સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 4A –
– @7.01min. પ્રવચનની શરૂઆત. જીવનની સાથે ચાલનારા જે તત્વો છે, એમાંનું એક તત્વ છે ભૂલ. દરેક માણસ ભૂલ કરે, ફક્ત ભગવાનજ ભૂલ ન કરે. ભૂલની સાથે ત્રણ તત્વો જોડાયેલા છે. ભૂલને તમે સ્વીકારી શકો છો? દબાવી શકો છો? કે આદર્શ બનાવો છો? પરદેશમાં લોકો હંમેશા ભૂલને સ્વીકારે છે. આખો દિવસ સોરી-સોરી કહેતાં હોય છે. @9.53min. સ્વામીજીની બસની મુસાફરીનો અનુભવ સાંભળો. આપણે સૌ નાની-મોટી ભૂલ કરવાના, કરવાના અને કરવાનાજ. જો તમે સ્વીકારો અને સમાજ સ્વીકારે તો તમારું અને સમાજનું લેવલ ઊંચું છે, એથી ઊલટું તે સમજી લેવું. જો ભૂલને દબાવી દો તો તમારું અને સમાજનું લેવલ નીચું જશે. પરંતુ જ્યારે તમારી ભૂલ આદર્શ બની જાય ત્યારે એ મહા અનર્થકારી થાય છે. @14.34min. અમર થવા માટે, મોક્ષ લેવા માટે કોઈએ પત્નીનો ત્યાગ કર્યો, આ ભૂલ કહીવાય કે નહિ? જો તમે ભૂલ છે એમ કહો તો લોકો મારવા દોડે. એકવાર તમારી પાસે અનુયાયીનું મોટું ટોળું થઇ જાય તો તમે ટીપ્પણી ન કરી શકો. આ ભૂલ જો આદર્શ બની જાય તો કેટલાયે લોકો કરતા થઇ જાય. એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ, બહુ મોટા ભાગવત કથાકાર નું દ્રષ્ટાંત સાંભળો. આખી જીન્દગીભર એમણે પોતાની પત્નીનો તનથી કે માંથી સ્વીકાર નથી કર્યો. મરતી વખતે એ સ્ત્રીએ કહ્યું કે હું મરી જાઉં તો મારી લાશને ન અડવા દેશો. અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે “भृनहत्यामवाप्तोति ऋतोभार्यापरान्ग्मुकः” પત્ની જ્યારે ઋતુકાળમાં હોય એ વખતે એનો પતિ વિમુખ થાય તો એને ભૃણહત્યાનું પાપ લાગે. @18.07min. સ્વામી રામતીર્થનું બીજું ઉદાહરણ સાંભળો. ઋષિ માર્ગમાં કર્તવ્યની પ્રધાનતા છે. સાધુમાર્ગમાં જાય બધું ખાડામાં, વૈરાગ્ય ચઢવો જોઈએ. આ પલાયનવાદ છે. કોઈ લગ્નની ચોરીમાંથીજ ભાગ્યા અને મહાન થઇ ગયા. પણ પેલી બ્રાહ્મણી છતા પતિએ વિધવા થઇ તેનું શું? @20.43min. આશ્રમમાં આવેલી એક બહેનનો પતિ ગુમાવવાનો અનુભવ સાંભળો. ધર્મનું કામ, સત્સંગનું કામ તૂટેલા માણસોને જોડવાનું છે, જોડાયેલા માણસોને તોડવાનું નથી. એ તો અધર્મ છે, પાપ છે, એને સત્સંગ નહિ પણ કુસંગ કહેવાય. ભૂલને ભૂલ તરીકે ન સ્વીકારીએ અને એક આદર્શ તરીકે સ્વીકારીએ એટલે લોકો રવાડે ચઢે.