[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]
AMARILLO – TX
Side 4A –
– @3.33min. યોગના માર્ગ ઉપર ચાલનાર કોઈ વ્યક્તિ એમ કહે છે કે તમારી જે આ અટપટી ક્રિઆઓ, આ જે કષ્ટ ભરેલા સાધનો મારાથી થઇ શકે એમ નથી તો મને કોઈ સરળ સીધો રસ્તો બતાવો. ઇશ્વર કોણ છે અને કેવો છે? ઇશ્વરની વ્યાખ્યા. જેમાં કલેશ, કર્મ વિપાક અને આશય ન હોય એનું નામ ઈશ્વર. પંચ-કલેશ – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પંચ-ક્લેશની અલગ અલગ વ્યાખ્યા સાંભળી લેવી. @18.50min. પરમેશ્વરને અવિદ્યા હોય ખરી? જેને અવિદ્યા હોય તે પરમેશ્વર કહેવાય ખરો? નહિ કહેવાય. આજ રીતે કર્મ વિપાક અને આશય વિશે સમજવું. @21.36min. એક માણસે પૂછ્યું, જીવ કર્મ કરવાને સ્વતંત્ર છે તો પછી ઈશ્વર બધાને નચાવી રહ્યો છે એ કેવી રીતે? કાં તો પછી હું સ્વતંત્ર હોઉં અને મને ઈશ્વર નચાવતો નથી. જવાબ ઉદાહરણથી સાંભળી લેવો. @30.19Min. પુરુષ વિશેષ ઈશ્વર કહેવાય તો પછી મહાપુરુષો મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ વગેરે મુક્તાત્માઓ છે એને ઇશ્વર કહેવાય કે નહિ? ના કહેવાય, કેમ? તે સાંભળી લેવું. @34.26min. એવો જે પમેશ્વર છે તેનું નામ શું છે? બીજા દિવસે – @38.12min.ભગવાનના બધા ઘણા નામ છે અને ભગવાનનું કોઈ નામ નથી છતાં પણ એક મૂખ્ય નામ આપણા શાસ્ત્રકારોએ માન્યું છે તે “પ્રણવ” એટલે ૐ એ હિંદુ જૈન અને બૌદ્ધોમાં સમાન છે. મંત્રના પ્રારંભમાં ૐ હોવો જોઈએ તેના ઉદાહરણો. ૐ એ આપણું મૂળ પરમેશ્વરનું નામ છે. વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરવું હોય તો પહેલા ૐ બોલવું પડે. ૐकरं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ૐकाराय नमो नमः સમજણ સાંભળી લેવી. @42.22min. માંડુક્ય ઉપનિષદ. પહેલાં ૐ થયો, ૐનું વ્યાખ્યાન ગાયત્રી થઇ, ગાયત્રીનું વ્યાખ્યાન વેદ થયા અને વેદનું વ્યાખ્યાન વિશ્વ થયું. ઓમ(ૐ) શબ્દની વિસ્ત્રુત સમજણ, કેવી રીતે ઉચ્ચાર કરવો? અર્થની ભાવના સાથે જપ કેવી રીતે થાય? જે સમાધિ યોગીને થાય તેવીજ સમાધિ નામ સ્મરણ જપ કરવાથી થાય. @56.45min. અનુષ્ઠાનમાં તાકાત છે. એનો અનુભવ કરવો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ એકજ આસને ૧૦૦ વાર પૂરો કરો. કોઈપણ અનુષ્ઠાન વિજ્ઞ વિનાનું હોતું નથી
Side 4B –
– અનુષ્ઠાન વિઘ્ન વિનાનું નથી હોતું અને વિઘ્ન આવે એટલે લોકો પડતું મુકે. વિઘ્ન નિવારણની વિધિ વિશે. જપ – નામ સ્મરણ કરનારને બે વસ્તુઓની પ્રાપ્તિ થાય. પ્રત્યક્ષ ચૈતન્ય આત્મતત્વ છે એનો સાક્ષાત્કાર થાયને અંતરાય એટલે વિઘ્નો દૂર થાય. સન્યાસીને ૐ જપ કરવાનું કહ્યું છે, સંસારીઓ પણ કરી શકે પરંતુ એટલું યાદ રાખજો કે પ્રણવનો કે ગાયત્રીનો જાપ કરવો હોય તો સાંસારિક અપેક્ષ રાખવી નહિ. પ્રણવથી માનસિક વૃત્તિઓ વૈરાગ્ય તરફ વળવા લાગે છે. @3.25min. બીજ મંત્રો વિશે. @8.00min. જપ કરતી વખતે આવતા અંતરાયો. @12.21min. એક આચાર્યે શા માટે પોતાના દીકરા માટે “ન્યાય મુક્તાવલી ” લખી તે સાંભળો. @15.19min. છેલ્લો દિવસ – પુનરાવર્તન. @18.53min. મુક્તાત્મા અને ઈશ્વર બંને એક નથી. અત્મવાદીઓ કહે છે કે આત્મા સાધનાના દ્વારા અમુક કક્ષાએ પહોંચે એટલે પરમાત્મા કહેવાય. પરમાત્માવાદ વાળા એમ કહે છે કે આત્માથી પરમાત્મા થવાઈ નહિ કારણકે પરમાત્મા તો છેજ. આત્મ સાધના કરીને જ્ઞાની, મુક્ત, મુક્તાત્મા થાય પરંતુ પરમાત્મા ન થાય. પરમાત્માતો અનાદી, અનંત એક અલગજ તત્વ છે. પરમાત્મા એ મુક્તાત્માનો પણ ગુરુ છે અને એ પોતે મુક્ત થયેલો નથી કારણ કે એ બંધનમાં આવ્યોજ નથી. એનો વાચક પ્રણવ “ૐ ” છે. આ ૐ-કારમાં બધા બ્રહ્માંડો આવી ગયા.@27.28min. વિરમગામ તાલુકામાં એક ભગત અને કૂવાના બોરિંગ વિશેની વાત અવશ્ય સાંભળો. @34.21min. સાધના કરવી હોય તો જપ એકજ રાખજો. સ્વામીજી બેલુર મઠ જવા નીકળેલા ત્યારનો કલકત્તાનો અનુભવ. પરમેશ્વર ઉપર જેને દ્રઢ વિશ્વાસ હોય એને સાંસારિક જરૂરિયાતોની વ્યવસ્થા, ઈશ્વર હંમેશા કર્યાજ કરતો હોય છે. @45.27min. ચિત્તને હંમેશા પ્રસન્ન રાખવું હોય તો ચાર પ્રકારના માણસો સાથે ચાર પ્રકારનો અલગ અલગ વ્યહવાર કરવો તે સાંભળી લેવું. @51.03min.”कबीरा तेरी झोंपड़ी गल कट्टोंके पास, करेगा सो भरेगा तू क्यों फिरे उदास” કબીર સાહેબ કસાઈની બાજુમાં રહેતા, બહુ ત્રાસી ગયા. પછી આ દોહરો બનાવ્યો @52.32min. वाजिंत्र संगीत – ॐ जय जगदीश हरे.
Leave A Comment