હિંદુઓનું ભવિષ્ય – અમદાવાદ

Side B –
– ભારતમાં ભગવાનજ ભગવાન. એમાં બે-ચાર તો મારા મિત્રો છે અને એમના કરોડોના મંદિરો બંધાય છે. ભગવાન લખવા પાછળનો હેતુ સાંભળો. પૂજ્ય મોટા એક દિવસ એવા ભગવાનને ઘરે લઇ આવ્યા તો ઘરમાંજ ઝાડો કર્યો, પછી એકને એણે તમાચો માર્યો તો લોકો એને પોતાનું અહોભાગ્ય સમજે કે હવે બેડો પાર. આવી વ્યવસ્થા તમને બળવાન બનાવશે કે દુર્બળ બનાવશે? આ સંપ્રદાયો શું ખરેખર લોકોનું કલ્યાણ કરે છે? કેટલાકની તો એવી ભયંકર છાપ કે લોકો દૂર દૂરથી ભાગે છે. @3.12min. એક ઓળખીતા સાધુના દુઃખની વાત સાંભળો. અત્યારે થોડા સમયથી બ્રહ્મ સંબંધ આપવા માટેનો ઝગડો ચાલે છે. જેનો પોતાનો બ્રહ્મ સંબંધ થયો નથી એવાએ 35000 લોકોનેબ્રહ્મ સંબંધ આપ્યો, અને કાયમની બેઠ્ઠી આવક ઉભી કરી દીધી. ઉપર જણાવેલી ત્રણ રીતે વિચારો તો તમને સચોટ જવાબ મળશે કે આવનારા પચીસ-પચાસ વર્ષમાં હિંદુ પ્રજા ક્યાં હશે? આશાવાદ હોવો જોઈએ પણ તે શક્ય હોવો જોઈએ, તો એ આશાવાદ તમને પુરુષાર્થ કરાવશે. રાઈટર બંધુનો આશાવાદ સાંભળો. નારદ અને તપસ્યા કરતા માણસનું ઉદાહરણ સાંભળો. ધરતી પકડનો કલ્પનાવાદ. શક્ય હોય એવો આશાવાદ માણસમાં હોવો જોઈએ. @9.47min.એના ઉપર એક બીજો વાદ છે તે આદર્શવાદ. તમે આશાવાદી છો પણ સાથે સાથે આદર્શવાદી પણ છો. યુધિષ્ઠિર આદર્શવાદી છે, ભીમ આદર્શવાદી નથી. ગાંધીજીનો આદર્શવાદ અને સરદાર પટેલનો વાસ્તવવાદ સાંભળો. નીતિકારે લખ્યું છે કે “कृता कृता क्रुत्यम्न् मन्येत, क्षत्रियो युधि सङ्गथ्:” કોઈ ક્ષત્રિય જયારે જુદ્ધ કરવા માટે યુદ્ધના મેદાને ચઢ્યો હોય તો પાણીમાં પોરાં વીણવાના ન હોય. મહંમદ ગઝનીએ જયારે સોમનાથ પર ચઢાઈ કરી ત્યારે એને ખબર હતી કે હિન્દુઓને હરાવવા હોય તો આગળ ગાયનું ધણ લઇ જાવ. ગાય પર હથિયાર ચલાવાય નહિ, એ આદર્શવાદ છે, પછી શું થયું તે તમે જાણો છો. ગાંધીજીએ કહ્યું કે આટલા કરોડ પાકિસ્તાનને આપવાના તે આપવાના. સરદારે કહ્યું એ પાકિસ્તાન આપણી સામેજ શસ્ત્રો લઈને વાપરશે. ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા અને અંતે આપવા પડ્યા, આ આદર્શવાદ છે. રાજકારણમાં અતિ આદર્શવાદી કદી સફળ ન થઇ શકે. તમને પ્રસંગને અનુરૂપ બંધ-છોડ કરતા આવડવી જોઈએ. કાશીમાં સેમિનાર હતો કે સોમનાથમાં ગાયો પર હથિયાર ચલાવવા જોઈતા હતા કે નહીં? બધાએ ના પાડી, મેં કહ્યું શસ્ત્રો ચલાવાય, કારણકે ગયો તો અંતે મરવાનીજ હતી. હું એકલોજ જુદો પડ્યો. આનો કોઈ અનર્થ ન કરે કે તમે બધા આદર્શ વિહીન થઇ જાવ. જીવનમાં આદર્શો તો હોવાજ જોઈએ. હું એક પૈસો લાંચ નહી લઉં એ આદર્શ છે, પણ હું એક પૈસો લાંચ નહિ આપું એ બરાબર નથી, ઉદાહરણ સાંભળો. @15.57min. છેલ્લો જે વાદ છે, એ વાસ્તવવાદ છે. ભીમ વાસ્તવવાદી છે, ભીમ દ્રૌપદીને લઈને સભામાંથી ભાગ્યો હતો તે ઉદાહરણ સાંભળો. સરદાર પટેલનું પણ એવુજ. બધે સફળતાજ સફળતા. નહેરુએ અટકાવ્યા અને અટકી ગયા તે આજ દિન સુધી અટકી ગયા. આપણે ત્યાં ચાણક્ય વાસ્તવવાદી છે, ચાણક્યનું અર્થશાસ્ત્ર જરૂર વાંચજો. ચાણક્યે લખ્યું છે કે દારૂના પીઠાં ક્યા હોવા જોઈએ? ચાણક્યે દારૂના પીઠાંને માન્યતા આપી છે. ગાંધીજીનું ગુજરાત એટલે સંતોની ભૂમિ છે પણ ગાંજો