@23.54min. એક જૈન આગમની કથા સાંભળો. બુદ્ધ મહાન છે, બુદ્ધ ન હોત તો ભારતની સંસ્કૃતિ દુનિયામાં ફેલાઈ ન હોત. ૪૫ દિવસના ઉપવાસ પછી બુદ્ધને ભાન થયું કે તે ખોટા માર્ગ પર છે. મહાન પુરુષોની ભૂલો પણ મહાન હોય છે. @29.32min. ઋષિ માર્ગમાં આદેશ છે કે “प्रजतन्तुमा व्यवदछितसि” પ્રજાના તાંતણાને તોડીશ નહિ, આ ઋષિમાર્ગ છે. અર્થાત તું ગ્રાહસ્થાશ્રમી થજે. અત્યારે જેમ તમે દાઢમાં રાખો તેમ અમે પણ દાઢમાં રાખીએ કે આ છોકરો સાધુ બનવા માટે કામમાં આવે એવો છે. આ ઋષિ પદ્ધતિને બદલે નવી પદ્ધતિ આવી કે પરીવર્જ્યા ગ્રહણ કરો. એનું પરિણામ એ આવ્યું કે લાખોની સંખ્યામાં સાધુજ સાધુ. તમારે સારામાં સારા સમાજની રચના કરવી હોય તો પહેલાં જોવું કે સ્વાવલંબી અને પરાવલંબી માણસો કેટલા છે? @32.33min. “कबीर काया कुतरी करे भजनमें भंग, टुकड़ा रोटी गेरके भजन करो निसंग.” ઉત્તર ગુજરાતના એક પટેલ કેવી રીતે અનિદ્રાનો ભોગ કેવી રીતે ભોગ બન્યા? તે સાંભળો. @41.04min. જો તમારામાં નિંદા સહન કરવાની શક્તિ આવે તો કોઈ વખાણ કરો તો ફુલાઇ ન જાવ. “निंदक नियरे राखिये आँगन कुटी छवाय, बिन साबु बिन पानीसे मैल हमारा जाय.” બુદ્ધ સારનાથ પહોંચ્યા. એમની સાથે પાંચ નિંદા કરનારાઓ પણ આવ્યા. @45.52min. આફ્રિકામાં શ્રી રંગ અવધૂત આવ્યા અને ઘટનાના માધ્યમથી નાસ્તિક આસ્તિક થઇ જાય તેનું ઉદાહરણ.
 

Side 4B –
– ઘટનાના માધ્યમથી આસ્તિક બનવાનું બીજું દ્રષ્ટાંત. “सुच्कश्चहि तद्विदु:” (ब्रह्मसूत्र). કેટલીક વાર સ્વપ્નો તમને સુચના દેવા માટે પણ આવતા હોય છે. બુદ્ધની પાછળ આવેલા પાંચે-પાંચ તપસ્વીઓના વિચારો બદલાઈ ગયા અને બુદ્ધની સાથે થઇ ગયા. એવું કહેવાય છે કે બુદ્ધ ધર્મનું ધર્મ પ્રવર્તક ચક્ર સારનાથમાં થયું. પહેલો ઉપદેશ આપ્યો “चरत भिख्खवे बहुजन हिताय, बहुजन सुखाय” હે ભિખ્ખુઓ ઘણા લોકોનું હિત થાય, કલ્યાણ થાય માટે વિચરણ કરો. એમના દરવાજા બધા માટે ખુલ્લા એટલે પ્રસારેબલ ધર્મ બન્યો. હિંદુ ધર્મના આવવાના દરવાજા બિલકુલ નાના છે અને જવાના મોટા છે એટલે પ્રસારેબલ નથી. @5.34min. “શાંતિ પમાડે તેને સંત કહીએ” બુદ્ધ અમ્રલાપીને ત્યાં ભિક્ષા લેવા ગયા. પેટલાદમાં એક સંપ્રદાયના આચાર્ય આવેલા અને મોચી ભાઈઓએ પધરામણીનો આગ્રહ કર્યો ત્યાર પછી મીટીંગ થઇ અને મહારાજે કામ આવી પડ્યાનું બહાનું કાઢી મળસ્કેજ નીકળી ગયા. @10.14min. આમ્રપાલીનો બુદ્ધે ઉદ્ધાર કર્યો. “अपि चेत्सुदुराचारो…..