લંડન, યુ.કે.

Side1B –

– વાલ્મીકી ઋષિનું મન ન લાગ્યું. સાધનાનો પીરીયડ પૂરો થયો અને સર્જનનો પીરીયડ શરુ થયો. વાલ્મીકી ભોજપત્ર પર લખવા બેઠા અને એનાથી આખા રામાયણની રચના થઇ. @2.46min. ઐતહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બરાબર 2000 વર્ષ પછી તુલસીદાસે રામાયણ (રામ ચરિત માનસ)ની રચના કરી. મહાભારત અને વાલ્મીકી રામાયણમાં વ્યાકરણ દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટીએ સરખી ભાષા છે. ધાર્મિક દ્રષ્ટિએ લાખો વર્ષોનું બહું મોટું અંતર છે. 16મી શતાબ્દીમાં રામાયણનું નવું રૂપ લાવનાર છે, ગોસ્વામી તુલસીદાસ મહારાજ. તુલસીદાસ વિષયના આવેગથી આવેલું સંતાન નથી પણ પાછલી જિંદગીમાં માં-બાપના જપ-તપ પછી આવેલું બુદ્ધિશાળી સંતાન છે. એમનો જન્મ પૂરા બાર મહીને થયો હતો. એમનો આકાર મોટો, આંખો મોટી એટલે ભય લાગ્યો અને બીકના કારણે પિતાએ એમનો ત્યાગ કર્યો. ભલા થાજો અને કદી પણ ફલિત જ્યોતિષને જીવનમાં સ્થાન ન આપશો, હાથ કોઈને ન બતાવશો, કુંડળી કોઈને ન બતાવશો. આ બાબતમાં સ્વામીજીનું પોતાનું ઉદાહરણ સાંભળો. આપણાં દેશમાં અત્યારે એક નવી અંધશ્રદ્ધા ઊભી થઇ છે કે તે વર-કન્યા નથી જોતા પણ કુંડળી જુએ છે, ઉદાહરણ સાંભળો. તુલસીદાસના પિતાએ ત્યાગ કર્યો અને માતા પણ મરી ગઈ અને બાળક બાલ્યાવાસ્થામાંજ નિરાધાર થઇ ગયું. ચુનીયા નામની દાસીએ આ બાળકને સાંભળી લીધો. @8.18min. દુનિયામાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે વફાદારી પૂર્વકનો માણસ મળવો. એક કરોડાધિપતિ માણસનું ઉદાહરણ સાંભળો કે જેણે પોતાની પત્નીને કોઈ દિવસ ચાવી ન આપી. તુલસીદાસ પાંચ-છ વર્ષના થયા અને ચુનીયા મરી ગઈ. આજે આ બાળક તમને આવીને પૂછે કે તમે કેટલાં મોટાં મંદિરો બાંધ્યા? કેટલાં મોટાં યજ્ઞો કર્યાં? કેટલી મોટી સપ્તાહો કરી? કેટલાં મોટાં સંઘો કાઢ્યા? પણ મારા જેવા નાના બાળક માટે વેંતનીયે જગ્યા બનાવી? આ કામ ક્રિશ્ચિયન મિશનરીઓએ કર્યું. ધર્મ ક્યા ભૂલો પડ્યો? ધર્મ નાનામાં નાના પ્રશ્નોથી માંડીને મોટામાં મોટાં પ્રશ્નો ઉકેલે એનાથી ટકે છે. સોનાના શિખરો ચઢાવો એનાથી ધર્મ ટકતો નથી પણ પ્રશ્નો ઉકેલો તો ધર્મ ટકે. માં-બાપ મરી ગયા અને ચુનીયા પણ મરી ગઈ એટલે તુલસીદાસ પર અક્કરમીનો દાગ લાગ્યો, એટલે લોકો બધા દૂર રહેવા લાગ્યા. અનાથ બાળકો માટે ક્યાં જગ્યા છે? મંદિરમાં તો ભોગો ધરાવાય છે અને પૈસા પ્રમાણે પડીકાં વાળવામાં આવે છે. @13.11min. સ્વામીજીના રામાયણના પ્રવચન ચાલે ત્યાં એક ગૌર વર્ણનો પાદરી રોજ સાંભળવા આવે, એમની જોડે થયેલી વાતચીત અને એમની પ્રવૃત્તિ વિષે સાંભળો. હિંદુઓના છોકરાઓને હિંદુઓનુંજ ખવડાવીને એમને ખ્રિસ્તી બનાવે છે. આપણે આવું કેમ નથી કરી શકતા? એક દિવસ ખ્રિસ્તી સાધ્વીઓ આશ્રમમાં આવી તેઓ કહે છે અમે મુંબઈમાં ખોટા રસ્તે ચઢી ગયેલી છોકરીઓને લાવે છે અને પછી સમાજમાં લાવી, એમને ભણાવી ગણાવીને પરણાવીને સાચે રસ્તે ચઢાવે છે. આપણે આવું કેમ નથી કરી શકતા? આપણે જયારે ધર્મનું કામ કરવાનું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરીએ છીએ અને લોકોને રાજી રાખીએ છીએ. અનાથ બાળક લોકોને ઓટલે પડ્યો રહે, એની કાળજી લેવાનું આપણને સુઝતું નથી. @19.38min. 12 વર્ષ પછી બાળક તુલસીદાસને અંદરથી પ્રેરણા થઇ અને એ નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં, રખડતો ભટકતો અયોધ્યા પહોંચ્યો ત્યારે રાત્રે નવથી દશ વાગી ચૂક્યા