[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 5A –
– માયાવી અને દૈવી પ્રેમ – પરમેશ્વર પોતે પ્રેમરૂપ છે. અને નહિ હોય તો આ પ્રેમ આવ્યો ક્યાંથી? કંસ કામ છે, એટલે પ્રેમજ(કૃષ્ણજ) કામને મારી શકે. @4.43min. એક પ્રેમ વિશે હબસીનું ઉદાહરણ સાંભળો. પ્રેમ રૂપાળો સુંદર છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નસંસ્થાનો આધાર બે આત્માઓનું પ્રેમથી મિલન છે. ન્યુઝ પેપરમાં આવેલી એક લગ્નની ઘટના સાંભળો. લગ્નસંસ્થાનો આધાર સૌદર્ય નથી. સૌદર્ય શરીરમાંથી નહિ પણ પ્રેમમાંથી આવે છે. કૃષ્ણ એ પ્રેમરૂપ છે અને પ્રેમથી વધારે કશું સુંદર નથી, એ બતાવવા માટે મુગટ પર મોરપીંછ છે. વાસળી એ પ્રેમનું વાજિંત્ર છે. વાંસળીની તાન જ્યારે છૂટે ત્યારે હૃદયમાં ઉછાળા આવવા લાગે, એટલે વાંસળી પ્રેમ વાદ્ય છે. વાંસળીની અસર સાંભળો, એમાં એકજ રાગ તે પ્રેમ રાગ છે. કૃષ્ણ જ્યારે વિદુરાણીને ત્યાં ગયા ત્યારે વિદુરાણી દોડતા આવ્યા અને કેળાના છોટલાં ખવડાવ્યા, એજ પ્રમાણે ભગવાને સુદામાના તાંડળા ખાધા. માણસ પદાર્થનો ભૂખ્યો નથી, પ્રેમનો ભૂખ્યો હોય છે. પ્રેમ વાંકો હોય છે. @15.29min. “सैंयाका घर दूर है, जैसे लम्बी खजूर चडेगा सो नर पड़ेगा, नीचे चकना चूर, सैंयाका घर दूर है” કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા, સ્વયમ પ્રેમરૂપ છે. ઉપનિષદની પ્રેમની વ્યાખ્યા, “सत्यं ज्ञान अनन्तं ब्रह्म” ભાગવતકારે કહ્યું પ્રેમ એજ બ્રહ્મ છે અને એજ કૃષ્ણ છે. એટલે પ્રેમ બ્રહ્મ અને કૃષ્ણ એકજ છે. મીરાં નરસિંહ મહેતા અને ચૈતન્ય વગેરે સંતો પ્રેમ રૂપ થઇ ગયા. જ્યારે તમે પ્રેમરૂપ થઇ જાવ એટલે કૃષ્ણ-પ્રેમ તમારા રોમ રોમમાં રમવા લાગે. કામ અને પ્રેમ બે સાથે ન રહી શકે એટલે કામ રૂપી કંસ કૃષ્ણને મારવાનો પ્રયત્ન કરે છે. @20.07min. બીજા દિવસની કથા ચાલુ. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે. ફરીથી કૃષ્ણ એ કોઈ વ્યક્તિ નથી તો શું છે? તે વિસ્તારથી સાંભળો. જગત ગુણમય છે અને બધાજ ગુણોથી પર પરમેશ્વર ગુણાતીત કહેવાય છે. આખી દુનિયા ત્રણ ગુણોમાં આવેલી છે. @27.28min. નિત્ય સત્વગુણમાં સ્થિર થવું હોય તો ચાર વસ્તુઓ પર ધ્યાન દેવાનું. આહાર, સંગ, વાંચન અને ભજન. અન્નના ત્રણ દોષ: પાક દોષ, ભાવ દોષ, અર્થ દોષ વીશે સાંભળી લેવું. @31.01min. ઋષિકેશમાં એક મહાત્માની વાત. ૭૫ વર્ષે કેમ ગમગીન રહેવા લાગ્યા? એમને એવા વિચાર આવવા લાગ્યા કે “પરણ્યા હોય તો સારું” મરતી વખતે આવા કેમ વિચારો આવે છે? કારણ સાંભળો. @36.36min. એક માણસે મને પૂછ્યું પરમેશ્વર ન્યાયી છે કે દયાળુ છે? જવાબ ઉદાહરણ સહીત સાંભળો. @39.48min. અમૃતસર પંજાબમાં એક પંડિત સાથે શાસ્ત્રાર્થ. @43.12min. ઈશ્વર કૃપાના અનુભવનું એક ઉદાહરણ. @48.47min. ભગવાન પોતાના ખભા ઉપર બેસી શકે? જવાબમાં હા, બેસી શકે. તમે ભગવાન માટે કોઈ મર્યાદા ન ઊભી કરી શકો.

