હિંદુ ધર્મની પાંચ પૂજા – પેટલાદ
Side B –
– હિંદુ ધર્મને સમજવો હોય તો એની જે પાંચ પૂજાઓ છે તે સમજવી જરૂર છે. એની સર્વોચ્ચ પૂજા બ્રહ્મ પૂજા છે, બીજી દેવ, ત્રીજી પ્રકૃતિ, ચોથી સિદ્ધ અને પાંચમી ભૂત પૂજા છે. આપણે ત્યાં સર્વોચ્ચ પાવર છે તે “एक मेवा अद्वितियम्” આપણે બ્રહ્મવાદી છીએ અને દેવવાદી પણ છીએ. જેને જે જગ્યાએ શ્રદ્ધા હોય ત્યાં તેની પૂજા કરે, એની વિશેષતા એ છે કર તમે કોઈપણ દેવની પૂજા કરો એનું પરિણામ તો પરમેશ્વર પાસેજ જતું હોય છે. “आकाशं पतितं तोयं यथा गच्छति सागरं, सर्व देवो नमस्कारं केशवम् प्रति गच्छति.” આકાશમાંથી પડેલું વરસાદનું પાણી વાંકું-ચૂકું થઈને અંતે સમુદ્રને મળે છે, એવીજ રીતે કોઈપણ દેવની ઉપાસના કરો તો એ ઉપાસના અંતે તો તે પરંબ્રહ્મ પરમાત્માનેજ પ્રાપ્ત થાય છે. રૂચી પ્રમાણે લોકો દેવને પગે લાગે છે, એનો નિષેધ કટ્ટર સામ્પ્રદાયિકો કરતા હોય છે. હિંદુ ધર્મ કહે છે, તમને જ્યાં લાગે ત્યાં બધે માથું નમાવો, બધે એકજ પરમાત્મા છે. નરસિંહ મહેતાનું ભજન છે, “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે” @4.30min. એટલે આપણે બ્રહ્મ પૂજક, દેવ પૂજક પછી પ્રકૃતિ પૂજક પણ છીએ. પ્રકૃતિને સમજો, આ ટેબલ કોઈની કૃતિ છે પણ સૂર્ય એ પ્રકૃતિ છે. જેને સામાન્ય માણસ ન બનાવી શકે એવી જે અદભૂત કૃતિ હોય એને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એટલે આપણે સૂર્ય, ચંદ્ર, ગંગા, હિમાલયને પૂજીએ છીએ. ઘણા લોકો એમ સમજે કે આ લોકોમાં બુદ્ધિ નથી, એવું નથી, આના પાછળ એક ઊંડી સમજણ છે. જો તમને બદરી-કેદારનાથની યાત્રાનું મહત્વ ન સમજાય તો હિમાલયની યાત્રા પણ કોણ કરે? રામેશ્વર, જગન્નાથ પૂરી કોણ જાય? આ યાત્રાઓની પાછળનો હેતુ છે કે તમારા ધર્મના વિશિષ્ટ સ્થાનો, દેશ-કાળને જુઓ અને સમજો. આપણે ધરતીને, ગાયને માતા કહીએ છીએ, કારણકે આ પ્રકૃતિ છે, એના દ્વારા તો અનાજના ભંડાર ભરાય છે. જે કોઈ “દે” એનું નામ દેવ કહેવાય. એટલે આમ આપણે પ્રકૃતિ પૂજક પણ છીએ. @6.37min. આપણી ચોથી પૂજા એ સિદ્ધ પૂજા છે. આ સિદ્ધ પૂજાને સમજવા જેવી છે. માણસ, આમ તો બધા સરખા છે, પણ શક્તિમાં સરખા નથી. પરસેવો પાડીને અંબાણી ન થવાય કે અંબાણી થવાની કોઈ કોલેજ નથી. અંબાણી કેવી રીતે થવાય? અંબાણી ભગવાન બનાવે છે. બાજુના ગામના છોકરાએ અંબાણી થવા નોકરી છોડી અને છેવટે આપઘાત કર્યો તે વિષે સાંભળો. @10.34min. ઘણા લોકો એમ સમજે છે કે પ્રકૃતિ એટલે જડ પૂજા છે, એ તો પથરા છે. અરે, પથરા નથી એ તો, તમારી બુદ્ધિમાં પથરા છે. આપણે સિદ્ધ પૂજક પણ છીએ. જે માણસની કક્ષા વધતાં વધતાં ચરમ કક્ષાએ પહોંચે, એ સિદ્ધ કક્ષા કહેવાય. યોગ સૂત્રમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે “जन्मोषाधि, मन्त्र, तप: समाधिजा सिद्ध्य्:” પાંચ રીતે માણસમાં સિદ્ધિ આવે છે. જન્મ, ઔષધી, મંત્ર, તપ અને સમાધી. કેટલાક લોકો જન્મથીજ સિદ્ધ હોયછે અને એ જયારે વધારે ઉંચી કક્ષાએ પહોંચે ત્યારેજ લોકોને ખબર પડે. સાંઈબાબા શીરડીમાં આવ્યા, ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું કોઈને કશી ખબર નથી. “રમતો જોગી” ફરતો ફરતો એની મસ્તીમાં શીરડીમાં આવ્યા. જેને ત્રણ વસ્તુની જરૂર ન હોય તે રમતો જોગી થઇ શકે તે પેટની, પૈસાની અને પ્રતિષ્ઠાની. જેને પેટની પડી ન હોય તો રોટલો તેની પાછળ પાછળ ચાલે.
Leave A Comment