તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન – અમદાવાદ
Side A –
– જીવન જ્યોત ટ્રસ્ટના ઉપક્રમે – આ વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. તત્વજ્ઞાનની ત્રણ કક્ષાઓ તે જીજ્ઞાસા, ચિંતન અને સાક્ષાતકાર. જીજ્ઞાસા એ પ્રાથમિક પગથીયું છે. માણસને જાણવાની તીવ્ર ઈચ્છા થાય એટલે સાધના શરુ થાય. જીજ્ઞાસાને આપણાં શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અહિયાં વ્યક્તિ પોતે પોતાના દ્વારા જ્ઞાનનો માર્ગ તય કરે છે. બીજી જગ્યાએ નિશ્ચિત કરેલાં લક્ષ્યો, પરિણામો સીધા વ્યક્તિના મગજમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહિયાં પ્રત્યેક વ્યક્તીને બ્રહ્મને શોધવો પડે છે. એટલે બ્રહ્મસુત્રનું પહેલું સુત્ર લખવામાં આવ્યું છે કે “अथातो ब्रह्म जिज्ञासा. @4.17min. આમ આધ્યાત્મિક જ્ઞાનના બે ક્ષેત્રો થયાં. આપણે ત્યાં જ્ઞાનમાર્ગ એ લાંબી સાધના છે. કોઈ સાધના અનુભવ વિનાની હોતી નથી અને કોઈ અનુભવ જો સાચો હોય તો ગુરુ થયા વિના રહેતો નથી. અનુભવ એ મોટામાં મોટો ગુરુ છે. કેટલાક લોકો ખુરસી માટે કે કેટલાક લોકો વાસના માટેજ જન્મ્યા હોય છે. એમ કેટલાક લોકો જ્ઞાન માટેજ જન્મ્યા હોય છે. એટલે કોઈ હેમચંદ્રાચાર્ય થાય છે, કોઈ શંકરાચાર્ય થાય છે, કોઈ ક્રિશ્નમૂર્તિ થાય છે. પંડિતોનું અને દાર્શનિકોનું જ્ઞાનમાં બહું ફરક છે. પંડિતો કળછી જેવા છે. કળછીને ખબર નથી કે દાળ મોળી, ખારી કે તીખી છે, કારણકે કળછી ચિંતક નથી, એ તો આપનાર છે. @8.38min. જીવન બે ભાગમાં છે, એક છીછરું અને બીજું ઊંડાણ ભર્યું તે વિશે સાંભળો. “માંહી પડ્યા તે મહાસુખ માણે, હરિનો મારગ છે શૂરાનો” પંડિતો માટેની મોકળાશ જેવી ભારતમાં મળી તેવી બીજા દેશોમાં ધર્મગુરુઓના નિયંત્રણનાં કારણે ન મળી એટલે ભારતમાં પંડિતો ઘણા પેદા કરી શકાયા. એક બહું મોટો લાભ થયો કે ઘણા તત્વવેત્તાઓ (દર્શકો) પેદા કરી શકાયા પણ હાની એ થઇ કે તમે પૂરેપૂરા અવ્યવસ્થિત થઇ ગયા. જીજ્ઞાસા કુદરતે મુકેલી છે. ભારતનું ચિંતન પ્રતિભામુખી ચાલ્યું અને પશ્ચિમનું ચિંતન પ્રયોગશાળામુખી ચાલ્યું. પ્રયોગશાળા સાર્વજનિક છે. આપણે ત્યાં ભૌતિકતા ઉપર સૂગ રહેવાથી પ્રતિભાનુંજ જોર રહ્યું અને એ સૂગને કારણે આપણે પ્રયોગશાળામાં જોઈએ એટલો પ્રયોગ ન કરી શક્યા. @13.05min. આપણે ત્યાં ગૃહસ્થોનું ચિંતન અને સાધુઓનું ચિંતનમાં બહું ફરક છે. ગૃહસ્થો વ્યહવારિક છે અને સાધુઓ અવ્યહવારિક છે. આપણે ત્યાં બે ચિંતનો છે, એક ઋષિઓનું અને બીજું સાધુઓનું, તે વિશે સાંભળો. ઋષિઓના ચિંતનમાં પુરુષાર્થ છે, પ્રેરણા છે. સાધુઓના ચિંતનમાં પ્રારબ્ધવાદ છે. ઝીણું ઝીણું કાંતવામાં આવ્યું એનો અર્થ એટલોજ કે કંઈ કરવાની જરૂર નથી, તમારું પ્રારબ્ધ તમે ભોગવી લો, એટલે ગૃહસ્થ જીવન અને તત્વજ્ઞાન એ બે મેળવવા હોય તો આ બંનેનો ફરક સમજવો પડશે. @17.01min. વિવાદસ્પદ પુરાણની યાજ્ઞવલ્ક્ય અને જનકની ઘટના સાંભળો. આ ઘટના ઉપનિષદમાં નથી આવી. કર્તવ્ય અને વૈરાગ, કર્તવ્ય અને ત્યાગ આ બધાનો એકબીજા સાથે મેળ છે. જયારે કર્તવ્ય અને વૈરાગ અને ત્યાગ અને વૈરાગ જુદી જુદી દિશામાં જાય ત્યારે ઉત્તમ આદર્શો દ્વારા પ્રજાનો વિનાશ થશે. એટલે કે દુષ્ટોના દ્વારા નહિ પણ સજ્જનો દ્વારા પ્રજાનો નાશ થાય. તમારું ચિંતન, તમારું જ્ઞાન, તમારું દર્શન જો વ્યહવારથી વિમુખ થશે તો