ધર્મ ક્રાંતિ – મહેમદાવાદ – હરિજન ભાઈઓની શિબિરમાં

Side A –
– શરૂઆતમાં ઉદઘોષકનું પ્રવચન @4.33min. ધર્મના બે સ્થંભ છે. કુદરતી વ્યવસ્થા અને માનવતા. માનવતાને કેન્દ્રમાં રાખીને એકે એક એન્ગલથી માનવનું શામાં કલ્યાણ છે, માનવ શામાં સુખી થઇ શકે છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો દુનિયાનો કોઈપણ ધર્મ પ્રજાનું કલ્યાણ કરનારો થઇ શકે. પરંતુ કુદરત વિમુખ થઈને, માનવતા વિમુખ થઈને ગમે એટલા ઉપવાસ કરો, સ્નાન કરો, તીર્થો કરો, યજ્ઞો કરો, હવન કરો, પાઠ-પૂજા કરો પણ પહેલો પ્રશ્ન એ છે કે તમે કુદરતને અનુકુળ છો? જે નિયમો બનાવ્યા છે તેનાથી તમે માનવતાને કચરો, પીડા આપો છો? આ બધું કરતા હો તો પછી તમારા મંદિરોમાં સોનાના શિખર હોય, છપ્પન ગજની ધજા હોય, રોજ છપ્પન ભોગ ધરાવતા હોય, પણ એટલું યાદ રાખજો કે આ ધર્મ નથી, આ એક તૂટી પડેલું મડદું છે અને માત્ર દુર્ગંધ મારવાનું છે, એનાથી પ્રજાનું કલ્યાણ નથી થવાનું. માત્ર ભારતજ નહિ, આખી દુનિયાના બધા ધર્મોને આ સંદર્ભમાં જુઓ. @8.18min. ભારતમાં જે ધર્મ પળાય છે, તે વિશે સાંભળો. આખી દુનિયામાં પહેલાં “નેચર ધર્મ” હતો. એક સંપ્રદાયના સંત આવ્યા, દૂરથી એક ડોસી દવા લેવા આવતી હતી, એટલે એમણે મોઢું ફેરવી લીધું, કેમ? જવાબમાં સંપ્રદાયના સંતે કહ્યું કે અમારી અંદર તો ફક્ત એના સિવાય બીજું કશું છેજ નહિ, અંદર તો એજ ભર્યું છે. લોકોને રાજી રાખવા અમારે આવું કરવું પડે છે. આ પેટ ચોળીને ઊભી કરેલી વેદના છે. @15.07min. “विषया विनिवर्तन्ते…..दष्टवा निवर्तते…(गीता २.५९), युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा….(गीत ६-१७). ગીતા મધ્યમ માર્ગી છે. બુદ્ધ અંતિમવાદ પર પહોંચી ગયેલા પછી એને ગુરુ મળ્યા અને મધ્યમ માર્ગ અપનાવ્યો. @20.04min. જીવન મધ્યમાં છે. અત્યંત ભોગમાં પણ નથી અને અત્યંત અભોગમાં પણ નથી. ઋષિમાં અને સાધુમાં શું ફરક છે? યાચના કરનાર માણસ કદી સત્યની સ્થાપના ન કરી શકે. જેનો રોટલો પરાધીન છે, જે બનાવટી પ્રતિષ્ઠામાં જીવે છે તે કદી ક્રાંતિ ન કરી શકે. ઈશ્વરના દરબારમાં જે ક્લાસ પાડે, તેનો પોતાનોજ ક્લાસ ખતમ થઇ જાય. વૈદિક અને ઉપનિષદ કાળમાં ઋષિ આખા સમાજને તૈયાર કરે છે. આ કાળમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેની માન્યતા છે. પછી સાધુ પીરીયડ આવ્યો એમાં સાધુ ગુરુકુળ નથી બનાવતો, સાધુ પત્ની નથી રાખતો, ખેતી નથી કરતો, ગાયો નથી રાખતો, ભણાવતો નથી પણ એ માત્ર મોક્ષની વાતો સંભળાવે છે. અને સંસાર ઉપર ઘ્રણા કરાવે છે, સ્ત્રીથી દુર ભગાવે છે. લોકો સુખ દ્રોહી અને કુદરત દ્રોહી થયા. સુખ દ્રોહી પ્રજા કદી વૈજ્ઞાનિક ન થઇ શકે, સુપર પ્રજા ન થઇ શકે. @૩૯.