શિવ દર્શન
હિંમતપુરા ગામમાં વેડઈ માતા અને નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા પ્રસંગે

Side A –
– આપણે ત્યાં છ પ્રકારની ઇષ્ટ પૂજા છે. બ્રહ્મ પૂજા, દેવ પૂજા, અવતાર પૂજા, સિદ્ધ પૂજા, પ્રકૃતિ પૂજા અને વ્યક્તિ પૂજા. જો આ પુજાને તમે સમજશો તો તમે હિંદુઈઝમને સમજી શકશો. આપણે બ્રહ્મવાદી છીએ. પરમેશ્વર એકજ છે, એને આપણે બ્રહ્મ કહીએ છીએ,પરબ્રહ્મ કહીએ છીએ. એ નિરંજન, નિરાકાર છે, જેને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, એ સર્વ વ્યાપક પરિપૂર્ણ બ્રહ્મ છે, એટલે બધા લોકો એના સુધી પહોંચી નથી શકતા, એની ઉપાસના નથી કરી શકતા. બીજી પૂજા દેવ પૂજા છે, એમાં આપણે પરમાત્માની ક્ષમતાઓ, શક્તિઓનો એક એક ભાગ કરી એનો એક એક દેવ બનાવીએ છીએ. ઇન્દ્ર, વરુણ,કુબેર, પ્રજાપતિ વગેરે. એ પછી અવતાર આવે છે જેની અંદર રામ, કૃષ્ણ વગેરે આવે છે. એ પછી સિધ્ધ લોકો આવે છે. જે જીવાત્માઓ સાધના કરતાં-કરતાં ઊંચી કક્ષાએ પહોંચ્યા તેઓ સિધ્ધ કહેવાયા. સાંઈબાબા, જલારામ બાપા વગેરે પોતાની શક્તિથી લોકોના થોડા-ઘણાં કામ કરે એ સિધ્ધ પૂજા છે. આપણાં પૂર્વજો પ્રકૃતિ પ્રેમી હતા, પ્રકૃતિની ગોદમાં રહેતા હતા એટલે આપણે પ્રકૃતિ પૂજક છીએ. આપણે સૂર્યને, ચંદ્રને ગંગાજી, નર્મદાજી, ધરતી માતા વગેરે ઈશ્વરની પ્રકૃતિને પૂજીએ છીએ. છઠ્ઠી વ્યક્તિ પૂજા છે, એમાંયે વ્યક્તિને ઈશ્વર સમજીને પૂજીએ ત્યારે એ વ્યક્તિ પૂજા છે. @4.58min. આ છ પૂજાઓ છે, એમાંથી મારે થોડી ચર્ચા નીલકંઠ મહાદેવ વિષે કરવાની છે, કારણકે નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા થઇ રહી છે. પહેલાં કહ્યું એમ એક બ્રહ્મ છે અને એ એક બ્રહ્મના ત્રણ દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ બ્રહ્મ જયારે ઉત્પત્તિ કરે ત્યારે બ્રહ્મા કહેવાય, પાલન કરે ત્યારે વિષ્ણુ કહેવાય અને સંહાર કરે ત્યારે શિવ કહેવાય. આપણે અહિ શિવ એટલે મહાદેવની ચર્ચા કરીશું. તમે કદી વિચાર કર્યો કે સંહાર કરે એને શિવ કહેવાય? એટલે એ કલ્યાણનો દેવ છે. ખેતરમાં તમે ઘાસ, ખળ, દાભળો એ બધાનો સંહાર કરો તો બાજરી સારી રીતે ઊગે. એમ આપણી સૃષ્ટિમાં નબળા અને આસુરી તત્વોનો સંહાર કરો તોજ સજ્જનો સુખી થાય. જો આસુરી તત્વોને તમે પોષણ આપો તો, તો સજ્જનો દુઃખી-દુઃખી થઇ જાય. પોલીસ ખાતું એ સંહાર ખાતું છે, એટલે લોકો શાંતિથી રહી શકે છે એટલે