તે શેખચલ્લીના તરંગ માત્ર થશે. @20.05min. ઉપનિષદનો પહેલો મંત્ર “ते न त्यक्तेन भुञ्जीथा” વિશે. ભગવદ ગીતા અને ઉપનિષદ સકારાત્મક ગ્રંથ છે. કૃષ્ણ એ તત્વદર્શા યોગેશ્વર છે, સાધુ નથી. અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે. યુદ્ધ પણ અધ્યાત્મનું એક અંગ છે. પછી અવ્યહવારિક સાધુ ચિંતન આવ્યુ, તે વિશે સાંભળો. તમે ગીતા અને ઉપનિષદ છોડ્યા એટલે અસ્પષ્ટ થઇ ગયા, તત્વજ્ઞાનની દ્રષ્ટીએ ગૂંચવાઈ ગયા. તત્વજ્ઞાનનો અર્થ સમજો. બ્રહ્મ એક છે, પરમેશ્વર એકજ છે, તત્વ અસંખ્ય છે, અને અસંખ્ય તત્વ છે એટલે એની અનુભૂતિ ક્રમે ક્રમે થાય છે. સત્ય કદી સમગ્રતામાં પ્રગટ નથી થતું હોતું. સત્ય ખંડગ્રમાં દર્શિત થાય છે. જ્ઞાન પણ કદી સંપૂર્ણ નથી હોતું. મોટામાં મોટો જ્ઞાની પુરુષ પણ એક વિષયનો જ્ઞાની હોય છે, બધા વિષયોનો નથી હોતો. સત્યનો સાક્ષાત્કાર એ એક ભ્રમણા છે. જો તમને ફુરસદ હોય અને છબછબીયાંના બદલે ઊંડાણમાં ઊતરવું હોય તો ઉપનિષદોનું અધ્યયન કરો. જ્ઞાનીને એના અજ્ઞાનનો વધારે અનુભવ હોય પણ અજ્ઞાનીને એના અજ્ઞાનનો અનુભવ હોયજ નહિ. @27.54min. ઉપનિષદમાં જ્ઞાનમાર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ છે, પુરુષાર્થ છે પણ ઉપનિષદ વ્યક્તિને બહું સાવધાની પૂર્વક આડંબરી થતો બચાવે છે.અહીંથી ભક્તિ માર્ગ શરુ થાય છે. જ્ઞાનમાર્ગની અલ્પતામાંથી ભક્તિમાર્ગ શરુ થાય છે. લતા મંગેશકરના ઈન્ટરવ્યુ વિશે. કાશીમાં એક પ્રચંડ વિદ્વાન વિશે. આ જ્ઞાની પુરુષની લોકો આરતી ઊતરે પણ બીજા ક્ષેત્રમાં હાંસીને પાત્ર છે. @33.36min. એક સજ્જનના છોકરાની વાત. પુનીત મહારાજના ભજન વિશે. ગૃહસ્થ જીવનનો અર્થ થાય છે, એક જવાબદારી ભરેલું જીવન. ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમારા જીવન પર થોડું ટેન્શન રહે, કારણ કે ટેન્શનજ તમારી શક્તિનો વિકાસ કરશે. ખંભાતના નવાબનું ઉદાહરણ. બિરલા અને અંબાણીના ઉદાહરણો. @37.48min. ટેન્શનના કારણે તમારી ધીરજ ખૂટે છે? તમારું મગજ ગરમ થઇ જાય છે? અને જો એવું હોય તો તમે ગૃહસ્થ જીવનને ન્યાય ન આપી શકો. આપણે બહું મોટી ભૂલ કરી કે સંસાર અને પરમાર્થ બેયને અલગ કરી નાખ્યા. તમારા પરમાર્થને માપવાનું મીટર સંસાર છે, એટલે ગૃહસ્થ જીવન અને તત્વજ્ઞાનને એકબીજા સાથે મેળવી શકાય છે. મેં કદી ઈશ્વરને જોયો નથી, એની કૃપાના દર્શન કર્યા છે અને એજ મારા માટે સાક્ષાતકાર છે. સાક્ષાતકારની વ્યાખ્યા છે, સંશય રહિત દ્રઢ અનુભૂતિ. મેં પવન જોયો નથી પણ મેં પવનનો અનુભવ કર્યો છે. આ અનુભૂતિ એજ સાક્ષાતકાર છે. જીવનને લાત મારીને ભગવાનનાં દર્શન નહિ થાય. ગાંધીજીએ કદી જીવનને લાત નથી મારી. @42.39min. ઋષિયુગમાં અને સાધુકાળમાં આ પાયાનું અંતર છે કે ઋષીઓ કદી ચમત્કાર નથી કરતા. કોઈ ચપટીમાં ભષ્મનો ઢગલો કરી દે તો એનાથી તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? પ્રશ્ન ઉકલે છે ઋષિ માર્ગથી, ક્યારે કે તમે તત્વજ્ઞાનને સંસારના જીવન સાથે વ્યહવારિક બનાવો તે વિશે સાંભળો. @45.44min. હિંદુ ધર્મની પુન: જાગૃતિ કરવી હોય તો ઉપનિષદોમાં પાછા જાવ. @49.03min. જેના ઘરમાં સારા માણસોની અવર જવર હશે એના છોકરાં ભાગ્યેજ બગડશે. ઉપનિષદનો ઋષિ એક વ્યહવારિક વ્યક્તિ છે, એમ કહે છે, તમે ગૃહસ્થ રહો અને ગૃહસ્થ જીવનનો ભાર ઊંચકો અને એ ભારજ તમને શાંતિ આપશે, માણસ બનાવશે.