૫૧મિન. તમે તમારો ઈતિહાસ જોજો, જેને આટલો મોટો વિશાળ સમુદ્ર મળ્યો, એ કદી કોલંબસ કે વાસ્કોડીગામા પેદા ન કરી શક્યો. પ્રજાને મારી નાખવાનું મૂળ સાધુ પીરીયડમાં છે. @41.31min. સંત પીરીયડે ભારતને ઘણું આપ્યું. આ બધા સંતોને પત્નીઓ છે, બાળકો છે એ વિશે વધુ સાંભળો. @44.28min. રામસ્નેહી સંપ્રદાયના આદિગુરુ હરિજન છે અને એમનો રાજસ્થાનમાં બહુ મોટો સંપ્રદાય છે, આજે એમાં એટલીજ આભડછેટ છે. @46.00min. સ્વામીજીનો પોતાની ન્યાત વિશેનો અનુભવ સાંભળો. બધા સંતો થયા તે સમાજને અધ્યાત્મ, ભક્તિ, એકતારો, મંજીરા આપી શક્યા, પરંતુ સમાજને સુધારી ન શક્યા, એક સાથે કોઈને રહેતા ન કરી શક્યા, કારણકે તેઓ પોતેજ તિરસ્કૃત હતા. તુકારામના અભંગો વિશે સાંભળો.

Side B –
– સંત તુકારામની વાત ચાલુ. એકે-એક સંત માર્યા પછીજ લોકો એના આધ્યાત્મિક અંશને માનતા હોય છે. સમાજ આચાર્યોની વાતનેજ સ્વીકૃતી આપે છે. માનવતાથી ધર્મ વિમુખ કેમ થયો? મરાઠાઓનું રાજ ગુજરાતમાં આવ્યું, સુબો-ઓફિસરો મહારાષ્ટ્રીયનજ હોય. કારણકે વિજયી પ્રજા એ હંમેશા પોતાના વિજયને વ્યક્તિગત ન સમજતાં પ્રજાકીય સમજે છે. આ વલણ પ્રાચીન કાળનું છે. @4.14min. અમેરિકાની રૂટ્સ ફિલ્મ વિશે. અમેરિકામાં આજે તો ઘણું પરિવર્તન આવ્યું છે. ભારતમાં કેમ પરિવર્તન નથી થતું? ભારતમાં આ ભેદનું ફાઉન્ડેસન ધાર્મિક છે. બાઈબલમાં આવા ભેદો નથી, પરંતુ વહેવારમાં છે. @10.18min. આજે એજ દશા ઇસ્લામમાં છે. કુરાન ભણવાનો અધિકાર પહેલા કુરેશીઓનેજ હતો. કુરેશ જાતિને વિશેષ અધિકારો આપેલ છે.સૈઇઅદની દીકરી શેખથી ન લવાય. કારણકે સૈઇઅદ બ્રાહ્મણ કક્ષાએ છે. આપણા દેશમાં બે ટ્રેકો ચાલતી હતી. બૌધધર્મી અને બ્રાહ્મણધર્મી. બૌધધર્મી વધારે ઉદાર છે. હુણ લોકો બ્રાહ્મણ ધર્મી થયા. બૌધધર્મનો ઉચ્છેદ કરવા માટે એમનો ઉપયોગ કરવામાં આવ્યો. શકો, શિથીયનો વિગેરે બૌધધર્મીઓ હતા. ઉત્તર્વર્તી કાળમાં(પૌરાણિક યુગમાં) હુણો ઉપસીને ઉપર આવે છે અને સમાજ ઉપર છવાઈ જાય છે. એ કોણ છે એ મારે અહી કહેવું નથી. પુરોહિતો અને રાજાનું સંગઠન થાય છે અને તેથી મનુને લખવું પડ્યું કે બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ મેળ કરીને રહેવું, તો એ વૈશ્યો અને શુદ્ર