પરલોક નહીં આલોક – વીસ નગર પોલીટેકનીકના ઉદઘાટન સમયે

Side A –

– હિમાલયના શીખરો અને તેની સમાજના શીખરો સાથે સરખામણી. મહાપુરૂષની વ્યાખ્યા. @6.40min. ભારતમાં ઊંચામાં ઊંચુ, ૧૦૦ એવરેસ્ટ કરતાંયે ઊંચું, પરલોક સુધારવાના મહાપુરૂષોનું શીખર છે. ભારતે છેલ્લા દશ હજાર વર્ષોમાં કોઇના પર આક્રમણ નથી કર્યું અને તેજ એની ગુલામીનું કારણ છે. એ ગૌરવ લેવા જેવી વાત નથી પરંતુ કાયરતાની નિશાની છે કારણકે ૧૯૭૮ પછી પાકિસ્તાન સાથે કેટલીએ વાર યુધ્ધ કરવાનું થયું પણ યુધ્ધ કર્યુંજ નહીં. અહિ જેટલા પરલોકને સુધારનારા થયા એટલા આ લોકને સુધારનારા ન થયા. ગાંધીજી પહેલાં એવો કયો મહાપુરૂષ થયો જેણે ગામની ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય? @12.00min. ગુજરાતની ખરી દુશ્મન મેઘા પાટકર વિશે. @15.00min. અંગ્રેજોએ આખી દુનિયાપર રાજ કર્યું છે, કોઇ ચોઘડીયું જોયું નથી, મલ્ટીનેશનલ કંપનીઓ આખી દુનિયાપર રાજ કરે છે, કદી ચોપડા પૂજન કરતા નથી. સાકળચંદભાઇ, પોલીટેકનીક કોલેજના દાતાર વિશે. એમણે બધાજ પ્રયત્નો આ લોકની પ્રજાના સુખ માટે કર્યા. @19.40min. સરદાર પટેલ વિશે. સાકળચંદ ભાઇ બહુમુખ પ્રતિભા અને સ્વયંભૂ હતા. @26.40min. ચીનમાં કોઇ યજ્ઞ, હોમ-હવન નહીં, કોઇ સંઘ નથી નીકળતો, લાઉડ સ્પીકર નહીં, બસ રાષ્ટ્ર એજ ભગવાન છે. બે-ચાર મંદિરો સિવાય બધા ઊખાડી ત્યાં શાળાઓ, બગીચાઓ, દવાખાના વિગેરે બનાવી દીધા, કોઇ ભગવાન કોપાઇમાન ન થયા. @35.00min. પ્રતિજ્ઞા કરો કે હવે પછી તમારું દાન શિક્ષણ, માનવતા , દવાખાના વિગેરે તરફ વપરાય અને દેશ સમૃધ્ધ થાય. સ્વામીજી તરફથી રુપિયા ૧૧ લાખનું દાન. @36.50min. તાનસેન અને ગોંસાઈ – @42.05min. भजन – कलियुगमें केहणिके बहुत मजूर – श्री नारायण स्वामी.