યંત્ર રોજી અને મહાપુરુષો – ગંધારા – વડોદરા – સુગર ફેકટરીના અગ્નિ પ્રદાન પ્રસંગે પ્રવચન

Side A –

-જીવનના ચાર તબક્કા – પ્રાચિન કાળમાં માણસ વન આધારિત જીવન જીવતો હતો, હજારો વર્ષ પછી ખેતી આધારિત, લાખો વર્ષ પછી યંત્ર આધારિત અને હવે એ ઈલેક્ટ્રોનિક માધ્યમથી જીવન જીવતો થયો છે. આ જીવનનો, ભૌતિક વિકાસ છે. પ્રાચિન કાળમાં ફળ, ફૂલ, શિકાર એ એમની જરૂરિયાત હતી. પરમેશ્વરે, માણસની અંદર બે તત્વો મુકેલા છે તે અમાપ બુદ્ધિ અને અસંતોષ. આ બે તત્વો જ્યાં સુધી હશે ત્યાં સુધી આ વિકાસ ચાલુ રહેશે. પ્રાણી માત્રની બુદ્ધિની લીમીટ છે, કોઈપણ પ્રાણીને થોડી ટ્રેઈનીંગ આપીને થોડું શીખવાડી શકાય છે. વાંદરાને જો આગ લગાડતાં આવડી જાય તો માણસની દશા શું થાય? પ્રજાને જો ભૌતિક વિકાસમાં મારી નાંખવી હોય તો એની બુદ્ધિ ઉપર પૂર્ણ વિરામ મૂકી દ્યો અને સતત એને સંતોષની વાતો શીખવાડ્યા કરો, બસ, પ્રજા અટકી જવાની. @4.36min. ચક્રે જીવનમાં મોટો ભાગ ભજવ્યો છે. પિરામીડોની રચના થઇ, એમાં ચક્રની જગ્યા નથી. મોટી મોટી શીલાઓ, મોટા મોટા લાકડાઓના દ્વારા માઇલો દૂરથી હઈસો હઈસો કરીને ચઢાવવામાં આવી છે, ત્યારે ચેઈન, કપ્પો, પુલી વગેરે કશું ન હતું. આપણે ત્યાં ચક્ર આવ્યું, પણ તે દુશ્મનોનો નાશ કરવા ભગવાનની આંગળી ઉપર મૂકી દીધું. ગાંધીજીના હાથમાં ચક્ર આવ્યું પણ એનો રેંટિયામાં ઉપયોગ કરી રોજી ઉત્પન્ન કરવાનું કહ્યું. પશ્ચિમમાં એ ચક્ર આવ્યું અને એ ચક્રે આખી દુનિયાની કાયા પલટ કરી નાંખી. એક બહું મોટી ક્રાંતિ થઇ, પહેલા સ્ટીમ એન્જિન પછી ઓઈલ એન્જિન પછી તો આજે જેટથીએ પાર થઇ ગયા. યંત્ર આધારિત જીવન પશ્ચિમે શરુ કર્યું અને એનું મૂળ કારણ છે કે પશ્ચિમ ચર્ચમાંથી પ્રયોગશાળામાં ગયું અને પ્રયોગશાળાએ પશ્ચિમની કાયા પલટ કરી નાંખી. એક અમેરિકને આપણી સંસ્કૃતિના, આપણા અધ્યાત્મના બહું વખાણ કર્યા કે પથારા માર્યા? તે સાંભળો. યંત્રે માણસના જીવનને ઊંચું બનાવ્યું. જ્યાં યંત્રનો પ્રવેશ નથી, ત્યાંના લોકોનું જીવન, અત્યંત નીચી કક્ષાનું છે. @8.17min. તમે એવી ઈચ્છા રાખો કે અમે બિલકુલ સામાન્યમાં સામાન્ય જીવન જીવી અને સમૃદ્ધિ પણ ભોગવીએ એ બંને સાથે ન થઇ શકે. તમારે સતત વિકાસ કરવો પડે. તમે જેમ જેમ આગળ વધો એમ એમ તમારા જીવનમાં વધુને વધુ યંત્રો આવવાનાજ છે. જો તમે એને રોકશો તો પછાત થઇ જશો. સંસાર વેક્યુમ અને પ્રેસરના સિદ્ધાંત પર ચાલે છે. આપણે જો મલ્ટી નેશનલ કંપની ઉભી કરી હોતતો તો આ અત્યારની આ મલ્ટી નેશનલ કંપની આપણે ત્યાં ન આવી હોત. જો એમને અટકાવવું હોય તો પ્રેશર ઉભું કરો, એટલે કે તમે પોતે સારી ક્વોલીટીવાળી વસ્તુઓ ઉત્પન્ન કરો. ઉદાહરણ સાંભળો. @13.38min. આપણી પાસે