[પંચામૃત પ્રવચન – ભાઈદાસ હોલ, શ્રી હિંમતલાલ હરિભાઈ જોષી આયોજીત. ]
વ્યવસ્થિત જીવન એ સુખનું મૂળ છે અને તેથી ઉલટું દુ:ખનું મૂળ અવ્યવસ્થા છે. જેને કરી શકાય તે સાધના કહેવાય અને જેને કરીજ ન શકાય તે સાધના ન કહેવાય. વ્યવસ્થા અને અવ્યવસ્થાના ઉદાહરણો. @7.20min. વ્યવસ્થાની સ્થાપના કરવી એનું  નામજ ધર્મ  કહેવાય. આ વ્યવસ્થા ત્રીમૂખી છે, કુદરત, શાસ્ત્ર અને રૂઢી. જ્યાંથી વ્યવસ્થા અવેછે, ત્યાંથીજ અવ્યવસ્થા આવે છે. મણસ સિવાયની આખી સૃષ્ટિ એક વ્યવસ્થામાં ચાલી રહી છે. ઈશ્વરને શોધવા  હિમાલયમાં ન જશો પરંતુ ઈશ્વરને શોધવો હોય તો તેની રચનાને, તેની વ્યવસ્થાને જુઓ. @13.50min. ગીતાના પરસ્પર ટકરાતા શ્લોકો વિશે – જ્યાં સુધી બે પરસ્પર  ટકરાતા સિદ્ધાંતોનો મેળ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર પોતાનું તત્વ પ્રગટ નથી કરતું. પ્રવચનનો  શેષ  ભાગ કુદરતની વ્યવસ્થા પર છે.

 

વેદ સુખ દ્રોહી નથી.  જ્યાં સુધી પ્રજા સુખનો સ્વિકાર કરે ત્યાં સુધી સગવડો વધતી હોય છે. સગવડો વિજ્ઞાનને આધિન છે. એકવાર પ્રજાને સુખદ્રોહી બનાવો પછી તે સગવડોને દોષ માનશે અને અગવડોને ગુણ માનશે. @8.20min. વિજ્ઞાન પ્રયોગશાળાને આધિન છે. જો પ્રજા પ્રયોગશાળામાં ન જાય અને ભોયરામાં પડી રહી ચાલશે, ભાવશે, ફાવશે જેવા ઉપદેશ આપશે તો પ્રજા ગરીબ હશે.  ભારતની  ગરીબી ભગવાને આપેલી નથી. @18.20min. સમર્પણ લેબોરેટરી વડોદરામાં પ્રવચન. જે પ્રજા સત્યને શોધે તેજ પ્રજા મહાન થઇ શકે. સત્ય શાસ્ત્ર, આર્ષપુરુષોના જીવન અને વાણી, પોતાના અનુભવો  અને પ્રયોગશાળાથી શોધી શકાય. @42.15min. ભજન – આ પૃથ્વી પખાંડે  ખાધી – શ્રી નારાયણ સ્વામી

 