હતા. પહેલામાં પહેલો આશ્રમ મળ્યો ત્યાં બારણું ખખડાવ્યું, તે સ્વામી રામદાસનું હતું. બાળક પોકેને પોકે રડી પડ્યો અને કહ્યું મારા ઉપર જેટલાં દુઃખો પડ્યા છે એટલા જો હિમાલય પર પડ્યા હોય તો તો હિમાલય ફાટીને ટુકડે ટુકડા થઇ જાય. ગુરુજી, મને આશરો આપો. ગુરુજીએ એને છાતીએ લગાવી દીધો. જેનું કોઈ ન હોય અને એનું જે થાય તેને સંત કહેવાય, પરમાત્મા કહેવાય. સંતનું નામ હતું નરહરિયાદાસ, એમને 12 વર્ષના તુલસીને સ્વીકાર્યો. ત્યાં એ ભણવા લાગ્યો. ભણતાં ભણતાં આ છોકરાનું દૈવત પ્રગટ થવા લાગ્યું અને આખા અયોધ્યામાં તુલસીદાસનું નામ પંકાવા લાગ્યું. ગુરુએ કહ્યું બેટા હું વૃદ્ધ થયો છું અને કહ્યું કે મારે તને સાધુ નથી બનાવવો એટલે તું ઘરે પાછો જા અને લગ્ન કર. આપણે ત્યાં ઋષિ પરંપરામાં લગ્ન કરવા અનિર્વાર્ય છે. @24.20min. તમે ઉપનિષદ વાંચજો, એમાં લખ્યું છે, “प्रजतन्तुमा व्यवत्छेत्सि” ઋષિ કહે છે, તું ઘરે જા અને પ્રજાના તંતુને તોડીશ નહીં. ગુરુએ આજ્ઞા કરી એટલે તુલસીદાસ ઘરે ગયા અને ત્યાં એમના લગ્ન થયા તે પ્રસંગ સાંભળો. જીવનમાં પ્રત્યેક સંબંધમાં મધુરતા અને કડવાશનો અનુભવ થતો હોય છે, તુલસીદાસ બધી કડવાશ પી ગયા એટલે સંત કહેવાયા. તુલસીદાસે લોકોને કહ્યું કે હું તમારા બધાના આશીર્વાદથી, તમારી કૃપાથી ભણ્યો છું. બાજુના ગામની કન્યા રત્નાવલી મળી અને તુલસીદાસ પરણી ગયા. તેઓ રત્નાવલીના પ્રેમમાં એવા ડૂબ્યા કે ચોટીયે ન દેખાય. પ્રસંગ એવો આવ્યો કે રત્નાવલીને પિયર જવાનું થયું. તુલસીદાસ કહે છે, તારા વિના હું એક મિનીટ પણ રહી શકું નહીં.@29.58min. રત્નાવલી તાળું લગાવીને, બાજુના ઘરમાં ચાવી આપીને નીકળી ગઈ. તુલસીદાસ રત્નાવલી વગર રહી શક્યા નહિ, એટલે રાત્રે 12 વાગ્યે પથારીમાંથી ઊભા થયા અને પત્નીને પિઅર પહોંચી ગયા. વરંડા કુદીને અંદર પડ્યા. શાસ્ત્રકારે લખ્યું છે કે ક્ષુધાની જે તીવ્રતા છે, એ માણસને વિવેક ચૂકવે છે. બધા આવેગ કરતાં કામનો આવેગ તો અગ્નિના આવેગ કરતાં પણ અતિ તીવ્ર છે. તુલસીદાસે રત્નાવલીને શોધી કાઢીને એને જગાડી, ત્યાં તો રત્નાવલી રણચંડી બની ગઈ. કહ્યું, “તમને શરમ નથી આવતી, આ શરીરમાં હાડકાં, ચામડું, મળ, મૂત્ર કફ ભર્યા છે, એમાં કોઈ સારી વસ્તુ નથી. જો આ ચામડું કાઢી નાંખો તો આ શરીર જોવાનું પણ નહિ ગમે, એના માટે તમે અહીં આવ્યા છો? આટલું મન જો ભગવાનમાં લગાડ્યું હોત તો તમારો બેડો પાર થઇ જાત” તુલસીદાસને બહું મોટો આઘાત લાગ્યો, વાંકા વળી રત્નાવલીના પગની ધૂળ માથે ચઢાવી અને કહ્યું, રત્નાવલી મને જે બાર વર્ષના ભણતરમાં નથી મળ્યું તે મને પાંચ મીનીટમાં મળ્યું, હવેથી તું મારો ગુરુ એમ કહી ત્યાંથી અયોધ્યા તરફ ચાલી નીકળ્યા. @35.10min. તુલસીદાસે કહ્યું ગુરુજી, મેં બધા અનુભવ કર્યા, હવે ફરી પાછો તમારે શરણે આવ્યો છું, હવે મને જાકારો ન આપશો. ગુરુજીએ એને છાતીએ લગાવ્યો અને કહ્યું, આ જરૂરી હતું, હવે ઈશ્વર તારી પાસે જે સર્જનાત્મક કામ કરાવવા માંગે છે, તે કામે તું લાગી જા. સજ્જનો, આ તુલસીદાસે પછી 16 ગ્રંથોની રચના કરી તેમાં જે અમર ગ્રંથ છે, તે “રામ ચરિત માણસ” આ ગ્રંથ એટલો અમર થયો કે ભારતના લગભગ અડધા પોણા ભાગમાં શાસ્ત્ર બની ગયો એટલે આ બંને ગ્રંથો વાલ્મીકી અને તુલસી રામાયણની થોડી ચર્ચા કરી. હરિ ઓમ તત્સત, કૃષ્ણ કનૈયા લાલ કી જય. @36.54min. સ્વામીજીનો એક પંડિત જોડે શાસ્ત્રાર્થ. @44.33min. भजन – राम नामकी अमर कथा – श्री अनूप जलोटा और चन्दन दास.