આ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, પશ્ચિમના દેશોમાં ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ચારેક વર્ષ પહેલા આશ્રમમાં એક વેદિયા સજ્જનની વાત અને એક સન્યાસીની સાંભળો. @17.49min. ત્રીજો તબક્કો યંત્રનો છે. રતનભાઇએ કહ્યું પ્રમાણે મેઘા પાટકરને મારે એજ કહેવાનું છે કે નર્મદાનું પાણી એ ગુજરાતનું પાણી છે, અમે એનો ગમે તે ઉપયોગ કરીએ તું પૂછનારી કોણ છે? આપણને ઉદ્યોગો કરવાજ પડશે, ઉદ્યોગો વિના ચાલવાનું નથી. ઉદ્યોગો ત્રીમુખી છે એ વિશે સાંભળો તે ખેતી આધારિત, ખનીજ આધારિત અને રસાયણ-કેમિકલ આધારિત. આજે એક વીંઘામાં તમે 50 મણ બાજરી કરશો તોજ તમે જીવવાના છો. રસાયણના દુષણોનો હું સ્વીકાર કરું છું, પણ ભૂખમરા આગળ એ દુષણો કંઈ નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના કદી આગળ ન ચાલી શકાય. આપણે વધારે મહત્વ ખેતી ઉદ્યોગોને આપવાનું છે. ખાંડનું કારખાનું એ ખેતી સાથે સંકળાયેલો ઉદ્યોગ છે, એની સાથે હજારો ખેડૂતો અને લાખો મજુરો સંકળાયેલા છે, એટલે જયરામભાઈએ જે અગ્નિ પ્રદાન કર્યું, હું એને યજ્ઞ માનું છું. આ રોજી યજ્ઞ છે અને એજ મોટામાં મોટો યજ્ઞ છે. આ અગ્નિમાંથી લાખો રોજીઓ ઉભી થશે અને એમાંથી દેશના લાખો બાળકોના પેટમાં આહુતીરૂપ અનાજ પડશે. ભગવદ ગીતા માં લખ્યું છે કે “अहं वैश्वानरो भूत्वा …..चतुर्विधम…(गीता 15-13) પ્રાણીઓના શરીરમાં બેઠેલો જઠરાગ્ની, વૈશ્વાનર,અર્જુન એ હું છું. @23.42min. દેશ ગરીબ રહ્યો કે થયો છે, તો એના નિશ્ચિત કારણો છે કે એમાં પહેલામાં પહેલું એ કે આપણે કદી સારી રીતે મૂડીનું આયોજન ન કર્યું. અમેરિકા અને યુરોપ જે સમૃદ્ધ થયા તે અર્થતંત્રના સાચા સિદ્ધાંતથી થયા. તમે પૈસાને બાળી શકો છો, દાટી શકો છો, વાપરી શકો છો અને તમે પૈસાને ઉગાડી શકો છો. પૈસાને ઉગાડવા એ સાચો રસ્તો છે. આપણે યજ્ઞોમાં જેટલું બાળ્યું છે, એટલું દુનિયાની કોઈ પ્રજાએ બાળ્યું નથી. જેટલું સોનું ભારતની પ્રજા પાસે છે, એટલું સોનું અમેરિકાની પ્રજા પાસે નથી. આ DEAD કેપિટલ છે, એનાથી રોજી ઉભી થતી નથી. એક પૈસો વપરાય છે, હું ભલામણ કરું છું કે પૈસો તમે વાપરજો. તમારો પૈસો બજારમાં રોજી ઉભી કરશે. @28.42min. અમેરિકામાં એક ખેડૂતે એક પછી એક એમ નવ નવ્વી ગાડીઓ પ્રેસમાં ચપટી કરાવી એના ખેતરમાં બધાને દેખાય એમ શા માટે જડી દીધી? એ વિશે સાંભળો. આ જે ખાંડનું કારખાનું છે એને હું કારખાનું નથી સમજતો પણ રોજી-યજ્ઞ સમજુ છું. છેલ્લી વાત હું તમને કહું કે તમે પૈસો વાવો. તમે બેન્કમાં કે શેરમાં પૈસા રોક્યા છે, એ વવાયેલા પૈસા છે. અમેરિકાની સમૃદ્ધિ આ વવાયેલા પૈસામાંથી થઇ છે. આપણે મૂળ વાતને સમજીએ કે આ યંત્રો જરૂરી છે, આવા કારખાનાઓ જરૂરી