કુદરતે આપણી અંદર સૃષ્ટિ ચાલુ રાખવા માટે કામવાસનાનો એક  મોટો આવેગ (વંટોળીયો)  મુક્યો છે.  @5.00min
વૈદિક પરંપરામાં કામનો સ્વિકાર છે.  આપણું પ્રતિક સાથિયો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાપુરુષાર્થનું  બેલેન્સ છે. બધાજ ધર્મો કોઈ વ્યક્તિથી શરુ થતા હોય છે પરંતુ કુદરતી ધર્મ સનાતન છે.  @8.00min વર્તમાન યુગના શાસ્ત્રો ૩-૪ હજાર વર્ષોથી જુના નથી. પરંતુ કુદરતનું શાસ્ત્ર તો અબજો વર્ષોથી ચાલ્યું આવે છે એટલે તે સનાતન છે. વૈદિક કાળના ઋષિઓ કુદરતથી બિલકુલ નજીક છે. તેમને પત્ની તથા બાળકો છે અને પ્રજાને તેનો વંશ ચાલુ રાખવાનો ઉપદેશ આપે છે. સ્ત્રીને અર્ધાંગિની માની છે અને પત્નીનો ત્યાગ નથી કર્યો. આ આપણી પ્રાચિન વ્યવસ્થા છે. ઉત્તર્વર્તી કાળમાં સાધુઓ થયા, તેઓ કુદરતથી દૂર ખસ્યા અને લોકોને પણ એવોજ ઉપદેશ આપ્યો કે સંસાર માયા છે, દુ:ખનું મૂળ છે, સંસારમાં પડવું નહિ વિગેરે. અહલ્યાનું ઉદાહરણ. @15.50min  ભારતની સ્ત્રીની વિશેષતા @18.40min ભૂલો સુધારવી એનું નામજ સાધના છે. અમેરિકામાં એક છૂટા થયેલા પતિ-પત્ની કેવી રીતે સાથે થયા? @26.00min ભગવદ ગીતામાં વિભૂતિ યોગમાં ભગવાને કહ્યુંકે  ધર્મથી અવિરુદ્ધ જે કામ છે તે મારી વિભૂતિ છે. આવેગો આગમાંપાયી છે તે આવે અને જતા રહે છે. એક સ્થાયી તત્વ પણ ઈશ્વરે મૂક્યું છે તે છે લાગણી. લાગણીનું નામજ જીવન છે એને ગીતામાં ભાવના કહી છે. એક તરફ આવેગો પતિપત્નીને ભેગા કરે છે અને બીજી તરફ લાગણીઓ એને સ્થાયિત્વ અપેછે. @39.45min   માણસમાં એક વધારાની વ્યવસ્થા છે તે મહત્વકાન્ક્ષા. કુદરતી વ્યવસ્થામાં કર્મકાંડો  અને યજ્ઞોથી આવેલી વિકૃતિ.

 

બધા ધર્મોની સ્વર્ગની કલ્પના ચાલુ. ધર્મમાં આવેલી વિકૃતિથી બુદ્ધનો પાદુર્ભાવ થયો. ભગવાન બુદ્ધના જીવનમાં થયેલા દુ:ખી લોકોના દર્શનો  અને તેમાંથી થયેલો  વૈરાગ્ય. @13.00min  ત્રણ ઉદ્દેશો – રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી મુક્ત થવું. કરેલો ગૃહત્યાગ. જયારે બુદ્ધ ભ્રમણ કરીને પાછા આવ્યા ત્યારે તેની પત્ની યશોધરા તેને  મળવા ન હતી ગઈ.  @18.45min અહિથી પત્ની ત્યાગની શરૂઆત થઇ અને તેને મોટો આદર્શ માની લેવામાં આવ્યો. જૈનોની એક ગાથા. રામદાસ સ્વામી ચોરીમાંથી ભાગ્યા, મહાન થઇ ગયા પરંતુ  કોઈએ  વિચાર્યું  નહિ કે પેલી ચોરીમાંજ વિધવા થયેલી ભ્રામણીનું શું થયું? યશોધરાનો પક્ષ  પણ કોઈએ ન લીધો. બિહારમાં ૬૫ સંપ્રદાયો હતા. કપિલ વીશે. દેહદમન વાદ. @23.00min  બુદ્ધે  આખા જીવનને પ્રયોગાત્મક  બનાવ્યું. ૪૫ દિવસોના ઉપવાસ. ભરવાડણોમાંથી મળેલો બોધપાઠ  અને કરેલા પારણાં.અહી બુદ્ધત્વની  પ્રાપ્તિ થઇ.  @30.12min  એક પરભુ સાથે શાસ્ત્રાર્થ.  @32.35min હોક્લીવાળા, ભારતને ઊંધે રવાડે ચઢાવતા  ભગવાન વિશે. @39.20min  ભજન – માનવ નડે છે માનવીને, શ્રી નારાયણ સ્વામી

 

વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ આ ચારેયની જે વ્યવસ્થા કરી આપે તેનું નામ ધર્મ. બુદ્ધના ગૃહત્યાગના લક્ષ્યો, બિમારી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. જેણે ઠોકરો નથી ખાધી, રખડ્યો-ભટક્યો નથી તેને સત્ય નથી મળતું. @6.30min  વૈદિક પરંપરામાં આવેલો વણાંક અને તેના પરિણામો. બુદ્ધનું સત્ય, દુ:ખનું મૂળ ઈચ્છા છે. ચાર આર્ય સત્યો – દુ:ખ સત્ય છે, દુ:ખનું કારણ પણ સત્ય છે, દુ:ખને નિવારવાના કારણો પણ સત્ય છે અને નિર્વાણ પણ સત્ય છે. એક પક્ષ: વિવેકી જ્ઞાની પરુષો માટે સંસારમાં બધું દુ:ખજ છે. બીજો પક્ષ: આ બધું બ્રહ્મમય છે અને બ્રહ્મ પોતે સુખમય છે. (ઉપનિષદ). @12.00min સ્ત્રી અને પૈસો એ બે  ઈચ્છાના  કેન્દ્રો છે, હવે પુરુષને બધું આપવામાં આવે અને સ્ત્રી આપવામાં નહિ  આવે અને વિપક્ષમાં સ્ત્રીને  પુરુષ  આપવામાં  નહિ આવે તો સુખી થાય? દુઃખનું મૂળ ઈચ્છા છે અને ઈચ્છાના બે કેન્દ્રો (પૈસો અને સ્ત્રી) નો ત્યાગ કરવાથી જે દેશમાં ઋષિઓ થતા હતા  ત્યાં સાધુઓ થવા લાગ્યા. મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી બે (અર્થ અને કામ) પર ચોકડી લાગી ગઈ. કોઈ રાષ્ટ્રને મારી નાખવું હોય તો તેની ઈચ્છાને મારી નાંખો જયારે દુર્ગા સપ્ત સતીમાં તો કહ્યું છે કે “યા દેવી સર્વ ભૂતેષુ  ઈચ્છા રૂપેન સંસ્થિતા….” @22.25min ઈચ્છામાંથી મહત્વકાંક્ષા થાય છે અને મહત્વકાંક્ષાથી મોટાં મોટાં કામો થાય છે. જ્યાં તમારા જીવનનું  કેન્દ્ર પેટ બની જાય એટલે તમે બહુ નાના થઇ જાવ. મહત્વકાંક્ષા વગરના વ્યક્તિને શાંતિતો મળે, પરંતુ તેને સ્મશાન શાંતિ  કહેવાય. તમે કદી શાંતિની  શોધમાં નીકળશો નહિ, અશાંતિ સામે ટક્કર લેજો, પોતે અશાંત થઈને હજારોને શાંતિ અપાવજો, એનું નામજ ધર્મની સ્થાપના  કહેવાય. પ્રશ્નોની સામે સઘર્ષ  કરવો એજ સાધના  છે. @30.00min   ઈચ્છાનો સદંતર નાશ કરી શકતો નથી તે વિશેની સમજણ. @39.45min  મહત્વકાંક્ષા  જરૂરી છે, વ્યક્તિગત મહત્વકાંક્ષા દુઃખદાયી છે જયારે તે સમસ્તિગત થાય છે ત્યારે તે સુખદાયી થાય છે. @41.20min  આપણે ત્યાં વ્યક્તિગત મહત્વકાંક્ષા ફેલાઈ છે, ધર્મનું કામ છે તેને રાષ્ટ્રિય મહત્વકાંક્ષા તરફ વળવાનું.

 

