રાષ્ટ્રવાદ, સુણાવ

Side A –
– કર્મચારી વર્ગની કર્મયોગી શીબિર. જયારે કોઈ રાષ્ટ્ર મજબુત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેનું કર્મચારીઓનું વહિવટી તંત્ર આપોઆપ બળવાન અને કર્તવ્ય પરાયણ બનતું હોય છે. પણ જયારે કોઈ રાષ્ટ્ર અંદરથી તૂટવાનું થાય ત્યારે એની પહેલી નિશાની છે કે એનું વહીવટી તંત્ર તુટવા માંડે. વહીવટી તંત્ર તૂટે ત્યારે એને લાખ પ્રયત્નો કરો તો પણ રાષ્ટ્રને મજબુત બનાવી શકો નહિ. કર્મચારીઓના પાંચ વિભાગ – કર્મચારી વ્યક્તિવાદી, કોમવાદી, સમાજવાદી, સંપ્રદાયવાદી કે રાષ્ટ્રવાદી છે? આ પાંચમાંથી તમે તમારી જાતને ક્યા ગોઠવો છો? @3.07min. વ્યતિવાદી એટલેકે અહંકારી, ડંખીલા, સ્વકેંદ્રિત માણસો કોઇ જોડે ભળી શકતા નથી. આવા માણસને અપમાનની બહુ અસર થતી હોય છે અને બહુ જલ્દી બીજાનું અપમાન કરતો હોય છે. જો તમે બીજાને માન ન આપી શકો તો સ્વમાનના અધિકારી નથી થઇ શકતા. અપમાનથી અપમાન, ઘ્રણાથી ઘ્રણા, પ્રેમથી પ્રેમ, નિષ્ઠાથી નિષ્ઠા આવતી હોય છે. જીન્દગી જીવવી હોય તો ભળતા અને ભેળવતા શીખો. @7.44min. રશિયા વિશે. ઘણું જાણવાનું, જોવાનું શીખવાનું મળ્યું. મહાભારત વિશે. સારા રાજ્યોની પહેલ્લી નિશાની છે કે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? દિલ્હીમા જઇને કોઇને પુછી જુઓ. સ્વિડનમાં બળાત્કારનું પ્રમાણ શૂન્ય છે. સ્ત્રીની રક્ષા છે એજ રાજ્યની પહેલામાં પહેલી કસોટી છે. આઝાદી પહેલાં વહુવતી તંત્ર મજબુત હતું એટલે સ્ત્રીઓ સુરક્ષિત હતી. સ્વામીજીનો એર ઇન્ડિયાનો અનુભવ.વ્યક્તિવાદી અને લોકવાળી વચ્ચેનો ભેદ સમજો. @19.13min. કોમવાદ વિશે. પરદેશમાં કોમવાદ વિશે. આપણે ત્યાં અસ્પૃશ્યતા ઘણી દુર થઇ ગઈ છે પરંતુ સંપૂર્ણપણે દુર થઇ નથી. મુસ્લિમોમાં પણ આ દુષણ છે. રાગ, મોહ ધિક્કાર વિનાનો હોયજ નહિ. એક વર્ગ જો તમને બહુ વહાલો લાગે તો બીજો વર્ગ એટલોજ ખરાબ લાગશે. અને જો બીજો વર્ગ એટલો ખરાબ લાગશે તો તમે સાચા રાષ્ટ્રવાદી અને માનવતા વાદી નહિ થઇ શકો. તો તમે રાષ્ટ્રને કમજોર બનાવશો. @25.00min. લંડનમાં રાણીના