વલસાડ

Side A-

– હિંદુ પ્રજાના આગળ અનેક ગંભીર પ્રશ્નોની સાથે સૌથી વધુ ગંભીર પ્રશ્ન એના રાજકીય સ્વરૂપનો છે. રાજકીય સ્વરૂપને આધીન ધર્મની, સંસ્કૃતિની, સ્ત્રી અને પુરુષોના માન- મર્યાદાની રક્ષા થતી હોય છે. જેની પાસે રાજકીય સ્થિતિ સચોટ નથી હોતી એવી પ્રજા પોતાના ધર્મને ખોઈ બેસતી હોય છે અને એની સંકૃતિ બિચારી થઇ જતી હોય છે. એના સ્ત્રી પુરુષોની માન- મર્યાદા, આર્થિક સામાજિક હિતો સચવાતાં નથી હોતાં. એટલે પ્રજાને સુખી કરવી હોય અને એ સુખને સ્થાયી બનાવવું હોય તો સૌથી પહેલાં અનીર્વાર્ય શરત એ છે કે એના રાજકીય સ્વરૂપને સુધારવું જોઈએ કારણકે બધા સુખનું મૂળ રાજકીય સ્થિતિમાં છે.

મારી સમજણ પ્રમાણે પ્રજાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. સતત ગુલામ રહેનારી પ્રજા, સતત સ્વતંત્ર રહેનારી પ્રજા અને પોતે સ્વતંત્ર રહીને બીજાને ગુલામ બનાવનારી પ્રજા. તમારી પાસે સેંકડો-હજારો વર્ષોનો ઈતિહાસ છે, એની સામે તમે આંખ ન મીંચી શકો, એના ઉપર ધૂળ ન નાંખી શકો. તમારી પાસે કેટલા ઋષીઓ, મુનીઓ, આચાર્યો થયા, એની કોઈ કિંમત નથી. મૂળ કિંમત એ છે કે તમે સ્વતંત્ર રહી શક્યા? તમે તમારી જાત ઉપર પોતાનું રાજ કરી શક્યા? અને ન કરી શક્યા તો કેમ ન કરી શક્યા? નેપાળ સતત સ્વતંત્ર રહેનારું રાષ્ટ્ર છે, કેમ? તે સાંભળો. થાઈલેન્ડ, કંબોડીયાનું ઉદાહરણ સાંભળો. @6.03min. ગુજરાત, પંજાબ, સિંધ ઉપર સતત આક્રમણ થતાં આવ્યા છે. તમે એક તરફ સમૃદ્ધિ વધારો અને બીજી તરફ રક્ષા નહિ વધારો તો તમારા ઉપર હુમલા થવાના, થવાના અને થવાનાજ. તમારી સમૃદ્ધિજ અત્યાચારીઓને આમંત્રણ આપે છે. એટલે સમૃદ્ધિ સામે રક્ષાનું પ્રમાણ વધવું જોઈએ. બર્મા ગરીબ દેશ છે. જે ગરીબ-બેકાર પ્રદેશ હોય છે, એની પ્રજા કોઈ પણ ભોગે સમૃદ્ધ પ્રદેશમાં ઘુસી જતી હોય છે. બાંગલાદેશમાંથી આસામમાં કેમ લોકો આવી આવીને વસી જાય છે? અમેરિકામાં મેક્ષિકોનિ પ્રજા ઘુસી જાય છે અને બર્મામાંથી થાઈલેન્ડમાં લોકો ઘુસી જાય છે. ગુજરાતમાં કેમ બીજા રાજ્યોના લોકો આવે છે? કારણકે ગુજરાતમાં રોજી છે. સમૃદ્ધિની સાથેજ રોજી ખીલતી હોય છે. તમે એવો ધંધો કરજો કે 5-25 માણસોને રોજી મળે. કોઈને રોજીએ-ધંધે વળગાડવો એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. @10.30min. આશ્રમમાં એક બહેન આવે છે, એની વાત સાંભળો. માણસો કેમ જાડા થતા હોય છે? સ્વામીજીની વાત એવી ઠસી ગઈ કે એમના ભાઈએ 200 માણસો માટે રોજી ઉત્પન્ન કરી અને ફેકટરીના માણસોને ભાગીદાર બનાવ્યા. જાપાનમાં હડતાલ પડતી નથી કારણકે ત્યાં મજૂરોનો કોઈ પ્રશ્નજ નથી. આપણેત્યાં મજુરના પક્ષમાંજ કાયદાઓ કર્યા, ભાડુઆતના પક્ષમાંજ કાયદાઓ કર્યા, એને કારણે ઝુંપડપટ્ટીઓ વિકસી