ભગવાન બુદ્ધ અને આમ્રપાલી – જે સિદ્ધાંત ને છોડવા તૈયાર ન થાય અને સંબંધને છોડે તેજ સિદ્ધાંત અને સત્યની સ્થાપના કરી શકે. આમ્રપાલીને ભિક્ષુળિ બનાવી. @8.15min  અર્જુન, કોઈ મહાદુરાચારી હોય પરંતુ એ દુરાચાર છોડી મારું ભજન કરે તો તે તરતજ  મહાત્મા થઇ જાય અને કાયમની શાંતિને પ્રાપ્ત કરે છે. અને એનો હું સ્વિકાર કરું છું. @10.00min  માભિજાતસ્ય  પાંડવ….અભિજાત વ્યક્તિની સમજણ. @15.00min આટલી વિશાળ પ્રજા કેમ કેમ ગુલામ થઇ? આહાર- વિહારની બાબતમાં પલાયનવાદનો રસ્તો બતાવ્યો એટલે. બુદ્ધે બધાનો સ્વીકાર કર્યો. @16.50min બૌદ્ધ સાધુઓ માંસાહારી હોય છે. બુદ્ધ પોતે પણ માંસાહારી હતા. તેમનું છેલ્લું ભોજન  ચુંગ લુહારને ત્યાં સુવરનું માંસ રાંધેલું તે ખાવાથી મૃત્યુ થયું હતું. જે કઢાઈમાં માંસ રાંધ્યું હતું તે કઢાઈમાં પોઈઝનીંગ  થયું હતું. બુદ્ધે ધર્મને સરળ અને સહજ બનાવ્યો હતો એટલે તે ફેલાયો. જૈનોએ તેને અતિભારે કઠોરમાં કઠોર બનાવ્યો. સ્નાન કરવાથી, શ્વાસ લેવાથી, રીંગણા, બટાકા ખાવા વગેરેથી પાપ લાગે એવો સખત  બનાવ્યો એટલે ફેલાયો નહિ. @21.00min બુદ્ધને અને મહાવીરને પાછલી જીંદગીમાં તેમનાજ  અનુયાયીઓ જોડે બહુ મોટા મતભેદો થયા. જે કંઈ પ્રચાર ભારતનો બીજા દેશોમાં થયો તે બૌદ્ધોના દ્વારા થયો. @23.50min બુદ્ધની વ્યવસ્થામાં નિર્વાણ મુખ્ય છે. સ્વામીજીનો લામા સાથેનો અનુભવ સાંભળો. બુદ્ધના નિર્વાણમાં આત્મા જેવું કશું રહેતું નથી. જૈન હોય તો મોક્ષ શીલામાં રહે છે, હિંદુઓ ગોલોક, કૈલાસ વગેરેમાં જાય છે. @27.10min  જે વસ્તુમાં આત્માની  સમાપ્તિ છે, કંઈ પ્રાપ્તિજ  નથી તેના માટે માથું મુંડાવીને, ઉઘાડા પગે, કેટલાયે દુ;ખો  ભોગવવાના અને તે બધું કર્યા પછી મળવાનું શું? પોતાની સમાપ્તિ? બુદ્ધ દર્શનમાં એવું કહ્યું કે આત્મા જેવું કશુજ નથી બધું ક્ષણિક છે. બુદ્ધનું ઘણું જમા પાસું છે પરંતુ એની પાસે મહત્વકાંક્ષા નથી, અને એને કારણે ભારત રાજકીય રીતે એક મહાન રાષ્ટ્ર ન થઇ શક્યું. @32.36min  આયુર્વેદ વિશે. @38.40min  કબીર ભજન – ભલા હુઆ મેરી મટકી ફૂટ ગઈ. સુફી સંત શ્રી મતિ અબિદા પરવીન.

 

