[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 2A
@1.05min. આપણા ધર્મગુરુઓ શીખગુરુઓની રીતે તૈયાર થાય તો કોણ કોને પ્રેરણા આપે? જવાબ સાંભળી લેવો. @3.34min. દ્રૌપદી યજ્ઞમાંથી ઉત્પન્ન થયા અને કર્ણ સૂર્યનો પુત્ર છે એ કેવી રીતે કહેવાય? જવાબ: એ મીથ છે અને તેને તાત્વિક રીતે સાંસારિક સત્ય સાથે ઘટાડી ન શકાય. પુરાણોમાં ખાસ કરીને મહાભારતની બધી ઉત્પત્તિ કુદરતી નથી એટલે મીથોલોજી કહેવાય પરંતુ ત્યારે એવો પ્રશ્ન થાયકે આ બધું થયેલું કે કવિની કલ્પના છે? ગ્રીકમાં પણ આવી માયથોલોજી હતી તેનો તેમને સ્વીકાર કર્યો પરંતુ આપણે એને પરમ સત્ય માની લીધું. @10.43min. ગુરુકુળ સ્થાપવા અને તેમાંથી ભણાવીને સાધુઓ બનાવવા વિશે. @14.36min. રમણ મહર્ષિ – શંકર પરંપરાનું વેદાંત વિશે. મહેરબાબા અને ગાંધીજી. ભારતમાં ક્રાંતિ કેમ ન થઇ? @17.09min. આપના દેશ કરતાં પશ્ચિમના દેશોમાં છુટા છેડાનું પ્રમાણ કેમ વધારે છે? જવાબ: ભારતમાં એક પક્ષીય લગ્ન વ્યવસ્થા થઇ એટલે છુટા છેડાનું પ્રમાણ નહીવત જેવું રહ્યું. પરંતુ તેના દુષણોમાં ૮, ઓં, ૧૫, ૨૦ વર્ષની છોકરી વિધવા થાય કે તકતા થાય તો તેને ફરી લગ્ન કરવાનો અધિકાર નથી. બીજી તરફ પુરુષો ૫૦, ૬૦, કે ૭૦ વર્ષે પણ લાડન કરી શકે. સતી પ્રથા ક્ય્યાથી આવી? સ્ત્રીને કોઈ ચોઈસજ ન હતી. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ ભવિષ્યનું ભારત પશ્ચિમના રસ્તેજ જવાનું છે. @21.03min. યુરોપમાં ક્રાંતિ વિશે. મુસ્લિમોમાં આવી ક્રાંતિ ન થાય કારણકે મુસ્લિમો ઘણા જુનવાણી વિચારના છે તેઓ સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાજ નથી દેતા, એટલે એ પછાત થવાનાજ નથી. @23.29min. સુક્ષ્મ જગત અને પરકાયા પ્રવેશ શું છે? જવાબ: સુક્ષ્મ જગત અનેક ઘણું મોટું છે. પરકાયા પ્રવેશનો મને કોઈ અનુભવ નથી પરંતુ શકરાચાર્યની જાણીતી વાત સાંભળો. શંકર દિગ્વિજયમાં એનું પ્રકરણ છે. મગનભાઈ યોગી સાથેનો વાર્તાલાપ વીશે. “નોસ્ત્રોડોમસ” ની ભવિષ્યવાણી વિશે. @32.59min. દેવાયત પંડિત વિશે.

listen – Side 2B
મૂલ્યો વિશે. – મુલ્યો હંમેશા બદલાતા હોય છે. જુદા જુદા રાજ્યોના જુદા જુદા મૂલ્યો વિશે. સનાતન મુલ્ય “સત્ય” છે. પાકિસ્તાન થયું ત્યારે હિંદુ-મુસ્લિમ સ્ત્રીઓની બોર્ડેર પર બદલી કરવા વિશે. મુસલમાનો તેમની ગર્ભવતી સ્ત્રીઓને ખુશીથી લઇ ગયા જ્યારે હિંદુઓ કોઈ લઇ ગયા નહિ અને ત્યાંજ છોડી ગયા. જ્યાં તમે તમારા વધુ મૂલ્યો સ્થાપિત કરો ત્યાં દંભ આવવાનોજ. મુલ્ય કુદરતી હોય અને માનવતાવાદી હોય તે જરૂરી છે. @6.34min. ગીતાના માધ્યમ માર્ગ વિશે, આ એક રીએક્સન છે કે એ સમયમાં એક માર્ગ એવો હતો કે ખાવુંજ નહિ, ઊંઘ્વુંજ નહિ, શરીરને દુઃખજ દુઃખ આપવું તેનું આ રીએક્સન છે. છોકરાઓનો ઉછેરનો પ્રશ્ન, જવાબ
સાંભળી લેવો. @15.29min. ગાંધીજી જ્યારે પરદેશ ગયા ત્યારે એની માતાએ બે-ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી તે વિશે. આંતર રાષ્ટ્રિય બાળ-વર્ષ ઉત્સવ વખતે મળતું સાહિત્ય માતાઓને પહોચાડીએ તો તેનું પરિણામ સારું આવે? જવાબ – જરૂર આવે. પ્રત્યેક બાળક જન્મજાત પોતાનું નિશ્ચિત વ્યક્તિત્વ લઈને જન્મતો હોય છે. તમે થોડી રંગોળી પૂરી શકો છો. ગાંધીજી હરિલાલને ન સુધારી શકેલા. કબીરનું ઉદાહરણ. @18.38min. બાળ ઉછેરની મર્યાદા વિશે. માતાના સંસ્કાર કરતા અનુવાંશિકતાની અસર બાળક પર વધારે રહેતો હોય છે. અત્યારે સો પુસ્તકો વાંચતા જે જ્ઞાન થાય તે જ્ઞાન કલાકોમાં નેચર અને ડીસ્કવરી જોઇને થાય છે. આજનો દશ વર્ષનો બાળક પચાસ વર્ષ પહેલાના દશ વર્ષના બાળક કરતા જ્ઞાનમાં ઘણો આગળ છે. @23.37min. ધર્મની ઋષિની વ્યાખ્યા બાબતે પ્રવચન. સામાન્યમાં સામાન્ય બાબતથી માંડીને યુદ્ધ સુધીની મોટામાં મોટી બાબત સુધી સચોટ માર્ગદર્શન અને સચોટ નિર્ણયો આપે તેનું નામ ધર્મ છે. કણાદ ઋષિ વિશે. @41.27min. ભજન – મુઝે હૈ કામ ઈશ્વરસે, જગત રૂઠે તો રૂઠન દે – શ્રી નારાયણ સ્વામી.