જૈન કલ્ચરલ ગ્રુપ સમારોહ – અમદાવાદ
Side A –
-સારામાં સારો ઘોડો હોય અને અસવાર સારો ન હોય તો એ સારો ઘોડો સારા પરિણામ ન લાવી શકે. ખરેખર તો ઘોડો નથી દોડતો પરંતુ ઘોડેશ્વાર દોડે છે. ઘોડાનું મહત્વ છે પણ બીજા નંબરે. તેજ પ્રમાણે તમારી પાસે સારામાં સારું લશ્કર હોય પણ સેનાપતિ સારો ન હોય તો એકલા લશ્કરથી તમે સારા પરિણામ ન લાવી શકો. એવીજ રીતે તમારી પાસે સારામાં સારો ધર્મ હોય, સારામાં સારું ધર્મશાસ્ત્ર હોય પણ જો એનો વ્યાખ્યાતા સારો ન હોય તો એ ધર્મના જોઈએ એવા પરિણામ ન લાવી શકો. શાસ્ત્ર અને ધર્મ રોજ રોજ ઉત્પન્ન થનારી વસ્તુ નથી, એ સનાતન છે, સાશ્વત છે પણ એની વ્યાખ્યા રોજના સંદર્ભમાં થતી હોય છે. સંદર્ભ વિનાની વ્યાખ્યા બિન ઉપયોગી થશે. ધર્મ એક મીણનું નાક છે તેને ગમે તે દિશામાં ફેરવી શકાય છે. ઉપદેશ હંમેશાં સંદર્ભ સાથે હોય છે. સંદર્ભ વગરનો ઉપદેશ હોતોજ નથી. સંદર્ભ ન સમજવામાં આવે અને માત્ર લખેલુંજ વાંચવામાં આવે તો બહુ ઉપયોગી ન થઇ શકે. ધર્મગુરુ શાસ્ત્રજ્ઞ, દેશજ્ઞ અને કાળજ્ઞ હોવો જોઈએ. જો દેશ અને કાળનું જ્ઞાન એને ન હોય તો માત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન એને વેદિયાપણું લાવી આપશે. ધર્મની વ્યાખ્યા આપણે ત્યાં જુદી જુદી રીતે કરવામાં આવી છે. @4.35min. અમારે ત્યાં કણાદ ઋષિ થયા, એમણે કહ્યું આ લોક પણ સુધારી આપે અને પરલોક પણ સુધારી આપે એનું નામ ધર્મ. મારી દ્રષ્ટીએ હું ધર્મની એવી વ્યાખ્યા કરું છું કે જે સમગ્ર જીવનની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ. વ્યવાસ્થાજ સુખનું મૂળ છે. કુદરતે એક વ્યવસ્થા કરી છે અને માનવીએ એક વ્યવસ્થા કરી છે તે વિશે સાંભળો. ધર્મનું કામ વ્યવસ્થાની સ્થાપના છે, ધર્મની સ્થાપના અને વ્યવસ્થાની સ્તાપના બે એકજ વસ્તુ છે. ધર્મની સ્થાપના કોઈવાર ઉપદેશથી, કોઈવાર શૌર્યથી, કોઈવાર પરાક્રમથી કે કોઈવાર સમજાવવાથી થાય. જે સંદર્ભમાં જેની જરૂર હોય એના દ્વારા વ્યવસ્થા કરી શકો. જો તમારું વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક, રાષ્ટ્રિય જીવન વ્યવસ્થિત છે તો સુખી થઇ જવાના. @8.12min. જૈન ધર્મની વાત કરું તો વૃષભદેવથી માંડીને ભગવાન મહાવીર સુધીની આખી ચોવીસી તમે જોશો તો તમને આ એક પરિવર્તન સ્પષ્ટ દેખાશે. વૃષભદેવજી અમારે ભાગવતમાં પણ છે. પહેલા તીર્થંકરે ખેતીનો ઉપદેશ આપ્યો, અમારા ઋષિઓએ પણ એવોજ ઉપદેશ આપ્યો. તમે કોઈપણ ધર્મ પાળો પણ બીજા ધર્મનું પણ અધ્યયન કરો, તમને ફાયદોજ ફાયદો થશે. એંઠવાડ બાબતે ઊંઝા આશ્રમનો અનુભવ. ઋષિ કહે છે, “अन्नम् न परिचक्षित् ” કદી પણ અન્નનો એંઠવાડ ન મૂકીશ, પછી કહે છે “अन्नम् बहुकुर्यात तदव्रतम” તું અનાજના ઢગલા પેદા કરજે, તો તું તારા પગ ઉપર ઊભો રહીશ. ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી પહોંચતા એક મોટું પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તન આવ્યું કેમ? નૈમીનાથ લગ્ન કરવા જાય છે, તે પછીની વાત સાંભળો. આ દેશ પશુબલિના રવાડે ચઢ્યો. આ પધ્ધતિ આખી દુનિયામાં હતી. @12.37min. એકવાર સ્વામીજી ફરતાં ફરતાં આસામ-ગૌહાટી, કામાક્ષ મંદિરમાં પહોંચ્યા ત્યાં પશુબલી વિશે સાંભળો. 