સર્વ ધર્મ વિચાર – જૈન સમાજ – અમદાવાદ

Side A –
-પંડિત સુખલાલજીની પુણ્ય સ્મૃતિમાં – વ્યક્તિ અને સમષ્ટિના પ્રશ્નો ઉકેલી આપે તેનું નામ ધર્મ. વિશ્વના ધર્મોએ ઘણા પ્રશ્નો ઊભા કાર્ય છે, એમાંથી ઊગરવાનો રસ્તો છે બધા ધર્મો પ્રર્યેનો સમભાવ. ધર્મના ત્રણ પગથિયાં, કુદરતનો, શાસ્ત્રોનો અને રૂઢિઓ દ્વારા આવેલો. @૩.૩૮નિન. પદાર્થોની ધર્મની વ્યાખ્યા. માણસ સિવાયની આખી સૃષ્ટિ કુદરતી નિયમ પ્રમાણે જીવન જીવી રહી છે.કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેના મૂળમાં બે તત્વો આવેગો અને લાગણીઓ અને તે સૃષ્ટિ ચલાવવા માટે વ્યવસ્થા કરેલી છે. @8.૩૭મિન. મહાભારતના યુદ્ધનું આવેગો બાબતે ગાંધારીનું ઉદાહરણ. @11.55min. શાસ્ત્રિય ધર્મ – શાસ્ત્રો આવ્યા એટલે ધર્મ સંપ્રદાય બન્યો. દુનિયાનું કોઈપણ શાસ્ત્ર સીધેસીધું ઈશ્વરના દ્વારા કે મૂળ પુરુષના દ્વારા લખાયેલું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો ક્રમે ક્રમે વર્ષો સુધી રચાયેલા અને તે ગ્રંથો બન્યા. જૈનોના “આગમો” ની રચના મહાવીર સ્વામીના ૫૦૦ વર્ષ પછી કુન્દ્કુંદાચાર્યેજીએ પોતાની સમજણ પ્રમાણે લખ્યા. ભગવાન બુદ્ધ અને આનંદ વચ્ચેનો સંવાદ વર્ષો પછી ત્રિપિટક(ત્રણ પેટારા)માં સંગ્રહ થયેલો અને પછી બધી ગાથાઓ લખાઇ. કુરાન શરીફની બાબતે જયારે મહંમદ સાહેબને આવેશ આવે અને આયાત ઉતરે ત્યાર પછી કોઈ પાસે લખાવી લે. એમના અવસાન પછી અરબસ્તાનમાં મોટી ખટપટ થઇ, એમના સમયમાં ઘણા નબીઓ હતા અને તેમાંથી મહંમદ સાહેબના જમાઇએ લાકડાપર, હાડકાંપર લખેલી બધી આયાતો ભેગી કરી અને તેમાંથી સાચી કઈ અને ખોટી કઈ એ નક્કી કર્યા પછી ખોટી લાગી તે બધી બાળી નાખી. જીસસને ફાંસીએ ચઢાવ્યાના ૧૫૦ વર્ષ પછી બાઈબલ લખાવવાનું શરુ થયું. આજનું બાઈબલ જીસસે જાતે તો લખ્યું નથી. હિંદુ ધર્મનો ભગવદ ગીતા બહુ માન્ય અને ખરેખર સારો ગ્રંથ છે. ગાંધીજીપાર એની ઘણી અસર હતી. ગીતા પણ સંપાદિત ગ્રંથ છે. યુદ્ધના મેદાનમાં કોઈ લખવા બેઠું ન હતું. કાળે કરીને વ્યાસજીએ એ વાતોને પોતાના શ્લોકોમાં બદ્ધ કરી અને એનું