listen – Side A
– ખરેખર આવું કોઈ યુદ્ધ થયું હતું? પાંડવો અને કૌરવો જેવી પ્રજા હતી? આ ઈતિહાસ છે કે મીથ છે? આ બધા પત્રો ખરેખર ઐતિહાસિક છે કે મહાકાવ્યના પાત્રો છે. @3.19min. સંતનુ નામનો રાજા ગંગાજીને પરણે છે. ગંગા નદી છે અને અહીજ પ્રશ્ન થાય છે કે નદીને પરણાય ખરું? કોઈ ગોરો માણસ પૂછે કે તમે નદીને પરણો કે? તો શું જવાબ આપશો? હિંદુ ધર્મની પ્રકૃતિ પૂજા વિશે સાંભળો. @8.26min. ગંગાની પરણવાની શરતો. મીઠાઈની દુકાનના એક સજ્જનની વાત. જીવનના શારીરિક પ્રશ્નો યુવાવસ્થા કરતા વૃદ્ધાવસ્થામાં વધારે સતાવે છે. @11.00min. એક સન્યાસીની વાત. ૭૫ વર્ષના એક વૃદ્ધને પ્રશ્ન: અત્યારે તમારી સ્થિતિ કેવી છે? જવાબમાં કુતરા જેવી. બીજા વૃદ્ધે કહ્યું હડકાયા કુતરા જેવી. @13.51min. ચાણક્યે લખ્યું છે કે જ્યારે વ્યક્તિની અંદર ભોગ ભોગવવાની શક્તિ હોય અને ભોગો પણ હોય તો મોટું તપ કર્યું છે એમ સમજવું. પૈસાદાર માણસ કેવી રીતે ઓળખાય? @17.50min. જેવી સ્થિતિ દશરથની તેવીજ દશા સંતનુંની. પતિતપાવની હજારોના પાપ ધોનારી ગંગા એક પછી એક પોતાનાજ બાળકોને ઉપાડીને પાણીમાં ફેંકી દે છે. @21.53min. જ્યાં સુધી તમે પૌરાણિક કથામાં રહેલા ઊંડાણને સ્પર્શવાનો પ્રયત્ન ન કરો ત્યાં સુધી તમે તેના હાર્દને ન સમજી શકો. કાલે તમારું બાળક પૂછશે કે રીવર સાથે લગ્ન થતા હશે? શું જવાબ આપશો? ભગવાન તુલસી સાથે પરણ્યા તો તુલસી તો છોડ છે, ને તે પણ દર વર્ષે પરણવાનું? ધીરે ધીરે સંતનુંનો મોહ ઉતારી ગયો અને એક છોકરું પડાવી લીધું અને ગંગા સાથે સંબંધો પુરા થયા, તે છોકરુંનું નામ ગંગાપુત્ર ભીષ્મ. @26.35min. યયાતિ રાજાનું દ્રષ્ટાંત. @32.40min. રાજા રામમોહનરાય અને બંગાળનો સતીપ્રથાનો ઈતિહાસ. પ્રાથમિક સ્કુલના ઉદ્દઘાટન પ્રસંગે, એક બાવીસ વર્ષની વિધવાએ આપેલું દાન. @39.20min. સંતનુએ મત્સ્યગંધા સાથે ખારવાની શરતે લગ્ન કાર્ય, ભીષ્મે ન પરણવાની પ્રતિજ્ઞા કરી અને આ ભીષ્મપ્રતિજ્ઞાનું કારણ છે. મત્સ્યગંધા કેવી રીતે અવતરી તે સાંભળો અને વિચાર કરો કે એ શક્ય છે? માછલીમાંથી કન્યા નીકળે ખરી? મત્સ્યગંધા પરાસર ઋષિના સંપર્કમાં આવી એટલે મત્સ્યગંધા વેદવ્યાસની માં છે. આ પ્રાચીન સમાજની ઉદારતા બતાવે છે. @43.09min. રોટી-બેટીનો વહેવાર વિશે. હિન્દુઓનો આભડછેટનો ધર્મ પ્રજાને વગર તલવારે મારી નાખે છે. ભીષ્મ પોતાના બે ભાઈઓ માટે એક રાજાને ત્યાંથી ત્રણ કન્યાઓ ઉપાડી લાવ્યા.

listen – Side B
– ભીષ્મ…ચાલુ. જેમાં ત્રણ જીવન બરબાદ થતા હોય તેવો દુરાગ્રહ કડી ન કરશો. ભારતની આ મુશ્કેલી છે કે બહેન, દીકરીનું કંઈ ચાલતું નથી કે પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરી શકતી નથી. હવે જમાનો બદલાયો છે. @1.35min. એક પટેલની બહેન અને તેના બ્રાહ્મણ સાથે લગ્ન વિશે સાંભળો. ભીષ્મને પોતાની ભૂલ સમજાઈ અને ત્રણે કન્યાઓને રાજાને ત્યાં પાછા મુકવા ગયા પણ રાજાએ તેમનો સ્વીકાર કર્યો નહિ. @7.44min. કેનેડામાં ગૌરી વ્રતનો પ્રશ્ન.ગીતા પ્રમાણે આપને એક બ્રહ્મની ઉપાસના કરનારાઓ છીએ. ગૌરી વ્રત કરવાની જરૂર નથી. સંતનું રાજાને સત્યવતી સાથે બે પુત્રો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય. તેઓ અત્યંત ભોગી અને તેને કારણે તેમને TB થયો અને બંને નાની ઉંમરમાં મરી ગયા. બંને સ્ત્રીઓ અંબે અને અંબિકા વિધવા થઇ. રાજવંશ ન રહ્યો. ભીષ્મે વ્યાસને બોલાવ્યા. તેનાથી આંધળો અને પાંડુરોગ વાળા પુત્રો તથા દાસીમાંથી વિદુર થયા. આજે આ વાત કે પદ્ધતિને સ્વિકારાય ખરી? આ ખરેખર બનેલું કે રૂપક છે? ધ્રુતરાષ્ટ્રને ગાંધારી અને પાંડુને કુંતી સાથે પરણાવ્યા. બંનેને સંતાન નથી થતા તે પછી પાંડવો અને કૌરવોની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે સાંભળો. કોઈવારતો વિચાર કરો કે જે રીતે ઉત્પત્તિ બતાવી તે શક્ય છે? જો તમને આ બાબતમાં શંકા થાય અને તેના સમાધાનની તીવ્રતા જાગે તો તેમાંથી રસ્તો નીકળશે. શાસ્ત્રોના ત્રણ સ્ટેજ – શબ્દાર્થ, ભાવાર્થ અને તત્વાર્થ વિશેની સમજણ. @30.00min. એક કેમ્પનું ઉદ્ઘાટન અને થેલેસેમિયા રોગ વિશે. એક ઓળખીતા મહાત્મા આશ્રમ બાંધ્યો પણ આવક ન હતી અને પછી કેવીરીતે લીલાલહેર થઇ ગઈ તે સાંભળો. @33.38min. સંપાદિત ગ્રંથો વિશે. @38.15min. ભજન – કુછ લેના ન દેના, ઐસો જતન બતાજારે – શ્રી રાજેન્દ્ર અને શ્રી મતિ નીના મહેતા.