જયારે કોઈ વ્યવસ્થાને શાસ્ત્રનો આધાર મળે છે ત્યારે તે સંપ્રદાય બને છે. ધર્મ સનાતન, કુદરતી  અને એકજ છે. સંપ્રદાયો ઘણા છે, સમય ઉપર ઉત્પન્ન થાય છે અને સમય આવતાં વિલિન  થઇ જાય છે. ધર્મ ઉત્પન્ન નથી થતો અને વિલિન પણ નથી થતો. ધર્મમાં મંદતા આવે પણ નાશ નહિ થાય. શાસ્ત્ર સંપ્રદાયને  ઓછામાં ઓછી ત્રણ વસ્તુનું પ્રદાન કરે – આચાર, આચારને પોષણ  આપતી કથાઓ અને દર્શન એટલે  ફિલસુફી. સંપ્રદાયોની પાપ-પુણ્યની વ્યાખ્યાઓ વિશે. @5.15min  તિલકનો વ્યહવારિક હેતુ અને મહિમા  વધારવાનું ઉદાહરણ. @10.15Min શ્રવણ માર્ગમાં (બુદ્ધ અને જૈન) અર્થ અને કામ બંને ઉપર  ઘ્રણા  કરવામાં આવી એટલે સુધી કહ્યું કે એક રાજા અને રાણી છત્રીસ પલંગ  પર વિષય  ભોગવતા  હોય અને કાદવમાં ભૂંડ-ભૂંડળી વિષય ભોગવતા  હોય તો તે બંનેમાં બિલકુલ ફરક નથી  અને તેને માન્યતા આપવા એક કથા જોડી કાઢવામાં  આવી. લક્ષ્ય એવું થયું કે જે આચારો મોક્ષ તરફ લઇ જતા હોય તેજ ધર્મ છે. @15.00min મુસલમાન  મસ્જીદમાં નમાજ પાડવા જાય છે. ક્રિશ્ચિઅનો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, હિદુઓ મંદિરમાં દર્શન કરવા જાય છે. દર્શન ક્ષણિક હોય છે. પૂજારીને કદી દર્શન થતા નથી. આ દર્શનની  સાબુતતા રાખવા  માટે  વારંવાર પડદો  પાડવામાં આવે છે. ઇઝરાએલ અને તેના ધર્મ વિશે. @19.40min કચ્છમાં બે બહેનોનો સંભાળવા જેવો  વિપશનાનો અનુભવ. @22.55min  સહજ જીવન જીવો, ગાંધીજી કહે તેમ સવાર સાંજ પ્રાર્થના કરો અને આખો દિવસ કામ કરો. આ મોટામાં મોટો યોગ છે. મન આવેગો અને લાગણીઓ દ્વારા બે જગ્યાએ ચોંટે છે. @24.30min એક ખાસ સંપ્રદાયના સાધુ આવ્યા તેને ૮૦ વર્ષના ડોસીમા આવ્યા ત્યારે મોઢું ફેરવી લીધું. મેં પૂછ્યું તો શું જવાબ મળ્યો તે સાંભળો. યુક્તાહાર વિહારસ્ય…ગીતા – આવેગો થી દૂર રહેવાની  લડાઈ જીતવાની નહિ પણ હારવાની લડાઈ છે. @27.10min લાગણીઓ કુદરતે મુકેલી છે. આ લાગણીઓને કાઢવા  માટે  તીવ્ર વૈરાગ્યની વાત કરી પતિ પત્ની એક બીજાથી છૂટા પડે એવી વ્યવસ્થા  કરવામાં આવી. @29.15min  બુદ્ધના ૫૦૦ વર્ષો પછી જીસસનો જન્મ થયો. જીસસને ફાંસી અપાયાને  દોઢસો  વર્ષ પછી બાઈબલ લખાયું હતું. હવે પછી આગળ સાંભળો દરેક સંપ્રદાયોની મથાવટી વિગેરે.

 

ફ્રાન્સિસ્કો પીઝારોના જુલ્મો. ક્રીશ્ચિયાનીતિનો બીજો માનવતાવાદી વણાંક. @4.25min પૌરાણિક કાળની રૂઢિઓ. @9.10min  એક પટેલના ગામમાં સાધુઓને માલપુઆ અને  દૂધપાક  જમાડવાની વાત. @11.45min માર્ટીન લ્યુથર અને યુરોપમાં ધર્મક્રાંતિની વાત @13.30min  પ્રજાને ઠંડી પાડવાનું સમાધાન. ભારતમાં અત્યાર સુધી ધર્મક્રાંતિ થઇ નથી. યુરોપમાં ક્રાંતિ થઇ અને તેમાંથી  પ્રોટેસ્ટન ક્રીશ્ચિયાનીતિનો આવી. @16.35min નાગાલેન્ડમાં ૬૫ પાદરીઓને મારીને ખાઈ ગયા પછી ત્યાં ક્રીશ્ચિયાનીતિ આવી. આફ્રિકામાં નકોરૂમાં હીરજી બાપા વિશે. @21.10min વૈદિક પધ્ધતિ પ્રમાણે ચાલો, કુદરતને પાટે ચાલો. વિજ્ઞાનનો વિરોધ ના કરો, અને માનવતા સાથે રાખો. કુદરત એજ  મોટામાં મોટું શાસ્ત્ર છે. કુદરત, માનવતા અને વિજ્ઞાન એ  ત્રણેય સાથે થાય તો તમારા માટે ધર્મજ ધર્મ છે. આ ત્રણમાંના એકેય ન હોય તો તમે ગમે  તેટલા યજ્ઞો, કર્મકાંડો  કરો તો એ ધર્મમાં અધર્મજ છે. @27.05min  વડોદરા સમર્પણ લેબોરેટરીમાં પ્રવચન. @33.48min  ઉપનિષદનો કર્મવાદ. @46.25min ભજન, મુખડા દેખલે પ્રાણી, શ્રી પ્રદીપજી