સંપાદન કર્યું. મારે આ મુદ્દો એટલા માટે કહેવો છે કે માણસના મનમાં એક ખાસ વાત બેસાડવામાં આવે કે આપણું શાસ્ત્ર છે એ ઈશ્વરનું રચેલું છે અને એમાં એક કાના-માત્રાની પણ ભૂલ ન હોય. જો એકવાર આ ધારણા મગજમાં બેસી જાય તો એની સાથે એક બીજી ધારણા આવે કે આપણા સિવાયનું બદ્ધું ખોટુ છે અને આપણેજ સારા છે. અને આ ધારણાને મજબુત બનાવવામાં આવે તો ધર્મ અસહિષ્ણું બને, ધર્મ પ્રશ્ન ઊભો કરતો થઇ જાય. એ મગજની ધારણાને દુર કરવી હોય તો પહેલા જુઓ કે શાસ્ત્રો રચ્યા છે કોણે? @18.25min. મહંમદ બખ્તિયારે એશિયાની સૌથી મોટી લાયબ્રેરી કેમ બાળી તે સાંભળી લેવું. એક ધર્મવાળા બીજા ધર્મવાળા માટે હલકા શબ્દનો ઉપયોગ કરે છે તે સાંભળો. આલીશાન મંદિરોમાં ધર્મ જોવા નહિ મળે. કારણકે ત્યાં ધર્મગુરુઓના પગ પડ્યા છે. ધર્મગુરુઓ અસહિષ્ણું ભક્તોનું સર્જન કરે છે. @23.19min.શાસ્ત્રો લોકોમાં આવ્યા તેની ત્રણ કક્ષાઓ, મૂળ પુરુષ, આચાર્યો અને પંડિતો. સ્વામીજીનું જૈન ધર્મનું “તત્વર્થાભિગમ” પુસ્તકનું અધ્યયન કરવા વિશે. @28.09min. શાસ્ત્રોના ત્રણ ભાગ, આચાર માન્યતા અને એ બંનેને પૃષ્ટ કરવા માયથોલોજીકલ સ્ટોરી. બુદ્ધ અને મહાવીર સમકાલીન છે તેમાં બુદ્ધ ધર્મ બહું ઝડપથી ફેલાયો પરંતુ જૈન ધર્મ ભારતમાં પણ ફેલાઈ નથી શક્યો તેનું શું કારણ છે? @31.58min. લંડનમાં સોહમ ભગવાનની વાત સાંભળો. @36.05min. દેહ-દમન માર્ગ વિશે. @42.03min. સ્વામીજીનો વૃંદાવનનો અનુભવ. સારનાથમાં બુદ્ધ ભગવાને ધર્મનો સૌથી પહેલો ઉપદેશ આપ્યો.@42.12min. બુદ્ધ ધર્મ કેમ અટક્યો? ઇસ્લામ આવ્યા પહેલાં ચીનના સિંધીયાંગ પ્રાંતમાં બૌદ્ધ ધર્મ હતો. ઇસ્લામ આવ્યો, કદી પણ બ્રહ્મચર્યપર ભાર નહિ મુક્યો અને કહ્યું કે જો તું મર્યા પછી ખુદાના દરબારમાં જઈશ અને લગ્ન કર્યા વિનાનો હોઈશ તો ખુદા મોઢું ફેરવી લેશે, તારા સમું જોશે નહિ. ઈસ્લામે લગ્ન ઉપર ભાર મુક્યો અને એ કારણે બૌધ ધર્મની જગ્યાએ ઇસ્લામ આવી ગયો કારણકે ઇસ્લામ કુદરતની વધારે નજીક હતો. @47.40min. મુસ્લીમોના આચારો . સૌથી વધુ કઠોરમાં કઠોર આચારો જૈનોના છે.

