વીર સાવરકર – કપડવંજ
Side A –
– તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે આખી દુનિયાના પરિપેક્ષમાં હિંદુ પ્રજા બળવાન છે કે કમજોર છે? જો બળવાન હોય તો ખાસ કહેવાનું રહેતું નથી, પણ જો તમને એમ લાગતું હોય તો હિંદુ પ્રજાની સંખ્યાની સરખામણીમાં ખરેખર કમજોર છો તો મારે તમને કંઈ કહેવાનું છે. @2.00min. અમેરિકામાં એક સજ્જનનો પ્રશ્ન, સ્વામીજીનો જવાબ અને વળતો અમેરિકનનો જવાબ સાંભળો. ભારતમાં ચાર પ્રકારના મહાપુરુષો થયા, તેમાં બે વિશુદ્ધ ધાર્મિક અને બીજા સાંપ્રદાયિક. દુર્ભાગ્ય એ છે કે લોકો ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સમજતા નથી. લોકો સંપ્રદાયનેજ ધર્મ માની લે છે, જે સાંપ્રદાયિક મહાપુરુષો થયા એમનું કાર્યક્ષેત્ર એક નાના સાંપ્રદાયિકના વર્તુળ પૂરતુંજ રહ્યું છે કે મારો સંપ્રદાય કેમ વધે? ચમત્કારોથી માંડીને જેટલું શક્ય હોય એટલું બધુજ કરવાનું પણ મારા સંપ્રદાયનોજ વધારો થવો જોઈએ, એટલે એમની ધાર્મિક વિશાળતા સમાપ્ત થઇ જાય છે. આપના મૂળ ઋષિઓ ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી. @6.45min. ભારતમાં સાંપ્રદાયિક ઘણા મહાપુરુષો લાયકાત ન હોવા છતાં થયા છે, ગાદી પર બેઠેલો હોવો જોઈએ. ગાદીએ બેઠા પછી હજારો, લાખોના ટોળાઓ એની આરતી ઉતારે, પગ ધોવાય, લાખો કરોડો રૂપિયા ન્યોછાવર થાય, સોના-ચાંદીની પાલખીમાં બેસાડી વરઘોડો નીકળે. મોટા કામ કર્યા વિના પણ કોઈને મહાપુરુષ માની લો એટલે તમે વામન થવાના છો. અમેરિકા કેમ મહાન થયું? વિવેકાનંદની કદર અમેરિકાએ કેમ કરી? પાંચ પ્રકારની પૂજાઓ હોય એમાં પ્રજા કોની પૂજા કરે છે એના આધારે રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. વર્ણ પૂજા, વેશ પૂજા, વંશ પૂજા, વ્યક્તિ પૂજા અને ગુણ પૂજા. આમાં જે ગુણ પૂજકો હશે તેજ મહાન થશે, આપણે બધા શું છે તે સમજી લેવું. @9.41min. ચરોતરના એક ગામમાં ચાતુર્માસ વિશેનો મારો અનુભવ સાંભળો. ભેંસ જેમ લાલ કપડાંથી ભડકે એમ ઘણા લોકો મારાથી ભડકે છે. એમના મગજમાં એક પૂર્વ ગ્રહ બેસાડી દીધો હોય છે કે આ તો હિંદુ ધર્મનો વિરોધી છે, હિંદુ ધર્મનો નાશ કરવા બેઠેલો છે, કારણકે હું નિશ્ચિત વંશનો નથી. પ્રજા જો ગુણ પૂજક હોય તો એનો વિકાસ અને એની મહત્તાને કોઈ રોકી શકે નહિ. @13.05min . હિંદુ પ્રજા કમજોર કેમ છે? વિગતે સાંભળો. @17.02min. આપણે ક્યા રસ્તો ભૂલ્યા છીએ? આપણે ગુણ પૂજા છોડી દીધી. ગુણ પૂજાનો સીતા અને અનસુયાનો સંવાદ સાંભળો. સંપ્રદાયના મહાપુરુષો ભગવાન થઈને પૂજાય પણ બહાર નીકળો એટલે ઝીરો કશુંજ ન હોય. વિશુધ્ધ આધ્યાત્મિક પુરુષ અને ધાર્મિક પુરુષ વિશે સાંભળો. મુંબઈની એક સભાનો અનુભવ સાંભળો. @23.22min. એવા