જીવનના બે છેડા જન્મ અને મૃત્યુ – તારાપુર પ્રજાપતિ સમાજ – હરિઓમ સ્વામીનું બહુમાન પ્રસંગે
Side A –
– જીવનના બે છેડા છે, પહેલો પ્રસુતિ ગૃહમાંથી શરુ થઈને બીજો સ્મશાનમાં પૂરો થાય છે. પ્રસુતિ ગૃહમાં બાળકોજ બાળકો, સ્મશાનમાં 3X6 ફૂટના ગાળામાં સેંકડો માણસો સૂતા છે એમાં કેટલાક તો મૂછો વાળા, ધારિયું લઈને ફરતા. હવે કોઈ કોઈને કહેતું નથી કે તું આઘો ખાસ. આ બે છેડાની વચ્ચે જીવન છે અને એ બધાનું એક સરખું નથી હોતું. કેટલાયે માણસો દેવાદાર હોય, એમને ઊંઘ ન આવે અને કેટલાયે જાતવાન હોય છે. @4.28min. એક ખાનદાન સજ્જનની વાત સાંભળો કે તે મરવા પહેલાં પોતાના દીકરા માટે દેવું મૂકીને ગયા, દીકરા પાસે દેવું વાળવાનું વચન લીધું આ પટેલ છોકરાએ બધું દેવું ભરપાઈ કરી દીધું. રામને 14 વર્ષની પનોતી બેથી હતી, જયારે પનોતી પૂરી કરીને અયોધ્યા આવ્યા ત્યારે પેલા ધોબીએ શાંતિથી જીવવા ન દીધા. જો રામની દશા આવી હોય તો હું અને તું કોણ છીએ? ગ્રહદશા બગડે તો બગડે પણ ઈશ્વરને પ્રાર્થના કરજો કે દાનત ન બગડે. પટેલ કહે છે કે મારા બાપુએ તો મને ન્યાલ કરી દીધો, કારણકે વારસામાં મને એક સંસ્કાર આપ્યો. તમારી દાનત સારી હોય તો ઈશ્વર તમારી પડખે ઉભો રહેશે. @7.58min. 50-60 સાધુઓની જમાત ગામમાં આવીને પડાવ નાંખેલો અને પછી શું થયું તે સાંભળો. કેટલાક લોકો ખટપટ કરવાજ જન્મ્યા હોય છે અને ખટપટ કરતાં કરતાંજ મરવાના છે. @10.48min. કેટલાક લોકો એવા હોય જે આખી જીંદગી ભર દાન આપતાંજ રહે, આ એક ખાસિયત છે કે જો તમે સન્માર્ગે પૈસા વાપરો તો પૈસો ખૂટશે નહીં. મારી બાજુમાં હરિઓમ સ્વામી છે, એમણે કહ્યું અમારે સ્કુલમાં છોકરાઓ પાથરણા પર બેસે છે, એમને બેંચ આપવી છે, સરસ બેંચો બનાવી છે. સ્કુલમાં છોકરાંઓને દફતર આપ્યા અને કુટુંબની બહેનોને સુરતથી સાડીઓ મંગાવીને આપી. બધું થાજો, લુખ્ખા ન થશો, કંઈ ને કંઈ આપતા રહેજો. બહું થોડા લોકો જીવનને ધન્ય બનાવે છે. જે પોતાના જીવનને ધન્ય બનાવે એનું ઉજમણું હોય. “મરતા પહેલા હું ખવડાવીને મરીશ” આ આજના ઉત્સવ પાછળનો આદર્શ @14.52min. મંગળદાસ(હરિઓમ સ્વામી)ની ગરીબી વિષે. સૌરાષ્ટ્રમાં ઘણાં વર્ષો પહેલાં એક બહું મોટા મહંતને ત્યાં જવાનું થયું, ત્યાંનો અનુભવ સાંભળો. ગરીબીમાં જેટલો ભગવાન યાદ આવે એટલો અમીરીમાં નથી આવતો. ગરીબી ઈશ્વરની સમીપ લઇ જાય છે. મહંત કહે છે આ ગુજરાતાં આડંબરને પૂજે છે કેમ? તે સાંભળો. આવોજ કુંભ મેળાનો અનુભવ સાંભળો. ગરીબ સોનીનું (મહંતનું) રાજા મહારાજા જેવું ઐશ્વર્ય કેવી રીતે આવ્યું તે સાંભળો. @23.23min. દરેક સમાજની જુદી જુદી ખાસિયતો-મથાવટી હોય છે, એમાં એક પ્રજાપતિ સમાજ, કોઈ વાર વિચાર કર્યો કે એને પ્રજાપતિ કેમ કહ્યો હશે? પહેલાં ધર્મશાળા ન હતી એટલે પ્રજાપતિનું ઘર એજ ધર્મશાળા