પીવાય છે. અહીયાં દારૂબંધીમાંથી બુટલેગરો ઉભા થયા, આતંકવાદ શરુ થયો અને આખી નર્મદા પૂરી થાય એટલું રીવન્યુ ગુમાવ્યું. દારૂ પીને મરી જાય તો સરકાર એને લાખ રૂપિયાની મદદ કરે અને કોઈ ફાયર બ્રિગેડવાળો ફરજ પર મરી જાય તો કોઈ એની ફેમીલીને પૈસોયે ન આપે. આ આદર્શવાદ છે, તમે લાખ પ્રયત્ન કરો, લોકો પીવાના, પીવાના તે પીવાનાજ છે. લોકો ખોટી વસ્તુ પીને મરે એના કરતાં વાસ્તવવાદી બનોને? મેં એક નેતાને કહ્યું કે આ તો રેવન્યુ ખોવાનું અને અરાજકતા થાય, એના કરતા મહારાષ્ટ્રની જેમ દારૂબંધી કાઢી નાંખો ને? નેતાએ કહ્યુ કે અમારે તો કાઢી નાંખવું છે પણ આ ગાંધીવાદીઓ અને સર્વોદયવાદીઓ અમને જીવવા ન દે, હડતાલ પર ઉતરી જાય અને મીડીયાવાળા એને ચગાવે. ચાણક્યે અર્થતંત્રની અંદર કહ્યું છે કે કુળવધુને સલામત રાખવી હોય તો વેશ્યાવાડાની પણ જરૂર છે. સ્વીડનમાં બિલકુલ રેપના કિસ્સાઓ નથી બનતા. નિયમો હોવા જોઈએ પણ શક્ય નિયમો હોવા જોઈએ, નહિ તો સડો થાય. સ્વામીજીનું પુસ્તક નરનારીના સંબંધો, આવેગો અને લાગણીઓ વિષે એક 25 વર્ષથી વિધુર એવા વૃદ્ધની વાત સાંભળો. ચાણક્ય વાસ્તવવાદી છે. @23.43min. એક નિરાશાવાદ છે, એ માણસના સ્વભાવમાં હોય છે. દરેક બાબતમાં નિરાશાજ નિરાશા. કેટલીકવાર તમને ખાતરી થાય કે અહિં સફળતા મળવાની નથી અને તમે આગળ પગલું ન ભરો એ નિરાશાવાદ નથી. લંડનમાં ટ્રફાલગર સ્ક્વેરનો ઈતિહાસ સાંભળો. આપણે ત્યાં ઘણાં વીર પુરુષો અને શહીદો થયા, પણ એમનું સ્ટેચ્યુ મૂકતાં નથી પણ અમે સાધુઓ અમારી હયાતીમાંજ અમારા સ્ટેચ્યુ મૂકાવીએ છીએ અને મતભેદ પડે તો સોપારી આપવા સુધી અમે અચકાતા નથી. આપણે વ્યક્તિ પૂજક છીએ અને તે પણ કેવી વ્યક્તિ કે જેણે દેશ, સમાજ કે માનવતાનું કશું કામ ન કર્યું હોય. નિરાશાવાદી કોને કહેવાય તે સાંભળો. તમારો પુરૂષાર્થ સાચો હોય તો પણ તમે નિષ્ફળ થઇ શકો છો. અમેરિકા અને બ્રિટન વચ્ચે સમુદ્રમાં બબ્બે વખતની નિષ્ફળતા પછી સફળતા પૂર્વક કેબલ નંખાયેલો એ વિષે સાંભળો. આ આશાવાદ કહેવાય. @29.43min. પ્રયત્ન કર્યા વગર જો તમે કહો કે ના રે ના આ તો થાયજ નહિ તો એને નિરાશાવાદ કહેવાય એ તમારા સ્વભાવમાં છે. નિરાશાવાદી કદી જીવનમાં મહાન કાર્ય ન કરી શકે એટલે સજ્જનો મારે તમને આટલીજ વાત કરવાની કે ભારતનું ભવિષ્ય એટલે કે હિંદુ પ્રજાનું ભવિષ્ય સુધારવું કે બગાડવું એ તમારા ચિંતન સાથે સંકળાયેલું છે. જો તમારા ચિંતનમાં આશાવાદ સાથે વાસ્તાવવાદનો મેળ હશે તો તમે ભારતનું ભવિષ્ય, હિંદુ પ્રજાનું ભવિષ્ય સુધારી શકશો, પણ જો તમે નિરાશાવાદી, કલ્પનાવાદી અને અતિ આદર્શવાદી હશો તો તમે ભારતનું અને હિંદુ પ્રજાના ભવિષ્યને બગડી નાંખશો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણે વાસ્તવવાદ અને આશાવાદ નો મેળ કરી એવા ઉપાયો કરીએ કે જેથી આવનારા વર્ષોમાં ભારતદેશ અને હિંદુ પ્રજા બળવાન, સંગઠિત, શક્તિશાળી બને અને ભવિષ્ય નિશ્ચિંત કરીને જીવે એવી પરમેશ્વરને પ્રાર્થના, બહું આનંદ થયો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @33.20min. ફ્રાન્સનો ઈતિહાસ @35.09min. દિગંબર સાધુ અને રાણી @37.30min. ભજન – માનવ નડે છે માનવીને – શ્રી નારાયણ સ્વામી.