દીકરાને ગાડી ઓવર સ્પીડમાં ચલાવવા માટે દંડ કર્યો, ગુનો કબુલી દંડ ભરી દીધો, આવું ભારતમાં થાય ખરું? રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો વહીવટી તંત્ર દુર્બળ ન હોવું જોઈએ. @27.56min. સંપ્રદાયવાદ વિશે. ભારત ધર્મનો દેશ નથી. સંપ્રદાયોનો દેશ છે. હિંદુ, બૌધ અને જૈનમાં વિશેષણ વિનાના ધર્મનો ઉપયોગ થયો છે. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત સમજો. વ્યક્તિના દ્વારા ઉત્પન્ન થાય કે કોઈ સમૂહના દ્વારા ઉત્પન્ન થાય તે સંપ્રદાય કે મજહબ કે રીલીજીયન કહેવાય. એ ઉત્પન્ન થાય અને નષ્ટ થાય. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. અમે એને ધર્મ કહીએ છીએ જે સનાતન છે અને જે પરમેશ્વરે માણસની સાથે મુકેલો છે. દયા, કરુણા, ઉદારતા, પરમાર્થ આ બધા સદગુણો માણસની અંદર ભગવાને મુકેલા છે અને એનો સહજ રીતે માણસના ઉપર જે પ્રભાવ પડે તે ધર્મ છે. મારું પુસ્તકનું નામ છે “ધર્મ” એની વ્યાખ્યા કરી છે કે માણસની અંદર રહેલા સદગુણોને વિકસાવી આપે તે ધર્મ. @32.26min. ગાંધીજીની “સંપ્રદાયમુક્ત ધાર્મિકતા” વિશે. ઔરંગઝેબની કટ્ટર ધાર્મિકતા વિશે. સંપ્રદાય બાહ્યાચાર ઉપર ભાર મુકે છે. ધાર્મિકતા તમારા સદગુણોપર અને સદવિચારોપર ભાર મુકે છે. @37.37min. તમે સંપ્રદાય પાડો એના સાથે કોઈ વિરોધ નથી પણ તમારા રોમેરોમમાં સંપ્રદાય બેસી જશે તો તમે રાષ્ટ્રવાદ અને માનવતાવાદને ક્યાં બેસાડશો? સેન્ટ ઝેવીઅર્સ કોલેજમાં સ્વામીજીના પ્રવચન વિશે. @43.08min.આખી દુનિયાને પ્રેમ કરતાં શીખવાડે, સૌને સ્વીકાર કરતા શીખવાડે તેવો ધર્મ અમૃત છે નહિ તો ઝેર છે. જૈનોના શ્યાદવાદ વિશે. @45.39min. રાષ્ટ્રવાદ વિશે. ભલે તમે કોઈ સંપ્રદાય પાળતા હોવ, પણ જ્યાં તમે સરકારી ઓફિસમાં આવ્યા એટલે તમે રાષ્ટ્રના પ્રતિનિધિ છો એટલે તમારા સારા કે ખોટાં એક્શન રીએક્શન થશે એની અસર રાષ્ટ્ર પર પડવાની છે. વ્યક્તિની અંદર જો રાષ્ટ્રવાદ બેસાડ્યો હોય તો એનાથી બીજો કોઇ સારો સંસ્કાર નથી. @46.28min. એક મિલ્ટ્રીનો માણસ રાજીનામું આપીને આવતો રહ્યો તે વિશે.

