લંડન, યુ.કે.

Side1A –

– મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ અને સંત તુલસીદાસજી વિરચિત રામચરિત માનસ, આ બંનેના તુલનાત્મક અધ્યયનની કેટલીક વાતો બહું સ્પષ્ટ થઇ શકે એવી શક્યતા છે. આ બંને રામાયણોમાં શું શું વિશેષતાઓ છે? શું શું ફરક છે? એની સમાજ પર શું શું અસર છે એની વાતો કરવાની છે, પણ એ પહેલાં આ બંનેના જીવનની થોડી ચર્ચા કરવાની છે તે સાંભળો. તમે જે કંઈ બન્યા એમાં સૌથી વધુમાં વધુ કોણે ભાગ ભજવ્યો? જિંદગીના બે ભાગ છે. કેટલીક બાબતો ઈશ્વર પ્રદત્ત હોય છે અને કેટલીક બાબતોમાં તમે ઉમેરો કરી શકો છો. તમે એન્જીનીઅર, ડોક્ટર થઇ શકો પણ લાખ પ્રયત્નો કરીને પણ તમે વાલ્મીકી, તુલસીદાસ, રવીન્દ્ર કે શેક્સ્પીઅર ન થઇ શકો, કારણકે સર્જાત્મક શક્તિ એ ઈશ્વર પ્રદત્ત હોય છે. જે પુરુષાર્થથી સાહિત્ય રચતા હોય છે, તે ભાગ્યેજ અમર થતું હોય છે પણ જેની અંદરથી ઉછળતા બોરીન્ગની માફક નીકળતું હોય એજ અમર થતું હોય છે. @5.06min. એક ફંકશનમાં નરસિંહ મહેતાનું ભજન “ઊંચી મેડી તે મારા સંતની” વિષે સાંભળો. મહર્ષિ વાલ્મીકી અને સંત તુલસીદાસ આ બંને મહાન રચૈતા છે, એમની પાછળ એક બહું મોટો ધક્કો કામ કરતો હોય છે. પ્રેમચંદની કહાણી અને માયાદેવીની કવિતાઓ તમારા હૃદયને સ્પર્શ કરી જશે, કારણકે એ ધક્કો લાગી ચૂકેલી વ્યક્તિઓ છે. @10.33min. વાલ્મિકીનું જીવન ચરિત્ર અને એને ધક્કો ક્યાં કેવી રીતે લાગ્યો? તે સાંભળો. કૃષ્ણ દ્વારિકા છોડીને કેમ ચાલ્યા ગયા? કૃષ્ણ પાસેથી મૃત્યુ વિષે ખાસ ઘણું શીખવાનું છે. @15.13min. રામ જયારે અયોધ્યાથી નીકળ્યા ત્યારે આખી અયોધ્યા પાછળ દોડી, પરંતુ કૃષ્ણ જ્યારે દ્વારિકામાંથી નીકળ્યા ત્યારે કોઈ દ્વારિકાના કોઈ માણસો પાછળ ન દોડ્યા, એમાં કૃષ્ણ કારણ નથી પરંતુ દ્વારિકાના માણસોનું વ્યક્તિત્વ કારણ છે. કોઈએ શાયરને પૂછ્યું તમારી રોજી રોટી શામાંથી ચાલે છે? શાયરે કહ્યું “न पूछो हाल मेरे कारोंबारका, अंधोकी नगरीमें आयना बेचा करता हूँ” કૃષ્ણ ઉત્સર્ગ કરવા ગયા ત્યારે ઉદ્ધવજ પાછળ ગયો. ભાગવતમાં શ્રી કૃષ્ણે ઉદ્ધવને ઉપદેશ રૂપે આપેલો સંવાદ જરૂર વાંચજો. “मरना भलो विदेशको, जहाँ न अपनों कोई. माटी खाये जनावरा, महा सुमंगल होय” મૃત્યુ નજીક આવે અને માણસની અંદર તીવ્ર વૈરાગ્ય હોય તો તેની એકજ ઈચ્છા હોય કે આ મારો દેહ હોસ્પિટલને આપી દેવો. કૃષ્ણ કહે છે, હું એકલો વિદાય થવાનો છું, ઉદ્ધવ તું જતો રહે. @20.32min. ઐશ્વર્ય અને કુસંગ બંને નજીક રહેતા હોય છે. દ્વારિકા સોનાની થઇ અને સોનું વ્યસન તરફ વળ્યું અને એ વ્યસને