દર્શન ( આપણા શાસ્ત્રો )

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 3A – 
– @2.25min. વિચારોની સ્વતંત્રતા ત્રિમુખી છે, ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષે સાંભળો. ધર્મની બાબતમાં તમે પોતાના વિચારો રાખી શકો છો એજ પ્રમાણે સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં પણ સમજવું અને એટલે તેનાથી ભારતમાં વિસ્ફોટ નથી થતો. પ્રેશર કુકરનું ઉદાહરણ. વૈદિક અને અવૈદિક દર્શનો. વેદને પ્રમાણ માનીને ચાલનારા વૈદિક દર્શનો અને વેદને પ્રમાણ નહિ માનીને ચાલનારા દર્શનો. @5.25min. ભારતમાં અત્યારે એક રેશનાલીસ્ટોનું એટલે કે નાસ્તિકોનું સંગઠન ચાલે છે તેઓ વાત વાતમાં એમ કહે છે કે ડો. કાઉર આમ કહેછે કે, એવું કહીને તેનું પ્રમાણ બનાવે છે તો કોઇ ગીતા કે બાઇબલના આધારે નીર્ણય કરે તો તમે કેમ એને રોકી શકો? ગીતા માને છે કે કોઈપણ માણસ શ્રદ્ધા વિનાનો હોતોજ નથી. ન્યાયદર્શન, બધા દર્શનોમાં વિચાર કરવાની એક પદ્ધતિ આપે છે. ન્યાય દર્શન ભૌતિક વાદનો વિચાર કરે છે અને પછી અધ્યાત્મવાદે પહોંચે છે. @9.27min. મહર્ષિ કણાદનું કહેવું છે કે જેનાથી(જે જે કાર્યોથી) આ લોકની અને પરલોકની સિધ્ધિ થાય તેનું નામ ધર્મ. બ્રહ્માંડના સાત પદાર્થો તેમાં મુખ્ય દ્રવ્ય અને એના નવ ભેદ છે તે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. અવૈદિક દર્શનોમાં કોઈપણ ઈશ્વરવાદી નથી. આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો અનીશ્વરવાદ ભારતમાં થયો છે, કારણકે મુસ્લિમો અને ક્રિસ્ચિઅનો ઈશ્વરવાદી છે. બૌદ્ધો ની સામે ટક્કર લેનારા નૈયાયીકાઓ છે. છ વૈદિક દર્શનોમાં, સાંખ્ય દર્શન અનિશ્વરવાદી છે, મીમાંસા લગભગ અનિશ્વરવાદી છે. વેદાન્તી મક્કમ ઈશ્વરવાદી નથી. આપણે ઘણીવાર એમ કહીએ છે કે શંકરાચાર્યે બૌદ્ધોને હરાવ્યા એ વાત સાચી નથી, કારણકે શંકરાચાર્ય અને બૌદ્ધોના સિદ્ધાંતમાં બહુ ફરક ન હતો, એટલે એમને ઘણા લોકો પ્રછન્ન (છુપાયેલા) બુદ્ધ કહે છે. @16.36min. પુષ્ટિમાર્ગના વૈષ્ણવો એમના શિષ્યોને સમજાવે કે બધે જજો પણ બાવાઓની કથા સાંભળવા ન જશો. પુષ્ટિમાર્ગમાં બાવા શબ્દનો ઉપયોગ વિષે સાંભળો. કણાદના દર્શનનું ઔલુક્ય(ઘુવડ)દર્શન અને ગૌતમના દર્શનનું નામ અક્ષપાદ દર્શન કેમ પડ્યું તે સાંભળો. @21.09min. આર્કિમીડીઝ ચિંતન કરતાં કરતાં કુવામાં પડી ગયા હતા. અક્ષપાદે ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો મેળ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાવયવ અને નીરવયવ નો ભેદ સમજો. પરમાણું જોડાય ત્યારે સૃષ્ટિની રચના થાય છે અને છુટા પડે ત્યારે પ્રલય થાય છે. (વધુ સમજણ માટે સાંભળવું જરૂરી છે.) @28.41min. કોઈપણ કાળમાં, કોઈપણ દિશામાં, કોઈપણ પરિસ્થિતિમાં એકજ નિર્ણય રહ્યા કરતો હોય એને અરીથ કહેવાય. એટલે ગૌતમ ઋષિનું કહેવું છે કે આ પાંચ ભૂતોમાં ચાર ભૂતો છે, એ પરમાણુ વાળા છે, અને પરમાણું નાં ટુકડા નથી થતા. @31.50min. પર્મેશ્વરને સૃષ્ટિની રચના કરવાનું શું કારણ? જીવ, ઇશ્વર, પરમાણુઓ(પ્રકૃતિ) અનાદિ છે. @36.40min. ઉદયનાચાર્ય ચુસ્ત ઇશ્વરવાદી છે, જેણે બૌદ્ધો સામે ટક્કર લીધી હતી. એમને માટે એવું કહેવાય છે કે દર પૂનમે જગન્નાથના દર્શન કરવા જતા. એક દિવસ દરવાજા બંધ થઇ ગયા ત્યારે ઈશ્વરને ચેલેન્જ કરેલી તે સાંભળો. મુસ્લિમો અને ક્રિશ્ચિઅનો ઈશ્વરવાદી છે પણ એમની પાસે દર્શન નથી. @43.21min. ઇશ્વરની સિધ્ધિ અનુમાનથી કેવી રીતે? નૈયાયિકોના વિચાર કરવાના ચાર દોષો, તારવણી.

Side 3B – 

– વિચાર કરવાના પાંચ દોષો, અન્યોન્યાશ્રય, ચક્રક, અનાવસ્થા, અસંભવ
અને વદતોવ્યાઘાત વિષે સાંભળો. પરમેશ્વર સ્વયંભૂ છે. સાત લોક ઉપર અને સાત લોક નીચે છે. આપણી પૃથ્વી વચ્ચે છે. એક વ્હોરા અને પંડિતની વાત સાંભળો. @6.14min. ભારતમાં હિમાલય કરતાં વિંધ્યાચલ જુનો પહાડ છે, એ વિષે સાંભળો. આજે પણ લોકો કહે છે કે હિમાલય વધ્યા કરે છે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે કે પૃથ્વી કેટલા વર્ષ જૂની છે, તમે એને અનાદિ કહી શકો નહિ એટલે નૈયાયિકોનું કહેવું છે કે જગતની રચના કોઈ કાળે પરમાત્માએ કરી છે. @11.53min. પૃથ્વીને જો બિલકુલ ગોળ બનાવી હોત તો શું થાત? ઈશ્વરે જે જગતની રચના કરી છે એ બિલકુલ વ્યવસ્થિત છે, ઉદાહરણો સાંભળો. આ જગત એ અકસ્માત નથી પણ એ પરમેશ્વરની રચના છે એના અનેક પ્રમાણો સાંભળો. @19.03min. નૈયાયિકાઓ એવું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. “राम जरोखे बैठकर सबका मुजरा लेत, जैसी जाकी चाकरी वैसा वाको देत ” જૈનો તથા બૌદ્ધોની કર્મ વિશેની માન્યતા અને તેના ઉદાહરણો. જૈનો તથા બૌદ્ધો કર્મવાદી છે પરંતુ ઇશ્વરવાદી નથી. @24.30min. હૃદય અને મસ્તિષ્કના ગુણો. @38.40min. વાચસ્પતિ મિશ્રા, @41.17min. INSTRUMENT – गोविन्द बोलो हरी गोपाल बोलो, तुम्ही हो माता पिता तुम्ही हो.