ગુરૂની શોધમાં, ઊંઝા

 

Side A –
નવો આશ્રમ બંધાયેલો તે આયોજીત સભામાં ગુરૂપૂર્ણિમાના દિવસે.- હું ચીલા-ચાલુ સાધુ કે પરંપરાવાદી નથી. હું છેલ્લા કેટલાયે વર્ષોથી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે મારો સમાજ, મારી પ્રજા, મારો ધર્મ, મારી સંસ્કૃતિ મારું અધ્યાત્મ આટલું બધું રસાતળમાં કેમ ગયું છે? શું કારણ છે કે આખી દુનિયામાં હિંદુ પ્રજા બિચારી થઇને જીવે છે? @3.47min. જો મારે વ્યક્તિગત રીતે તમારાથી ફાયદો ઉઠાવવો હોય તો, તો હું વર્ષોથી તમારો ફાયદો ઊઠાવી શક્યો હોત. ચીલાચાલુ પરંપરા પ્રમાણે લોકોને એક ઘેલછા ઊભી કરી દેવી અને ગુરુરૂપ બનાવી દેવા એ તો અહી ચારે તરફ થાયજ છે. અહી બેઠેલા બધા જાણે છે કે મેં કોઈને શિષ્ય નથી બનાવ્યા, કંઠી નથી બાંધી કે કોઈના આગળ વાડો નથી બાંધ્યો. તમે બધા અહી પ્રેમથી, સદભાવથી ભેગા થયા છે તો આ ગુરુ પૂનમના દિવસે થોડી ક્રાંતિની વાતો કરવાની છે. ભવિષ્ય કોને ખબર છે કેવું હશે, પણ હું તમારું એક ઘડતર કરવા માંગુ છું, તમને એક વ્યવસ્થા આપવા માગું છું, એવું ઘડતર, એવી વ્યવસ્થા કે જેથી તમે દુનિયાની એક મહાન પ્રજા બની શકો, દુનિયામાં ગૌરવ પૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરી શકો. ગુરુપ્રથાના પાંચ રૂપો વિશે સાંભળો. વૈદિક કાળનો ઉપનિષદનો ગુરુ, શ્રવણ કાળનો ગુરુ, પૌરાણિક કાળનો ગુરુ, સંત કાળનો ગુરુ અને વર્તમાન કાળનો ગુરુ. આ પાંચ રૂપ સમજશો તો તમને ગુરુપ્રથાનો પૂરેપૂરો ખ્યાલ આવશે. @6.40min. ઉપનિષદમાં ગુરુ શબ્દ નથી, આચાર્ય શબ્દ છે. હવે પછે આગળ સાંભળો.

Side B –
– જોરીયા દેવ ચાલુ… અંધશ્રદ્ધાના ઉદાહરણો. @11.00min. સંત માર્ગ અને આચાર્ય માર્ગ. ગુરુ પ્રથા અને તેમાંથી સંપ્રદાય પ્રથા. તિલક કરવાથી મહાપાપી માણસનો મોક્ષ કેવી રીતે? વાડામાં સિંહ નહિ, ઘેટાં પૂરાય. 18.00min. ઉપનિષદ કાળ અને ગુરુ. હિંદુ પ્રજાને કેવી રીતે મહાન બનાવી શકાય? @34.15min.વેદ વાણી અને પુરાણો (સંત ચરિત્રમાંથી) @39.45min. ભજન – એવા જ્ઞાની ગુરૂ મળીયા રે… , શ્રી નારાયણ સ્વામી