લંડન, યુ.કે.
Side2A –
– વાલ્મીકી અને સંત તુલસીદાસના જીવનમાં એક બહું મોટો વણાંક આવ્યો અને આ વણાંકે એમને આખું એક નવું જીવન આપ્યું. આ બંનેના દ્વારા જે ગ્રંથો રચાયા તે ગ્રંથોમાં શું શું તફાવત અને અંતર છે, અને એ અંતર કેમ આવ્યું એની પણ થોડી પૂર્વ ભૂમિકા છે. મહર્ષિ વાલ્મીકી કે આપણો કોઈ પણ ઋષિ કોઈપણ સંપ્રદાયનો અનુયાયી નથી, જયારે સંત શિરોમણી તુલસીદાસજી રામાનંદી સંપ્રદાયના અનુયાયી છે. @3.28min. આખા હિંદુ ધર્મમાં પાંચ અથવા છ મોટા પીરીયડો આવેલા છે. આપણો જૂનામાં જુનો પીરીયડ વૈદિક યુગ કે ઋષિ યુગ છે અને એ બહું મહત્વનો છે. એમાં આ લોક છે અને પરલોક છે. આ લોક પ્રત્યે ધિક્કાર નથી, ઘ્રણા નથી, સ્ત્રીનું માન છે, રાષ્ટ્રવાદ છે, કોરો અધ્યાત્મવાદ નથી. ઐશ્વર્ય-સમૃદ્ધિનો સ્વીકાર છે અને ઋષિ રોજ પ્રાર્થના કરે છે કે મારો દેશ સુખી-સમૃદ્ધ હો, અમારી ગાયો, યોદ્ધાઓ બહું સારા હોય, ધનુષ્ય-બાણ સારા હોય એમ રાષ્ટ્રને લગતી, સમાજને લગતી, અશ્વર્યને લગતી એકેએક બાબતની ચિંતા આ પત્નીવાળા પુરુષને હોય છે. ઋષિને બાળકો છે, એ સન્યાસી નથી અને કોઈ નદીને કિનારે એ ગુરુકુળ બનાવે છે. જેને સ્વતંત્ર વિચારો રાખવા હોય, સ્વતંત્ર કલમ ચલાવવી હોય તો એ કોઈનો ભિખારી ન બને, નહિ તો પૈસા આપનાર વ્યક્તિ એના પર સવાર થઇ જશે. ઋષિ ઉઘરાણાં લઈને ફરતા નથી. અમારા સાધુઓની દુર્દશા થવાનું મુખ્ય કારણ ઉઘરાણાં છે. ઉઘરાણાં દ્વારા તમે ભવ્ય મંદિરો, મોટા મોટા આશ્રમો બાંધી શકો પણ એનાથી ધર્મ રક્ષા ન થાય. ધર્મ રક્ષા તો તમે કેટલી હિંમતથી સાચી વાત રાખી શકો છો એના દ્વારા થાય. એક ભાગવત સપ્તાહનું ઉદાહરણ સાંભળો. @9.19min. ઋષિની ખાસિયત છે કે પોતાના વિચારો રાખવા માટે ઉઘરાણાં કરતાં નથી, એટલે એ પોતાની વૈચારિક સ્વતંત્રતા રાખી શકે છે, ઉદાહરણ રૂપે મહાભારત અને રામાયણના બે દ્રષ્ટાંતો સાંભળો. રાવણની સભામાં અને કૌરવોની સભામાં શું ફરક છે? તે જાણો. ઋષિનું, ધર્મગુરુનું કામ સમય ઉપર સાચી વાત કહેવાનું છે અને તમે સમય ઉપર સાચી વાત ન કરી શકો તો ધર્મનું રક્ષણ ન કરી શકો. ઋષિઓ ખુમારીથી જીવે છે, કારણકે એ સ્વાવલંબી છે અને પોતાના પગ ઉપર ઊભા છે. ઋષીઓ બધી વિદ્યાઓમાં નિપુણ છે. કામશાસ્ત્રના રચનારા પણ વાત્સ્યાયન ઋષિ છે, એમાં લખ્યું છે કે એ લોકોના કલ્યાણ માટે રચ્યું છે, કારણકે આખો ઋષિ પીરીયડ ચાર પુરુષાર્થો માટે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. @15.18min. પાછળથી શ્રમણ માર્ગ આવ્યો, એણે કામ અને અર્થને પાપ સમજી