પરિવાર ગ્રંથ રામાયણ – ઊંઝા આશ્રમ –
મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રવચનો ચાલી રહ્યા છે. – પરિવાર એટલે શું? માણસ લાખ પ્રયત્ને પણ એકલો રહી શકતો નથી. એની રચના એવી રીતે થઇ છે કે “एकाकी न रमते” એને એકલામાં આનંદ આવતો નથી. પરિવારનું રૂપ કેવું હોય તે કુંભારે ગાડામાં એક ઉપર એક સિંચેલા માટલાંના ઉદાહરથી સાંભળો. પ્રત્યેક પરિવારમાં કાચાં અને પાકાં માટલાં જેવા વ્યક્તિત્વો હોય છે. જેની બુદ્ધિ કાચી અને બીજાના ભરમાવેલા ભરમાઈ જાય તે કાચું માટલું અને તેજ પ્રમાણે ઊલટું સમજવું. @5.59min. નિભાડાનો અર્થ સમજો. જેણે દુઃખ નથી જોયું, વેદના નથી જોઈ, જેણે કસોટી નથી જોઈ. પિત્તળ થાવ તો કસોટીની જરૂર નહિ પણ સોનું કસોટી વગરનું હોય નહીં. જીવનની દરેક ઘટનામાં તમારી કસોટી થતી હોય છે. રામાયણમાં એક કાચું માટલું અને મહાભારતમાં પણ એક કાચું માટલું નીકળ્યું. રામાયણમાં સીતાએ મૃગ લાવી આપવાની હઠ પકડી અને લક્ષ્મણને ન કહેવા જેવું કહ્યું. જે થવાનું હતું ને થયું પણ રામ અને લક્ષ્મણ કોઈ દિવસ સીતાનો દોષ નથી કાઢતા. કોઈ માણસ સતત તમારી પાછળ તમારી નિંદા કરતુ હોય એના વાયબ્રેશન તમને આવે. અને તમને પણ એના વિરુધ્ધમાં વિચારો આવવા લાગે. @11.50min. માણસ વર્તમાનને સ્વીકારી શકતો નથી. જે માણસ સતત ભૂતકાળમાં જીવતો હોય છે તે કદી ભવિષ્ય નથી બનાવી શકતો. આપણે હંમેશા પુષ્પક વિમાનની વાત કરતા રહી ગયા. ભવિષ્યનું નિર્માણ તો એજ કરી શકે કે જેનો એક પગ વર્તમાનમાં હોય અને બીજો ઉપડેલો પગ ભવિષ્યમાં ક્યાં મુકવાનો તે શોધતો હોય. દરેક માણસને ચાર આંખો હોય છે, બે આગળ અને બે પાછળ. કલ્ચર-સંસ્કૃતિને પાછળથી જોવાય છે અને આવનારા ભવિષ્યને આગળથી આંખોથી જોવાય છે. ઉદાહરણ સાંભળો. @14.27min.અહિયાં એક પરિવાર છે. રામ પિતાથી, માતાથી ભાઇઓથી જુદા થયા છે પણ તૂટ્યા નથી. તૂટેલા માણસો એક-બીજાનો દ્વેષ કરતા હોય છે. તૂટવું એટલે સંબંધો તૂટવા. પ્રેમ કદી તૂટતો નથી. અને જે તીતે એને પ્રેમ કહેવાયજ નહીં. સંબંધો બંધાય છે અને તૂટે છે. આપણે ત્યાં એક માન્યતા છે, પરમેશ્વર પ્રેમરૂપ છે. કૃષ્ણ એટલે પ્રેમ. લંડનમાં એક સંમેલનમાં બધાએ પોતપોતાના ધર્મની વ્યાખ્યા કરી. એક છોકરાએ સુફીઈઝમની વ્યાખ્યા કરી “LOVE IS GOD, GOD IS LOVE” શ્રી મદ ભાગવતમાં એજ ચર્ચા છે કે પ્રેમ એજ ભગવાન છે. ઉપનિષદે કહ્યું જ્ઞાન એજ ભગવાન છે. જ્ઞાનમાં કુદવાનું ન હોય, શાંતિથી બેસવાનું હોય. એક પાદરીનું પુસ્તક “કૃષ્ણ અને ક્રાઈસ્ટ” વિશે સાંભળો. @17.55min. સહજાનંદ સ્વામી વચનામૃત પૂરું થાય એટલે “જય સચ્ચિદાનંદ” બોલે છે. “જય સ્વામીનારાયણ” નથી બોલતા. તુલસીદાસે લખ્યું “राम सच्चिदानंद दिनेशा” પાદરીનું મન કૃષ્ણ પર કેમ ઠર્યું તે સાંભળો. પાદરી કહે છે, કોઈ વ્યક્તિ વિશેષને ભગવાન માનવા હોય તો મને આ કૃષ્ણમાં