સાહિત્યકાર, રાજા અને ઋષિ (વિસનગર) – ગુજરાતી સાહિત્ય પરિષદના ચાલીસમાં અધિવેશન પ્રસંગે, ઉદઘાટક તરીકે. પ્રતિભા, કલા દર્શન, વ્યહવાર અને પ્રસ્તુતિ, આ પાંચ વસ્તુ ભેગી થાય ત્યારે વ્યક્તિ સાહિત્યકાર બને. આ પાંચ તત્વમાંથી જે તત્વ જેટલું ઓછું તેટલીજ તેમાં ઊણપ હોય. કલમની શક્તિ લાંબા સમય સુધી અસર કરે છે. મૂળમાં ત્રણ શક્તિઓ અને તેને મૂર્તિનું સ્વરૂપ આપ્યું છે. હિંદુ પ્રજાએ જેટલી મૂર્તિ બનાવી છે તેમાંથી અને તેના વાહનોમાંથી અઢળક સંદેશાઓ નીકળે છે. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા. એક કલમ બીજી પૈસા અને ત્રીજી તલવાર આપે છે. આ ત્રણ વિના રાષ્ટ્ર અને પ્રજાનું જીવન અધુરું રહે છે. વધારેમાં વધારે મહત્વ સરસ્વતીનું છે. હવે પછી સરસ્વતીના સ્વરૂપ વિશે વિસ્તારથી સાંભળો. @5.19min. સાહિત્યકારના પણ ત્રણ ભેદ છે. સત્વ પ્રધાન, રજસ પ્રધાન અને તમસ પ્રધાન. સરસ્વતીના ઉપર લક્ષ્મીનો પ્રભાવ વધી જાય ત્યારે રજસ પ્રધાન બને. તેજ પ્રમાણે દુર્ગાનો પ્રભાવ વધી જાય ત્યારે તમ: પ્રધાન બને. @11.10min. પરમેશ્વરની સૃષ્ટિ છે તેમ સાહિત્યકારની પણ સૃષ્ટિ છે. પ્રતિભાની સાથે કલા હોવી જરૂરી છે. એક સજ્જનની વાત જરૂર સાંભળો. એક મંદિરની પ્રતિષ્ઠા વિશે,એક કાળો મેસ જેવો શહનાઈ વગાડતા માણસની કદર સ્વામીજીએ કેવી રીતે કરી તે સાંભળો. કલાકારને આગળથી જોવાનો હોય, એનું સંગીત જોવાનું-સાંભળવાનું હોય, એ સિગરેટ પીએ છે કે નહી? ગીતા વાંચે છે કે નહિ? એ બધું જોવાનું ન હોય. કલાકાર હૃદય જીવી હોય છે. તેનું માન ન કરો તો કરમાઈ જશે. “નિરાલા”ને કોઈએ એ જમાનાની ૩૦૦ રૂપિયાની મોઘામાં મોઘી સાલ ઓઢાડી, બહાર નીકળ્યો અને એક થરથરતી ડોસીને જોઈ તેને ઓઢાડી દીધી. પ્રેમચંદની કહાણી વિશે. સાહિત્યકાર સૂર્ય પણ છે અને ચંદ્ર પણ છે, તે ભેદ સાંભળો. @17.43min. જે સાહિત્યકારને વેદના, પીડા નથી જોઈ, જેણે અપમાન અને તિરસ્કાર સહન નથી કર્યા, એ બહુ હચમચાવી નાખનારો સાહિત્યકાર ન થઇ શકે. સાહિત્યની અંદર દર્શન હોવું જોઈએ. ઉપક્રમ અને ઉપસંહાર વિશે સાંભળો. @22.13min. ઉપરના પાંચ તત્વો કોઈ વ્યક્તિની અંદર આવે, ત્યારે તે ક્રમે ક્રમે પીરામીડના શિખર પર જઈને બેસે, તેનું નામ પડે સેક્સ્પીઅર, કાલિદાસ, વ્યાસ, કણાદ, વશિષ્ઠ વિગેરે. નાના સાહિત્યકારો મોટા સાહિત્યકારોનાં દ્વારા ઉપર આવતા હોય છે. વિસનગરમાં સાકળચંદ ભીની પ્રવૃત્તિ વિશે સાંભળો. ભામાષા અમર છે, બિરલા, તાતા કે અંબાણીને વર્ષો પછી કોઈ યાદ નહિ કરે. કાલીદાસને યાદ કરશે, સેક્સ્પીઅર મરવાનો નથી. @28.29min. સંપ્રદાયો, મંડળો કે કોઈ એક નિશ્ચિત થીયરીમાં માણસ બદ્ધ થઇ જતો હોય ત્યારે તે હઠીલો થઇ જતો હોય છે, પછી ઉત્તમ વસ્તુ મેળવી શકે નહિ. @29.36min. ધોલેરા પાસે “સત્સંગ સરિતા” માં પ્રવચન. ઉપનિષદના બે અત્યંત તેજસ્વી પત્રો જનક અને યાગ્ન્યવલ્ક્ય વિશે. રાજગાદી ઉપર બેસીને, રજની ખટપટ, કાવાદાવા, યુદ્ધો વિગેરે કરતાં કરતાં પણ જે વ્યક્તિ ઋષિ કક્ષાએ પહોંચે તેને રાજર્ષિ કહેવાય.દેવાર્ધી અને મહર્ષિ કરતાં પણ રાજર્ષિ ઘણો મોટો છે. @37.56min. જનક સાથે યાગ્ન્યવલ્ક્યનો સત્સંગ વિશે. સત્સંગ સરિતાનો હેતુ સાંભળો. @42.49min. એક સજ્જ પુરૂષનું બીજા સજ્જન પુરુષ સાથે મળવું બહુ દુર્લભ છે, એમાંથી પ્રેમ-અમૃત નીકળે.
