[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 1A
@2.38min. જીવન શું છે? ધર્મ, પરંપરા અને મૂળ ધર્મ વિશે થોડી જાણકારી આપશો? મંત્રજપ અને મનની અસ્થિરતા વિશે. ધર્મના જુદા જુદા સંપ્રદાયો ભવિષ્યમાં એકત્રિત થવાના ચાન્સ ખરા? જવાબ: સંપ્રદાયો પોતાના સંપ્રદાયો વધારવાના પ્રયત્નો કરેછે એટલે શક્ય નથી. @11.00min. નદીમાં સ્નાન કરવાથી શું થાય? જ્યોતિષ શાસ્ત્ર અને વસ્તુ શાસ્ત્રમાં શું તથ્ય છે? જવાબ: ફક્ત હવા ઉજાસનો વિચાર કરવો. દેવલોક કે ભૂત-પ્રેત શું છે? @21.33min. ચારવાક શું હતા? તેમની વાતમાં કંઈ તથ્ય છે? ચાર્વાક એ ઉપનામ છે. તે બૃહસ્પતિ હતા. એમનું કહેવું છે કે જેટલું અનુભવાય તેટલુંજ સત્ય છે. ચરવાક તથા રજનીશ એ એક અતિરેકના રીએક્સન નું પરિણામ છે, જેવી રીતે પુષ્ટિ માર્ગનું રીએક્સન સ્વામીનારાયણછે. જીવન મધ્યમાં છે. @29.23min. પ્રશ્ન બરાબર સંભળાતો નથી.સ્વામીજીની બાયપાસ સર્જરી વિશે. જે દિવસોમાં સ્ત્રીઓ માસિકમાં હોય તે દિવસોને મુસલમાનો “પવિત્રા” કહે છે. સ્ત્રીની કિંમતજ એ ચાર દિવસોની છે. @35.33min.જે રીએક્સનની આપે વાતો કરી તે મેળ નથી પડતો કે સંપ્રદાયોએ પણ લોક-શિક્ષણનું અને સમાજ ઘડતરનું મોટા પાયા પર કામ કર્યું અને સમાજના નીચલા થરને આખો ઉપર લીધો અને તેજ પ્રમાણે પુષ્ટિમાર્ગે કર્યું. જવાબ: તો પછી ધાર્મિક રીતે હિંદુ પ્રજા જે બગડી છે, દુર્બળ થઇ છે એ કરનારા કોણ છે? આભડછેટ આવી ક્યાંથી? મંદિરમાં પ્રસાદ અડી ન જવાય તે માટે ફેંકવામાં આવે છે. પાયામાંથીજ આભડછેટ ઊભી કરી છે. આચાર સંહિતાથી પ્રજા બળવાન બની? મુસલમાનો સામે ટકી શકી? માનવતા ક્યા આવી? બ્રાહ્મણોએ આખું દાન બ્રાહ્મણો તરફ, મંદિરોએ ઠાકોરજી તરફ અને સાધુઓએ સાધુ તરફ વાળ્યું. માનવતા તરફ કોણે વાળ્યું? કોણે ગરીબોનો, શુદ્રોનો, અછૂતોનો અને ચાંડાલોનો ભેટીને સ્વીકાર કર્યો? @41.42min. જો અંગ્રેજો ન આવ્યા હોત તો આ દેશમાં હિંદુઓ તો ક્યારનાયે ખતમ થઇ ગયા હોત. ધર્મે કેવું ઘડતર કર્યું? આખો વિધવાઓનો ધર્મ, ઠાકોરજીને નવડાવો, ખવડાવો, વાઘા બદલાવો, પણ કોઈએ એમ ન કહ્યું કે હોસ્પિટલમાં જઈને દર્દીઓની સેવા કરો કે અનાથાશ્રમના બાળકોની સેવા કરો. પેલા ક્રીશ્ચ્યનો ઘરે ઘરે ફરીને અનાજ આપે, દવા આપે, ભણાવે, નવડાવે આપણે તો આવું કર્યુજ નહિ. @43.42min.યોગના પ્રશ્નનો જવાબ. બબ્બે કલાક સુધી ધ્યાન ધરશો તો તમારો ક્રોધ કામ વાસના અને ઈચ્છા શક્તિ પણ ઓછી થઇ જાય, તેને લોકો અધ્યાત્મ કહે છે, પરંતુ આમાંથી એક ડલ માણસ પેદા થાય છે. ગાંધીજી કે સરદાર ધ્યાન કરતા હતા? અને છતાં જે કામ ગાંધીજીએ અને સરદાર પટેલે કરી બતાવ્યું તે કોઈ ધ્યાનવાળાએ કરી બતાવ્યું? @46.48min. મારો અંગત અનુભવ છે કે મોટા ભાગના યોગીઓ રીબાઇ રીબાઈને મર્યા છે. એટલે બહુ યોગના રવાડે ચડવું નહિ, રવાડે એકજ ચડવાનું કે સવાર-સાંજ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરો અને આખો દિવસ પોતાનું કામ કરો.

