ઉપનિષદ અને નકારાત્મક પૌરાણિક ચિંતન – દંતાલી આશ્રમ
Side A –
– ઉપનીશદો ચિંતનના ગ્રંથ છે. એમાં જીવનને સ્પર્શતી લગભગ પ્રત્યેક બાબતનું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. એમાં જીવનનું-મરણનું, સ્થૂળ-સુક્ષ્મ, લૌકિક-અલૌકિક ચિંતન પણ છે. જીવનને સ્પર્શતી તમામે તમામ ઘટનાઓનું તેમાં ચિંતન કરવામાં આવ્યું છે. ઉપનિષદોને કથાનું માધ્યમ બનાવવાનો હેતુ છે કે આપણે એના અને પૌરાણિકના ભેદને સમજી શકીએ. દા.ત. પૌરાણિક ચિંતન, ભય ઉપજાવનારું છે. પહેલાં યમરાજ, ભયંકર આકૃતિ, કાળી મેસ જેવી, મોટી મોટી આંખો, બિહામણો ચહેરો અને વાહન પાડાનું. ફાંસલો નાંખવા માટે આવે અને પછી આ…મ ખેંચે એટલે નવસો નાડી અને બોતેર કોઠામાંથી જીવ નીકળે ત્યારે દશ હજાર વીંછીઓ કરડે એવી વેદના થાય.આ બધું સાંભળે એટલે સંભાળનારના અંદર ભય પેદા થાય. ભયંકર વેદના, માત્ર વેદનાજ નહિ, આ શરીરમાંથી છૂટ્યા પછીનો રસ્તો કેટલો ભયંકર, ત્યાં વૈતરણી નદી આવે, ત્યાં ધગધગતા કુંડ છે, કેટલા સર્પો કરડે, વીંછીઓ કરડે, અને પછી જીવ ત્રાહી ત્રાહી પોકારે, આ આખું પ્રકરણ ભયનું છે. આખા જીવનને ભયભીત બનાવી દેવાનું. @4.10min. સ્ત્રીઓને પ્રસુતિની વેદના સંભળાવે કે એના જેવું કોઈ દુઃખ નહીં. મોટાભાગે નાની ઉંમરની છોકરીઓ સત્સંગમાં જતી હોય, આવી બધી વાતો સાંભળે એટલે એમને જીવન એક ભયરૂપ બની જાય એટલે વિચારે કે આપણે હવે સંસારમાં પડવું નથી. અને પતિ મળે તો કેવો મળે? મારે, ઝૂડે, ખાવાનું ન આપે, ઘરમાંથી કાઢી મૂકે, ત્રાસ આપે અને આજુ બાજુ એવી ઘટના પણ ઘટી હોય એટલે એમાંથી છૂટવાનો રસ્તો છે “પરિવજ્યા” સાધ્વી થઇ જાવ, સાધુ થઇ જાવ, આત્માનું કલ્યાણ કરી લો. આ નકારાત્મક, નિરાશ કરનારું, એક પક્ષીય અને અકુદરતી ચિંતન છે. જેને પ્રસુતિની વ્યવસ્થા કરી છે એ પરમેશ્વરે લોકોને પીડા દેવા માટે નથી કરી. માંને કેટલો આનંદ થતો હોય છે. એટલે વેદના રહેતી નથી, વેદના જેને પ્રસુતિ નથી થતી એને હોય છે. હું તમને ઉપનિષદ એટલા માટે સંભળાવું છું કે આમાં નકારાત્મક ચિંતન નથી પણ સકારાત્મક આશાવાદી ચિંતન છે. જો જીવનમાં વેદના ન હોય તો સુખની અનુભૂતિ થાય નહીં. ધારો કે તમે સંસાર છોડી દીધો તો એથી તમારું કલ્યાણ થઇ ગયું? તમે એવા સંસાર છોડેલા માણસોને જોયા છે? અંદરથી એટલા દુઃખી અને બળતા હોય છે કે તમે કલ્પના ન કરી શકો, તે એનો ચહેરો જોવાથીજ ખબર પડી જાય. એક સુહાસિની સ્ત્રી છે, એને બાળક છે, એને પતિ છે, એનો સંસાર છે, એનું ઘર છે, એના ચહેરા પરથી તેજ નીકળી રહ્યું છે. જેણે સંસાર છોડ્યા એમના ચહેરા પીળા ફિક્કા પડી ગયેલા હોય છે. કેમ? સાચો માર્ગ છોડી દીધો અને કલ્પનાના માર્ગે ચડી ગયા. ઉપનિષદમાં જીવનનું ચિંતન વાસ્તવિક ધરાતલ ઉપર છે, કાલ્પનિક ધરાતલ ઉપર નથી. એમ એમાં જે મરણનું ચિંતન છે, તે પણ પૌરાણિક ચિંતન જેવું ભયભીત કરાવનારું નથી. ભયના કરને જીવન બાલ્યાવસ્થા સુધીજ હોય છે પણ તેમાં પ્રેમ પણ જરૂરી છે પણ એકલા ભયમાં ઉછરેલું બાળક ગુંડો થતો હોય છે. @11.47min. મરણનો છેલ્લો મંત્ર, भस्मातं शरीरं….