 

ધર્મની વ્યાખ્યા ઋષિઓ, પંડિતો અને પુરોહિત દ્વારા કેવી રીતે થઇ તે વિશે. પ્રાચીન કાળમાં એવી વ્યાખ્યા કરવામાં આવી કે પ્રજાનું ધારણ કરે તેનું નામ ધર્મ., પ્રજાની આવશ્યકતા પૂરી કરે તેનું નામ ધર્મ., આહાર, વિહાર લાગણીઓ અને આવેગોના પ્રશ્નો ઉકેલે તેનું નામ ધર્મ અને સામાન્યમાં સામાન્ય બાબતથી યુદ્ધ સુધીનું સચોટ માર્ગદર્શન આપે તેનું નામ ધર્મ. @3.25min  કણાદ ઋષિ વિશે. ભારતના વાંઝિયા  તપના ઉદાહરણો. ધર્મની વ્યાખ્યા ઋષિઓની બેલેન્સ વાળી છે. પુરોહિતોની વ્યાખ્યામાં તેઓ પોતાનું  તરભાણું ભારે છે અને પંડિતોની વ્યાખ્યા તીવ્ર રાગદ્વેષ વાળી હોય છે. ધર્મ ઘણો છે, મંદિરો ઘણા છે, ૫૬ ગજની ધજાઓ ફરકે છે, ૫૬ ભોગો ધરાવાય છે, પ્રજા ભયભીત અને નોકરી વિનાની  અને ભૂખે મરે છે. ત્યારે એમ સમજવું કે ધર્મની સ્થાપના નથી થઇ. અત્યાર સુધીમાં ભારતને  બેજ ધરતી પર ચાલતા  વાસ્તવિક ચિંતકો મળ્યા છે, ચાણક્ય અને સરદાર પટેલ.  @13.35min   જેને વિચારોની સ્વતંત્રતા  રાખવી હોય તેને શ્રીમંતોના  ડબલ નીચે ન  આવવું જોઈએ. બે દેવીઓ  લક્ષ્મી અને સરસ્વતીના રૂપકોની  સમજણ. @23.35min  પ્રેમ ગરીબીમાં મળે, ઐશ્વાર્યમાં ભાગ્યેજ  મળે. @33.40min જૈન ધર્મના એક ખુમારીવાળા સાધુ આનંદ ઘન વિશે જરૂર સાંભળો. @36.00min આશ્રમમાં ત્રણ સાધુઓ આવ્યા, દીક્ષા લીધા પછી વાસ્તવિક જીવન જોયું  તો પસ્તાવો થયો કે હવે શું કરવું એવામાં સ્વામીજી નું પુસ્તક  હાથમાં આવ્યું અને  તેમાંથી એક બળ  મળ્યું અને તેઓ સ્વતંત્ર થયા. રાજા અને કણાદ ઋષિ વિશે. @42.20min  કણાદની ધર્મની વ્યાખ્યા, જેનાથી આ લોકનો અભ્યુદય થાય અને મોક્ષની પણ સિદ્ધિ થાય તેનું નામ ધર્મ. ચાણક્યે લખ્યું કે પ્રજાને વૈભવી બનાવવી જોઈએ તો તેમાંથી બીજો માટે રોજી  ઉત્પન્ન થાય. અમેરિકાનું  આખું તંત્ર આજ સિદ્ધાંત પર ચાલે છે. @45.00min પર અને અપરા વિદ્યા  વિશે. સ્વમાનથી જીવતા શીખી. જયારે તમે ભૌતિક વિદ્યાને જાણો ત્યારે દેશ સમૃદ્ધ બનશે પરંતુ ભૌતિક વિદ્યાનો વિરોધ દરિદ્રતા લાવશે.