Side B –
– ગૃહસ્થ જીવનને અને તત્વજ્ઞાનને મારી દ્રષ્ટીએ કોઈ અંતર નથી, એટલુજ નહિ પણ બંને એકબીજાને ઉપકારી છે. તમારા વ્યહવારમાંથી ચિંતન પ્રગટે છે. જે લોકોએ વેદના, પીડા જોઈ છે એવા કવિઓ, સાહિત્યકારો અમર થતા હોય છે. @2.28min. સત્ય મેવ જયતે લખીને, અસત્ય મેવ જયતે, આ આપણી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાએ સાચા ગૃહસ્થ જીવનને બહું ગૂંગળાવી માર્યું છે. તમને એક ખુમારી હોવી જોઈએ કે ભલે મેં બંગલો નથી બાંધ્યો, સુદામા રહ્યો પણ કૃષ્ણ આગળ હાથ લાંબો નથી કર્યો, એનું મને ગૌરવ છે. ગૃહસ્થ એટલે ગૃહમાં જેની સ્થિતિ, સ્થિરતા થઇ છે એવો માણસ. ગૃહને આપને આશ્રમ માન્યો છે એટલે ગૃહસ્થાશ્રમ. @7.00min. તત્વજ્ઞાન સ્વયમમાંજ એક અઘરો વિષય છે. તત્વજ્ઞાનને તમે બટન ન માની લેતાં કે દબાવો અને બધું જ્ઞાન થઇ જાય. “वादे वादे जायते तत्व बोध:” તત્વજ્ઞાનમાં પ્રવેશેલો કોઈ માણસ હોય તો એ ઋષિ છે. પંડિત ઓમકારનાથ પૂર્વ યુરોપના દેશોમાં ગયા અને ત્યાં ગાયું તો તે લોકો સમજ્યા નહિ પણ ભાવ વિભોર થઇ ગયા. કારણકે એ તત્વજ્ઞાન છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે એનું ઊંડાણ ન હોય કે એનું છીછરાપણું ન હોય. તત્વજ્ઞાન તમને એક નિષ્ઠા આપે છે, ગંભીરતા આપે છે, ઊંડાણ આપે છે. @11.35min. નરસિંહ મહેતાની પત્ની વિશે. સજ્જનો, તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન બંનેનો મેળ કરવાનો, પરમાર્થ અને સંસાર બેય સાથે ચાલે છે. “જીવન જ્યોત” દ્વારા આયોજિત આ સભા વિશે। મારી મુદ્દાની વાત કરું છું કે સાધુ ન થશો, આદર્શ ગૃહસ્થ થશો, પત્નીને છોડશો નહિ, ઘરને છોડશો નહિ કારણ કે જે સુખ-શાંતિ તમને તમારા ઘરમાં મળે છે, એ કોઈ જગ્યાએ મળશે નહિ. તમારા ઘરને ઋષિકેશ બનાવો અને તમારા જીવનને ઋષિ જીવન બનાવો, પત્ની અને પતિ એકબીજાના પૂરક બને પણ બાધક ન બને. સંસારને, સમાજને અને રાષ્ટ્રને આપણે બધી રીતે ઉપયોગી થઈએ એવું આપણું જીવન હોય અને એ જીવનનું માધ્યમ બને તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @16.06min. પ્રશ્નોત્તરી @28.05min. સ્વામીજીની સંસ્થા તરફથી 5001 રૂપિયા અન્નક્ષેત્ર માટે ભેટ. @29.23min. સંત ચરિત્રમાંથી ઋષિઓ અને ભક્તિ માર્ગ. @39.26min. भजन – जिसको नहीं है बोध तो – श्री नारायण स्वामी.
Leave A Comment