क्रितोस्मर. હે ક્રિતો, મારા પ્રાણને અમૃતત્વ તરફ લઇ જા. આમાં વૈતરણી કે યમરાજ આવતો નથી. ઉત્તર ગુજરાતમાં એક વૃદ્ધની વાત સાંભળો. @14.02min. કબીરના મૃત્યુ વિશે. जो कबीरा काशी मुए, हरिहो कौन निहोरी. મઘહરની કર્મનાશા નદી અને પૌરાણિક ચિંતન વિષે સાંભળો. પ્રજા પૌરાણિક દ્રષ્ટિમાં અટવાઈ ગઈ. રામેશ્વર કુંડમાં એક પટેલ, ચોવીસ કુંડમાં નહાવા વિષે સાંભળો. @21.19min. अग्नेनय सुपथा….नमोक्तिं विधं. મંત્રની સમજણ. અગ્નેનું ઉપલક્ષણ છે પરમાત્મા, મને સારા માર્ગથી લઇ જા, હું ઉપનિષદનો વૈદિક અનુયાયી છું, મેં મારી આખી જિંદગીમાં સમજણ પૂર્વક સારા કર્મો કરેલા છે એટલે મને સારા માર્ગથી લઈજા. ગુરુનું પાપ બાળવા વિષે અને રુદ્રાક્ષના મણકાથી પાપ બાળવા વિષેની પૌરાણિક દ્રષ્ટિના ઉદાહરણ સાંભળો. ઉપનિષદમાં આવી દ્રષ્ટિ નથી. @25.00min. अहं त्वा सर्वपापेभ्यो, मोक्षयिष्यामि मा सुच: (गीता 18-66) સમજણથી, ખોટા ભયો દુર થવાથી તમારી અંદર બળ આવેછે અને આમ કાલ્પનિક ભયો(પૌરાણિક માન્યતાથી આવતા) દૂર થાય છે. ખોટા ભયોના ઉદાહરણો સાંભળો. આ કાલ્પનિક ભયો સત્ય વિદ્યાથી દૂર થાય. @32.45min. ઉપનિષદ નકારાત્મક દ્રષ્ટિ રાખતું નથી, એ સુખવાદમાં માને છે, દુઃખવાદમાં માનતું નથી. “विश्वानि देव वयुनानि विद्वान्” તે કહે છે હે દેવ તું (પરમેશ્વર) અમારા દોષો જાણે છે તેને ક્ષમા કર અને તું અમને જ્યાં ઐશ્વર્ય અને સમૃદ્ધિ હોય ત્યાં લઇ જા. પૌરાણિક કર્મવાદ અને ઉપનિષદનો વાદ. પરમેશ્વર બહું ઉદાર છે એટલે તમારા દોષો માફ કરે છે. ભગવાન દયાળુ અને ક્ષમાશીલ છે તે સમજો. @36.32min. ઉપનિષદમાં મરણનું એક ચિંતન છે. આપણું મરણ કેવું થવું જોઈએ? એની અપેક્ષા માટે પણ મોહ રાખવો નહીં. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે વૃદ્ધ થાવ, અશક્ત થાવ, હોજરી કામ ન કરે, બીજા નાના-મોટા અવયવોને ઘસારો લાગે, તમે 90 વર્ષના થયા, હજી તમારું હાર્ટ પમ્પીંગ કરે છે, શરીરની રચના સમજો. @39.46min. સજ્જનો જીવતાં જીવતાં પોતાના મરણ શું વ્યવસ્થા કરે તે સાંભળો. ઉપનિષદ કહે છે, મરતાં પહેલા એક જીવન દ્રષ્ટિ છે, અને એના દ્વારા તમારું મૃત્યુ મંગલમય બનાવો. મનુએ લખ્યું છે કે જયારે માણસ મરવાનો થાય ત્યારે એ માણસ રોજ મરણ ની પ્રતિક્ષા કરે છે. હવે આ માણસને જયારે મરણ આવે ત્યારે એને ભય લાગે ખરો? @43.29min. આ ઉપનિષદના જાણનારા, તત્વજ્ઞાનના જાણનારા, આત્મવિદ્યાના જાણનારાના, બ્રહ્મવિદ્યાના જાણનારા જેમના કાલ્પનિક ભયો દૂર થઇ ગયા, હવે જ્યાં, જે દિવસે મરો ત્યારે વાહ વાહ. ઉત્તરાયણ અને દક્ષિણાયનનું મૃત્યુ પૌરાણિકો માટે છે, બ્રહ્મવેત્તાઓ માટે નથી. હે પ્રભુ અમે તમને વારંવાર પ્રણામ કરીએ છીએ, અમારી સદગતી થાય અને અમને તું સન્માર્ગે લઇ જજે, આ ઇશાવાસ્ય ઉપનિષદ નો છેલ્લો મંત્ર છે. @45.31min. ॐ पूर्णमद पूर्णमिदं….पूर्णमेवा वशिष्य्ते….ॐ शान्ति शान्ति शान्ति शान्ति: ઇશાવાસ્ય ઉપનિષદનો શાંતિ પાઠ વિષે સાંભળો. આ બધું કેવું છે કે જો તમે બરાબર સાવધાનીથી સાંભળો અને તમારા મનને મક્કમ બનાવો તો અડધી મુક્તિ તો તમને અહીજ મળી ગઈ. @48.05min. હૃદયનો પંપ અને ધબકારા વિષે સાંભળો. જેણે આ શરીરની ડીઝાઇન બનાવી છે તે પરમેશ્વર પૂર્ણ છે એટલે પૂર્ણમાંથી ભૂલ નીકળે નહિ. ॐ शान्ति शान्ति शान्ति शान्ति. @52.34min. ईशावास्य शान्ति पाठ – पंडित जशराज.
Leave A Comment