 

ભૌતિકતા જરૂરી છે. ભૌતિકતા હશે તો આધ્યાત્મિકતાનો પાયો નંખાશે. જો ભૌતિકતા  ન હશે તો દેશ આધ્યાત્મિકતાના નામે ભીખ માંગતો થઇ જશે. પાંચ ભૂતોને(પૃથ્વી,જળ,અગ્નિ, વાયુ અને આકાશ)   વલોવી અને તેમાંથી શક્તિ ઉત્પન્ન કરી  તેને  માનવ જીવનના ઉપયોગમાં લેવી તેનું નામ ભૌતિકતા કહેવાય. @2.00min  મુંબઈમાં  રહેવું હોય તો ૫૦ માળના મકાનો બાંધવા પડે અને ભૌતિકતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડે. માણસની આધ્યાત્મિકતા  માપવી હોય તો એ જાણવું જોઈએ કે માનસ કેટલો  નિર્ભય છે? તેની પાસે કેટલો સમભાવ છે? અને તે કેટલો પરમાર્થ કરે છે? સ્વામીજી, ગાંધીજીને સંપૂર્ણ  આધ્યાત્મિક પુરુષ માને છે કેમ? તે સાંભળો. @5.25min  ભારતનો માણસ જેટલો મૃત્યુ થી ડરે એટલો  દુનિયાનો  કોઈ માણસ ડરતો નથી. આત્માની વાતો કરવાથી નિર્ભયતા આવતી નથી. @7.20min સ્વામીજીએ જૈન દર્શન એક આચાર્ય પાસે ભણ્યું. એમનાથી બોલી જવાયું કે કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે. સ્વામીજીએ કહ્યું કે કૃષ્ણ મારા ઇષ્ટ  દેવતા છે અને એ જ્યાં ગયા હોય ત્યાં પરંતુ જેને કરોડો માણસો  ઇષ્ટદેવ તરીકે માને છે તેના હૃદય પર કેવી અસર થાય? આ તો પંડિતોની વાણી છે, જૈન આચાર્યે તેની ભૂલ તરત સ્વિકારી. @9.00min  પંજાબના બુલ્લેશાની કાફીઓ વિશે. @15.00min  ગાંધીજીની અનાશક્તિ વિશે. @17.45min  ઓળખીતા એક સંપ્રદાયના સાધુ વિશે જાણવા જેવી વાત. @21.15min મુંબઈથી ગુજરાત તરફ ટ્રેનમાં જતા ધારાવી આગળ સવારની  પ્રાર્થના વિશે. ધર્મ ક્યાં છે? સંઘ કાઢવામાં છે? મોટા સમૈયા કરવામાં છે? કે મોટા યજ્ઞો કરવામાં છે? @23.15min  ભૌતિકતા અને ભોગવાદ બે અલગ  વસ્તુઓ છે. પશ્ચિમના લોકોને આપણે ભોગવાદી કહીએ  છીએ તો એમનું આરોગ્ય આપણાં  કરતા કેમ સારું છે?  @29.00min ભારત એક ગરીબ દેશ છે, એની ગરીબીને દૂર કરો, ભારત અસુરક્ષિત દેશ છે તેની સુરક્ષા વધારો, ભ્રષ્ટાચારમાંથી બચાવો. જે આ બધા પ્રશ્નો ઉકેલી આપે તે ધર્મ કહેવાય, એનાથી  ભગાડી મુકે તેનું નામ ધર્મ  ના  કહેવાય. @47.47min ભજન, મન માને તો તારે સંગ ચલુંગી.