ઘણા મહાપુરુષો છે, જેમને રાષ્ટ્ર માટે, સમાજ માટે, દુઃખીયા માણસો માટે કશું કર્યું નથી અને ભગવાન થઇ ગયા એટલે વિવેકાનંદ ને લખવું પડ્યું કે જે ધર્મ વિધવાના આંશુ લુછી શકતો નથી, એની મારે કંઈ જરૂર નથી. ભારતની આધ્યાત્મિકતા નિષ્ક્રિય અને પલાયનવાદી છે. રાજારામ મોહન રાય ખરેખર મહાપુરુષ છે, એ આજના વર્તમાન ભારતના મૂળ ઘડવૈયા છે એ વિશે સાંભળો. એમણે સતીપ્રથા બંધ કરાવી.@30.03min. તમે સાવરકરની “જન્મટીપ” ની ચોપડી વાંચજો. કેરાલામાં મોબલા મુસ્લિમોએ જ્યારે હાહાકાર મચાવેલો ત્યારે એક પૌઢ સ્ત્રી, જુવાન મુસ્લિમોને ગામડે ગામડેલઇ જઇ હિંદુ સ્ત્રીઓ પર બળાત્કાર કરાવડાવતી. સાવરકર લખે છે કે એ સ્ત્રી પણ વટલાયેલી હિંદુ સ્ત્રી હતી. એની સાથે પણ એવુંજ થયેલું અને એને બચાવવા કોઈ ગયેલું નહિ. ઉત્તર્વર્તી કાળમાં નર્મદા શંકરને સુરતવાળા સમજી ન શકેલા. મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે “મહારાજા લાયબલ કેસ વાંચજો. આપણે નર્મદની કદર કરી નહિ, કારણકે આપણે ગુણ પૂજક નથી. એમના કારણે સ્ત્રી શિક્ષણ આવ્યું, વિધવા, ત્યકતાના પુનર્વિવાહ થયા. આ બધા સુધારાઓ સામાજિક મહાપુરુષોથી થયા. 1957ના બળવા પછી ભારતની દશા, હું માનું છું કે અંગ્રેજો આવ્યા તે સારું થયું. 150-175 વર્ષ અંગ્રેજો ન રહ્યા હોત તો આખો દેશ મુસ્લિમ થઇ ગયો હોત, કારણકે મરાઠા શક્તિ પણ ખલાસ થઇ ગઈ હતી. અંગ્રેજોએ જોયું કે દુનિયા ઉપર રાજ કરવું હોય તો ધર્મ અને લોકોને છંછેડવા નહિ, એટલે દલપતરામે લખવું પડ્યું કે “કોઈ ન પકડે બકરીનો કાન, હરખ હવે તું હિન્દુસ્તાન” @35.03min. હું કાશીમાં જે કોલેજમાં ભણ્યો, તે પ્રિન્સ કોલેજ અંગ્રેજોની સ્થાપેલી હતી અને એના બધા પ્રિન્સીપાલો અંગ્રેજો હતા. તમને જાણીને નવાઇ લાગશે કે હિન્દુસ્તાનની લગભગ બધી ભાષાઓનું પહેલું વ્યાકરણ ગોરાઓએ લખેલું છે. ગુજરાતીનું વ્યાકરણ ફાર્મસે દલપતરામની મદદ લઈને લખેલું. તમારે જે ધાર્મિક પુસ્તકો વાંચવા હોય તો વાંચો, એમાં આત્માની અને ભગવાનની બધી વાતો છે, પણ પોતાના રાષ્ટ્રની વાત ક્યાં છે? ગુલામી વિલાયતથી આવી અને રાષ્ટ્રવાદ પણ વિલાયતથી આવ્યો. રાજારામ મોહન રાય, ગાંધીજી, શ્યામજી ક્રિશ્નવર્મા, સાવરકર આ બધા વિલાયત ગયા, ત્યાં ની વ્યવસ્થા જોઈ, ત્યાંનો સમાજ જોયો અને આમ રાષ્ટ્ર ભાવના પણ વિલાયતથી આવી. આ ભાવનાએ જોર પકડ્યું ગાંધીજીના આવવા પહેલા આઝાદીનું વાતાવરણ જમાવવાવાળા હતા તે ગોપાલ કૃષ્ણ ગોખલે, બાળગંગાધર તિલક, વીર સાવરકર અને બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ ક્રાંતિના કેન્દ્રો હતા. જ્યાં અંગ્રેજો રહ્યા ત્યાંથી જાગૃતિ આવી. @43.55min. પેશ્વાઓનો કેમ નાશ થયો તે વિસ્તારથી સાંભળો.
