ઊકેલીએ. @26.00Min. ધર્મની યુગ સાથે યાખ્યા. કર્મવાદનો અતિરેક @38.40Min. રાષ્ટ્રભક્તિ ગીતો.
Leave A Comment