લોકો પાસેથી છોડાવ્યા. સર્વ પ્રથમ બુદ્ધે અને મહાવીરે અર્થ અને કામ છોડાવ્યા. “समय वर्ते सावधान” સાંભળી સ્વામી રામદાસ લગ્નમાંથી ચોરી છોડીને ભાગ્યા અને મહાન થઇ ગયા. બુદ્ધ મહાન થયા પણ યશોધરાનો પક્ષ કોઈએ લીધો? આ સાધુ અને ઋષિ વચ્ચેનો ભેદ તમે સમજો. ઋષિ પોતે પત્નીનો ત્યાગ કરતો નથી અને પત્નીનો ત્યાગ કરવાનું કોઈને શીખવતો પણ નથી. ઋષિમાં કર્તવ્યનું પાલન મૂખ્ય છે. ઋષિ પીરીયડ એ સુવર્ણ યુગ છે. @18.49min. એ પછી બીજો મોટો વણાંક આવ્યો અને એ વણાંકની અંદર શ્રમણો આવ્યા અને આ શ્રમણોએ 84 લાખ યોનીઓની લોકોને બીક બતાવી અને કહ્યું આ મનુષ્ય જન્મ મોક્ષ માટે છે અને એને માટે કાંચન-કામિનીનો ત્યાગ મૂખ્ય ગણ્યો. લોકો ઘર છોડી છોડીને ભાગ્યા અને બિહારમાં જ્યાં જુઓ ત્યાં હજજારોની સંખ્યામાં સાધુઓજ સાધુઓ વિચરણ કરવા લાગ્યા. શરીર ઉપર ઘ્રણા કરાવી, સ્ત્રી ઉપર અને પૈસા ઉપર ઘ્રણા કરાવી અને આ સાધુઓ ધર્મનું માસ્ટર બીબું બન્યું. તમને નકારાત્મક ઉપદેશ આપવામાં આવ્યો. નકારાત્મક ઉપદેશનું મૂળ છે આ લોક પ્રત્યે ધિક્કાર અને પરલોક પ્રત્યેનું આકર્ષણ. જે કંઈ છે તે બધું પરલોકમાંજ છે, ભેગું કંઈ આવવાનું નથી. ઋષિ કહે છે, તું જીવી શકે ત્યાં સુધી સારી રીતે જીવ અને મરવાનું થાય ત્યારે તારી મિલકતની વ્યવસ્થા કર. આ નકારાત્મક દ્રષ્ટિકોણે માણસની મહત્વાકાંક્ષાને મારી નાંખી. એનું પરિણામ એ આવ્યું કે આપણે કોઈ સિકંદર, વાસ્કો-ડી-ગામા, નેપોલિયન કે કોલંબસ ન પેદા કરી શક્યા. બુદ્ધિશાળી વર્ગ જે જાગ્યો તે હિમાલય તરફ દોડી પલાંઠી વાળી બેસી ગયો અને યુરોપવાળાઓએ દરિયો દખોળ્યો અને આખી દુનિયામાં પહોંચી ત્યાં પોતાની કોલોનીઓ સ્થાપી. @25.33min. આજે પણ કોઈ ગાંધીજીનો કાર્યકર્તા હોય અને ગામડામાં સફાઈ કરતો હોય તો એના દર્શન કરવા કોઈ નહિ જાય પણ કોઈ ભોંયરામાં બેસી રહે તેને જોવા લોકોની લાઈન લાગી જાય. એક ઓળખીતા સંતની વાત સાંભળો. આપણે પલાંઠી પૂજક બન્યા એનું પરિણામ એ આવ્યું કે આપણે નજીકના આંદામાન-નિકોબાર ટાપુઓ પણ ન શોધી શક્યા. આખો ઓસ્ટ્રેલીયા દેશ ખાલી પડ્યો હતો, કોઈ ત્યાં ન પહોંચ્યું, કારણકે આપણે દરિયો છોડી બહાર ન નીકળ્યા. આ બીજા વણાંકમાં આત્મા અને પરલોકનીજ વાતો કરી. આ બાબતમાં ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રનું દ્રષ્ટાંત સાંભળો. ગાંધીજી પાસે એવો કોઈ પ્રશ્ન નથી કે જેને એ ન અડ્યા હોય. રાજચંદ્ર કદી કોઈ પ્રશ્નને અડ્યાજ નહિ અને ફક્ત આત્મા અને પરલોકનીજ વાતો કરી. આ કોરું અધ્યાત્મ છે. આવા તો ઘણાં લોકો ભારતમાં છે એમાંના કેટલા તો ભગવાન થઇ ગયા, એમની તો આરતી થાય છે અને એમના કરોડોનાં મંદિરો બંધાય છે. ગાંધીજી આત્મવાદી, અધ્યાત્મવાદી છે, નાસ્તિક નથી. એમણે ગીતા પચાવી અને બધાજ પ્રશ્નોને અડ્યા. એ કદી કુંડળી જગાડવા ન ગયા. ગીતાએ કહ્યું “स्वकर्माणा ….