2300 વર્ષ પહેલાં ચાણક્યે લખ્યું કે વૃક્ષો કાપીને, પશુઓને મારીને, લોહીથી કાદવ બનાવીને, જો સ્વર્ગે જવાનું હોય તો નરકે કોણ જશે? @15.01min. ભગવાન મહાવીરને હું એ અર્થમાં સમજું છું કે જે સમયમાં બિહાર અને નેપાળની તળેટી હિંસાથી, અનાર્થોથી ખદબદી ઉઠી હતી ત્યારે કોઈ પંડિત કે બ્રાહ્મણના ઘરમાં નહિ પણ રાજાના ઘરમાં રાજકુમાર તરીકે એક એવું વ્યક્તિત્વ ઉત્પન્ન થયું કે આખી દુનિયાને નવો બોધપાઠ, નવી દ્રષ્ટિ આપી. દુર્ભાગ્ય એ છે કે ત્યારથી માંડીને આજ સુધી બિહાર ઉપર એની કોઈ અસરજ નહિ. સ્વામીજીનો હિમાલયનો અનુભવ – ત્યાંની હિંદુ પ્રજા ઓછી માંસાહારી છે, જ્યારે બૌદ્ધ પ્રજા તો બિલકુલ માંસાહારી છે. પોરબંદરમાં ગાંધીજીની કોઈ અસરજ નહિ, દયાનંદ ગુજરાતમાં થયા પણ એની જન્મભૂમી ટંકારા કે ગુજરાતમાં કોઈ અસરાજ નહિ. દયાનંદ સરસ્વતીની અસર પંજાબમાં અને હરિયાણામાં થઇ. મહાવીરની અસર ગુજરાત ઉપર થઇ, થોડી રાજસ્થાનમાં અને થોડી કર્ણાટક સુધી થઇ. આજના સંદર્ભમાં જયારે કોઈપણ ધર્મનો વિચાર કરો તો ચાર દ્રષ્ટિએ વિચારજો, કે ધર્મ વ્યક્તિની આવશ્યકતાઓ અને રાષ્ટ્રિય આવશ્યકતાઓ પૂર્ણ કરી શકે છે? વિજ્ઞાની સામે ટકી શકે છે? પ્રગતિની સાથે પગ મેળવી શકે છે? આ ચારેચાર બાબતમાં જે ધર્મ સફળ થાય, તેજ વ્યવસ્થા ઊભી કરી શકશે, કલ્યાણ કરશે. વ્યક્તિની આવશ્યકતા વિશે સાંભળો. @19.20min. આપને ત્યાના પ્રતીકો વિશે. હિંદુ ધર્મે શું કર્યું? @21.37min. યયાતિ રાજાનું ઉદાહરણ. એક વૃદ્ધ કુતરાનું ઉદાહરણ. @27.28min. કેનેડાની સિગારેટ પીતી બે સ્ત્રીઓની વાત. 80 વર્ષની સ્ત્રીને વૃદ્ધાવસ્થા સ્વીકાર્ય નથી. @29.15min. આફ્રિકાનો અનુભવ સાંભળો. લગ્ન વ્યવસ્થા એ ધર્મના દ્વારા થયેલી માનવીય વ્યવસ્થા છે અને એ જરૂરી છે. ધર્મે વ્યવસ્થા કરી કે તું તારી પત્નીમાં / પતિમાં અને ધનમાં સંતોષ કર. જૈન ધર્મે પણ આજ વાત કરી. જૈન ધર્મે થોડા નિયમો બનાવ્યા. અમારે ત્યાં આશ્રમ છે, ત્યાંનો શેઠ આત્મહત્યા કરવા નીકળેલો તેને એક મહાત્માએ બચાવ્યો અને પછી બીજેજ દિવસે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને શેઠ માલામાલ થઇ ગયો. @36.48min. રાણા પ્રતાપ પાસે લશ્કરને ચૂકવવા પૈસા નહિ, ભામાષાએ મદદ કરી, બંને ઈતિહાસમાં અમર થઇ ગયા. ધર્મનું કામ, વ્યવસ્થાની સ્થાપના કરવાનું છે. અહિ પ્રવચન પૂરું થાય છે. @38.37min. બંગાળના હિન્દુઓની ભૂલને કારણે બ્રાહ્મણમાંથી મુસ્લિમ કાલાપહાડ વિશે. @43.03min. રામાનુજન વિશે. @46.03min. जैन मन्त्र – ॐ नमो हरि हंताणम. – श्री मति लता मंगेशकर.
भारत माँ रामायण आने भागवत कथा कहेनारा सेंकडो गुरुओ अने संतो छे पण आपणा मूल ग्रंथो नु रहस्य लोको सुधि पहोंचादनार कोई जोया नथी. आवा वातावरण माँ स्वामी सच्चिदानन्दजी जेवा रुषीनु मूल्य आपणे करिए एतलु ओछु छे!
चेतन
મોતીયો ઉતારવાનું કામ સતત કરતા રહેવું જોઈએ…