સિપાહી કેવો હોય? – વડોદરા
SideA –
– પોલીસ તાલીમ શાળા – કોઈપણ રાષ્ટ્ર વહીવટી તંત્રની વ્યવસ્થા વગર ચાલી શકે નહિ. દેશ જ્યારે તૂટવાનો હોય ત્યારે પહેલા વહીવટી તંત્ર તૂટે છે અને સુધારવાનો હોય ત્યારે પ્રથમ વહીવટી તંત્રજ સુધરે છે. પોલીસ તંત્રને બાદ કરીને કદી સારું વહીવટી તંત્ર ગોઠવી શકાય નહિ. RCC ના પીલ્લર સાથે વહીવટી તંત્રની સરખામણી. આ પીલ્લરમાં લોખંડ છે તે પોલીસ તંત્ર છે. વજન લોખંડ ઉપાડે છે. ચાર તંત્રો: ન્યાય તંત્ર, શિક્ષણ તંત્ર, રક્ષા તંત્ર અને જ્ઞાન-વિજ્ઞાન. પોલીસ ન્યાય તંત્રની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે,ત્યારે ન્યાયાધીશ ન્યાય આપી શકે છે. આખા દેશની આંતરિક સુરક્ષાની વ્યવસ્થા પોલીસ તંત્ર કરે છે, એ સુરક્ષાના દ્વારા, લશ્કર બોર્ડરની રક્ષા કરે છે. પોલીસ વિના લશ્કર આંધળું કહેવાય. એટલે તમે જે નોકરી કરી રહ્યા છો તેનું ઘણું મહત્વ છે. @7.01min. જીન્દગીને વ્યહવારિક જગત કહે છે અને તેનો પાયાનો પ્રશ્ન આજીવિકાનો છે. આઝાદી પછી કોઈ સિંધીઓએ નોકરી ન ખોળી તેમજ ભીખ પણ ન માગી, એના વ્યક્તિત્વમાં વેપારાજ વેપાર છે. સિપાહી માટેના વ્યક્તિત્વની શું ખૂબી છે, તે વિસ્તારથી સાંભળો. અમેરિકાના લગભગ બધા રાષ્ટ્રપતિઓ સેનામાંથી આવતા હોય છે એટલે….ધર્મ શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ જન્મજાત સિપાહી છે. હનુમાન આજન્મ સિપાહી છે. @15.37min. સિપાહી થવા માટેના ઓછામાં ઓછા પાંચ ગુણો હોય તોજ સિપાહી થઇ શકે. શૌર્ય, સાહસ, કુશળતા, ચપળતા, લાંબુ આયુષ્ય વિશે વૈરાગ્ય વિગેરે ગુણો વિશે વિગતવાર સાંભળી લેવું. @44.55min. ૧૯૮૫માં ગુજરાતનું આખું તંત્ર પડી ભાંગેલું ત્યારે મુંબઈથી કમિશ્નર રીબેરોને લાવેલા અને તેને મુકેલી શરતો મંજુર થયેથી રાજ્યનો કાયદો અને વ્યવસ્થા કરી આપેલી તે સાંભળો. સિપાહી થયા પછી ચૂસ્ત હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી ન થશો તેના વિશે સાંભળો. સિપાહીની મોટામાં મોટી ફરજ રાષ્ટ્ર પ્રત્યે છે.
Side B –
– આ બધા ગુનો ભેગા થાય ત્યારે દેશને એક સાચો, સારો સિપાહી મળે. સિપાહી દેશનો પીલ્લર છે. અહી વડોદરામાં જે પોલીસ તાલીમ શાળા ચાલી રહી છે, તે એક સારી સગવડ થઇ છે.હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણે એક સશક્ત, મજબૂત ભારત બનાવી તેનું સુખ ભોગવીએ. એ સુખ પોલીસને આભારી છે. તમે કુશળ, બાહોશ, હોશિયાર ઓફિસર બનો, આ દેશને વધુને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવો એવી પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. હરિ ઓમ તતસત્. @3.59min. વડોદરામાં રક્તદાન કેન્દ્ર નિમિત્તે મેડીકલ કેર સેન્ટર ટ્રસ્ટમાં પ્રવચન. તમે પૈસો કમાવો એ આરાધના-સાધનાનો એક ભાગ છે પણ એને ક્યાં વાપરવો એ બીજો ભાગ છે. અને પૈસો વાપરવાની વાત જો સ્પષ્ટ ન હોય તો ધર્મના ફળ માનવતા, સમાજ કે રાષ્ટ્રને મળે નહિ. @5.50min. રાજસ્થાનમાં એક મંદિરની પ્રતિષ્ઠામાં ધજાગરો ચઢાવવા માટે એક સજ્જન ૪૦ લાખ રૂપિયા બોલેલા, તરતજ મનમાં વિચાર થાય કે આ ૪૦ લાખ રૂપિયાનો ઉપયોગ શું થશે? દાતાને પૈસા કમાતા આવડ્યું છે પણ વાપરતા નથી આવડ્યું. આ ચાલીસ લાખ કોઈ હોસ્પિટલને આપવાની જરૂર હતી. અહિયાં એકલો ભગવાન છે અને પેલી હોસ્પિટલમાં ભગવાન અને દર્દીઓ બંને છે.અહી આપનારનો દોષ નથી પણ ધર્મની વ્યાખ્યા કરનારનો દોષ છે. @9.38min. જલારામ બાપના મંદિરનું ઉદાહરણ. શિબિરો ન ભરશો, તમે ગૂંચવાઈ જશો. “જો આપે ટુકડો તો હરિ થાય ઢૂકડો”. આ સરળ સૂત્ર છે. ગાંધીજીએ કેટલી શિબિરો ભરેલી? છતાં પૂર્ણ આધ્યાત્મિક પુરુષ. સમાજનું આખું પરિવર્તન લાવ્યા. @12.50min. શક્તિ વિશે લોકોની માન્યતા અને ભગવદ ગીતા. विषया विनिवर्तन्ते….दष्टवा निवर्तते…(गीता २-५९). જલારામ બાપના મંદિરમાં જે પૈસા નીકળે છે તેમાંથી સ્કુલ, હોસ્પિટલ અને કેન્સરનું દવાખાનું ચાલે છે. આસ્થાહીન, શ્રદ્ધાહીન કદી ન થશો. શ્રદ્ધા અને પ્રેમ વિશે વધુ સાંભળો. @22.19min. મહેસાણામાં એક વિદ્યા સંકુલ માટે દાનના ઉઘરાણા બાબત બનેલી સત્ય ઘટના. @27.34min. આજે સૌથી મોટામાં મોટો પ્રશ્ન ડોનેશનનો છે, એને આપણે વણાંક આપીએ. જે દાનમાંથી શક્તિ, દેશ ઊભો ન થાય, સમાજ બેઠો ન થાય એ દાનમાંથી કશું મળતું નથી. વડોદરાના અશ્વમેઘ યજ્ઞ વિશે. ખરો યજ્ઞ અહી રક્તદાનનો થઇ રહ્યો છે. આ કામમાં જોડાયેલા ટ્રસ્ટી ભાઈઓને લાખ લાખ ધન્યવાદ, આ પ્રવૃત્તિ ફૂલે, ફળે એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત્. @33.53min. ગાંધીજી એક રાષ્ટ્રિય સંત. @41.34min. देशभक्तिके हिंदी फ़िल्मी गीत – कहानी है इक बात हमें, ताकत वतंकी हमसे है.
Leave A Comment