Side B –
– આપણા વિદ્યાર્થીઓ જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા ત્યારે ભણતા ભણતા એમનામાં આઝાદીના સ્વપ્નાં આવતા, એમાંના એક તે વીર સાવરકર. એમને પકડવામાં આવ્યા ત્યારે પેરીસની નજીકમાં ફ્રાન્સના દરિયામાં કુદી પડ્યા અને સામે કાંઠે પહોંચી ગયા. રાષ્ટ્ર બીજું એટલે અંગ્રેજોથી પકડી શકાય નહિ. અરવિંદ પણ જ્યારે પોંડીચેરી ચાલ્યા ગયા ત્યારે અંગ્રેજોથી એમને પકડી ન શકાયા કારણકે રાષ્ટ્ર બદલાઈ જાય. ફરી પાછા સાવરકર પકડાયા અને એમને જન્મટીપની સજા થઇ. અંગ્રેજોએ એમનું મોરલ ડાઉન કરવા માટે દશ દિવસ સુધી આંદામાન પહોંચે ત્યાં સુધી દુર્ગંધ મારતા પબ્લિક સંડાસની પાસે બાંધ્યા. રસ્તામાં એમણે જ્ઞાનેશ્વરી ગીતાનું અધ્યયન કર્યું, આંદામાનમાં રહી જન્મટીપની સજા કાપી. @2.20min. વીર સાવરકર એ રાષ્ટ્રિય મહાપુરુષ છે. એમણે ભગવા કપડાં પહેર્યા નથી, એ કોઈ ખાસ વંશના નથી કે વ્યક્તિ વિશેષ નથી. એમણે કહ્યું કે મારો દેશ આઝાદ થાય અને એ આઝાદી માટે મારે લડવાનું છે. ગાંધીજીનો ઉદય થયો, સાવરકરે હિંદુ મહાસભાની સ્થાપના કરી. ગાંધીજીના પ્રભાવ આગળ આ બધા નિસ્તેજ થઇ ગયા. સાવરકરની ખાસ ઈચ્છા હતી કે આ દેશ હિન્દુત્વની સાથે આઝાદ બને, અમારે ફરીથી પાછા મુસ્લિમોના ગુલામ નથી થવું. હિંદુ મહાસભાનો બહુ વિકાસ ન થઇ શક્યો. ઘણું પરિવર્તન થયું પણ એમની હિન્દુત્વની સાથે આઝાદીની સ્થિતિ રહી નહિ. આજે ડર લાગે છે કે 50 વર્ષ પછી હિન્દુઓનું ભારત રહેશે કે કેમ? આજે આતંકવાદનો મોટો પ્રશ્ન છે. દુશ્મનો વગર લડાઇએ આપણને મારી રહ્યા છે. સહદેવ કદી સુખી ન હોય, પચાસ વર્ષ પછીની કાલ એને દેખાય છે. દિન-પ્રતિદિન હિંદુ પ્રજા વધુ અને વધુ કમજોર બની રહી છે. તમે એના મૂળ પ્રશ્નમાં ઉતરો અને સાચો ઉપાય કરો તો તમે મહાન થઇ શકશો. ખોટું છે એને છોડવાનું છે અને ખોટાને પણ તમે સંસ્કૃતિ સમજીને પકડી રાખવા માંગો તો ભવિષ્ય તમારું અંધકારમય છે. @6.58min. કદાચ આખા ગુજરાતમાં કપડવંજ જ એવું હશે કે તે સાવરકરની સાથે સંસ્થાનું નામ જોડે છે. હું આ સંસ્થાને ધન્યવાદ આપું છું કે એમણે વીર સાવરકરનું નામ એમની સંસ્થા સાથે જોડ્યું અને આજે બાળકોને ભણાવવા માટેનું શિશુ મંદિર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સાવરકરની પાસે જે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર માટેની દ્રષ્ટિ હતી તે આજે પણ આપણને ઉપયોગી થઇ શકે છે અને પ્રેરણા આપી શકે છે, એટલે હું તમને પણ પ્રાર્થના કરું છું કે જો સાવરકરજીનું પૂતળું કપડવંજમાં કોઈપણ જગ્યાએ મુકવું હોય તો એ પૂતળાનો ખર્ચ અમારી સંસ્થા આપશે. આ રાષ્ટ્રિય સંત છે. પરમેશ્વર સૌનું ભલું કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @9.00min. ભાવનગરના જયંતકુમાર માણેકલાલ ભટ્ટ સાથે ચર્ચા. @34.52min. ફ્રાન્સનો ઈતિહાસ @37.24min. મહાપુરુષ કોણ? @39.34min. કાલા પહાડ – હિન્દુઓની ભૂલથી એક વટલાયેલા બ્રાહ્મણના અત્યાચારો જેની સામે ઔરંગઝેબ પણ ઝાંખો પડી જાય. @43.55min. मराठी गीत – जयोस्तुते श्री महन्मंगले – GODESS OF FREEDOM.
Leave A Comment