છે. જીવનના એકેએક ક્ષેત્રમાં આપણે છેડાની પ્રજા છીએ પણ જીવન મધ્યમાં છે. છેડામાં જીવન નથી. ગીતાનો માધ્યમ માર્ગ છે. @15.22min. દુનિયાની પ્રજાને ત્રણ ભાગમાં વહેંચી શકો. સંસ્કૃતિ પ્રધાન, સૈનિક પ્રધાન અને ઉભય પ્રધાન વિષે સાંભળો. જે પ્રજા માત્ર સંસ્કૃતિ પ્રધાન હોય છે તે વારંવાર હારતી અને લુંટાતી પ્રજા છે. થાઈલેન્ડની જૂની રાજધાનીનું નામ છે અયુથ્થા(અયોધ્યા). એ લોકો એવું માને છે કે રામ અમારે ત્યાંજ જન્મ્યા હતા. અત્યારે નવમો રાજા રાજ કરે છે. થાઈલેન્ડ પાસે પ્રચુર સોનું છે એટલે એના ઉપર બર્મા ચઢી આવ્યું. એટલે મેં નક્કી કર્યું કે ભારતની ગુલામીનું મૂળ કારણ સોનું છે. સોમનાથમાં 200 મણ વજનની સોનાની સાંકળ હતી પણ રક્ષણ કરનારાં બાવડાં ન હતાં, એટલે મહંમદ ગઝની લુંટી ગયો. મહંમદ ગઝનીની મહત્વાકાન્ક્ષા વિષે સાંભળો. આપણી મહત્વાકાન્ક્ષા હિમાલયની ગુફા, આત્મા, પરમાત્મા, સાક્ષાતકાર, સંતોષ, અડધો રોટલો, ટુકડો ખાઈને પડી રહો, કેમકે સાથે કઈ આવવાનું નથી. પ્રજાને મારી નાંખવી હોય તો એકજ રસ્તો કે એને વધારે પડતી સંતોષી બનાવી દો, એના મગજમાંથી મહત્વાકાન્ક્ષા, EGO ને મારી નાંખો અને દુઃખો અગવડો સહન કરતી કરી દો એટલે પ્રજા મરેલીજ છે. EGO એ તમારી કરોડરજ્જુ છે. એમાં તમારી અસ્મિતા બેઠેલી છે. પ્રજાને કેટલીક વાર કાલ્પનિક અને મિથ્યા આદર્શો આપી દો તો એમાં ને એમાં પ્રજા રમ્યા કરશે. @20.37min. મહંમદ ગઝની એક લાખ 15 હજારનું સૈન્ય, 300 મોટાં નાવડાંથી સાત નદીઓ પાર કરીને ઘોડા, ઊંટ અને હાથી લઈને આવ્યો હતો. રસ્તામાં મુલતાનને લુંટી લીધું, એમાંથી એને 400 મણ સોનું મળ્યું, ચાંદી તો જુદી. એ સોનામાંથી એને 20,000 ઊંટો ખરીદ્યા, તેમાં અનાજ-પાણી અને ઘાસ ભર્યું. એનું લક્ષ્ય સોમનાથ છે. જેસલમેર-બાડમેરનું રણ 10 દિવસમાં પાર કરવાનું નક્કી કર્યું પણ 8 દિવસોમાંજ અજમેર પહોંચી ગયો અને અજમેરને લુંટી લીધું. સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યા અને ત્યાંથી સીધો પાટણ પહોંચ્યો. પાટણનો રાજા ભાગી ગયો. પાટણમાં હિંદુ, જૈનોની જહો જલાલી. પાટણમાં બધાં મંદિરો ધરાસાયી કર્યા પછી મોઢેરા તરફ આગળ વધ્યો ત્યાં 20,000 રજપૂતો ભેગા થયા, લડ્યા અને મરી ગયા પછી ત્યાંથી એ સોમનાથ પહોંચી ગયો. સોમનાથમાં પૂજારીઓએ લોકોને કહી રાખેલું કે, આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલવાના છે અને બધાને બાળીને ખાખ કરી નાખશે. સોમનાથમાં 500 દેવદાસીઓ હતી. ગઝની જ્યારે સોમનાથ પહોંચ્યો ત્યારે આ દેવદાસીઓ કિલ્લા ઉપર નાચતી હતી. હું ઈચ્છું છું કે આપણાં મંદિરો સમૃદ્ધ હોય પણ મંદિરનો એ પૈસો માનવતાના કામ માટે વાપરવો જોઈએ. તિરુપતિ બાલાજીમાં કરોડો રૂપિયાની