– સાધુઓના ભૂતકાળને વટાવવા વિશે. જેને બ્રહ્મની જીજ્ઞાસા હોય, પ્રશ્નો હોય, બ્રહ્મ સંબંધી ચર્ચા કરવાની હોય તેને માટે શાસ્ત્ર છે. આપણે ત્યાં પ્રશ્નો પૂછવાની છૂટ છે. @4.51min. સભા પૂરી થવાની તૈયારી વખતે વચકનું ઋષિની પુત્રી ગાર્ગી ઊભી થઇ અને યાગ્ન્યવલ્ક્યને પડકાર ફેંક્યો. આપણે ત્યાં એક એવો ટાઇમ હતો કે જ્યારે આપણા દેશની નારીઓ, પુરુષનાજેટલુજ ભણતી, પડકાર આપતી અને એના કારણે પુરુષોનું ગૌરવ વધતું. @7.55min. એક નેતા વિશે. @12.06min. ગાર્ગીએ કહ્યું હજુ મારા પ્રશ્નો બાકી છે. તેજસ્વિતાની વ્યાખ્યા – કોઈના પણ દબાણમાં આવ્યા વિના જે સત્ય બોલી શકે અને આચરી શકે તેનું નામ તેજ. ગાર્ગીના પ્રશ્નો: આકાશ થી માંડીને આખું બ્રહ્માંડ છે તે શેમાં ઓતપ્રોત છે? અને તે કોના આધારે છે? @16.50min. યાગ્ન્યવલ્ક્યનો જવાબ. આ બધા બ્રહ્માંડોના બ્રહ્માંડો છે અને જેમાં ઓતપ્રોત છે તેનુ નામ પ્રકૃતિ છે, શક્તિ છે, માયા છે. એ પ્રકૃત્તિમાંથી અસંખ્ય બ્રહ્માંડો હજ્જારો દ્રાક્ષની લુમની જેમ લટકે છે અને તે બે દ્રાક્ષના દાણા વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપી શકાય. દ્વૈત અને અદ્વૈતનો ભેદ સાંભળો. પ્રકૃતિના ત્રણ ભેદ – સત્વગુણ, રજો ગુણ અને તમો ગુણ. સત્વગુણની શક્તિ સરસ્વતી, રજોગુણની લક્ષ્મી અને તમોગુણની પાર્વતી(દુર્ગા) છે. @20.531min. એક જૈન સજ્જનનો ભગવાન વિશે કટાક્ષ અને તેનો જવાબ. પુરુષ પ્રધાન સમાજ અને સ્વીડનમાં સ્ત્રી પ્રધાન સમાજ વિશે.@20.53min. આપણે દ્વૈત માનીએ છીએ, જો અદ્વૈત થાય તો. સમાજ પુરુષ પ્રધાન છે. સ્વીડનમાં સ્ત્રી પ્રધાન સમાજ વિશે. ગાર્ગીએ પૂચ્છ્યું કે આ બધું શામાં ઓતપ્રોત છે. યાગ્નવલ્ક્યે કહ્યું પરમતત્વ શક્તિ – પ્રકૃતિમાં ઓતપ્રોત છે. ઘર સ્ત્રીમાં ઓતપ્રોત છે.@24.32min. કાશી અને પ્રયાગરાજની વચ્ચે એક રેલ્વે સ્ટેશનનું નામ “માધવસિંહ” કેમ પડ્યું તે જરૂર સાંભળો. @29.46min. ગાર્ગીનો બીજો પ્રશ્ન, જે શક્તિ છે તે કોના આધારે છે અને તે શામાં ઓતપ્રોત છે? જવાબ સાંભળી લેવો. @35.58min. ઋષિઓ અને ભક્તિમાર્ગ. @46.09min. ફિલ્મી ભજન – ઓમ નામ: શિવાય. શ્રી મતિ લતા મંગેશકર.
Leave A Comment