એમ શિવ એ કલ્યાણકારી દેવ છે, જેને આપણે મહાદેવ પણ કહીએ છીએ. પુરાણોમાં “મીથ” આવે છે, એને માઇથોલોજી પણ કહેવાય. દેવો અને અસુરો બંને ભેગા થયા. દેવો અને અસુરો સનાતન છે, આજે પણ છે. આ બેનો સંઘર્ષ પણ કાયમ છે, કદી શાંતિ હોતીજ નથી. આ બંને ભેગા થઇને નક્કી કર્યું કે આપણે “અમૃત” પ્રાપ્ત કરવું છે. સુખી માણસ મરવા ના માંગે પણ દુઃખી માણસ પણ મારવા નથી માંગતો. જેની પાસે પુષ્કળ સુખ-સાહ્યબી હોય અને વારસદાર ન હોય તે બહુ દુઃખી થાય. દશરથને આજ દુઃખ હતું. ઘણીવાર વારસદાર હોય પણ કુપાત્ર હોય. જે બહુ મોટાં કામો કરતો હોય અને કામો અધુરાં રહેતા હોય તેને મરવાનું ન ગમે. @11.40min. માણસોનો પહેલેથીજ પ્રયત્ન રહ્યો છે કે એને એવું એક અમૃત મળી જાય કે પછી મરવુંજ ન પડે. એટલે દેવો અને અસુરો ભેગા થયા, કારણકે દેવોને પણ અમર થવું છે, એટલે અમૃત પ્રાપ્ત કરવું છે, પણ અમૃત તો દરિયામાં છે. અને જો સમુદ્રમાંથી જો અમૃત મેળવવું હોય તો એનું મથન કરવું પડે. આપણે ત્યાં પ્રાચીન પધ્ધતિ છે કે જો તમારે જ્ઞાન જોઈતું હોય તો “वादे वादे जायते तत्वबोध” બે જ્ઞાનીઓ, બે ડાહ્યા ભેગા મળી વાદ કરો. અહીંથી દેવ અને અસુરોએ કરેલું સમુદ્ર-મથન સાંભળો. @15.00min. દેવો મસ્તીમાં મહેફિલ મનાવી રહ્યા છે, ત્યાં નારદજી પહોંચી ગયા અને કહ્યું, અલ્યા મૂર્ખાઓ તમને ખબર છે કે કાલે તમે સમુદ્ર મથન કરવાના છો અને શેષનાગનું મોઢું તમારા તરફ રહેશે તો જયારે એ ઝેર ઓકશે તો તમને સાફ કરી નાંખશે? એટલે હું તમને બચાવવા આવ્યો છું. સજ્જનોની રક્ષા માટે કોઈ અપેક્ષા ન રાખે અને સક્રિય બને એ નારદ કહેવાય. ગામમાં દેવ જેવા સજ્જનો હોય પણ સજ્જનોમાં ભોળપણ વધારે હોય એટલે કુટિલ માણસો એમને છેતરે ત્યારે નારદ આવે. નારદ પછી અસુરો પાસે ગયા અને કહ્યું કાલે તમારું નાક કપાવાનું છે. તમને નાગનું પૂછડું પકડાવશે અને દેવો મોઢું એમના તરફ રાખશે. અસુરો કહે અમે પૂછડું લઇએજ નહિને, અને પછી નારદે શું ભાગ ભજવ્યો તે સાંભળો. @20.02min. જે ટાઢા પાણીએ ખસ કાઢે એને મુત્સદ્દી માણસ કહેવાય. સમુદ્રનું મથન તો કર્યું પણ અમૃત ન નીકળ્યું પણ સૌથી પહેલું ઝેર નીકળ્યું એટલે બધાં પડતું મૂકીને ભાગ્યા. અમૃત પીવા બધા તૈયાર હોય છે, પણ ઝેર પીવા કોઈ તૈયાર નથી હોતું. કડવું વચન, બદનામી, ટીકા એ ઝેર છે. જ્યાં તમે કોઈપણ મોટી પ્રવૃત્તિ કરો છો, ત્યાં તમારી ટીકાજ થવાની. સંતનું