આવક છે પણ એમાંથી વિદ્યાપીઠ ચાલે છે, બીજી માનવતાવાદી સંસ્થાઓ ચાલે છે. તમારા મંદિરમાં રોજ 56 ભોગો ધરાવાય છે, 40 ડબ્બા ઘી વપરાય છે પણ કોઈ ગરીબના મોઢામાં અનાજનો એક કોળીયો પણ જાય છે? પછી તમારા આદિવાસીઓ ક્રિશ્ચિયન નહિ થાય તો બીજું થશે શું? @25.39min. કરસનદાસ માણેકને લખવું પડ્યું, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં. સોમનાથને મહંમદ ગઝનીએ લુંટી લીધું. 50,000 માણસો દરિયામાં નાસી ગયા, તેમને પકડી પકડીને માર્યા. જનોઈનો ઢગલો થઇ ગયો. તમે પોતે પોતાનું રક્ષણ કરવાનું શીખો તો તમને મહાદેવ મદદ કરે, કારણકે આવનારો પણ એનો મહાદેવ લઈને આવ્યો છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે, તમને હાથીમાં ભગવાન દેખાય તો મહાવતમાં પણ ભગવાન દેખાવો જોઈએ, એટલે મહાવત તમને રસ્તામાંથી ખસી જવાનું કહે તો તમારે હાથીના રસ્તામાંથી ખસી જવું જોઈએ. શ્રદ્ધા ઉત્તમ વસ્તુ છે, પણ અતિ શ્રદ્ધા માણસને ભૂલ ખવડાવે છે. અતિ શ્રદ્ધામાં પુરુષાર્થ નથી, જયારે શ્રદ્ધાને અને પુરુષાર્થને કોઈ વિરોધ નથી. અતિ શ્રદ્ધા એકાદ વ્યક્તિમાં ચાલી શકે પણ પૂરી પ્રજામાં ચાલી શકે નહીં. બુદ્ધિ અને શ્રદ્ધાને પણ વિરોધ ન હોવો જોઈએ.@30.51min. સતત ગુલામ રહેનારી પ્રજા કેમ ગુલામ રહી? બ્રિટીશ પ્રજા 500 વર્ષ સુધી ગુલામ રહી તે ઈતિહાસ સાંભળો. તમે કેમ સતત ગુલામ રહ્યા? અંગ્રેજોએ કેમ બધે કોલોનીઓ સ્થાપી? એમની પાસે શું વિશેષતા હતી? ભારત મોટા ભાગની પ્રજા, જેની પાસે કલ્ચર હતું, યોદ્ધાઓ હતા, બુદ્ધિ હતી, ભવ્ય ઈતિહાસ હતો તો એ પ્રજા મુઠ્ઠીભર માણસો દ્વારા કેમ ગુલામ થઇ? તમારા ઉપર આક્રમણ કરનારા કેટલા હતા? ટકો? અડધો ટકો? ગઝની તો વડોદરા સ્ટેટ જેટલુંજ હતું અને એ બિકાનેર, પંજાબ, સિંધ, અજમેર અને ગુજરાતને હરાવે? આટલું નાનું રજવાડું આવડું મોટું પરાક્રમ કરે તો મોટા રજવાડા એની સામે હારી કેમ જાય? તમારે શાંતિથી, ડહાપણ પૂર્વક આનો વિચાર કરવો પડશે. જો નહિ કરો તો તમારા ભવિષ્યને તમે ઉજ્જવળ ન બનાવી શકો. મહંમદ ગઝની તો ખરાબ હતો પણ તમે એને દંડિત કેમ ન કર્યો? સ્વામીજીનું પુસ્તક “ભારતીય યુદ્ધોનો ઈતિહાસ વિષે સાંભળો. ભારતમાં જે બધા તલવાર લઈને આવ્યા તે બધા જીતતાજ ગયા. @35.18min. સાબુદ્દીને જ્યારે રાજ કર્યું, ત્યારે એમની પાસે કેટલા માણસો હતા? તમે કેટલા વિશાળ હતા? દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જ્યાં 85% વાળી પ્રજા ભયભીત થઈને જીવતી હોય? અને 15% એને કાયમની દબાવતી હોય, એનાં કારણો તો શોધવા પડશે. એના ત્રણ કારણો છે, તમારી સમાજ વ્યવસ્થા, તમારું અધ્યાત્મ અને તમારી ધાર્મિક કેપેસીટી (સામર્થ્યતા). ધર્મ સમાજનું, સંસ્કૃતિનું અને અધ્યાત્મનું