Side B –
– રાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો. અતિ વ્યક્તિવાદી, અતિ કોમ વાદી અને ચુસ્ત સંપ્રદાયવાદી. ત્યારે રાષ્ટ્રવાદમાં શું કરવું જોઈએ? તે સાંભળો. જેને રાષ્ટ્ર ઉપર પ્રેમ નથી તેતો જળોઈનું કામ કરે છે. એક તરફ “वन्दे मातरम” બોલીએ અને બીજી તરફ એજ માતરમનું લોહી ચુસીયે એને રાષ્ટ્રવાદ ન કહેવાય. @3.15min. માનવતાવાદ વિશે. માનવતાવાદને કોઇ સીમા નથી. માનવતા વિશ્વવ્યાપી છે. કદી પણ ઈશ્વરને શોધવા ન જશો, ઈશ્વરને એની કૃતિમાં જુઓ. ઇશ્વર સાક્ષાતકાર, કુંડલી અને શક્તિપાત વિશે. લંડનમાં નડીયાદના પટેલ, સોહમ ભગવાનની જાણવા જેવી વિગતો સાંભળો. માનવતા એ બહુ મોટામાં મોટી વસ્તુ છે, ગુણ છે. માનવતા માણસના લેવલને ઉપાડતા ઉપાડતા એવી લેવલે પહોંચી જાય કે પછી એના સંપ્રદાયો વિલીન થઇ જાય, પંથો વિલીન થઇ જાય. એકજ પરમાત્માના બધા બાળકો છે, કોઈ ભેદ ન રહી જાય ત્યારે એમ સમજવાનું કે આ માણસ સુપર કક્ષાએ પહોંચેલો છે. શરીર સંબંધી ઇશ્વરની વ્યવસ્થા વિશે. ભારતની અને સરકારી કર્મચારીઓની બિમારી વિશે. @11.40min. સજ્જનો આ એક રાષ્ટ્રીય શિબિર છે. રાષ્ટ્રને મજબુત બનાવવા માટેની શિબિર છે અને રાષ્ટ્રના રોગને છોડાવવા માટેની શિબિર છે. ભારત દુનિયાનો બહુ મોટો રોગીષ્ટ દેશ છે. ઘણા લોકો વગર જોતું બોલ બોલ કરે છે કે “हम महान है, हम महान है.” અરે બોલવાનું બંધ કરો, બોલવું હોય તો બોલો “हम बीमार है, हम बीमार है.” એ બીમારીની શરૂઆત ધર્મસ્થાનોમાં મંદિરોમાં મઠોમાં અને મસ્જિદોમાં પણ છે. સૌથી મોટી બીમારી સરકારી કર્મચારીઓમાં છે. એટલે ભારત બદનામ અને દુર્બળ થાય છે. @14.04min. હોંગકોંગના એરપોર્ટ ડીઝાઇન કરનાર એક ભારતીય ઇજનેર(NRI)નો, સરકારી કર્મચારીઓ સાથે માઠો અનુભવ સાંભળો. એકવાર તમારી મનની અંદર એક મક્કમતા આવી જાય કે મારો પગાર એજ મારી આવક છે. એ પગાર મારે વસુલ કરવો છે, મારે પુરેપુરો ટાઇમ આપવો છે અને આ જનતા એ મારી ભારત માતા છે એનું સામે ચાલીને હું કામ કરીશ. આ રાષ્ટ્રીય મહાવ્રત છે. અને આ રાષ્ટ્રીય વ્રતનું તમે પાલન કરતા હો તો અગિયારસ, શનિવાર, મંગળવાર, અઠ્ઠાઈ કરવાની કે રોજા રાખવાની એ જરૂર નથી. @19.58min. મારે આપ સૌને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આ શિબિરનું આપણાં મુખ્ય મંત્રી શ્રીએ આયોજન કર્યું છે, એ વ્યર્થ ન જાય અને શિબિરમાંથી ગયેલો માણસ ભારતમાતાનું સચ્ચાઈથી કામ કરે અને એક આદર્શ દેશનો કાર્યકર્તા બને તો આવનારા વર્ષોમાં ભારત ખરેખર મહાન બનશે. આપણે રાષ્ટ્રવાદી થવાનું છે. તમારે નમાજ પઢવી હોય તો ઘરે જઈને પઢો, માળા ફેરવવી, પાઠ કરવો હોય તો ઘરે જઈને કરો પણ તમારી ડયુટીને મહત્વ આપો. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @21.15min. સીનીયર સીટીઝનની સભામાં પ્રવચન. @@37.28min. વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રીય તપ @૪૧.૩૭મિન. देशभक्तिके फ़िल्मी गीत – अपनी आज़ादीको हम हरगिज़ – महमद रफ़ी साहब, इन्सानका इन्सानसे हो भाई चारा – श्री मन्ना डे. वन्दे मातरम