પારખું શું છે? એ નિંદા કેટલી સહન કરી શકે છે? રાજનેતાની પરિક્ષા પણ એજ છે કે એ ટીકા કેટલી સહન કરી શકે છે? ફરક એટલોજ કે સંત નિંદા સહન કરીને પણ આશીર્વાદ આપે છે. @25.08min. ઝેર નીકળ્યું એટલે દેવો અને દાનવો બધા ભાગ્યા અને વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે આ મારું કામ નહિ, મારે તો કંઈ ભોગ ધરાવવાનો હોય તો આવું. તમે સ્મશાનમાં એક દેવ બેઠો છે, તે આવા કામ કરે છે, એનું નામ છે મહાદેવ એની પાસે જાવ. મહાદેવજી સમાધિમાં બેઠેલા હતા. ધ્યાન દો, પેલા બ્રહ્મની તો કોઈ કથાજ ન હોય કારણકે એ તો નિરંજન, નિરાકાર છે. કથા કરવી છે એટલે આપણે દેવ બનાવ્યા છે. બધા દેવો મહાદેવ પાસે આવ્યા અને કહ્યું કે સમુદ્ર મથનથી ખુબ ઝેર નીકળ્યું છે, આ ઝેર અમને મારી નાંખશે, અમને બચાવો. જેને અમૃત જોઈતું હોય એણે પહેલાં ઝેર પચાવવાની ઈચ્છા રાખવી. ઝેરથી ભાગે એ અમૃતનો અધિકારી નથી. મહાદેવે કહ્યું, તમે ચિંતા ન કરો. મહાદેવે કટોરામાં બધું ઝેર ભરી લીધું અને ઘટ ઘટ ઘટ ઘટ પી ગયા. “बहुर्द्योद्यो स्तंम्यात त्यनिभृतजटा काळीततका, जगतरक्षा येहितुं नटसि ननुवामयी विभुता” અમૃત પીવે એ દેવ કહેવાય પણ ઝેર પીને પણ અમર રહે એને મહાદેવ કહેવાય. તુકારામ મહારાજ ચંદ્રભાગા નદીને કિનારે રોજ પરોઢિયે નહાવા જાય. ઉનાળામાં ચંદ્રભાગા સુકાય જાય પણ વચ્ચે કુવા કરેલા એમાં નહાય લે. ત્યાં કુવા ઉપર જુએ છે તો એક સ્ત્રી ઊભેલી છે અને એ સ્ત્રીએ એની ફાંટમાં પથરા ભર્યા છે. તુકારામ વાતને સમજી ગયા. તુકારામ કહે બહેન તમે શું કરો છો? સ્ત્રીએ કહ્યું તુકારામ, હું બ્રાહ્મણી છું અને વિધવા છું પણ મારો પગ લપસી ગયો છે. હવે હું આ દુનિયાને મોઢું બતાવવાને લાયક રહી નથી એટલે મારે આ કુવો ખોલવો પડશે, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તુકારામે કહ્યું આ કામ નહિ થઇ શકે, એટલેજ ભગવાને અડધી રાતે મને અહીં મોકલાવ્યો છે કે જા તું એક નહિ, બે જીવ બચાવ. તુકારામે પથરા કઢવી નાંખ્યા. પેલી સ્ત્રી કહે છે, હું જાઉં ક્યાં? મારે પગ મૂકવાની કોઈ જગ્યા નથી. @30.34min. હિંદુ પ્રજાની પાસે આલીશાન મંદિરો છે, મઠો છે, કરોડો-કરોડોના આશ્રમો છે. 