નિર્માણ કરે છે. સમાજમાંથી રાજસત્તા ઊભી થતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજના ચાર ભેદ કરવામાં આવ્યા છે અને એમાંથી આપણને ફક્ત એક ટકોજ યોદ્ધાઓ મળે છે તે ગણતરી સાંભળો અને સમજો. તમારે ત્યાં 94% વસ્તીને કોઈ રાજકીય મહત્વાકાન્ક્ષાજ નથી. @40.50min. સાબુદ્દીન ઘોરી પહેલાં પાટણ ઉપર ચઢી આવેલો, ત્યાં હારેલો એટલે એનું બચેલું લશ્કર લઈને પાછો ચાલ્યો ગયેલો. પણ આપણે તો લોકોને એકજ વાત સમજાવી કે પાછીપાની તો કરયાજ નહિ, ખપી જાવ, તો શું કરશો? તમારો હથિયાર પકડનારો એક ટકો વર્ગ તો અહિ ખપી ગયો, એમની સ્ત્રીઓએ જૌહર કરી લીધાં અને બાકીની 99% તો ટેક્ષેબલ પ્રજા છે. તમે એવી વ્યવસ્થા કરી કે જેમાં રાજકીય મહત્વાકાન્ક્ષા રાખવા વાળો વર્ગ શૂન્ય થઇ ગયો અને ટેક્ષ ભરનારો વર્ગ વિશાળ મોટો થયો અને આ કારણે તમે હારતા રહ્યા. અલાઉદ્દીન ખીલજીનો સરદાર ઉલુક ખાનને માધવ મંત્રી ગુજરાતમાં લઇ આવ્યો. અકબરના સમયમાં આખા ભારતની વસ્તી 16 કરોડ જેટલી હતી. ગુજરાતની વધારેમાં વસ્તી 20 લાખની હતી. એમાંથી 6% ક્ષત્રિઓ અને પાછા એમાંથી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો બાદ કરતાં 15 થી 20 હજારનું લશ્કર બનાવી શકાય અને આ લશ્કર ખપી યાય તો બીજું લશ્કર બનાવવાનો કોઇ પ્રશ્નજ નથી. ઇઝરાઈલની જેમ વીસ લાખની પ્રજા એકજ કક્ષાની હોય એટલે બધાજ સોલ્જરો, બધાજ ડ્રાઈવરો, બધાજ કારીગરો હોય તો કલ્પના કરો કે આપણી સ્થિતિ કેટલી સારી હોત? બીજું કારણ તમારે ત્યાં નિવૃત્તિ પરાયણ આધ્યાત્મિકતા ઊભી કરવામાં આવી. આધ્યાત્મિકતા મુસ્લિમોમાં અને ક્રિશ્ચિઅનોમાં પણ છે. એવું નહિ માનતા કે અમેજ આધ્યાત્મવાદી છીએ, બીજા કોઈને અધ્યાત્મની ખબર નથી, એ તો મોહ છે. ક્યાં બ્રિટન, ક્યાં હોલેન્ડ, ક્યાં અમેરિકા, આ બધા લોકો એમના સુખો પડતાં મુકીને અહિયાં જંગલોમાં આવે છે અને ઝુંપડે-ઝુંપડે ફરીને દવા કરે છે અને અમે હરિદ્વારમાં તમારા બંગલા કરતાં વધારે સગવડો વિકસાવી છે અને વાતો પાછી અધ્યાત્મની કરવાની, પણ પેલા તો પ્રેક્ટીકલ કરી બતાવે છે.
@46.46min. નાગાલેંડમાં ક્રિશ્ચિઆનિટીનો પ્રચાર કરતા પહેલાં ત્યાંની પ્રજા 65 પાદરીઓને મારીને ખાઈ ગઈ હતી. નાગાલેન્ડની પ્રજા તો નરભક્ષી પ્રજા છે. કેટલું મોટું બલિદાન? આજે આપણાંથી ત્યાં જઈ શકાતું નથી. ત્યાં જવું હોય તો પરવાનગી લેવી પડે છે. ધાર્મિક રીતે આપણે નાગાલેંડને ખોઈ બેઠા છીએ, રાજકીય થોડી પકડ છે. આપણાં લોકો ત્યાં કેમ ન ગયા? તે સાંભળો. ક્રિશ્ચિઅનોમાં પણ કેટલી ઊંચી પ્રકારની સાધ્વીઓ થઇ છે અને મુસલમાનોમાં પણ કેટલા ઊંચી પ્રકારના સૂફીઓ થયા છે, એમની અદભૂત વાણી છે. તમારું અધ્યાત્મ નકારાત્મક વધારે અને હકારાત્મક બહુ ઓછું છે.