 

Side B –

– આચારો ચાલુ…માન્યતા વિશે. માન્યતાની વાતોને ઠસાવવા દર્શનો રચાયા.હિંદુ, બુધ અને જૈનો પાસે પોતપોતાના દર્શનો છે. મુસ્લિમ અને ઈસાઈ પાસે દર્શન નથી. દર્શન ન હોવાનો લાભ એ થયો કે પ્રશ્નોજ ઊભા ન થયા, પુછાયાજ નહિ, જે કહે તે માની લેવાનું અને એનાથી આંધળું ઝનૂન ઊભું થયું. યુરોપમાં ધર્મના નામે ૩૦૦૦ યુદ્ધો થયા, તેવુંજ મુસ્લિમોમાં થયું. અફઘાનિસ્તાને બુદ્ધની મૂર્તિ તોડીને સોનાના ઈંડા આપતી મરઘીને મારી નાંખી. @3.06min. પશ્ચિમમાં ૧૫-૧૬મિ શતાબ્દી પછી પાદરીઓએ વિદ્રોહ કર્યો અને પ્રયોગશાળામાં ગયા. મુસ્લિમો એ ન કરી શક્યા, કારણકે એકજ પુસ્તક પર્યાપ્ત હોવાના કારણે પ્રજા પછાતની પછાત રહી ગઈ. એનામાં એકતા ઘણી, શૌર્ય ઘણું પરંતુ દુનિયાની આગળ નીકળનારી પ્રજા ન થઇ. હિંદુ પ્રજા ફોરવર્ડ પ્રજા છે. કાશીમાં પંડિતોની, સાધુઓની મોનોપોલી ખતમ થઇ ગઈ. હવે હિંદુ જે ઠીક લાગે તે કરી શકે છે. @8.16min. ધર્મનો નાશ તો ન કરી શકાય. ઔરંગઝેબ ગુજરાતનો સુબો હતો, એણે જૈનોનું ચિંતામણી મંદિર તોડી ત્યાં ઘોડા રાખવાનો તબેલો બનાવેલો ત્યારે અહીના પ્રભાવશાળી શેઠ શાહજહાન પાસે ગયેલા અને મંદિર પાછું બનાવેલું. થિયોસોફીકલ સોસાયટી વિશે. @13.29min. ગાંધીજીએ બધા ધર્મોમાંથી સારું સારું ગ્રહણ કરીએને પ્રાર્થનાનું મૂર્ત સ્વરૂપ આપ્યું, બધાનો મેળ કર્યો, પરંતુ એ ચાલ્યું નહિ તેમાં હિન્દુઓનો દોષ નથી. @16.31min. કાશીમાં મૌલવી સાથે ધર્મ વિશે ચર્ચા સાંભળો. દેશના ટુકડા કેમ થયા તે સાંભળો. @21.19min. નિવર્તક ધર્મનો અર્થ સાંભળો. નિવર્તક ધર્મમાં જે માનવતાનો ઉદભવ થવો જોઈએ તે ન થયો કારણકે આપણે બધા માની બેઠા કે આ બધા પોતપોતાના કર્મોના ફળ ભોગવે છે. કચ્છમાં ૪૦૦ બાળકો દટાઈને મરી ગયા તે પણ કર્મના ફળનું પરિણામ કહેવાય? અને તેના માબાપે તથા સગા-વહાલાએ શું કર્યું કે તેઓ પર આ દુઃખ આવી પડ્યું અને તે પણ? આ પ્રમાણે કર્મની વ્યવસ્થા ન થઇ શકે. બાઈબલની માનવતાની વાત સાંભળો. @26.45min. ચન્દ્નાજી સાધ્વી ૬૦૦૦ બાળકોને દત્તક લેવા માંગે છે તો તેમને દત્તક લેવા દેવા કે પૂર્વના કર્મનું ફળ ભોગવવા છોડી દેવા? જ્યાં ઘણા સાધુઓ રહેતા હોય ત્યાં સાધુઓનું માન હોયજ નહિ. સાધુઓના નિયમો અકુદરતી છે. એટલે તેઓ એકબીજાની નિંદા કરે છે, ખરેખર સાધુઓ નથી બગડ્યા નિયમો બગડેલા છે. સાધુને કુદરતની નજીક લઇ આવો, એને સારા માણસ તરીકે જીવન જીવવાદો નહિ તો ખરાબમાં ખરાબ માણસ તરીકે જીવન જીવતો થઇ જશે.કારણ કે કુદરત કોઈને છોડવાની નથી. @35.27min. આ બધી વિચિત્રતાઓમાંથી જો પ્રજાને બહાર કાઢવી હોય તો ગાંધીજીએ ચીંધેલો “સર્વ ધર્મ સમભાવ” નો રસ્તો અપનાવો. @36.20min. બ્રહ્મ્કુમાંરીની આભડછેટ અને ભગવાનનું ધામ વિશે. @42.37min. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્ર. @44.42Min. ભજન – હરિ બિન કૌન સહાઈ મનકા – શ્રી જગજીત સિંઘ.