દ્વારિકાને ખતમ કરી દીધી. વાલ્મીકી કુસંગમાં પડ્યા, ચોર-લુંટારા સાથે ભળી ગયા. ગાંધીજીને લાગેલો પહેલો ધક્કો વિષે સાંભળો. વાલ્મીકી પશુ પક્ષીઓને મારે, યાત્રાળુઓને લૂંટે અને એમાંથી એની આજીવિકા ચાલે. સ્ત્રીઓના દ્વારા સુધરેલા હજારો પુરુષોની કથા છે, પરંતુ પુરુષોના દ્વારા સુધારેલી એક પણ સ્ત્રીની કથા મળતી નથી. @24.56min. સ્વામીજીની બાયપાસ સર્જરીનો અનુભવ અને ડોક્ટર સાથે સ્ત્રીની પવિત્રતા વિષેનો વાર્તાલાપ સાંભળો. મુંબઈમાં એક કુંવારા માણસે રહેવા માટે જગ્યા કેવી રીતે મેળવી? અને પછી કન્યા પણ કેવી રીતે મેળવી તે સાંભળો. પુનિત મહારાજનું વંદન ગીત વિષે સાંભળો. @30.03min. સ્ત્રીનું પૂરું વ્યક્તિત્વ એના રજસ્વલાના ચાર દિવસોમાં છે. એ ચાર દિવસોમાંથી બુદ્ધ થાય છે, મહાવીર થાય છે, રામ અને કૃષ્ણ થાય છે, એટલે સ્ત્રી પવિત્ર છે. વાલ્મીકીને સંત મળ્યા અને વાલ્મીકીનું પરિવર્તન થયું. રામનામનો મંત્ર મળ્યો, એક જગ્યાએ પલાંઠી વાળી 12 વર્ષ સુધી જાપ કર્યો. @36.15min. ગુરુ નાનકદેવ ફરતાં ફરતાં અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં પહોંચ્યા અને કિબલા તરફ અજાણતા કરીને સુતા પછી શું થયું તે સાંભળો. એક સંત અને માતાજી અમેરિકામાં આવ્યા તેમની આડંબરવાળી હાસ્યાસ્પદ વાતો સાંભળો. આવી વાતોથી લોકો પ્રભાવિત થતા હોય છે. નાનકથી પ્રભાવિત થઈને એમને મહેમાન તરીકે પીવા માટે લઇ ગયા. નાનકે કહ્યું “गांजा भांग अफीण मद, शाम खाय सुबह उतर जाय. नानक नशा नामका चढ़ा रहे अठजाम” @41.min. સાધુઓમાં એક માન્યતા છે કે એકની એક ક્રિયા 12 વર્ષ સુધી કરો તો એનાથી સિધ્ધી પ્રગટ થાય. બુલ્લેશાહની કાફી સાંભળો. વાલ્મીકીએ 12 વર્ષ સુધી રામનામનો જાપ કર્યો, એક પીરીયડ પૂરો થયો એટલે સર્જનાત્મક શક્તિએ જોયુંકે આની પાસે કામ કરાવવું છે. વાલ્મીકી સવારના પહોરમાં તમસા નદીમાં સ્નાન કરવા નીકળ્યા, ત્યાં બે કૌંચ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. @46.40min. ઋષિ ત્યાં ઊભા રહી ગયા પછી શું થયું તે સાંભળો. એકજ દ્રશ્યને બે વ્યક્તિઓ જુદી જુદી રીતે જુએ છે. પારધીએ તીર છોડ્યું અને નર પક્ષીનાં કાળજામાં વાગ્યું, માંદા પક્ષી વિલાપ કરવા લાગ્યું, એ જોઈ ઋષિ હચમચી ગયા. “मानिषाद प्रतिष्ठा त्वमगम, यत्क्रौंच मिथुनात एकम अवधि: काम मोहितम्” રામાયણનો આ બહું પ્રસિદ્ધ સ્લોક છે. એ પારધી, તને જિંદગીમાં કદી પ્રતિષ્ઠા ન મળે, કે જે બીજાને મારનારા છે, ઘરને તોડનારા છે. આ બિચારાં લીલા કરી રહ્યા હતા, એવા સમયમાં તેં બે માંથી એકને માર્યું?