છે. ચાર વર્ષ પહેલાં “નાર” ગામમાં એક સર્વોદય કાર્યકરે કમ્પ્યુટરના ક્લાસનો બહુ વિરોધ કરેલો તે વિશે સાંભળો. @34.32min. હું માનું છું કે જે 40-50 કરોડ રૂપિયા જે ખર્ચાયા છે, એ વવાયા છે, આ કોઈ સમૈયો નથી કે યજ્ઞ નથી પણ એમાંથી વર્ષો સુધી કેટલાયે ખેડૂતોને રોજીઓ મળશે. સુરત જીલ્લામાં જે ખાંડના કારખાનાં થયાં, એમાંથી વર્ષે દિવસે ખેડૂતોના ઘરમાં 800-1000 કરોડ રૂપિયા જાય છે. એટલે સજ્જનો વાસ્તવિકતાનો સ્વીકાર કરી આ રોજી યજ્ઞને સ્વીકારવાનો છે, ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @23.42min. દેશ ગરીબ રહ્યો કે થયો છે, તો એના નિશ્ચિત કારણો છે કે એમાં પહેલામાં પહેલું એ કે આપણે કદી સારી રીતે મૂડીનું આયોજન ન કર્યું. અમેરિકા અને યુરોપ જે સમૃદ્ધ થયા તે અર્થતંત્રના સાચા સિદ્ધાંતથી થયા. તમે પૈસાને બાળી શકો છો, દાટી શકો છો, વાપરી શકો છો અને તમે પૈસાને ઉગાડી શકો છો. પૈસાને ઉગાડવા એ સાચો રસ્તો છે. આપણે યજ્ઞોમાં જેટલું બાળ્યું છે, એટલું દુનિયાની કોઈ પ્રજાએ બાળ્યું નથી. જેટલું સોનું ભારતની પ્રજા પાસે છે, એટલું સોનું અમેરિકાની પ્રજા પાસે નથી. આ DEAD કેપિટલ છે, એનાથી રોજી ઉભી થતી નથી. એક પૈસો વપરાય છે, હું ભલામણ કરું છું કે પૈસો તમે વાપરજો. તમારો પૈસો બજારમાં રોજી ઉભી કરશે. @28.42min. અમેરિકામાં એક ખેડૂતે એક પછી એક એમ નવ નવ્વી ગાડીઓ પ્રેસમાં ચપટી કરાવી એના ખેતરમાં બધાને દેખાય એમ શા માટે જડી દીધી? એ વિશે સાંભળો. આ જે ખાંડનું કારખાનું છે એને હું કારખાનું નથી સમજતો પણ રોજી-યજ્ઞ સમજુ છું. છેલ્લી વાત હું તમને કહું કે તમે પૈસો વાવો. તમે બેન્કમાં કે શેરમાં પૈસા રોક્યા છે, એ વવાયેલા પૈસા છે. અમેરિકાની સમૃદ્ધિ આ વવાયેલા પૈસામાંથી થઇ છે. આપણે મૂળ વાતને સમજીએ કે આ યંત્રો જરૂરી છે, આવા કારખાનાઓ જરૂરી છે. ચાર વર્ષ પહેલાં “નાર” ગામમાં એક સર્વોદય કાર્યકરે કમ્પ્યુટરના ક્લાસનો બહુ વિરોધ કરેલો તે વિશે સાંભળો. @34.32min. હું માનું છું કે જે 40-50 કરોડ રૂપિયા જે ખર્ચાયા છે, એ વવાયા છે, આ કોઈ સમૈયો નથી કે યજ્ઞ નથી પણ એમાંથી વર્ષો સુધી કેટલાયે ખેડૂતોને રોજીઓ મળશે. સુરત જીલ્લામાં જે ખાંડના કારખાનાં થયાં, એમાંથી વર્ષે દિવસે ખેડૂતોના ઘરમાં 800-1000 કરોડ રૂપિયા જાય છે. એટલે સજ્જનો વાસ્તવિકતાનો સ્વીકાર કરી આ રોજી યજ્ઞને સ્વીકારવાનો છે, ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @38.12min. આટકોટમાં સરદાર પટેલ સરસ્વતી ચેતના રથના સંચાલન પ્રસંગે થયેલું પ્રવચન. મહાપુરુષોના ત્રણ પ્રકાર છે. એક, જે સમાજના, રાષ્ટ્રના, માનવતાના પ્રશ્નો ઉકેલે, બીજા એકેય પ્રશ્નોને અડતા નથી અને ત્રીજા પ્રશ્નો ઉભા કરે છે