હતી. કોઈ વટેમાર્ગુ આવે એને પ્રજાપતિ આવકાર આપે, નાનું માટલું, ચૂલો, ખીચડી આપે એટલે રાંધીને, જમીને સૂઈ જાય. આ પ્રજાપતિની છાપ હતી. પ્રજાપતિનું ઘર એટલે વગર ચાર્જની ધર્મશાળા. પ્રજાપતિ મહેનતનો રોટલો ખાય. કેટલી પ્રોસેસ પછી માટલું તૈયાર થાય. @25.01min. એક પ્રજાપતિની મોરબીના દરબારમાં એના માટલા વિશેની ચેલેન્જ સાંભળો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે માણસ નિભાડામાં પડ્યો નથી, બરાબર પાક્યો નથી એ જીવનમાં કાંઈજ નથી થઇ શકતો. રામકૃષ્ણ પાસે એક ભક્ત આવ્યો અને કહ્યું મને અત્યારે ને અત્યારે ભગવાન દેખાડી દો, પછી આગળ સાંભળો. હરિઓમ સ્વામી પહેલાં કોબા આશ્રમમાં રહેતા હતા, હવે દંતાલી આશ્રમમાં રહે છે. એમનું જીવન નજીકથી જોવાનું મળે કે પરોઢિયામાં 3 થી 4 વાગ્યે તો ઊઠીજ જાય. “या निशा सर्वभुताना…..पश्यतो मुने:” (गीता – 2-69). ચાણક્યે એક બહુ સુંદર શ્લોક લખ્યો છે કે લક્ષ્મીજીએ પૂછ્યું તમે કોનું ઘર છોડી દો છો? જે સૂર્યાસ્ત પહેલા સૂઈ જાય છે અને સૂર્યોદય પછી ઊઠે છે, જેના પાણિયારા મેલાં છે, જેના દાંત મેલા છે, જીભ મેલી છે, જે ખા ખા કરે છે, નિષ્ઠુર ભાષિણમ હોય, આવો કોઈ માણસ સાક્ષાત વિષ્ણુ હોય તો પણ એનું ઘર છોડી દઉં છું. હરિઓમ સ્વામી ઊઠીને વ્યાયામ કરવાનો, પછી ફરવાનું એટલે 83 વર્ષની ઉંમરે પણ જુવાનને શરમાવે એવું આરોગ્ય છે. @31.16min. હેમચંદ્રાચાર્યે બહું સરસ વાત લખી છે કે જે ઓછું ખાય છે તે વધુ ખાય છે (લાંબુ જીવે છે). વધુ ખાય છે તે ઓછું ખાય છે (ટૂંકું જીવે છે). હરિઓમ સ્વામીને હું સાચો સાધુ કહું છું, કે કોઈના બોજા રૂપ નથી થતા. પરાવલંબી જીવનથી મોટી કોઈ ગુલામી નથી. જેનો રોટલો પરાધીન, એના વિચારો પરાધીન. ભગવાનને પ્રાર્થના કરો કે હું કોઈને આપું પણ માંગુ નહીં. હરિઓમ સ્વામીના જીવનમાં પરાવલંબીતા નથી , કારણ કે કમાયા છે અને એમને સારો પરિવાર મળ્યો છે. @40.10min. સજ્જનો આ જમણવાર, જીવનચર્યા, ઉજમનું અથવા જે કઈ કહો તે શરુ થયું પહેલાં બારમું કરવું પડતું, એમાં કેટલાયે ધોવાઇ ગયા પણ તમે રાજી ખુશીથી મરતા પહેલાં ઉજમણું કરવાનો આ પ્રેરણાદાયી પ્રસંગ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ હરિઓમ, મંગળભાઈ શિવાભાઈ પ્રજાપતિ 83 વર્ષના છે પણ 60 વર્ષના જુવાનને જો સાથે ચાલવાનું કહે તો તે આગળ નીકળી જાય. આપને હરિઓમ સ્વામી પાસેથી ઘણી પ્રેરણા લઈએ કે એક તરફથી આવે અને બીજી તરફથી આપવાનું ચાલુ રાખો. પ્રજાપતિ સમાજ એ શુદ્ધ, પ્રમાણિક સમાજ આજે ભેગો થયો છે એટલે આજનો પ્રસંગ ધન્ય પ્રસંગ છે. પરમેશ્વર સૌને સુખી રાખે, ભલું કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @45.06min. भजन – ॐ बोल मेरी रसना घडी घडी – गायिका – किरण नाथ.
Leave A Comment