[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે
દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.
શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]
શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ
Side 2A –
– રામનું વર્ણન, મહાવીરની વાત આગલા પ્રવચનથી ચાલુ. મહાવીરે બાકીના વસ્ત્રનો પણ ત્યાગ કર્યો. आपूर्यमाण….न काम कामि… (गीता) સમજણ. @4.02min. જુવનિઆઓ જોડે સ્વામીજીની સાથે સત્સંગ. સારામાં સારો રસ્તો બતાવનાર રજનીશ વિશે સાંભળો. @12.59min. સુખનો અર્થ સગવડ છે અને સગવડને પૂર્ણ વિરામ હોતો નથી. રામાયણની સુરાસનો અર્થ સમજો. સુખ સગવડને આધિન છે. શાંતિ સગવડને આધિન નથી. તમે ઝુંપડામાં, અગવડોમાં પણ શાંતિથી રહી શકો છો. એવું પણ બને કે સોનાની થાળીમાં શાંતિથી જમી ન શકો. ભાગવતની શાંતિ એ તમારી સમજણની શાંતિ છે. @18.03min. ભાગવતની ઉત્થાનીકા સાંભળો. @29.24min. રાજા પરિક્ષિતની વાત ચાલુ. કોઈ પૂર્ણ સદગુણી નથી હોતો અને કોઈ પૂર્ણ દુર્ગુણી નથી હોતો. પૂર્ણ સદગુણી તો માત્ર પરમેશ્વરજ છે. કલિયુગે કહ્યું કે મને મારશો નહિ અને રહેવાની ત્રણ જગ્યાઓ માંગી તે સોનું, જુગાર અને સ્ત્રી. “ભિક્ષુપાદ પ્રસાણીની ન્યાય” વિશે સાંભળો. @35.49min. રાજા ક્રોધમાં આવ્યો અને મરેલો સાપ ઋષિના ગળામાં નાખી દીધો. ઋષિના પુત્રે પરિક્ષિતને શ્રાપ આપ્યો. @40.19min. કોઈ મહાપુરુષના ચરણ સ્પર્શ કરીએ એ અંધશ્રદ્ધા નથી તે વિશે સાંભળો. માંના હાથની રસોઈ કેમ જમજો તે સાંભળો. પરિક્ષિતે મુગટ મુક્યો તેની સાથેજ બધો ખ્યાલ આવી ગયો. પરેક્ષિતે ભાગવત શ્રવણ કરવાનું નક્કી કર્યું. @43.35min. ગીતા અને ભાગવતનો ભેદ સાંભળો. ગીતા જીજીવીશુનો ગ્રંથ છે અને ભાગવત મુમુર્શુનો ગ્રંથ છે. આ બંનેના ધ્યેય જુદા છે. ભાગવત નિવૃત્તિનો ગ્રંથ છે જ્યારે ગીતા પ્રવૃત્તિનો ગ્રંથ છે. @46.55min. સંતોના વાંગમયનો દોહરો – “मरनो भलो विदेशमें, जहाँ न अपनों कोई, माटी खाय जनावारा, महा सुमंगल होय” @48.41min. પરિક્ષિતે તરતજ રાજવ્યવસ્થા સોંપી અને ગંગા કિનારે પહોંચ્યા. ૮૮૦૦૦ ઋષીઓ ભેગા થયા. શુકદેવજી જાતે પોતે વગર આમંત્રણે હાજર થયા.