અને એમના દ્વારા ઉભા કરેલા પ્રશ્નોમાં પ્રજા અટવાય છે. ભારતની આઝાદી આપણને આપણા મહાપુરુષોથી પ્રાપ્ત થઇ અને ગુલામી પણ મહાપુરુષોથી થઇ. આપણને દુર્ભાગ્યવશ પ્રશ્નો ઉભા કરનારા વધારે મહાપુરુષો મળ્યા, જેમના કારણે આપણી દુર્દશા થઇ. વર્ષોથી અત્યારસુધી એક એવી વાત ચાલતી રહી કે સાધુઓએ સંસારમાં પડવું નહિ, એનું પરિણામ એ આવ્યું કે સાધુ-સંતોના પ્રશ્નો સંસારીઓ ઉકેલે અને સંસારીઓના પ્રશ્નો ભગવાન ઉકેલે, એ વિશે સાંભળો. ઉપરનો માણસ ગમે એવો હોય પણ અંદરનો માણસ તો બધે એક સરખોજ હોય છે. અંદરના માણસને બદલવો બહું કઠીન છે. @44.00min. ભાગવતમાં એક બહુ સરસ વાત લખી છે, ” एकाकी विचरे यतिही, कुमार्या रूपकंकणं ” દત્ત ભગવાનને ગુરુ મળ્યા કે, હે સાધુ, હે યતી, હે સન્યાસી, તારે જો શાંતિનો અનુભવ જોઈતો હોય તો એકલો રહેજે. કાશ્મીરમાં હરિસિંહ રાજાને ત્યાં જમવા ગયેલા ત્યાર નો અનુભવ સાંભળો.

Side B –
– કાશ્મીરમાં રાણીની મુલાકાત …ચાલુ …સ્વામીજીનો અનુભવ સાંભળો. આપણે ત્યાં બહુ પ્રાચીન કાળમાં ઋષિપ્રથા હતી. એ ઋષિપ્રથા સમાજના, રાષ્ટ્રના, માનવતાના, શિક્ષણના અને જીવનના બધા પ્રશ્નો ઉકેલતી, છતાં ઋષિ કોઈના પાસે માંગવા ન જાય. ભગવાન બુદ્ધ થયા, મહાવીર થયા, શ્રમણ યુગ આવ્યો એટલે સાધુઓના ટોળે- ટોળાં થયાં અને એ બધાના પ્રશ્નો સંસારીઓ ઉકેલે એટલે બધા ભોંયરામાં શાંતિથી બેસે. એક માણસને ભોંયરામાં બેસવા માટે કેટલાયે માણસોને અશાંતિ ભોગવવી પડે. મારી વાતને સમજજો કદી પણ શાંતિની ખોજમાં ન નીકળશો. સમાજમાં શાંતિ આપવા માટે અશાંતિને સ્વીકારી લેજો. શિવાજી, રાણા પ્રતાપ હિમાલયમાં જઈને બેસી ગયા હોતતો પ્રજાનું શું થાત? @3.36min. ગાંધીજી અને મહેરબાબા – સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે કે મહેરબાબા ગમે એટલા મોટા આધ્યાત્મિક પુરુષ હોય તો પણ મારા ઉપર એની કંઈ અસર ન થઇ, અને થઇ હોત તો? એક નવો બાવો અને એક નવો સંપ્રદાય ઉભો થયો હોત. ગાંધીજીએ પ્રશ્નો ઉકેલવાનો અને આલોક સુધારવાનો પ્રયત્ન કર્યો. અહી પરલોક સુધારનારાઓને લાડવા મળે છે અને આ લોક સુધારનારાઓ રોટલોયે નથી પામતા. સરદાર પટેલની પહેલી લડત સાંભળો. નેતા એને કહેવાય જે હજ્જારો માણસોને બલિદાન આપવા માટે તૈયાર કરે. @7.41min. એક એવા છે કે જે પ્રશ્નોને અડ્યાજ નહિ, વિધવાના, ત્યકતાના પ્રશ્નોને કોણે ટચ કર્યા? કેટલાયે અનાથ બાળકોને ક્રિશ્ચિઅનો ઉપાડી ગયા, એવા ચરોતરના 4 વર્ષના એક બાળકને ક્રિશ્ચિઅનો ઉપાડી જઇ એને ડોક્ટર બનાવ્યો એ વિશે સાંભળો. ડાંગના આદિવાસી ઓને બ્રહ્મ ભોજન કરાવ્યું. સાથે આવેલા લોકો કહે છે કે આ તો બધા શિકારી લોકો છે, સ્વામીજીએ કહ્યું ભગવાન રામ પણ શિકાર કરવા જતા, આ બધું આપણે પડતું મૂક્યું