ઇશાવાસ્ય ઉપનિષદ
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
“जगत्यां जगत”
– Side A
– બે જગત – એક તમારું અને એક પરમેશ્વરનું. જેણે જગત બનાવ્યું છે તેણે તમારું પણ જગત બનાવ્યું છે, એટલે તો આ જગત ચાલે છે. તમારા અંદર પમેશ્વરે ગુણો મુક્યા છે, દોષો એકે નહિ તેથી જગત ચાલે છે. દોષ એના દુરુપયોગથી થાય છે. પરમેશ્વરે મોહ પણ તમારી અંદર મુક્યો છે અને તે મોહ પણ તેની માત્રામાં કલ્યાણકારી છે. પરમેશ્વર ઈચ્છે છે કે જગત ચાલુ રહે અને ચાલુ રાખવા માટે માં-બાપના હૃદયમાં મોહ મુક્યો છે. જો મોહ ન હોત તો દુનિયા ન હોત @ 11.57min. “जगत्यां जगत” જે મારા બનાવેલા જગતમાં તારું જગત બનાવેલું છે, તેના ઉપર પરમેશ્વરનું કપડું ઢાંકી દે એટલે આપોઆપ આશક્તિ ઓછી થશે. પ્રબળમાં પ્રબળ ઝંખનાનું નામ છે હુંફ. કરુણાને ક્રૂરતાની જરૂર હોય છે. ક્રુરતા ન હોય તો કરુણાની જરૂર ખરી? @21.24min. કોબા આશ્રમમાં એક બહેન આવવા વિશે. તેની કહાણી સાંભળો. @25.30min. એક નગર શેઠની વાત. @40.20min. સંત એકનાથનું દ્રષ્ટાંત. @44.19min. ભજન, ઉધો કર મનકી ગતિ ન્યારી, મનરો લાગ્યા મેરા યાર – શ્રી રાજકુમાર
સુખ,શાંતિ,સમૃદ્ધિ અને તેના અવરોધો પ્રથમ મંત્ર
– Side B
સુખ,શાંતિ,સમૃદ્ધિ અને તેના અવરોધો પ્રથમ મંત્ર “इशावाश्य…जगत्यां जगत” આ મંત્રમાં તમામે તમામ સિદ્ધાંત મૂકી દેવામાં આવ્યા છે. @2.40min. આગળનો મંત્ર વધારે મહત્વનો છે. હક્કનો પૈસો મેળવવો છે તો કેવી રીતે પ્રાપ્ત થશે? पुर्वनेवेः कर्मणि…न कर्म लिप्यते. શબ્દાર્થ સાંભળો. આ મંત્ર પર કર્મની થીયરીના ભગવદ ગીતાના ૩,૪,૫,૬ અધ્યાયો રચાયા છે. પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે મળશે? @6.22min. સમતા વિના શાંતિ આવે નહિ. વિષમતા ક્યાંથી આવે છે તે ઉદાહરણ સાથે સાંભળો. @11.52min. શાંતિ કોને મળી શકે? જેનામાં સમભાવ આવે તેને. “અર્જુન સિદ્ધિ-અસિધ્ધિમાં, હાની-લાભમાં, અને જય-પરાજયમાં જે સમભાવ રાખે છે તે યોગી છે. @12.42min. સુખી કોણ થાય? જે સંપીને રહે તે. જેના કાચા કાન ન હોય તે. જેનામાં ધીરતા, ગંભીરતા અને શહનશક્તિ હોય તેના ઘરમાં સંપ હોય અને તે સુખી થાય, ઉદાહરણ સાંભળો. @19.18min. સમૃદ્ધિ કોને મળે? જે સમજણ પૂર્વક પુરુષાર્થ કરે તેને સમૃદ્ધિ મળે. ઉપનિષદ તમને શાંતિ આપવા માંગે છે, તમને સુખી અને સમૃદ્ધ બનાવવા માંગે છે, તમને સુદામા બનાવવા માગતું નથી. જે કર્મ કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખે છે તેને સમૃદ્ધિ મળે. @20.52min. કર્મ છોડાવતાં ત્રણ તત્વો: આળસ, પ્રમાદ અને મિથ્યા જ્ઞાન. @23.22min. આળસનું કારણ વ્યસન અને કુસંગ છે. શ્રીજી મહારાજે સૌરાષ્ટ્રમાં પહેલાં લોકોના વ્યસનો છોડાવ્યા એટલે સવારે લોકોની ૪ વાગ્યેથી પ્રવૃત્તિ શરુ થઇ. @25.37min. સત્સંગનો અર્થ થાય છે પહેલા વ્યસન છોડવો પછી કુસંગ છોડવો. નાગના દર ઉપર બેસવું સારું પરંતુ કુસંગીની જોડે બેસવું સારું નહિ. બીજો દુશ્મન પ્રારબ્ધવાદ એ પૌરાણિક વાદ છે અને પુરુષાર્થ વાદ એ ઋષિમાર્ગ છે. પ્રારબ્ધ વાદ કર્મને છોડાવે છે. @35.00min. મિથ્યાજ્ઞાન જે પુરુષાર્થ કર્યા વગર પૈસા કમાવવાની ઈચ્છા રાખે છે. દા.ત. ભાગ્ય-લક્ષ્મીનું વ્રત. જે કર્તવ્ય કર્મ હોય તેને ઠેલવું અને મોડેથી કરવું તેને આળસ કહેવાય અને જે કર્તવ્ય કર્મ કરવુજ નહિ તેને પ્રમાદ કહેવય. @39.07min. કોઈ કશો ધંધો ન આવડે તો જ્યોતિષ થઇ જવું અથવા દોરા-ધાગા કરવા. @42.23min. કબીર ભજન – શ્રી જગજીત સિંગ
Leave A Comment