પૂર્ણતા, સર્વાગીણતા દેખાય છે. @21.07min. એક જૈન સજ્જનનો પ્રશ્ન – ભગવાન પણ પરણતા હશે? અને તેનો ઉત્તર સાંભળો. સ્ત્રી રાગની પણ પોષક છે અને વૈરાગ્યની પણ પોષક છે. “याज्ञ्यवल्क्स्य द्वेभार्ये मैत्रेयी कातयैनि च” ઉપનિષદની યાજ્ઞવલ્ક્ય અને તેની પત્નીઓ મૈત્રેયી અને કાત્યેયી વિશે સાંભળો. @25.07min. જે તમને ભજે છે, એને તમારું મનભજવાનું ભજવાનું અને ભજવાનુંજ. ઉપનિષદ લખે છે એક બ્રહ્મવાદીની છે બીજી સંસાર પ્રેમી છે. યાજ્ઞવલ્ક્યે કહ્યું એકાંતમાં રહેવાનો અને જેટલી છેવટની જીંદગી છે, એમાં આત્માનું કલ્યાણ કરવાનો.મૈત્રેયીએ કહ્યું મને ઘરમાં ભાગ નથી જોઈતો, બધું કાત્યેયીને આપી દો અને હું પણ તમારી સાથે આવીશ. યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને બહુ ઊંચી ભૂમિકાની વાત કરી, એમાંથી સાર-તત્વ એટલું નીકળ્યું કે પરિવારમાં રહેતાં આવડવું જોઈએ અને એમાંથી છૂટતાં પણ આવડવું જોઈએ તો તમે તરી ગયા. @31.40min. રામાયણમાં એક પરિવાર છે જે આપત્તિ-વિપત્તિમાં સપડાઈ ગયો છે, એનું એકજ કારણ છે કે ઘરમાં એક કાચું માટલું હતું. રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા, ખુબ રડ્યા. તમે રામનું કલ્પાંત સાંભળો તો તમને એમજ લાગે અરેરે આટલું તો મજનું પણ રડ્યો ન હોય. પણ એણે કદી સીતાની નિંદા નથી કરી અને ત્યાં બેઠાં બેઠાં સીતાએ કદી રામની નિંદા નથી કરી. પ્રેમની આ ખાસિયત છે. પ્રેમ વિયોગમાં વધારે ખીલી ઊઠતો હોય છે. @34.29min. રામાયણના બે અદભૂત પાત્રો, સુરપણખા અને શબરી વિશે સાંભળો. શબરીમાં નિસ્વાર્થ પ્રેમ છે જયારે સુરપણખાનો વાસનાવાળો પ્રેમ છે. શબરીએ લગ્ન નથી કર્યા, 80 વર્ષની વૃદ્ધ થઇ ગઈ છે. મતંગ ઋષિના આશ્રમમાં રહેતા બધા તપસ્વીઓને ધીરે ધીરે મોક્ષ ની ગતિ પ્રાપ્ત થઇ, શબરીને પણ એ ગતિ પ્રાપ્ત થઇ પણ શબરીએ મોક્ષ નું સુખ ભોગવવાની ના પાડી અને કહ્યું કે હું ઋષિ મુનીઓને સેવા કરીશ. શબરી કોઈ ભીલડી નથી. @37.28min. આશ્રમમાં એક 70-75 વર્ષના સજ્જન આવ્યા ગૌર વર્ણ, તેજસ્વી ચહેરો, ફારસી, અંગ્રેજી, હિન્દીનો વિદ્વાન તેની સંભાળવા જેવી વાત. લીલળબાઈનું કાવ્ય “કોઈ દેશી રે મળેતો વાતું કીજીએ” વિષે સાંભળો. @42.27min. સ્વામીજી કહે છે, હું કોઈ દિવસ એ સજ્જનને કશું પૂછું નહિ અને એ કદી કહે નહીં. પણ ખબર પડી કે આ કોઈ સામાન્ય માણસ નથી. બીજા એક ડોસા આશ્રમમાં રહેવા આવ્યા તેની વાત સાંભળો. પેલા સજ્જન એક દિવસ બોલ્યા કે “औरतें मर्दोंको घरमें बिना आगसे जलती है उसको तो कोई कुछ कहताही नहीं है” પછી તો એનું હૃદય ખુલી ગયું અને બધી વાત કરી તે સાંભળો. લગ્ન સફળ થયા તો વિશ્રાંતિ અને નિષ્ફળ થયા તો ઉપાધી. નિષ્ફળતા પુરુષના ભાગમાં આવી હોય તો એની અસર બહું ઓછી હોય પરંતુ સ્ત્રીના ભાગમાં આવે તો એની બહું મોટી અસર થતી હોય છે.
Leave A Comment