અને આપણે માર ખાતા થઇ ગયા. જે આવે તે મારે ટપલી, બાહોશ બનોને. જો તમે પહેલેથીજ આમને જમાડ્યા અને સાથે રાખ્યા હોત તો અનામતનું દુઃખ ન હોત. @13.32min. ભારતની સામે ઘણા પ્રશ્નોમાં આજે અસ્પૃશ્યતાના પ્રશ્ન સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ. તમે કોઈ મુસલમાનને અસ્પૃશ્યતા માટે આંદોલન કરતો જોયો? એમને ત્યાં તો એ પ્રશ્નજ નથી, પ્રશ્ન તો આપને ઊભો કર્યો. નરસિંહ મહેતા અને અસ્પૃશ્યતા વિશે સાંભળો. પટેલોએ કુદકો માર્યો એ વિશે સાંભળો. મુસ્લિમો આપણાં કરતાં 200 વર્ષ પાછળ છે. ઈરાન-અફઘાનિસ્તાનની વાતો સાંભળો. ઘણા આંદોલનો પછી આપણે રૂઢિવાદમાંથી બહાર નીકળ્યા છે, કારણકે આપણને રાજા રામમોહનરાયથી માંડીને દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, મહાત્મા ગાંધી જેવા મહા પુરુષો મળ્યા. હિંદુ પ્રજા પણ સુધારાનો સ્વીકાર કરે છે. @20.07min. જેતલપુરમાં શ્રીજી મહારાજનો યજ્ઞ. મહારાજે એક કોળીનો રોટલો સુદામાંના તાંદુલની જેમ ખાધો. મહારાજ તો અભડાયા નહિ તો તમે સ્વામીનારાયણના સંતો કેમ અભડાવ છો? મિયાંજી – સુખા મહારાજનો પ્રસંગ સાંભળો. @25.01min. દંતાલીની બાજુના ગામના એક મહારાજ જે કુવાનુંજ પાણી પીએ છે એની વાત સાંભળો. અંગ્રેજોના સમયમાં એકેએક અંગ્રેજનો રસોઈઓ હરિજન, ચમાર કે વણકર હતો. એવી રસોઈ ખાનારો અંગ્રેજ, કોઈની તાકાત નહિ કે એના બંગલા પર લાંચ આપવા જાય અને આપણા સાહેબો ડુંગરી-લસણ ન ખાય પણ લાંચ ખાય, તમે રસ્તો ભૂલ્યા છો. આપણે વરસાદ લાવવા યજ્ઞો કરીએ છીએ, ચેરાપુંજીમાં 500 ઇંચ વરસાદ પડે છે, ત્યાં કોઈ યજ્ઞ કરતુ નથી. તમને રસ્તોજ ખોટો બતાવ્યો છે. જુનાગઢ-ભાવનગરના ચેક ડેમ વિશે સાંભળો. @29.38min. મનસુખભાઈ સુવાગીયાનું ચેક-ડેમનું પ્રદાન સાંભળો. @33.15min. રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયે, ધર્મજીવનદાસજી મહારાજ અને એમના પછી ગુરૂકુળોની સ્થાપના કરી અને ત્યાં કેવી વ્યવસ્થા કરી તે સાંભળો. આ ગુરુકુળો એટલા સફળ રહ્યા કે એ સંદેશાને ઝીલવા માટે શિવલાલભાઈ વેકરિયાએ રાજકારણ છોડીને આમાં પડ્યા. એટલે સજ્જનો આપણે આ પાયાના પ્રશ્નો ઉકેલવાનું કામ કરી રહ્યા છીએ. શિવરાજભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. માધવપ્રિયદાસજી મહારાજ અને રૂડાભાઈ પણ સાથે થઇ આ પાણીનો પ્રશ્ન ઉકેલી રહ્યા છે એટલે હું મારી સંસ્થા તરફથી રૂપિયા 25001ની આહુતિ આપું છું, એ પૈસા તમારાને તમારાજ છે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત .@38.00min. દુનિયા તમારી મુઠ્ઠીમાં @40.11min. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર @42.26min. भजन – सब तीरथ कर आई तुमडिया . श्री नारायण स्वामी.