Side 5B –
– પમેશ્વર માટે કોઈ નિયમ બનાવી શકાય નહિ. વેદ કહે છે કે “नेति नेति” ન ઇતિ ન ઇતિ, તો આપણે કોણ છે? પરમેશ્વર પ્રકૃતિના ગુણો ન હોવાના કારણે નિર્ગુણ છે પણ એમાં દયા, કરુણા, પ્રેમ વિગેરે ઘણાં ગુણો છે એટલે સગુણ પણ છે. પ્રેમ એજ પરમેશ્વર છે. પ્રેમનો સૌથી મોટામાં મોટો દુશ્મન “યોગ” છે. પ્રેમ જ્યારે યોગમાં આવે ત્યારે એને વિષયમાં ધકેલે. પ્રેમનું સૌથી વધુમાં વધુ પોષક તત્વ વિયોગ છે. ગોપીઓનું ઉદાહરણ. @5.32min. કંસે એક પછી એક કૃષ્ણને મારવાના પ્રયત્નો શરુ કર્યા. સૌથી પહેલા અઘાસુરને મોકલ્યો, પછી વૃત્રાસુરને મોકલ્યો. વિચાર કરો આ અસુરો કોણ છે? સંસ્કૃતમાં અઘ એટલે પાપ થાય. જેણે અઘાસુર નથી માર્યો, તે સાધના ન કરી શકે, એજ પ્રમાણે બીજા અસુરોનું સમજો. @7.43min. મહાવીર અને ગૌતમ. @9.26min. અરબસ્તાનના એક જલ્લાદનો ઇન્ટરવ્યુ સાંભળો. @12.21min. જેસલ-તોરલ વિશે. @14.46min. બીજો અસુર બકાસુર વિશે. બકાસુર અંદર જુદો હોય અને બહાર જુદો હોય. @19.47min. સ્વામીજીનો અનુભવ. લોકો કેવી રીતે ચમત્કાર ગોઠવી દે તે સાંભળો. @24.11min. અખાના ચાબખા – અખાનું અભિમાન પાશેરમાંથી શેર અને પછી દશ શેર અને પછી મણ થયું. આ બકાસુર સારા માણસનું પણ કેવી રીતે પતન કરે છે એનો દાખલો આપવા માટે છે. એ બકાસુર કોઈ ભૂતકાળની ઘટના નથી, એ આજે પણ છે અને બધા માટે છે. @28.35min. સકટાસુર વિશે. મંદિરોના ઓટલા ઉપર જેટલી નિંદા થાય એટલી તો ગામના ચોરા પર પણ નથી થતી. જેણે ઉપાસના કરવી હોય કે સાધના કરવી હોય તેણે વધારે બોલ બોલ કરવું નહિ. આવા બધા કેટલાયે અસુરો આવ્યા તેણે કૃષ્ણે મારી નાંખ્યા. @31.38min. હવે ઇન્દ્ર કોપાયમાન થયો. દર વર્ષે વિધિ થતી તે અટકાવી દીધી. આ ગોવર્ધન લીલાને સાંભળો તોજ ખ્યાલ આવશે કે કૃષ્ણ શું કહેવા માંગે છે? @36.06min. એક માજીએ વ્રજની યાત્રા કરવી છે. સ્વામીજીએ એને ત્યાજ બેઠા બેઠા કેવી રીતે કરાવી તે સાંભળો. જે પિંડમાં છે એજ બ્રહ્માંડમાં છે. જે અંદર છે એજ બહાર છે. ૮૪ કોષ અંદર પણ છે અને બહાર પણ છે. આ ગોવર્ધન લીલા સ્થૂળ ઘટના નથી, એનો કોઈ આધ્યાત્મિક અર્થ છે. એટલે લખવું પડ્યું “विद्यावता भागवते परिक्षा” ભાગવતમાં જે વિદ્વાન હશે તેની પરિક્ષા છે. @43.05min. ભજન – વહાલો મારો પ્રેમને વશ થયા રાજી – શ્રી નારાયણ સ્વામી.