मानव:” (गीता 18-46). તારા કર્મો એજ તારી ઉપાસના છે. કર્તવ્ય છોડીને ઉપાસના કરો તે લુખ્ખી ઉપાસના છે. હિંદુ પ્રજાનું પતન કોઈ મુસલમાનોની તલવારથી નથી થયું કે કોઈની તોપોથી નથી થયું. તલવારથી અને તોપોથી તો નવું જીવન મળતું હોય છે.સતત યુદ્ધથી તો પ્રજા બહાદુર બનતી હોય છે. યુદ્ધ ન થાય તો પ્રજા મરી જાય એટલે તિબેટ મરી ગયું. વિયેતનામ કે જાપાન ન મર્યું. @31.33min. એક ત્રીજો પીરીયડ આવ્યો, એ પુરોહિતોનો છે. એમણે કહ્યું કે તમારે આ લોકમાં અને પરલોકમાં સુખ ભોગવવાં હોય તો યજ્ઞો કરાવો. પરલોકમાં તમને અપ્સરાઓ મળશે પરંતુ એ ન કહ્યું કે તમારી પત્નીને શું મળશે? “दिलको बहलानेको ग़ालिब, जन्नतका ख्याल अच्छा है” એવું નથી લખ્યું કે ત્યાં TV, વિડીઓ, કાર વિગેરે છે. પછી કાશીની કરવતની વાત આવી, ત્યાં જ્ઞાનવાપી કુવામાં માણસને કરવત મૂકવામાં આવતી. અક્ષય વડ પરથી કુદી પડવાની વાત આવી અને જગન્નાથના રથ નીચે કચડાઈ જવાથી મોક્ષ મળે વિગેરે, આવી પુરોહિત યુગની વાત છે. એમાં લોકો વધારે અંધશ્રદ્ધાળુ થયા. @35.47min. પછી આચાર્ય પીરીયડ આવે છે. વૈભવ લક્ષ્મી અને દશામાંના વ્રતો વિષે સાંભળો. એક સજ્જનની કેનેડાના વિઝા માટે મહાનારાયણબલિની વિધિ વિશેની વાત સાંભળો. મહાનારાયણબલિને કેનેડાના વિઝા સાથે કંઈ લેવાદેવા નથી, આવા ધર્મનું રૂપ અંધશ્રદ્ધા, વહેમ અને નડતરમાં બદલાઈ ગયું. @41.35min. તમે કુદરતની વ્યવસ્થાને સમજો. શરીરમાંથી નીકળતા કચરા બાબતે એક મુનીની હાસ્યાસ્પદ વાત સાંભળો. આચાર્યોમાં સૌથી પહેલાં શંકરાચાર્ય થયા પછી રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભાચાર્ય વિગેરે. આ આચાર્યોની પરંપરામાં રામાનંદ થયા. આ આચાર્યોમાં શું ફરક છે એ તમે જાણો તો તમે તુલસીદાસને સમજી શકશો, એ વિષે અહીંથી સાંભળવું જરૂરી છે. વિશેષણ વિનાનો જે નારાયણ છે એ અમારો ઇષ્ટદેવ છે. મૂળમાં એક બ્રહ્મ એજ પરમ સત્ય છે. આ થીયરીકલ સંપ્રદાયનો સિદ્ધાંત છે. @46.04min. સંપ્રદાયો આગળ જતાં જતાં એટલી હદે આવ્યા કે “કૃષ્ણજ” બોલવાનું, “સ્વામીનારાયણજ” બોલવાનું વિગેરે. જ્યાં “જ” આવ્યો ત્યાં સંકુચિતતા થઇ. આગળ, બંગાળના ગૌડીય સંપ્રદાયની વાત સાંભળો.
Leave A Comment