ઉપર અધિકાર કરી શકે. પછી શાસ્ત્રો, પુરાણો, સ્મૃતિઓ વિગેરેની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી તે બિલકુલ અમાનવીય અને અત્યાચાર ભરેલી હતી. RSS ની સભામાં સંભળાવ્યું કે “આપણે એમ કહીએ છીએ કે ઔરંગઝેબે આ દેશની પ્રજા ઉપર બહુ જુલમ કર્યા, પણ હું એમ કહું છું કે તમે ઔરંગઝેબના જુલ્મોને એક ત્રાજવામાં મુકો અને મનુના દ્વારા રચાયેલા જુલ્મોને બીજા ત્રાજવામાં રાખો તો એક હજાર ઔરંગઝેબને ભેગા કરશો તો પણ મનુનું ત્રાજવું ઊંચું નથી થવાનું, એટલા જુલ્મો કર્યા છે. તમારી આંખ ઉન્ઘડે છે? કોઈવાર તમારી જાતને શુદ્ર માનીને, અસ્પૃશ્ય માનીને આ ગ્રંથોનું અધ્યયન કર્યું છે?” RSSની સભામાં બધા નારાજ થયેલા. @15.48min. ઉત્તર્વર્તી કાળમાં, પેશ્વાના સમયમાં આ વ્યવસ્થા વધારે સજ્જડ થઇ. શિવાજી મહારાજને પણ શુદ્ર ગણવામાં આવેલા. ભલું થાજો અંગ્રેજનું કેમ? આખી દુનિયામાં “પાટલુન” એક વિશ્વ સંસ્કૃતિનું નિર્માણ વગર પ્રચારે થઇ રહ્યું છે. આપણે ત્યાં પૌરાણિક કાળમાં એવી વ્યવસ્થા થઇ કે બધા એક-બીજાથી જુદા પડ્યા. @22.50min. આ વ્યવસ્થાએ નુકશાન શું કર્યું તે સાંભળો. માણસની પ્રતિષ્ઠા, અર્થ અને મહત્વકાંક્ષા પર અસર થઇ. જે માણસની પ્રતિષ્ઠા ન હોય તે કઈ ખુમારીથી સમાજમાં જીવવાનો હતો? મહાભારતના કર્ણ અને એકલાવ્યનું ઉદાહરણ સાંભળો. આ વર્ણ-વ્યવસ્થાનું પરિણામ છે. છેલા ચાલીસ વર્ષમાં જે ક્રાંતિ થઇ તે સાંભળો. @30.12min. એકજ કલમે એમ માની લેવું કે તમામે-તમામ સવર્ણો અમારા દુશ્મન છે, એ બહુ મોટો અન્યાય છે. પાકિસ્તાનમાં જે હરિજન ભાઈઓ રહી ગયા છે એમની દશા જોઈ આવજો. તેઓતો હિજરત કરવા સ્ટીમરમાં બેઠેલા, તેમને પાછા વાળેલા, શા માટે તે સાંભળો. સ્વામીજી કહે છે હું અનામતના પક્ષમાં છું, કેમ? મારો આશ્રમ સવર્ણોથી ચાલે છે, વધુ આગળ સાંભળો. @34.47min. આજના જમાનામાં પણ કેટલાક લોકો ખુલ્લંખુલ્લા વર્ણ વ્યવસ્થાનો પક્ષ લે છે. પાંડુરંગ શાસ્ત્રીનું સંસ્કૃતિ ચિંતન વાંચજો, એમણે જબરજસ્તી-જોરથી વર્ણ-વ્યવસ્થાની સ્થાપના કરી છે કે “વર્ણ-વ્યવસ્થા એજ ઉત્તમ છે અને જન્મથીજ માણસ પોતાની જાતિ લઈને આવે છે, ગમે એવા કર્મ કરેતો પણ એમની જાતિ બદલાતી નથી” એમણે પડકાર આપજો, કારણકે એમના દ્વારા તો હજારો-લાખો માણસો ઘડાવાના છે. પરદેશમાં આવા કોઈ ભેદભાવો નથી. @39.01min. વર્ણવ્યવસ્થા પર સ્વામીજીનો વધુ અભિપ્રાય સાંભળો. @૪૫.૪૨મિન. ભજન – અખિલ બ્રહ્માંડમાં એક તું – શ્રી આશિત દેસાઈ.