56 ગજની ધજાઓ છે, 56 ભોગ છે, સોનાના મુગટો છે પણ એક વિધવાને પગ મૂકવાની જગ્યા નથી, એક અનાથ બાળકને પગ મૂકવાની જગ્યા નથી. કારણકે આપણે ભગવાનવાદી બન્યા પણ માનવતાવાદી ન બન્યા. એટલે વિધવા, ત્યકતા હોય અને ભૂલ કરે તો ક્યાંતો એ કુવામાં જઈને પડે કે બીજી રીતે મરે. ભૂલ કરે તો પુરુષને પણ એટલુંજ પાપ છે પણ એને પાપ ચોંટતું નથી. પુરુષ તો પાપ ખંખેરીને ચાલતો થાય પણ સ્ત્રીને તો પાપ ચોંટે છે. અહલ્યા અને ભર્તુહરિના ઉદાહરણો સાંભળો. ભૂલોનો સ્વીકાર કરે એને ઋષિ કહેવાય, સંત કહેવાય, માનવ કહેવાય. @35.06min. બધી બાબતનો વિશ્વાસ કરજો પણ સેક્ષના ક્ષેત્રમાં કયો માણસ કેવી રીતે ગબડી પડે એ કહેવાય નહીં. ગૌતમ, તું જો આવી ભૂલ કરત તો અહલ્યા તને શીલા બનાવી દેત? તારો(ગૌતમનો) ત્યાગ કરી દેત? ગૌતમ ઋષિને એની ભૂલ સમજાય. ઘર ભંગાવે એને સંત ન કહેવાય. ભાંગેલું ઘર જોડી આપે એને સંત કહેવાય. એક સંતે જેનું ઘર તોડાવ્યું હતું એવી એક દુઃખી બહેનની વાત સાંભળો. આ બહેનનું ઘર સ્વામીજીના પુસ્તકો અને કેસેટો સાંભળવાથી પાછું હતું તેવું જોડાઈ ગયું તે સાંભળો. @39.37min. એટલે પેલા તુકારામે કહ્યું, બેટા, તું બ્રાહ્મણની દીકરી છે, હું તો પટેલ છું, પણ તું મારે ઘરે ચાલ. તારે પગ મૂકવાની જગ્યા મારું ઘર છે. પેલી બાઇએ કહ્યું મારા કારણે તારા ઉપર લોકો ધૂળ ઉડાડશે. તુકારામ કહે કશો વાંધો નહિ, વિઠ્ઠલની મરજી. જે થવાનું હોય તે થાય, હું તને મરવા નહિ દઉં. તુકારામ એ સ્ત્રીને ઘરે લઇ ગયા અને લોકોને કહ્યું આ પાપ મારું છે એમ કહીને પેલી સ્ત્રીનો બધો દોષ લઇ લીધો. “સંતને સંતપણા રે ભાઈ, મફતમાં નથી મળતા” પારકું ઝેર પોતે પી લીધું અને બે જીવો બચાવ્યા. એટલે ભગવાન શિવે પેલું ઝેર પી લીધું. ઝેર પીવાના ત્રણ રસ્તા છે. ઝેર જો પેટમાં જાય તો આખા શરીરમાં પ્રસરે અને માણસ મરી જાય. બીજો રસ્તો એ કે તમે થૂંકી દો. પણ એમ કરે તો વાતાવરણમાં બધે ફેલાય જાય. ત્રીજો રસ્તો છે, એને ગળામાં રાખી લો અને મહાદેવે ગળામાં રાખી લીધું. ગળું ઝેરથી લીલું થઇ ગયું એટલે નામ પડ્યું “નીલકંઠ” @44.53min.એટલે સજ્જનો, મહાદેવે સંસારનું ઝેર પોતાનામાં પચાવ્યું છે અને તેથી સંસારને મરતો બચાવ્યો છે. પણ અહિયાં વેળય(વેડય) માતા છે, તમે કદી વિચાર કર્યો કે વેડય માતા એટલે શું? મૂળમાં એમનું નામ છે, ‘વેરઈ’ માતા અને એનું થઇ ગયું “વેડય” મૂળ સંસ્કૃતમાં નામ છે “વારાહી” એ આપણે ત્યાં ભગવાનના “વરાહ” અવતાર પરથી નામ પડ્યું છે એનું અપભ્રંશ થતાં થતાં વેરઈ અને એનું થયું વેડઈ. લંડનમાં સ્વામીજીએ ગોરા લોકોને આપેલી આરતી ની સમજણ સાંભળો.