Side 2B – AMRILLO – કંપાલામાં ભાગવત સપ્તાહમાં પૈસાનો, કથાકાર અને ગુજરાતી સમાજ સાથે ઝગડો. પહેલી ભૂલ તો એ થઇ કે ભાગવત સપ્તાહ કરાવી. પેલા પરિક્ષિતે જ્યારે શુકદેવ પાસે સપ્તાહ કરાવેલી ત્યારે ૬૦% – ૪૦%નો કરાર કર્યો હતો? અને જ્યારે તમે કરાર કર્યો એટલે તમારો ડોળો કૃષ્ણમાં નહિ પણ પૈસમાંજ રહ્યો એટલે તમે આવી હજાર સપ્તાહ કરો, કરવો એનો અર્થજ નથી. બંને પોતાના ટકા ગણે છે. ધાર્મિક આયોજનમાં કોમર્સિઅલ બેઝ લાવશો તો એ આયોજનનું તેજ ન રહે. @4.15min. બીજા દિવસે કૃષ્ણ ચરિત્ર ચાલુ. શ્રી મદ ભાગવત પરમહંસોનો ગ્રંથ છે. ત્યારે વ્યાસજી “इति परंहस्यां सहितायं” શા માટે કહે છે? તે સાંભળો. આ ગ્રંથ મુમુર્શું એવો પરિક્ષિતને શુકદેવજી સંભળાવી રહ્યા છે. જેનું મૃત્યુ નજીક હોય તેને શું સંભળાવો? @6.04min. સંન્યાસીઓના ચાર પ્રકાર. બહુદક, કુટીચક, હંસ અને પરમહંસ વિશે સાંભળો. કોઈ માણસ બાળક જેવી સ્થિતિએ પહોંચે ત્યારે એ પરમહંસ વૃત્તિ કહેવાય કે જેને હાની-લાભ, શત્રુ-મિત્ર, રાગ-દ્વેષની કોઈ અસર ન થાય. @10.40min. ભગવાનને ઓળખવો બહુ સરળ છે. પંજાબના બુલ્લેશાહની કાફી વિશે. સૌથી કઠીનમાં કઠીન કામ માણસને ઓળખવાનું છે. જે સત અને અસતને ઓળખે એનું નામ હંસ કહેવાય. જે હંસ વૃત્તિથી પણ ઉપર પહોંચ્યો હોય તેને પરમહંસ કહેવાય. @16.36min. राजी हैं हम जिसमे तेरी रजा हो, या यूँ भी वाह वाह है और यूँ भी वाह वाह है. એક ગામમાં એક પટેલની “હરિ ઈચ્છા” સંબંધી દ્રષ્ટાંત. ભાગવતનો અધ્યાય પૂરો થાય ત્યારે લખે છે, “इति परम् हन्साम सन्हितायाम्” આ પરમહંસોની સંહિતા છે, સામાન્ય ગ્રંથ નથી કે કોઈ નોવેલ નથી. આટલી ભૂમિકા યાદ રાખશો તો તમે કૃષ્ણ ચરિત્ર સમજવાનો એક આધાર તૈયાર કરી શક્યા છો. પરમહંસોની કક્ષાની વાતો લૌકિક કે સંસારિક ન હોય પણ એના ગર્ભમાં , ઉદરમાં કોઈ એવી વાતો છે, જે ખોલો, ઉખેળો તોજ એ તમારા હાથમાં આવે. @19.57min. શ્રી કૃષ્ણ ચરિત્રનો પ્રારંભ. મહિમ્નામ્ન સ્ત્રોત્રનો ૩૨મો શ્લોક. બે જગ્યાએ હારી જશો તો અંતે જીતશો. પરમેશ્વરની આગળ અને માબાપ – ગુરુ આગળ. “गर्व कियो सोई नर हरयो, सिया रामजी सो गर्व कियो सोई नर हरयो.” ખાનદાનીની નિશાની વિશે સાંભળો. @25.32min. શાસ્ત્રાર્થ કોની સાથે ન કરવો? ભાગવતનો રચનાર હાર્યો અને લખ્યું કે “असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे….तदपि तव गुणानामीश पारं न याति…(गीत महात्म्य) @29.45min. પાંચ ઇન્દ્રિયો એ પાંચ હાથાણીઓ છે, જીવાત્મા હાથી છે, ગજેન્દ્ર મોક્ષનું રૂપક સાંભળો. @31.57min. ઋષિકેશમાં ગંગાજીમાં નાહતી વખતે એક ગોરા માણસને થયેલા અનુભવની વાત જરૂર સાંભળો કે એણે સન્યાસ કેમ લીધો? @36.49min. સ્વામીજીની ક્ષમા યાચના અને કથાનો આરંભ. @41.47min. संत सूरदास रचित गजेन्द्र मोक्षका पद “हे गोविन्द हे गोपाल अब तो जीवन हरे” – श्री जनार्दन रावल
Leave A Comment