listen – Side 1B
પ્રશ્ન: વિશ્વ કઈ તરફ દોડી રહ્યું છે? ઓસામા બિન લાદેન ઇસ્લામ માટે હત્યા કરે છે, ભારત સહન કરે છે, કારણકે ભારત એક કમજોર દેશ છે. બળવાન હોય તે સહન ન કરે. એની કમજોરી ફિઝીકલી નથી, પરંતુ રાજ કરવાની બિન-આવડતની છે, બાકીતો શક્તિશાળી દેશ છે. અત્યારે જે સંઘર્ષ થાય છે તેનાથી ભારતને લાભ થશે. આપણે તટસ્થ રહેવા કરતા અમેરિકાની આતંક-વિરોધી પ્રવૃત્તિને ટેકો આપવો જોઈએ. @૨.૩૦મિન. પ્રશ્ન: આપણે સહ-ધર્મીઓને વિહ્વળ બનાવી દીધા હોય તેવું નથી લાગતું? જવાબ: ભક્તિ માર્ગ આમતો સાચો માર્ગ છે, જ્યાં સુધી સાચી નિષ્ઠાથી પ્રાર્થના કરો, તમારા ઈષ્ટદેવના જાપ કરો, પરંતુ ભક્તિના વેવલાપણાથી દૂર રહેવું જોઈએ. આપણો ભગવાન સૌથી ખર્ચાળ છે. ઇસ્લામ કેમ ફેલાયો? આપણા ભગવાન તો ઊઠેજ મોડા, કેટલા જગાડવાન ગીતો ગવાય, નોબતો વાગે ત્યારે માંડ જાગે. અને પછી આખો દિવસ ખવડાવીએ છીએ. ઈશ્વરને તમે મોંઘો ખર્ચાળ અને ભયભીત બનાવ્યો. એક મંદિરમાં ૫૦ અબજનું સોનું પડ્યું છે. @7.40min. ખંભાતના નવાબે પોતાના કુટુંબના દરેક સભ્યને કેવી રીતે નક્કામા બનાવ્યા તે સાંભળો. ભારતની સૌથી બુદ્ધિશાળી પ્રજા, બ્રાહ્મણો લાડવા ખાઈ-ખાઈને મારી ગયા. @9.35min. સંવેદના ગુમાવવા બાબતનો પ્રશ્ન અને જવાબ સાંભળો. @12.01min. હિંદુ પ્રજા સતત માર ખાનારી પ્રજા છે અને હું માનું છું કે ધર્મે એનું ઘડતરજ એવું કર્યું છે. વિચાર કરો કે આખો દેશ શીખ થઇ જાય તો? અને જૈન કે વૈષ્ણવ થઇ જાય તો કેવો થાય? કોઈવાર પંજાબમાં ફરજો, ત્યાં સ્ત્રીઓ કટાર લગાવીને ફરતી હોય છે.તેમને છેડાઈ કે આડાઈ નહિ. @16.18min. સંતતિ નિયમનો સવાલ, તે હિંદુ ધર્મને નાશ કરશે. જવાબ: બધા માટે ફરજીયાત હોવું જોઈએ. @20.29min. સગુણ-નિર્ગુણ ભક્તિમાર્ગ વીશે @34.04min. સંપાદિત ગ્રંથો વીશે. @38.43min. ભજન – રામ તમે સીતાજીની તોલે ન આવો, એ તન-મન જીવન સુલગ ઊઠે. શ્રી જનાર્દન રાવલ.