सम्यग् व्यवसितो हि स:”…(गीता ९-३०) હે અર્જુન મારો ભક્ત ગમે તેવો દુરાચારી હોય તો પણ એનો નાશ થતો નથી. જેસલ-તોરલ, પાપીનો પ્રેમના દ્વારાજ ઉદ્ધાર થઇ શકે. @15.48min. બુદ્ધ અડધા વિશ્વમાં ફેલાઈ ગયા. નડિયાદમાં કે ખેડામાં સહજાનંદ સ્વામીની કથામાં આમ્રપાલી જેવીજ એક બાઈ આવેલી, તેનો તિરસ્કાર ન કરેલો પણ ઉદ્ધાર કરેલો તે સાંભળો. @17.00min. ચુંગ લુહારના ભોજનથી બુદ્ધનું મૃત્યુ થયું. મુદ્દો એક ખાસ સમજવા જેવો છે કે બુદ્ધે ત્રણ દ્રશ્યો જોયેલાં અને એનાથી મુક્ત થવા ગૃહત્યાગ કરેલો તે સફળ થયો ખરો? એમની એકેય અપેક્ષા પૂરી ન થઇ. બુદ્ધ બીમાર થયા, વૃદ્ધ થયા અને મૃત્યુ પણ પામ્યા. એમની અપેક્ષા ભલે પૂરી ન થઇ, પણ એમણે દેશ માટે મોટું કામ કર્યું કે જોતજોતામાં બુદ્ધ ધર્મ અડધા વિશ્વમાં ફેલાય ગયો. બૌદ્ધો સૌથી વધારે માંસાહારી છે. બુદ્ધે પોતે કશું લખ્યું નથી, એમના અવસાન પછી ૧૫૦ વર્ષ પછી એમના નામે શાસ્ત્રો લખાયા. @23.04min. બુદ્ધને આનંદ અને મહાવીરને ગૌતમ મળ્યા. જો તમારે વધુ વ્યાપક રૂપ ધારણ કરવું હોય તો કદી સ્પષ્ટવાદી ન થશો. બુદ્ધે ઘણી વાતો, ઈશ્વર સંબંધી, આત્મા સંબંધી, પુનર્જન્મ સંબંધી ગોળ-ગોળ રાખી. એ બાબતે બુદ્ધ અને આનંદ નો સંવાદ સાંભળો. જન્મતા પહેલા શું હતા અને મૃત્યુ પછી શું થશો એની પંચાતમાં કદી પડવું નહિ. @27.27min. બુદ્ધના સત્યો સાંભળો. ભારતીય દર્શનો, ચારવાક સિવાય દુઃખલક્ષી છે એમાં બૌદ્ધો તો ખાસ દુઃખલક્ષી છે. હું એમાં સંમત નથી. સંસાર સુખમય પણ છે. એકલો દુઃખમય હોત તો જીવનમાં કોઈને રસ રહ્યો ન હોત. દુઃખ હોય તોજ સુખનો અનુભવ થાય. @31.36min. કૃષ્ણે ગીતમાં કહ્યું છે “सुखदु:खे समे कृत्वा….पापमवाप्स्यसि”…(गीता २-३८). સજ્જનો બુદ્ધની મહાન દેન છે, પરંતુ મારી દ્રષ્ટિએ ઋષિઓની જગ્યાએ સાધુ થવાનું અહીંથી શરુ થયું. પત્નીનો, બાળકોનો ત્યાગ કરો એ ઋષિમાર્ગમાં નથી. આ વચ્ચેનો ભેદ સમજાવવા પ્રયત્ન કર્યો છે.@33.04min. વેદ, વાણી અને પુરાણો. @38.35min. ભજન – શાંતિ પમાડે તેને સંત કહીએ. – શ્રી નારાયણ સ્વામી